-: પ્રેસનોટ :-
(તા.૧૩/૦૭/૨૦૨૬)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૧૨/૦૭/૨૦૨૬ નારોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૨૬ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૪૪ કિં.રૂ.૮૮૦૦/- તથા ઇંગ્લીશ દારૂના કવાટરીયા તથા ઇ.બોટલ નંગ-૫૦૦ મળી કુલ્લે કિ.રૂ.૫૩,૮૫૦/- નો મુદામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૧૬ સહિત કુલ-૨૦ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. ઘરફોડ ચોરીના કેસો
૧. માંજલપુર પો.સ્ટે પાર્ટ-એ-૧૧૧૯૬૦૦૩૨૬૦ ૩૪૩/૨૦૨૬ બી.એન.એસ. કલમ ૩૩૧(૩),૩૩૧ (૪), ૩૦૫(એ) મુજબના ગુનાના કામના ફરિયાદી રમેશભાઇ ઉકાભાઇ સુતરીયા ઉ.વ.૫૧ ધંધો.વેપાર રહે.મ.નં.૧૩૨૬, આકાશગંગા સોસાયટી, આકાશવાણીની પાછળ, ચિત્રકુટ સોસાયટીની પાસે, માંજલપુર, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૦૮/૦૭/૨૦૨૬ ના કલાક.૧૨/૦૦ વાગ્યાથી તા.૧૧/૦૭/૨૦૨૬ ના કલાક ૧૫/૦૦ વાગ્યાના સમય દરમ્યાન મોજે:મ.નં.૧૩૨૬, આકાશગંગા સોસાયટી, આકાશવાણીની પાછળ, ચિત્રકુટ સોસાયટીની પાસે, માંજલપુર, વડોદરા શહેર કોઈ ચોર ઈસમે ફરીયાદીના બંધ મકાનના મુખ્ય દ્વાર જે લોખંડની જાળીવાળા દરવાજાનુ તાળુ તોડીને ઘરમાં પ્રવેશ કરી ફરીયાદીના બેડરૂમમાં મુકેલ લોખંડની તિજોરી જેની અંદર આવેલ નાનુ ખાનુ જે લોક કરેલ હતુ તે તોડી તે નાના ખાનામાં મુકેલ સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી જેની કુલ્લે કિંમત રૂ.૧,૯૪,૬૦૪/-ની ચોરી કરી લઇ જઈ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૧૨/૦૭/૨૦૨૬ ના ક.૨૦/૪૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ સે.પો.ઇન્સ.શ્રી કે.પી.ખરાડી માંજલપુર પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. ગોરવા પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં. ૦૩૨૮/૨૦૨૬ બી.એન.એસ.કલમ-૩૦૫(એ),૩૩૧(૪) મુજબના ગુનાના કામના ફરીયાદી રણજીતસિંહ ઘનશ્યામસિંહ રાણા ઉ.વ.૪૭ ધંધો.નોકરી રહે,મ.ન.૮૨ સ્નેહ સ્મુતી સોસાયટી નુતન મહેશ્વરની બાજુમા સુભાનપુરા વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી કોઇ અજાણ્યો ચોર ઇસમ તા.૧૨/૦૭/૨૦૨૬ ના રાત્રીના કોઇ પણ સમયે મો.જે. રહે,મ.ન.૮૨ સ્નેહ સ્મુતી સોસાયટી નુતન મહેશ્વરની બાજુમા સુભાનપુરા વડોદરા શહેર આ કામના ફરિયાદીના બંધ મકાન માથી તિજોરીમાં રાખેલ બે જોડ સોનાની બુટ્ટી જેનુ આશરે વજન સાત ગ્રામ જેની આશરે કિં.રૂ.૬૮,૦૦૦/- તથા બે ચાંદીની પાયલ જેની આશરે કિંમત રૂ.૧૮,૦૦૦/- તથા ચાંદીની બે લક્કી જેની આશરે કિં.રૂ.૭૫૦૦/- તથા એક ચાંદીનો કેડ જુલો જેની આશરે કિ.૨૧,૦૦૦/- તથા રોકડ રકમ આશરે રૂ.૧૨,૦૦૦/- ની કુલ્લે કિ.રૂ.૧,૨૬૫૦૦/-- કોઇ ચોરી ઇસમ ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૧૩/૦૭/૨૦૨૬ ના ક.૧૨/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ શ્રી એમ.કે.વાળા સા ગોરવા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. ઠગાઇ ના કેસો
૧. પાણીગેટ પો.સ્ટે.પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૭૨૬૦૩૭૯/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ-૩૧૯,૨૧૬ મુજબના ગુનાના કામના ફરિયાદી શ્રી સત વી.એસ.દેસાઇ પોલીસ સબ ઇન્સ્પેકટર, પાણીગેટ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૧૨/૦૭/૨૦૨૬ ના કલાક ૦૨/૦૦ વાગ્યાના સમય દરમ્યાન મોજે-પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે આરોપી કરણ સુરેશ જસવાણી ઉ.વ.૨૮ રહે.૨૮, સાંઇ આશિષ સોસાયટી, કલાવતી હોસ્પીટલ સામે, વારસીયા રીંગ રોડ, ફતેપુરા, વડોદરા શહેર નાએ પોતાની જાતે ઇન્સ્ટાગ્રામ આઇ.ડી. ind.karanjaswani.kj માં જર્નાલીસ્ટ, સેવ મનીપુર, સોસીયલ વર્કર, એક્ટીવિસ્ટ, ઇન્ડીપેન્ડેટ જર્નાલીસ્ટનું બનાવી લોકોમાં પત્રકાર હોવા બાબતની પબ્લીસીટી (ખ્યાતી) મેળવી લોકો સાથે ઠગાઇ કરી પોલીસને ફોન ઉપર યુનિયન લિડર તથા પત્રકાર હોવાની ખોટી હકીકત જણાવી ઇન્સ્ટાગ્રામ પર વિડીયો મુકી લોકોને પાણીગેટ પોલીસ સ્ટેશન આવવાનુ આહવાન આપી લોકોને ઉશ્કેરણી કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૧૨/૦૭/૨૦૨૬ ના કલાક ૧૯/૫૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો. વિજયસિંહ અજુભા પાણીગેટ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. વાહન ચોરીના કેસો
૧. ગોત્રી પો.સ્ટે પાર્ટ “એ” ગુ.ર.નં. ૧૧૧૯૬૦૦૪૨૬૦૨૫૪/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ ૩૦૩(૨), ૩૫૦(એ) મુજબના ગુનાના કામના ફરિયાદી રજનીકાંત વિઠ્ઠલદાસ પટેલ રહે.એ-૯ કાર્તીકેય નગર પાર્ટ-૨ જલારામ નગર સો.સા. પાસે ગોત્રી વાસણા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૦૧/૦૭/૨૦૨૬ ના કલાક ૧૯/૦૦ થી તા.૦૨/૦૭/૨૦૨૬ ના કલાક ૦૬/૦૦ દરમ્યાન મોજે- વડોદરા શહેર ગોત્રી જય જલારામ નગરના મકાન નં એ/૯ પાસેથી આ કામના ફરિયાદીની એક એક્ટીવા હિરો કંપનીની હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ ટુ વ્હીલર નં GJ-06-JS-8063 ની છે જેનો ચેસીસ નં MBLHA10CGGHA51595 નો છે તથા એન્જીન નં HA10ERGHA02058નો છે જેની કિ.રૂ.આશરે ૨૦,૦૦૦/- ની કોઇ ચોર ઇસમે ડુપ્લીકેટ ચાવી વડે લોક ખોલી ચોરી કરી લઇ જઇ ગુનો કર્યા વિ.બાબતે તા.૧૨/૦૭/૨૦૨૬ ના કલાક ૧૯/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો વિજયસિંહ અરવિંદસિંહ ગોત્રી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૫. ખૂનની કોશીશના કેસો
૧. કપુરાઇ પોલીસ સ્ટેશન પાર્ટ-એ-નં.૧૧૧૯૬૦૪૩૨૬૦૩૫૨/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ની કલમ-૧૦૯(૧) જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબ ના ગુનાના કામના ફરીયાદી વિજયરાવ બાબુરાવ પેટકર રહે-૦૧ નટરાજ સુપર માર્કેટ સોસાયટી, જયંત પાર્ક નાકા, ભાડુઆત નગર રોડ, કેનાલ પાસે, મણીનગર, અમદાવાદ નાઓની ફરીયાદ મુજબ આરોપી પ્રદીપ કિશનરાવ ગાંગુડે રહે.ડી/૫ ઉમા પાર્ક સોસાયટી, શરણમ ચાર રસ્તા પાસે, વાઘોડીયા રોડ, વડોદરા શહેર તા.૧૩/૦૭/૨૦૨૬ ના કલાક ૦૨/૩૦ વાગ્યાના સુમારે મોજે-ડી/પ ઉમા પાક સોસાયટી, શરણમ ચાર રસ્તા પાસે, વાઘોડીયા રોડ, વડોદરા શહેર. આ કામના આરોપીએ ફરીયાદી શ્રી ની દિકરી-જ્યોતિ પ્રદીપ ગાંગુડે ને મોત નિપજાવવાના ઇરાદે કટર વડે ગળાના ભાગે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી તેમજ ઝપાઝપી દરમ્યાન કટર વડે આરોપીએ જ્યોતીને ડાબા આંખની નીચેના ભાગે, ડાબા હાથની કોણીના નીચેના ભાગે તથા જમણા હાથના બાવડા ઉપર ઇજાઓ પહોચાડી મે.પોલીસ કમીશ્નર સા.શ્રી, વડોદરા શહેર નાઓના હથીયારબંધી જાહેરનામાં નો ભંગ કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૧૩/૦૭/૨૦૨૬ ના કલાક ૦૯/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.ઈ.શ્રી ડી.સી.રાઓલ સા કપુરાઇ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.