-: પ્રેસનોટ :-
(તા.૧૩/૦૮/૨૦૨૬)
૧. પ્રોહીબિશનના કેસો
તા.૧૨/૦૮/૨૦૨૬ નારોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૩૦ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૮૭ કિં.રૂ.૧૭,૪૦૦/- નો મુદામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૦૬ સહિત કુલ-૨૧ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. ખુનના કેસો
૧. મકરપુરા પો.સ્ટે. પાર્ટ-(A) ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૬૨૬ ૦૪૬૦/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૦૩(૧), ૧૧૫(૨), ૧૨૫(એ), ૫૪ તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી રોહન સ/ઓ ભરતસિંહ તખતસિંહ દરબાર રહે-ફલેટ રૂમ નં.૪, બ્લોક નં.૮, અમરશ્રધ્ધા સોસાયટીની પાછળ આવેલ વુડાના મકાનમાં, બંસલ મોલની સામે, સોમાતળાવ-તરસાલી રોડ, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) વિજય ઉર્ફે મચ્છર સોની (૨) પદમ સોની બંને રહે-અમરશ્રધ્ધા સોસાયટીની પાછળ આવેલ વુડાના મકાનમાં, બંસલ મોલની સામે, સોમાતળાવ-તરસાલી રોડ, વડોદરા શહેર તથા (૩) માનવ કાંચો રહે-કલ્યાણનગર, કારેલીબાગ, વડોદરા શહેર (૪) મિને કાંચો રહે-માંજલપુર, વડોદરા શહેર નાઓએ તા.૧૨/૦૮/૨૦૨૬ ના આશરે ક-૧૫/૩૦ વાગ્યાથી ૧૭/૦૦ વાગ્યા દરમ્યાન મોજે-અમરશ્રધ્ધા સોસાયટીની પાછળ આવેલ વુડાના મકાનના કંપાઉન્ડ દિવાલના ખુણા પાસે જાહેર ખુલ્લી જગ્યામાં, બંસલ મોલની સામે, સોમાતળાવ-તરસાલી રોડ આરોપીઓ એકબીજાની મદદગારી કરી ફરીયાદીશ્રી તથા ફરીયાદીશ્રીનો ભાઇ મરણજનાર મેહુલ ભરતસિંહ દરબાર ઉ.વ.૨૬ તથા ફરીયાદીશ્રીના કાકાના દિકરા સાહેદો-રાહુલ, વિશાલ નાઓની સાથે બોલાચાલી ઝઘડો કરી, આરોપી નં-૩ નાઓએ ફરીયાદીશ્રીના મરણ જનાર ભાઇ મેહુલભાઇને પાછળથી પકડી રાખતા આરોપી નં-૧ નાઓએ તેના હાથમાં રહેલ હથિયાર ચપ્પુ વડે ફરીયાદીશ્રીના ભાઇ મેહુલને આડેધડ જીવલેણ ઘા મારી ખુન કરેલ હોય, તેમજ આરોપી નં-૨,૪ નાએ ફરીયાદીશ્રીની સાથે બોલાચાલી મારામારી ઝઘડો કરી, છુટા પથ્થરો મારી ઇજા કરી, માન.પો.કમિ સાહેબશ્રી, વડોદરા શહેરના હથિયારબંધી જાહેરનામાંનો ભંગ કરી ગુનો કર્યા વિ.બાબતે તા-૧૨/૦૮/૨૦૨૬ ના ક-૨૦/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ સે. પો.ઇશ્રી એચ.એલ.જોષી મકરપુરા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. ખુનની કોશિષના કેસો
૧. ફતેગંજ પોસ્ટે એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૨૨૬૦૩૧૭/૨૦૨૬ ભારતિય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ -૧૦૯(૧),૧૧૫(૧),૨૯૬(બી),૫૪ તથા જી.પી.એક્ટ -૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી આરજુખાન ઝમીરઅહેમદ પઠાણ રહે. મ.નં.૧૯૪ રોશનપાર્ક, અર્બન હેલ્થ સેન્ટરની સામેની ગલી, નવાયાર્ડ, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી અબ્દુલ પઠાણ રહે. બરકાતે મસ્જીદની સામે, રોશનનગર, નવાયાર્ડ, વડોદરા શહેર તથા તેની સાથેના અન્ય બે ઇસમો તા.૧૨/૦૮/૨૦૨૬ ના ક.૨૧/૦૦ થી ૨૧/૩૦ વાગ્યાના સુમારે મોજે- શ્રીનાથપુરમ પાસે, શ્રીનગરની સામે આવેલ મેડિકલ સ્ટોર, નવાયાર્ડ ફરીયાદીશ્રી દવા લેવા માટે ગયેલ તે દરમ્યાન એક સફેદ કલરની મોપેડ પર આરોપીઓ આવી ફરીયાદીને પોતાનો મોબાઇલ આપી દેવા કહેતા ફરીયાદીએ પોતાનો મોબાઇલ નહિ આપવાનુ કહેતા એકદમ ઉશ્કેરાઇ ગયેલ અને ફરીયાદીને ગંદીગાળો બોલી ગડદાપાટુનો માર મારવા લાગેલ જેથી ફરીયાદી મારથી બચવા જતા આરોપી નં-૧ સાથે આવેલ બન્ને ઇસમોએ ફરીયાદીને પકડી રાખેલ અને આરોપી નં-૧ અચાનકથી ઉશ્કેરાઇ જઇ પોતાની કમરમાં રહેલ ચપ્પુ કાઢી ફરીયાદીને જાનથી મારી નાખવાના ઇરાદે પીઠના ભાગે તથા શરીરના ભાગે આડેધડ પાંચથી છ ઘા મારી ફરીયાદી પર જીવલેણ હુમલો કરી ગંભીર ઇજાઓ પહોચાડી એકબીજાની મદદગારી કરી મે.પો.કમિ.સાહેબ શ્રી વડોદરા શહેર નાઓના હથિયાર બંધી જાહેરનામાંનો ભંગ કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૧૩/૦૮/૨૦૨૬ ના ક.૦૧/૩૫ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.ઇશ્રી. એ.એમ.ગઢવી ફતેગંજ પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. મારામારીના કેસો
૧. જે.પી.રોડ પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.નં-૧૧૧૯૬૦૦૮૨૬૦ ૩૧ /૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ની કલમ ૧૧૫(૨),૧૧૮(૧),૨૯૬(ખ),૫૪ તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી શાન અહેમદ મોહમદઈરફાન સિદ્દીકી રહે.મ.નં.૨૧ નસીમનગર કિસ્મત ચોકડી પાસે તાંદલજા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી શાહરૂખ તથા ઈમરાન તથા રહીમ તથા ઈશામુદ્દીન વડોદરા શહેર નાઓએ તા.૧૨/૦૮/૨૦૨૬ ના ક.૨૨/૩૦ વાગ્યાના અરસામાં મોજે. નસીમનગર કિસ્મત ચોકડી પાસે તાંદલજા ફરીયાદી પોતાના ઘરે બોરીંગ કરાવેલ હોય જેમાથી પાણી તથા માટી નીકળતા ઘરની બહાર પડેલ જે માટી ફરીયાદીના મકાનની સામે આવેલ ખેતરમા નાખવા માટે ખેતર માલીક મૈજીકાકા કુંભાર નાઓ સાથે વાતચીત કરતા તે વખતે ફરીયાદીના પત્નીએ જણાવેલ કે આપણા મહોલ્લામા રહેતા આરોપી નં-૧ નાનો ત્યા પાણી તથા માટી નાખવાની ના પાડે છે. જેથી ફરીયાદી આરોપી નં-૧ નાઓને સમજાવતા હતા કે તુ ખેતરમા કેમ પાણી અને માટી નાખવાની ના પાડે છે તેમ કહેતા આરોપી નં-૧ નાનો એકદમ આવેશમા આવી જઈ ફરીયાદી સાથે બોલાચાલી ઝઘડો કરી મા-બહેન સમાણી બિભસ્ત ગાળો આપી હાથ વડે ગડદા પાટુનો માર મારવા લાગેલ તે દરમ્યાન ફરીયાદીના મામાનો દિકરો શહેબાજ તથા કાકાનો દિકરો સદામ ખાન નાઓ છોડાવવા વચ્ચે પડતા તેઓ સાથે પણ બોલાચાલી ઝઘડો કરી ઝપાઝપી કરવા લાગેલ તે વખતે આરોપી નં-૧ નુ ઉપરાણુ લઈ તેના મિત્ર આરોપી નં-૨,૩,૪ આવી ફરીયાદી સાથે તથા શહેબાજ અને સદામ સાથે ઝપાઝપી કરવા લાગેલ તે વખતે આરોપી નં-૨ વધુ આવેશમા આવી ગયેલ અને તેના ઘરમાથી લોખંડની પાઇપ લઈ આવેલ અને સદામના માથાની જમણી બાજુ મારી ઇજા પહોચાડી તથા ફરીયાદીને તથા શહેબાજને તમામ આરોપીઓ ગડદાપાટૂનો માર મારી ઇજા પહોચાડી મે પો.કમિ.સાશ્રીના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરી એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૧૩/૦૮/૨૦૨૬ ના ક.૦૩/૩૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી એસ.વી.સાખરા જે.પી.રોડ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. વાહન અકસ્માતના કેસો
૧. રાવપુરા પો.સ્ટે પાર્ટ એ.ગુ.ર.નં.૧૧૧૯૬૦૨૬૨૬૦૨૧૮/૨૦૨૬ બી.એન.એસ કલમ- ૨૮૧ તથા M.V.ACT કલમ -૧૮૫,૧૮૪,૧૭૭ તથા પ્રોહી એકટ કલમ ૬૬(૧) બી મુજબના ગુનાના કામના ફરિયાદી શ્રીસત અ.લો.ર મહેશ કુમાર રામચંદજી બ.નં-૭૦૦ રાવપુરા પો.સ્ટે વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી જોયદીપ નિખીલ સેનગુપ્તા રહે. સી/૨૦૧ શુભમ ઇલીટ મોટનાથ મહાદેવ રોડ દિલ્હી પબ્લીક સ્કુલ પાસે હરણી વડોદરા નાઓએ તા.૧૨/૦૮/૨૦૨૬ ના ક.૨૧/૫૬ વાગ્યા પહેલા મોજે- લાલબાગ બ્રીજ ઢાળ ઉતરી રોયલમેળાની સામે કટ પાસે મેઇન રોડ આરોપીએ વગર પાસ પરમીટે કેફી પીણુ પીધેલ હાલતમા તેઓની ફોર વ્હિલર ગાડી મેઇન રોડ તેની ફોરવ્હીલર ગાડી ફુલ સ્પીડ ચલાવી મહિન્દ્રા ટેકટર રજી નં. GJ 06 RE 3337 ની સાથે અથાડી એકસીડંટ કરેલ હોય જેનો ફોર વ્હીલર ગાડી નં.GJ 06 RB 1747 નો છે જેનો ચે.નં.MBHZCD ESKRF139432 તથા એ.નં.Z12EP1037673 નો છે જેની કિ.રૂ.૧,૩૫,૦૦૦/ની બેફિકરાઇ અને ગફલતભરી રીતે હંકારી લાવી એક્સીડંટ કરી મળી આવી પકડાઇ જઇ ગુનો કર્યા વિ.બાબતે તા.૧૩/૦૮/૨૦૨૬ ના ક. ૦૦/૩૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો.પેલાજી ભગાજી રાવપુરા પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૫. અન્ય કેસો
૧. ગોત્રી પો.સ્ટે.પાર્ટ “એ”ગુ.ર.નં-૧૧૧૯૬૦૦૪૨૬૦૨૭૯/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની ૩૨૪(૪), ૨૯૬(બી), ૩૫૧(૨), ૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી કેશવલાલ શીવદયાલ શર્મા રહે-મ.નં-૩૩ ખોડીયાર નગર મહીનગર પાછળ ગોત્રી વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી નં-(૧) સિધ્ધરાજ મુકેશભાઈ ચાવડા (૨) મુકેશભાઈ શિવાભાઇ ચાવડા (૩) વિપુલ મુકેશભાઈ ત્રણેય રહે–મ.નં.૧૫૪ ખોડીયારનગર તા.૦૫/૦૭/૨૦૨૬ ના ક.૧૨/૧૫ વાગ્યાથી તા:-૧૧/૦૮/૨૦૨૬ ના ક.૦૮/૦૦ વાગ્યા સુધી મોજે:- ખોડીયાર નગર મહીનગર પાછળ ગોત્રી ફરિયાદીની બોલેરો પીકઅપ ગાડી નં- GJ-06-ZZ-9136 ને આરોપી નં-(૧) નાએ દારૂના નશાની હાલતમા ફરીયાદીની ગાડીનો આગળનો કાચ તોડી નાખી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ આરોપી નં-(૨) (૩) નાઓ ફરીયાદીને ગંદી ગાળો બોલી અમે તને ખોટા રેપ કેસમા ફસાવી દઈશુ અને જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ ફરીયાદીની બોલેરો પીકઅપ ગાડીમા થયેલ નુકશાનની ભરપાઈ આજદીન સુધી કરેલ ના હોય એકબીજાને મદદગારી કરી ગુનો કર્યા વિ.બાબતે તા:-૧૨/૦૮/૨૦૨૬ ના ક.૧૭/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો વિજયસિંહ અરવિંદસિંહ ગોત્રી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.