Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૧૩/૦૯/૨૦૨૫)

પોલીસ સમાચાર

૧. પ્રોહીબિશનના કેસો

તા.૧૨/૦૯/૨૦૨૫ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૫ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ.લી-૧૮ કિ.રૂ-૩૬૦૦/- તેમજ ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-ર, ક્વાટર નંગ-૦૧, બિયર-૦૬ મળી કુલ કિં.રૂ.૫,૯૯૦/- નો મુદામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૧૧ સહિત-૧૪ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

 

૨.    મારા મારીના કેસો

૧.     રાવપુરા પોલીસ સ્ટેશન

રાવપુરા પો.સ્ટે.પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૨૬૨૫૦૧૫૧ /૨૦૨૫  ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ-૧૧૭(૨),૨૯૬(૨),૩૫૧(૨),૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી વિક્કી સેવકરામ માખીજા રહે:-૨૦૧ નારાયણ રેસીકોમ ખોડીયાર બુસ્ટર પંપની સામે ૩૦ મીટર ખોડીયારનગર રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) અભિષેકસિંગ ઉર્ફે ગુરપ્રિતસિંગ ઉર્ફે ગુરી તથા (૨) હરજીતસિંગ તથા (૩) સુરજસિંગ તથા (૪) નિરજસિંગ નાઓએ તા.૧૨/૦૯/૨૦૨૫ ના આશરે ક.૧૧/૪૫ વાગ્યા આસપાસ મોજે- ગુરૂકૃપા મોબાઇલ મરીમાતાનો ખાંચો રાજમહેલ રોડ વડોદરા શહેર  ફરીયાદીશ્રી પોતાની મોબાઇલની દુકાને હાજર હતા તે વખતે ફરીયાદીની દુકાનમાં કામ કરતા આરોપીનાઓ તથા બાજુની દુકાનમાં કામ કરતા આરોપીનાઓ તમામ આવી ફરીયાદીશ્રીને ગમેતેમ ગંદીગાળો બોલી ધમકાવી આરોપીઓ પૈકી નં.(૧) નાઓએ ફરીયાદીશ્રીને માથાના ઉપરના ભાગે ઇંટ મારી દેતા લોહી નિકળવા લાગેલ અને આરોપી નં.(૨) નાઓએ પ્લાસ્ટીકનું ટુલ્સ ખભા ઉપર મારી ઉપરોકત તમામ આરોપીઓએ એકબીજાની મદદગારી કરી ગુનો  કર્યા વિગેરે બાબતે તા. ૧ર/૦૯/ર૦ર૫  ના ક.૧૬/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો. ગુલાબસિંગ રાયસીંગભાઇ રાવપુરા પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૨.     સયાજીગંજ પોલીસ સ્ટેશન

સયાજીગંજ ગુ.ર.નં.“એ” પાર્ટ ૧૧૧૯૬૦૩૦૨૫૦૫૪૪/૨૫ બી.એન.એસ. કલમ-૧૧૫(૨), ૨૯૬(બી), ૩૫૧(૩), ૩૫૨, ૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી મહિપાલભાઈ ભરતભાઈ ગઢવી છે રહે- ૪૦૨ સોનલકૃપા એપાર્ટ્મેંટ ભટાર રોડ રુપાલીનહેર  સુરત હાલ રહે એમ.એસ.યુનિ. બોયઝ  હોસ્ટેલ અરવિંદ હોલ રૂમ નં ૭૪ એમ.એસ.યુનિ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ વાસુ સુથાર તથા બીજા બે ઈસમો તે તા.૧૨/૦૯/૨૦૨૫ ના ક.૧૩/૪૫ વાગ્યા દરમ્યાન મોજે:  એમ.એસ.યુનિ. હંસા મહેતા હોલની સામે નેસ કેફે પાસે ફરીયાદી જમવાનુ લેવા ઉભા હતા તે વખતે આરોપી વાસુ સુથાર નાએ ફરીયાદીને જણાવેલ કે તુ મારી સામે ટગર ટગર કેમ જોવે છે તેમ કહી ઉશ્કેરાઇ જઇ કમરમા પહેરવાના પટ્ટા વડે ફરીયાદીને બરડાના તથા માથાના આગળના ભાગે મારી દેતા માથામાંથી લોહી નિકળવા લાગેલ અને વાસુ સુથારના બીજા મિત્રો જેમાંથી એક નાએ ફરીયાદીને પકડી રાખી ફરીયાદીના જમણા પગમા ફેટ મારી મુઢમાર ઇજા કરી તથા બીજાએ હાથમાં પહેરેલ કડુ બરડાના ભાગે મારી ઇજા કરી તથા વાસુ સુથાર નાએ ફરીયાદીને ઠારથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરી એકબીજાની મદદગારી કરી ભાગી જઇ ગુનો કર્યા વીગેરે બાબતે તા.૧૨/૦૯/૨૦૨૫ ના ક.૧૮/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ હે.કો કાળાજી કાંતીજી સયાજીગંજ પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૨.     ગોરવા પોલીસ સ્ટેશન

ગોરવા પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૦૭૨૫૦૪૯૦/૨૦૨૫ બી.એન.એસ. એક્ટ કલમ ૧૧૫(૨),૨૯૬(બી),૩૫૧(૨), ૫૪ જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી કમરૂલ આસીફ અલી પઠાણ રહે.એ/૯ હાસ્મી પાર્ક ગોસીયા મસ્જીદની પાસે ગોરવા બ્રીજ ગોરવા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) કાસીફ વશીખાન પઠાણ તથા (૨) મહેરાન અને તેનો ભાઈ (૩) સાહીલ અને (૪) નઈમ બહારઆલમ પઠાણ તમામ રહેવાસી હાસ્મી પાર્ક ગોરવા વડોદરા નાઓએ તા.૦૬/૦૯/૨૦૨૫ ના ક.૨૩/૪૫ વાગ્યા આસપાસ મોજે-ગોરવા બ્રીજ પાસે ફાતીમા હાઇટ્સ જીએફ ૧૩/૧૪ ન્યુ જનતા ઇલેક્ટ્રોનીક દુકાન પાસે ગોરવા આરોપીનાઓએ અગાઉ ફરી.સાથે થયેલ ઝગડાની અદાવત રાખી ફરી.ને તથા ફરી.ના ભાઈ સાહીદ અબ્દુલકલામ પઠાણને ગડૅદાપાટુનો માર મારી ગમે તેમ ગંદી ગાળો બોલી કાસીફ વશીખાન પઠાણ એ ફરી.ને પટ્ટો મારી તથા મુઢ માર મારી ફરી.ને જમણા હાથે તથા મોઢા ઉપર તથા પેટના ભાગે મુઢ માર ની ઈજાઓ કરી તથા સાહેદ સાહીલને મોઢા ઉપર મુઢ માર ની ઈજાઓ કરી એક બિજાને મદદગારી કરી વધુ માર મારવાની ધમકી આપી મે.પોલીસ કમિશ્નર સાહેબના જાહેરનામાનો ઉલંઘન કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૧૨/૦૯/૨૦૨૫ ના ક.૨૨/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ ગોરવા પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૩.    અપહરણના કેસો

૧.     કપુરાઇ પોલીસ સ્ટેશન

કપુરાઇ પોલીસ સ્ટેશન પાર્ટ-એ-૧૧૧૯૬૦૪૩૨૫૦૫૪૭/૨૦૨૫ બી.એન.એસ-૨૦૨૩ ની કલમ ૧૩૭(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી નાઓની ફરિયાદ મુજબ ગઈ તા.૧૦/૦૯/૨૦૨૫ ના કલાક ૨૩/૧૫ વાગ્યાની આસપાસ મોજે. શ્રુષ્ટી ડુપ્લેક્ષ આજવા રોડ સાગર સ્ટુડીયોની પાછળ વડોદરા શહેર ખાતે ફરિયાદીના દીકરા નાને મોબાઇલમાં ગેમ રમવા બાબતે ઠપકો આપતા ઘરેથી જતો રહેલ હોય જેથી ફરિયાદીને શક વહેમ છે કે કોઇ અજાણ્યુ ઇસમ તેઓના કાયદેસરના વાલીપણામાથી તેના દીકરાને લઈ જઈ ગુનો કર્યા વિગેરે બાબતે તા ૧૨/૦૯/૨૦૨૫ ના ક.૧૯/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એલ.એન.સાંસલા કપુરાઇ પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.     ફતેગંજ પોલીસ સ્ટેશન

                  ફતેગંજ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૨૨૫૦૪૨૬/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ની કલમ ૧૩૭(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી નાઓની ફરિયાદ મુજબ ગઈ તા.૦૮/૦૯/૨૦૨૫ના બપોરના સાડા આઠેક વાગ્યાના સુમારે મોજે- સમાજ સુરક્ષા સંકુલ સરનામુ પેન્સનપુરા ઘેલાણી પેટ્રોલપંપની પાછળ વડોદરા શહેર ખાતે ફરીયાદીના દેખરેખ અને વાલીપણા હેઠળનુ બાળક સંસ્થાનો કોટ કુદીને  ભાગી ગયેલ હોય તપાસ કરતા મળી આવેલ ન હોય. કોઇ ઇસમ અપહરણ કરી લઇ જઇ ગુનો લઈ જઈ  ગુનો કર્યા વિગેરે બાબતે તા ૧૩/૦૯/૨૦૨૫ ના ક.૧૪/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ આર.કે.બારીયા ફતેગંજ પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૪.    વાહન અકસ્માતના કેસો

૧.     કપુરાઇ પોલીસ સ્ટેશન

કપુરાઇ પો.સ્ટે. એ-પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૬૦૪૩૨૫૦૫૪૮/૨૦૨૫  ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૮૧,૧૨૫(એ),(બી),૩૨૪ તથા એમ.વી.એક્ટ ૧૭૭,૧૮૪ મુજબના ગુનાના કામના ફરિયાદી પાર્થ સ/ઓ પ્રવીણભાઇ ભાલીયા રહે-મ.નં.૨૨૬ આશ્રય વાટીકા સોસાયટી હનુમાનપુરા પાસે આજવા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ એક અશોક લેયલેન્ડ કંપનીની ટ્રક નં.GJ-06-AX-0752 ના ચાલક કામરૂલખાન અનવરખાન પઠાણ રહે.૩૦૨ બ્રુકફીલ્ડઝ રોનક ટ્રાન્સપોર્ટની ઓફીસમા રોઝીઝ ગાર્ડન પાસે નવાપાર્ડ છાણી જકાતનાકા વડોદરા શહેર મુળ રહે.જહાંગીરપુર ગામ પો.મુસાખીરીયા તા.કમાલગંજ જી.ફારુખાબાદ ઉત્તરપ્રદેશ નાઓએ તા.૧૨/૦૯/૨૦૨૫ ના સવારના ક.૧૧/૩૦ વાગ્યાની આસપાસ મોજે- આજવા ચોકડી બ્રીજ નીચે અમદાવાદથી સુરત તરફ જતા સર્વિસ રોડ પર, વડોદરા શહેર ફરીયાદીની બહેન હીનાબેન ડો/ઓ પ્રવિણભાઇ ભાલીયા ઉ.વ.૨૫ રહે-મ.નં.૨૨૬ આશ્રય વાટીકા સોસાયટી હનુમાનપુરા પાસે આજવા રોડ વડોદરા શહેર નાઓ તેમની હોન્ડા કંપનીની એક્ટીવા મોપેડ જેનો રજી.નં. GJ-06-FH-8598 ની લઈને ગોત્રી ખાતેથી પરીક્ષા આપી ઘરે પરત આવતા હતા તે દરમ્યાન આજવા ચોકડી બ્રીજ નીચે અમદાવાદથી સુરત તરફ જતા સર્વિસ રોડ પર આવતા એક અશોક લેયલેન્ડ કંપનીની ટ્રક નં.GJ-06-AX-0752 ના ચાલકે પોતાનુ વાહન પુરઝડપે બેદરકારી અને ગફલતભરી રીતે હંકારી લાવી ફરી.ની બહેનની એક્ટિવાને આગળના ભાગે ટક્કર મારતા ફરી.ની બહેન નીચે પડી જતા તેને માથાના પાછળના ભાગે તથા ડાબા પગના સાથળના ભાગે તથા ઘુંટણથી નીચેના ભાગે તથા ડાબા પગે તળીયાના ભાગે ગંભીર ઇજાઓ થયેલ હોવાનુ ડૉક્ટર સાહેબ નાઓએ જણાવેલ છે અને હાલ ફરી.ની બહેનની સારવાર ચાલુ છે અને તે અર્ધ બેભાન છે અને ફરી.ની બહેનની એક્ટિવા મોપેડને આગળના ભાગે મીટર તથા બોડીને નુકસાન કરી ગુનો કર્યા વિ. બાબતે તા.૧૨/૦૯/૨૦૨૫ ના ક. ૨૧/૧૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો રવિન્દ્રસીંહ મહેન્દ્રસીંહ કપુરાઇ પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૫.    વિશ્વાસઘાત/છેતરપીંડીના કેસો

૧.     ગોરવા પોલીસ સ્ટેશન

ગોરવા “એ”પાર્ટ ગુ.ર.ન.૧૧૧૯૬૦૦૭૨૫૦૪૮૮/૨૦૨૫ ભારતીય ન્યાય સહિતા એક્ટ ૨૦૨૩ ની કલમ-૩૧૬(૨),૩૧૮(૪), ,૩૩૬(૩), ૩૩૮,૩૪૦(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી હિમેશ ઉપેંદ્રભાઇ ઓઝા રહે-૪/બી સ્નેહધારા સોસાયટી અરૂણાચલ સોસાયટી ની પાછળ સુભાનપુરા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી કનુભાઇ બાલુભાઇ પટેલ રહે-૨૬૯/૨૩ દિન દયાલ નગર યશ કોમ્પ્લેક્ષ સામે વુડાના મકાનમાં વડોદરા શહેર નાઓએ ગત ડિસેમ્બર-૨૦૨૪ થી આજ દિન સુધી મોજે-૪/બી સ્નેહધારા સોસાયટી અરૂણાચલ સોસાયટી ની પાછળ સુભાનપુરા વડોદરા શહેર આરોપી નાઓએ ફરીયાદી તથા ફરીયાદીના પત્નીના વંદનાબેન તથા ભત્રીજી નાઓના મોરેસીયસ ખાતે પ્રોગ્રામમાં મોકલવાના બહાને વિઝા તથા ટીકીટ તથા મેડીકલ ચેકઅપ કરી આપવાના બહાને ફરીયાદી પાસેથી ટૂકડે ટૂકડે કુલ રૂ.૨,૮૭,૮૦૦/- જેટલી માતબર રકમ પડાવી લઈ ફરીયાદીને હિન્દુ હાઉસ મોરેશિયસ તથા નટરાજ ગ્રુપ ઓફ પર્ફોમીંગ આટર્સ તથા સાવી એન્ટરટેનમેન્ટ આર્ટ ની સસ્થા તેઓની છે અને મલીકા આર્ટ એન્ડ પ્રોડકશન ના ખોટા અને બનાવટી સર્ટીફીકેટ આપી ફરીયાદીને વિશ્વાસ અને ભરોસામાં લઈ મોરેસીયસ ખાતેના વિઝા તથા ટીકીટ ન કરી આપી ફરીયાદીએ આપેલ નાણા પરત ન આપી તેઓના અંગત ઉપયોગમાં લઈ ફરીયાદીને આર્થિક નુકસાન પહોચાડી તેઓની સાથે ગુનાહીત વિશ્વાસધાત કરી ઠગાઇ કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૧૨/૦૯/૨૦૨૫ ના ક.૧૯/૨૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી એમ.કે.વાળા ગોરવા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.     ગોરવા પોલીસ સ્ટેશન

ગોરવા “એ”પાર્ટ ગુ.ર.ન.11196007250489/૨૦૨૫ ભારતીય ન્યાય સહિતા એક્ટ ૨૦૨૩ ની કલમ-૩૧૬(૨),૩૧૮(૪), ,૩૩૬(૩), ૩૩૮,૩૪૦(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી મનુબેન વા/ઓફ પ્રવિણભાઇ અરજણભાઇ સીગડીયા રહે-છાયા મહોલ્લો છાયા ગામ રમેશ પાન પાસે તા.જી.પોરબંદર નાઓની ફરિયાદ મુજબ આરોપી વી.ફોર.યુ ના માલીક રીપલ ગીરીશચંદ્ર શાહ રહે- ૨૧૦ એટલાન્ટીક સારાભાઇ કેમ્પસ ગેંડા સર્કલ પાસે વડોદરા શહેર નાઓએ ગત તા:-૧૬/૧૨/૨૦૨૪ થી આજદીન મોજે- ૨૧૦ એટલાન્ટીક સારાભાઇ કેમ્પસ ગેંડા સર્કલ પાસે વડોદરા શહેર આરોપી નાઓએ ફરીયાદીના દિકરાના અલબેનિયા ખાતેના વર્ક વિઝા કરી આપવાના બહાને ફરીયાદીના દિકરા પાસેથી કુલ્લે રૂ.૬,૦૦,૦૦૦/- જેટલી રકમ મેળવી લઈ તેઓના અલબેનિયા ખાતેનો ખોટો અને બનાવટી વર્ક લેટર આપી અલબેનિયા ખાતે મોકલી આપેલ ત્યારબાદ ત્યાથી તિરાના પોલીસ દ્વારા ખોટા વર્ક લેટર હોવાના કારણે પરત ભારત મોકલી આપેલ જેથી ફરીયાદીનો દિકરો પરત આવી આ કામના આરોપી નાઓને વાત કરતા તેઓએ ફરીયાદીના દિકરાના દુબઈ ખાતેના વિઝા કરી આપવાના બહાને ફરીયાદીના દિકરાનો અસલ પાસપોર્ટ તથા અન્ય જરૂરી ડોક્યુમેન્ટ મેળવી લઈ તેઓના દુબઈ ખાતેના વિઝા કરવા અંગેના બીજા વધારાના નાણાની માંગણી કરી અને ફરીયાદીએ નાણા આપતા ન હોય જેથી ફરીયાદીના દિકરાનો અસલ પાસપોર્ટ પરત ન કરી ફરીયાદી સાથે ઠગાઇ કરવાના ઇરાદાથી ખોટા અને બનાવટી વર્ક પરમીટ તથા વીઝા આપી ફરીયાદીના દિકરા સાથે ગુનાહીત વિશ્વાસધાત કરી ઠગાઇ કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૧૨/૦૯/૨૦૨૫ ના ક.૨૦/૨૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી એમ.કે.વાળા ગોરવા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૬.     ચોરીના કેસો

૧.     કુંભારવાડા પોલીસ સ્ટેશન

કુંભારવાડા પો.સ્ટે.પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૪૨૨૫૦૧૭૫/૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી ચિરાગ નવીનચન્દ્ર સોલંકી ઉ.વ.૩૭ રહે. બી-૦૫ શ્રીરામમંદિર સોસાયટી, મંગલેશ્વર ઝાંપા, હરણી રોડ, ફતેપુરા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ અજાણ્યા ઈસમ તા.૧૨/૦૯/૨૦૨૫ ના કલાક ૧૦/૧૫ વાગ્યાથી તા. ૧૩/૦૯/૨૦૨૫ ના ક. ૧૨/૧૫ વાગ્યા દરમિયાન મોજે- બી-૦૫ શ્રીરામમંદિર સોસાયટી, મંગલેશ્વર ઝાંપા, હરણી રોડ, ફતેપુરા વડોદરા શહેર આ કામના ફરીયાદી ઘરમાંથી ગઇ કાલ તા.૧૨/૦૯/૨૦૨૫ ના કલાક ૧૦/૧૫ વાગ્યાથી આજરોજ  તા. ૧૩/૦૯/૨૦૨૫ ના ક. ૧૨/૧૫ વાગ્યા દરમિયાન કોઇ અજાણ્યા ચોર ઇસમ બાજુના મકાન ઉપરથી ઉપરના મકાનના દરવાજા વાટે રૂમમાં પ્રવેશ કરી ડોવરમાંથી સોનાની અલગ-અલગ ચીજવસ્તુ તથા રોકડ રકમ મળી તમામની કિંમત આશરે રૂ. ૧,૫૫,૨૦૦/- ની મત્તાની  ચોરી કરી લઇ જઇ ગુનો  કર્યા વિગેરે બાબતે તા. ૧૩/૦૯/ર૦ર૫  ના ક.૧૩/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ એસ.બી.કુંપાવત કુંભારવાડા પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.     વારસીયા પોલીસ સ્ટેશન

                    વારસીયા પો.સ્ટે.પાર્ટ-એ ગુ ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૮૨૫૦૧૭૫/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી દિપકભાઇ ઉર્ફે સોનુ રમેશભાઇ મકવાણા ઉ.વ.૩૦ ધંધો-નોકરી રહે.બ્લોક નં.૯૨ રૂમ નં.૨૩ કિશનવાડી વુડાના મકાન ગધેડા શાક માર્કેટ પાસે વારસીયા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૦૮/૦૯/૨૦૨૫ ના રોજ રાત્રીના ૧૧/૩૦ થી તા.૦૯/૦૯/૨૦૨૫ ના સવારના ૧૧/૦૦ વાગ્યા દરમ્યાન મોજે બ્લોક નં.૯૨ કિશનવાડી વુડાના મકાનની આગળના ભાગે આવેલ રોડ પર વારસીયા વડોદરા શહેર આ કામના ફરીયાદીનાઓ આઝાદ ગ્રુપના ગણપતિના પંડાલ બનાવવા માટે ખોડીયારનગર રસ્તા પાસે આવેલ પ્રમુખ સેંટીંગ માંથી કુલ નંગ-૭૯ લોખંડની પ્લેટો ભાડા પેટે લાવેલ અને તેનો ઉપયોગ ફરીયાદીએ ગણપતિ ઉત્સવ દરમ્યાન કરેલ ત્યારબાદ તા.૦૬/૦૯/૨૦૨૫ ના રોજ ગણપતિ વિસર્જન કર્યા બાદ આ લોખંડની પ્લેટો કિશનવાડી વુડાના મકાન બ્લોક નં.૯૨ ની આગળ મુકેલ જે  તા.૦૮/૦૯/૨૦૨૫ ના રોજ રાત્રીના ૧૧/૩૦ થી તા.૦૯/૦૯/૨૦૨૫ ના સવારના ૧૧/૦૦ વાગ્યા દરમ્યાન મોજે બ્લોક નં.૯૨ કિશનવાડી વુડાના મકાનની આગળના ભાગે આવેલ રોડ પર વારસીયા વડોદરા શહેર ખાતે મુકેલ લોખંડની પ્લેટો નંગ-૫૧ જેની આશરે કિ.રૂ.૩૫,૭૦૦/- ગણી શકાય તે લોખંડની પ્લેટો ચોરી કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા. ૧૩/૦૯/ર૦ર૫  ના ક.૧૧/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. પી.ડી.ચૌહાણ વારસીયા પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.