Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૧૪/૦૧/૨૦૨૬)

પોલીસ સમાચાર

૧. પ્રોહીબિશનના કેસો

તા.૧૩/૦૧/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૪ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારુ લી. ૧૯ કીમંત રુ. ૩૮૦૦ તથા ઇંગ્લીશ દારૂની બોટલ-૮૭૧, મોબાઇલ ફોન-૦૨ મળી કુલ કિં.રૂ.૩૦૩૩૪૭/- નો મુદામાલ કબ્જે કરેલ છે પીધેલા-૬ સહીત કુલ-૧૪ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨. ખુનના કેસો

૧. મકરપુરા પો.સ્ટે

મકરપુરા પોલીસ સ્ટેશન પાર્ટ-(A) ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૬૨૬ ૦૦૩૫/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૦૩(૧), ૩૩૨(એ), ૫૪ મુજબ ગુનાના કામના ફરિયાદી  શ્રી સુશીલા વા/ઓફ બિટુ ગજાનંદ પટેલ હાલ રહે- એ/૮, શિવશક્તિનગર, જશોદા કોલોની, મકરપુરા, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી  (૧) રાહુલ મનુ યાદવ રહે-જશોદા કોલોની, મકરપુરા, વડોદરા  (૨) મનુ યાદવ રહે-જશોદા કોલોની, મકરપુરા, વડોદરા (૩) સુભાષ યાદવ રહે-જશોદા કોલોની, મકરપુરા, વડોદરા તથા અન્ય કેટલાક અજાણ્યા ઇસમો ગઇ તા.૧૩/૦૧/૨૦૨૬ નારોજ રાત્રીના કલાક-૨૧/૩૦ વાગ્યાથી કલાક-૨૩/૩૦ વાગ્યા દરમ્યાન એ/૮, શિવશક્તિનગર, જશોદા કોલોની, મકરપુરા, વડોદરા શહેર આ કામના ફરીયાદી બેનના દિયર અનુપ ગજાનંદ પટેલ આશરે ઉ.વ.૪૦ રહે- ફલેટ નં.એફ-૧, પહેલો માળ, આમ્રપાલી કોમ્પ્લેક્ષ, મકરપુરા એરફોર્સ સ્ટેશન પાસે, મકરપુરા, વડોદરા શહેરની સાથે ભેગામળી એકબીજાની મદદગારી કરીને મરણજનારને ગડદાપાટુ મુઢમાર મારી બોલાચાલી ઝઘડો કરી, ઘરની લોખંડની ગ્રીલ સાથે અનુપનું માથું અથડાવીને તેમજ ઘરમાં આવીને મારમારી ઝઘડો કરી મરણજનાર અનુપનું મોત નીપજાવી ખુન કર્યા વિ.બાબતે તા.૧૪/૦૧/૨૦૨૬ નારોજ ક.૦૫/૧૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.ઇ.શ્રી એ.એમ.ગોહિલ માંજલપુર પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૩.       વાહન અક્સ્માત/ફેટલના કેસો.

૧. માંજલપુર પો.સ્ટે

માંજલપુર પો.સ્ટે. પાર્ટ-એ-૧૧૧૯૬૦૦૩૨૬૦૦૧૬/૨૦૨૬ બી.એન.એસ.કલમ.૨૮૧,૧૨૫(એ),૧૨૫ (બી), ૧૦૬ તથા એમ.વી.એકટ કલમ.૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુનાના કામના ફરિયાદીરમીલાબેન વા/ઓફ પિતરભાઇ લાલસિંગ ડામોર રહે.મહાબલી ઇન્ડસ્ટ્રીઝ કંપની શેડ નં.૯૯૨/૨ ની સામે ફુટપાથ પર મકરપુરા જી.આઇ.ડી.સી માંજલપુર, વડોદરા શહેર મુળ રહે.ગામ-મસ્કા છોટા પોસ્ટ-મસ્કા મહુડી કુશરફુલા ફળીયુ તા-કુશલગઢ જી-બાસવાડા રાજસ્થાન નાઓની ફરિયાદ મુજબ આરોપી અજાણ્યા વાહન ચાલક જેના નામ સરનામાની ખબર નથી તે તા.૧૩/૦૧/૨૦૨૬ ના સાંજના કલાક.૧૯/૩૦ વાગ્યાની આસપાસ મોજે;- એક્યુટેસ્ટ સિસ્ટમ પ્રાઇવેટ લિમીટેડ શેડ નં,૯૮૭/૧૪ ના ગેટની સામે રોડ પર મકરપુરા જી.આઇ.ડી.સી, માંજલપુર,વડોદરા શહેર આ કામના અજાણ્યા વાહન ચાલકે આજરોજ તા.૧૩/૦૧/૨૦૨૬ ના સાંજના કલાક.૧૯/૩૦ વાગ્યાની આસપાસ એક્યુટેસ્ટ સિસ્ટમ પ્રાઇવેટ લિમીટેડ શેડ નં,૯૮૭/૧૪ ના ગેટની સામે રોડ પર પોતાનું વાહન પુરઝડપે અને બેદરકારીથી હકાંરી લાવી ફરીયાદીના પતિ પિતરભાઇ લાલસિંગ ડામોર ઉ.વ.૫૦ રહે.સદર નાઓને ચાલતા જતી વખતે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી અકસ્માત કરી માથાના ભાગે ગંભીર ઈજા પહોચાડી મોત નીપજાવી નાસી જઈ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૧૩/૦૧/૨૦૨૬ ના સાંજના કલાક.૨૩/૩૦ વાગ્યે ગુનો નોધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી. એન.જી.રોહિત.સાહેબ માંજલપુર પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૩. વિશ્વાતઘાત/છેતરપીડીંના કેસો

૧. બાપોદ પો.સ્ટે.

     બાપોદ પો.સ્ટે. પાર્ટ ‘’એ’’ ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૨૨૬૦૦૨૫/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૩૧૬(૨), ૫૪ મુજબ ગુનાના કામના ફરિયાદી પરષોતમભાઇ કાબાભાઇ આસોદરીયા ઉ.વ.- ૬૭, ધંધો- નિવૃત રહે ડી-૭૦૧/૭૦૨, પ્રાથના વિહાર ફ્લેટ, સેવાસી કેનાલ રોડ, ગોત્રી, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) મનિષ મહેન્દ્રભાઇ પટેલ (૨) રૂપલબેન મનિષભાઇ પટેલ બંને રહેવાસી-મ.નં.ડી/૫૭,સિલ્વર પાર્ક, કરોડીયા રોડ,વડોદરા તથા મ.નં.૨૦૨,સાઇન પ્લાઝા,નટુભાઇ સર્કલ, રેસકોર્સ, વડોદરા તા.૨૩/૧૦/૨૦૧૫ થી આજ દિન સુઘી મોજે- ક્રિસ્ટલ પ્રમુખ કોમર્શીયલ હબ નામની સાઇડ, અર્થ આઇકોનની સામે, ખોડીયારનગર ચાર રસ્તા, ન્યુ વી.આઇ.પી. રોડ વડોદરા શહેર નાઓએ ક્રિસ્ટલ પ્રમુખ કોમર્શીયલ હબ નામની સ્કીમ લોન્ચ કરેલ. જે સ્કિમમાં ફરીયાદીએ પોતાના નામે જી.એફ. ૨૯ નંબરની દુકાન રૂપીયા ૧૭,૨૦,૦૦૦/- મા બુક કરાવેલ. જે બુકિંગ કરેલ દુકાનના ફરીયાદીએ રૂ. ૧૩,૨૩,૪૮૪/- રોકડેથી તથા ચેકથી ચુકવેલ તેમ છતા આરોપીએ બિલ્ડીંગનું બાંઘકામ સમયસર પુરૂ નહિ કરી તેમજ નાણા ચુકવવા છતાં દુકાનનુ પજેશન નહી આપી ફરીયાદી સાથે છેતરપીંડી કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૧૩/૦૧/૨૦૨૬ ના કલાક ૧૮/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈ શ્રી એસ.એમ.ચૌહાણ બાપોદ પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૪.       મારામારીના કેસો

૧. સીટી પો.સ્ટે

સીટી પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૬૨૬૦૦૧૧/૨૦૨૬ બી.એન.એસ. કલમ ૧૧૫(૨),૨૯૬(બી), ૩૫૧(૧) મુજબ ગુનાના કામના ફરિયાદી ઝાકીરહુસેન આબીદહુસેન કાદરી રહે.ચાબુકસવાર મહોલ્લો , ભદ્ર કચેરી રોડ, પાણીગેટ, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી ઇસ્માઇલ ઉર્ફે ભુરીયો રહે; ભદ્રકચેરી રોડ, ચાબુક સવાર મહોલ્લો, પાણીગેટ, વડોદરા તા.૧૩/૦૧/૨૦૨૬ ના કલાક ૨૦/૩૦ થી ક-૨૧/૦૦ વાગ્યે દરમ્યાન  મોજે- ચાબુકસવાર મોહલ્લાના નાકે લકી સ્ટુડીયો પાસે, ભદ્ર કચેરી રોડ ઉપર આ કામના આરોપીએ ફરી. સાથેની જુની અદાવતને લઇને ફરી. ઉપર એકદમ ઉશ્કેરાઇ જઈને ગાળા-ગાળી કરી ઝઘડો કરેલ અને ફરી.ને છુટા હાથે મુક્કા મારવા લાગેલ અને આરોપીએ હાથમાં એક પથ્થર લઇને “આજ તુઝે નહી છોડુંગા” તેમ કહી ફરી.ના માથાના કપાળના ભાગે પથ્થરનો ઘા મારી ઇજા કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૧૩/૦૧/૨૦૨૬ ના કલાક ૨૨/૫૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ.વિજયકુમાર લક્ષમણભાઇ સીટી પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૨. સીટી પો.સ્ટે

સીટી પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૬૨૬૦૦૧૨/૨૦૨૬ બી.એન.એસ. કલમ ૧૧૫(૨),૨૯૬(બી) મુજબ ગુનાના કામના ફરિયાદી ઇસ્માઇલ ઉર્ફે ભુરીયો રહે; ભદ્રકચેરી રોડ, ચાબુક સવાર મહોલ્લો, પાણીગેટ,વડોદરા નાઓની ફરિયાદ મુજબ આરોપી  ઝાકીરહુસેન આબીદહુસેન કાદરી ઉ.વ.-૪૭, ધંધો-વેપાર, રહે.ચાબુકસવાર મહોલ્લો ,ભદ્રકચેરી રોડ, પાણીગેટ, વડોદરા શહેર  તા.૧૩/૦૧/૨૦૨૬ ના કલાક ૨૦/૩૦ થી ક-૨૧/૦૦ વાગ્યે દરમ્યાન મોજે- ચાબુકસવાર મોહલ્લાના નાકે લકી સ્ટુડીયો પાસે, ભદ્ર કચેરી રોડ ઉપર આ કામના આરોપીએ ફરી. સાથે બોલાચાલી ઝઘડો કરી કહેલ કે, “કેમ? મહોલ્લાના છોકરાઓ સાથે ઝઘડા કરે છે.” તેમ કહી ફરી. સાથેની જુની અદાવતને લઇને બોલાચાલી ઝઘડો કરી ફરી.ને ગંદી ગાળો બોલી અને એકદમ ઉશ્કેરાઇ જઈને ફરી.ને છુટા હાથે મુક્કા મારી અને ફરી.ને પીઠ ઉપર મુઠ માર મારી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૧૩/૦૧/૨૦૨૬ ના કલાક ૨૩/૧૦ વાગ્યે વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ.વિજયકુમાર લક્ષમણભાઇ સીટી પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૩. બાપોદ પો.સ્ટે

બાપોદ પો.સ્ટે. પાર્ટ –એ ગુ.ર.નં- ૧૧૧૯૬૦૦૨૨૬૦૦૨૬/૨૦૨૬ ભારતીય ન્યાય સહિતા ૨૦૨૩ ની કલમ- ૧૧૮(૧),૩૫૧(૧) તથા જી.પી.એક્ટ ક-૧૩૫ મુજબ  ગુનાના કામના ફરિયાદી  ભાવીનભાઈ શંકરભાઈ ગણાસવા ઉ.વ.૩૧ ધંધો નોકરી મુળ રહે. નાની બુગેડી ગામ તા.સંતરામપુર જી.મહીસાગર હાલ રહે. એ-૨૬ પામ ગ્રીન બંગ્લોઝ, ભવન્સ પાર્ટી પ્લોટની બાજુમા વાઘોડીયા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી સાગર ભરવાડ જેના પુરા નામ સરનામાની ખબર નથી તે ગઈ તા.૧૨/૦૧/૨૦૨૬ ના રોજ ક.૧૪/૪૫ વાગે મોજે કમલાનગર તળાવથી આગળ આવેલ બાપા સીતારામ મઢુલી પાસે આ કામના ફરીયાદી નાઓ ચાલતા ચાલતા જતા હતા તે દરમિયાન સાગર ભરવાડ નામનો માણસ ફુટપાથ ઉપર કબુતરને દાણા નાખતો હોય જેથી ફરી.નાઓ ત્યાથી પસાર થતા કબુતર ઉડી જતા તેને ફરી.ને જણાવેલ તુ રોડ ઉપર ચાલ તેમ કહેતા ફરી.નાઓએ રોડ ઉપર ચાલવાની ના પાડતા સાગર ભરવાડ નાઓ એક દમ ઉશ્કેરાઈ ગયેલ અને ફરીયાદીને માર મારવાની ધમકી આપી બાજુમાથી લાકડી લઈને ફરી.ને માથા ઉપર મારી ઈજા કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા. ૧૪/૦૧/૨૦૨૬ ના કલાક ૦૨/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો મુકેશભાઈ ઈશ્વરભાઈ પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૫.       અન્ય કેસો

૧. સીટી પો.સ્ટે

સીટી પો.સ્ટે. પાર્ટ-એ-૧૧૧૯૬૦૦૬૨૬૦૦૧૩/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ની કલમ- ૧૯૪(૨) મુજબ ગુનાના કામના ફરિયાદી  અ.લો.ર. સંજયભાઇ પ્રવિણભાઇ  નોકરી-સીટી પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી નં.(૧) ઇસ્માઇલ ઉર્ફે ભુરીયો ઇબ્રાહિમભાઇ સુંઢીયાવાલા ઉ.વ.૩૨, રહે-ભદ્રકચેરી રોડ, ચાબુક સવાર મહોલ્લો, પાણીગેટ, વડોદરા શહેર તથા નં.(૨) રીયાઝ ઉસ્માનભાઇ ઇલાઇચીવાલા ઉ.વ.૩૦, રહે;ફાતેમાવિલા, ઉતમચંદ ઝવેરીની પોળ, સીટી પોલીસ સ્ટેશનની સામે, વડોદરા શહેર તથા નં.(૩) ઝાકીરહુસેન આબીદહુસેન કાદરી ઉ.વ.૪૭, રહે.ચાબુકસવાર મહોલ્લો, ભદ્રકચેરી રોડ, પાણીગેટ, વડોદરા શહેર તથા નં.(૪) મુનાફભાઇ વાહીદ હુસેન કાદરી ઉ.વ.૪૩, રહે.છીપવાડ, ચાબુકસવાર મહોલ્લો, ભદ્રકચેરી રોડ, પાણીગેટ, વડોદરા શહેર નાઓએ તા.૧૩/૦૧/૨૦૨૬ના કલાક ૨૨/૦૦ વાગ્યે  આ કામના આરોપીઓ જાહેરમાં એકબીજા સાથે સામ-સામે બોલા-ચાલી ઝઘડો કરી જોર જોરથી બુમો પાડી છુટ્ટા હાથની મારામારી કરી જાહેર શાંતીનો ભંગ કરી મળી આવી પકડાઈ જઇ ગુનો કર્યા વિ. બાબતે ૧૩/૦૧/૨૦૨૬ ના ક. ૨૩/૨૫ વાગે   ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ.વિજયકુમાર લક્ષમણભાઇ સીટી પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.