-: પ્રેસનોટ :-
(તા.૧૪/૦૩/૨૦૨૬)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબીશનના કેસો
તા.૧૩/૦૩/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૨ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારુ લી-૦૯ કિ.રૂ.૧૮૦૦/-તેમજ ઇંગ્લીશ દારૂના કવાટરીયા નંગ-૦૯ મળી કુલ કિ.રૂ. ૨૭૯૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે. તથા પીધેલા-૦૯ સહીત કુલ-૧૧ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. ખૂનના કેસો.
૧. નવાપુરા પોલીસ સ્ટેશન પાર્ટ-એ ૧૧૧૯૬૦૧૫૨૬૦૧૦૨/૨૦૨૬ બી.એન.એસ. ૨૦૨૩ ની કલમ ૧૦૩(૧) તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરીયાદી હરીશભાઇ જગજીવન પરમાર ઉ.વ.૪૮ ધંધો- પ્રાઇવેટ નોકરી રહે. ૨/૨૭૯૮-બી, ગીતા નગર, ક્ષેત્રપાળ મંદીર સામે, ઇચ્છા મહેતાની શેરી, સગરામપુરા, સુરત શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી બંટીભાઇ સોલંકી રહે, મ.નં.૨૦૪, નારાયણ એવન્યુ કોમ્પલેક્ષ, નવાપુરા વડોદરા શહેર તા.૧૪/૦૩/૨૦૨૬ ના કલાક ૦૦/૩૦ વાગ્યા પહેલા મોજે. મ.નં.૨૦૪, નારાયણ એવન્યુ કોમ્પલેક્ષ, નવાપુરા વડોદરા શહેર આ કામના ફરીયાદીના મોટા ભાઇની દિકરી રીટા ઉપર શક વહેમ રાખી તેના પતિ બંટી સોલંકીનાએ તેની સાથે બોલાચાલી ઝગડો કરી બંટી સોલંકી નાએ ફરીયાદીની ભત્રીજીને છાતીના ભાગે તેમજ શરીર ઉપર તેમજ મોઢા ઉપર છરીના આશરે ચારથી પાંચ ઘા મારી મોત નીપજાવી મે. પોલીસ કમિશ્નર સા.શ્રી નાઓના હથિયારબંધી જાહેરનામા નો ભંગ કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૧૪/૦૩/૨૦૨૬ કલાક.૦૭/૨૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.ઈન્સ.શ્રી, એમ.એસ.અસારી સા. નવાપુરા પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. વાહન અકસ્માતના કેસો.
૧. ગોત્રી પોલીસ સ્ટેશન પાર્ટ “એ” ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૪૨૬૦૦૮૮/૨૦૨૬ ભારતીય ન્યાય સંહતા -૨૦૨૩ ની કલમ- ૨૮૧,૩૨૪(૪) તથા એમ.વી.એક્ટ કલમ.૧૭૭,૧૮૪,૧૩૪ મુજબના ગુનાના કામના ફરીયાદી રિતેષકુમાર ગોવિંદભાઈ રાઠવા ઉ.વ.૩૪.ધંધો.નોકરી રહે.બી/૪૬ રાજરતન સોસાયટી ગોત્રી લક્ષ્મીપુરા રોડ વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ અજાણ્યા ડમ્પર નો ચાલક તા.૦૯/૦૩/૨૦૨૬ ના કલાક ૨૩/૦૦ થી તા.૧૦/૦૩/૨૦૨૬ ના કલાક ૦૯/૩૦ વાગ્યા દરમીયાન મોજે:- નિલામ્બર સર્કલ થી યશ કોમ્પલેક્ષ ચાર રસ્તા તરફ જતા યશ કોમ્પલેક્ષ પાસે ગોત્રી વડોદરા શહેર આ કામના એક અજાણ્યા ડમ્પર નો ચાલક પોતે પોતાનુ ડમ્પર પુરઝડપે અને ગફલત ભરી રીતે ડમ્પર હંકારી લાવી સરકારી પ્રોપર્ટી ગેન્ટ્રી ના પોલ ને રુપીયા ૧,૩૧,૩૩૬(એક લાખ એકત્રીસ હજાર ત્રણસો છ્ત્રીસ) નુ નુકશાન પોહચાડી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૧૩/૦૩/૨૦૨૬ ના કલાક ૧૬/૪૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ નવિનભાઇ મંગુભાઇ ગોત્રી પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. કપુરાઇ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૬૦૪૩૨૬૦૧૨૫/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૨૮૧, ૧૨૫(એ)(બી), ૩૨૪ તથા એમ.વી.એક્ટ ૧૭૭,૧૮૪ મુજબના ગુનાના કામના ફરીયાદી નસીમબાનુ વા/ઓ સલીમભાઇ ઇબ્રાહીમભાઇ પઠાણ ઉ.વ.૪૪ ધંધો-ઘરકામ રહે,મ.ન.૧૬૮,આદર્શ નગર,હીમ્મતનગરની બાજુમાં,તરસાલી બાયપાસ,વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ એક ઈક્કો ગાડી નં.GJ06BT 5089ના ચાલક જેના નામ ઠામની ખબર નથી તે તા.૧૩/૦૩/૨૦૨૬ ના કલાક ૧૫/૧૫ વાગ્યાની આસપાસ મોજે- ને.હા.નં.૪૮ પર તરસાલી બ્રીજ થઈ કપુરાઈ બ્રીજ તરફ જતા કપુરાઈ રેલ્વે બ્રીજ ઉતરતા રોડ પર, વડોદરા શહેર. આ કામના ફરીયાદી તથા તેમના પતિ સલીમભાઇનાઓ તેમની હીરો કંપનીની પેશન પ્રો મો.સા.જેનો રજી. નં. GJ06QS 9617 ની લઈને તેઓના ઘરેથી કપુરાઈ બ્રીજ તરફ જતા હતા તે વખતે કપુરાઈ રેલ્વે બ્રીજ ઉતરતા પાછળ થી એક ઈક્કો ગાડી નં.GJ06BT 5089ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને ગફલતભરી બેદરકારીથી પોતાનુ વાહન ચલાવી લાવી તેઓની મોટર સાયકલના પાછળના ભાગે અથાડતા ફરી.ને જમણા હાથના ભાગે ફેકચર અને પેટના ભાગે તથા ડાબા હાથ-પગના ભાગે તથા નાક તથા દાઢીના ભાગે છોલાયેલ તથા શરીરે નાનુ-મોટુ છોલાયેલ તથા ફરી.ના પતિ સલીમભાઇનાઓને ડાબો પગ ઘુંટણથી નીચે છુદાઈ જઈ ગંભીર ઈજા તથા જમણા પગે ફેકચર તથા ડાબા હાથના ભાગે તથા શરીરે નાનુ-મોટુ છોલાયેલ ગયેલ અને ફરી.ની ઉપરોક્ત પેશન પ્રો મો.સા.ને પાછળના ભાગે નુકશાન કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૧૩/૦૩/૨૦૨૬ ના કલાક ૨૨/૦૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો રવિન્દ્રસીંહ મહેન્દ્રસીંહ કપુરાઇ પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. વિશ્વાસઘાતના કેસો.
૧. મકરપુરા પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં ૧૧૧૯૬૦૧૬૨૬૦૧૮૨/૨૦૨૬ બી.એન.એસ. ૨૦૨૩ ની કલમ કલમ ૩૧૮(૪), મુજબના ગુનાના કામના ફરીયાદી શોભાબેન પ્રકાશભાઇ ટાપરે ઉ.વ. ૭૩ રહે, આઇ/૧૦૪, ઓમકાર હાઇટસ, રાજપુત ભવન પાસે, વોલ્ટેમ કંપની સામે, માણેજા, વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ એક અજાણ્યો ઇસમ તા.૧૮/૧૨/૨૦૨૫ ના રોજ સાંજના ૧૮/૦૦ વાગ્યા ની આસપાસ મોજે- માણેજા ક્રોસીંગ ચાર રસ્તા પર આવેલ આત્મીય કોમ્પલેક્ષ માં આવેલ HDFC બેન્કના એ.ટી.એમ. ખાતે આ કામના ફરીયાદીશ્રી HDFC બેન્કના એ.ટી.એમ. ખાતે પૈસા ઉપાડવા માટે ગયેલ તે દરમ્યાન એક અજાણ્યો ઇસમ એ.ટી.એમ. ની અંદર આવી ફરીયાદીશ્રીને વાતોમાં રાખી એ.ટી.એમ. બદલી કરી લઈ જઈ ફરીયાના એ.ટી.એમ. કાર્ડ વડે રૂ ૪૦,૦૦૦/- ઉપાડી ઠગાઇ કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૧૩/૦૩/૨૦૨૬ ના કલાક ૧૯/૫૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈ. શ્રી પી.એ.ભેડા સા મકરપુરા પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૫. ઘરફોડ ચોરીના કેસો.
૧. સીટી પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુ.ર.નં૧૧૧૯૬૦૦૬૨૬૦૦૫૯ /૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૩૦૫(અ),૩૩૧(૪) મુજબના ગુનાના કામના ફરીયાદી લતાબેન હરીશભાઇ પવાર ઉ.વ.૫૬ ધંધો-ઘરકામ રહે:- કનૈયા બિલ્ડીંગ સામે કોયલી ફળીયા ફતેપુરા વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ અજાણ્યો ચોર ઇસમ તા.૦૭/૦૩/૨૦૨૬ ના રાત્રે આશરે બાર વાગ્યાની આસપાસ થી તા.૦૮/૦૩/૨૦૨૬ ના કલાક.૦૬/૦૦ વાગ્યા દરમ્યાન કોઇ પણ સમયે મોજે:- કનૈયા બિલ્ડીંગ સામે કોયલી ફળીયા ફતેપુરા વડોદરા શહેર આ કામના ફરી.શ્રી ના મકાનના બંધ દરવાજાનુ તાળુ કોઇ ચોર ઇસમે કોઇ સાધન વડે તોડી ફરી.શ્રી ના મકાનમા પ્રવેશ કરી ફરી.શ્રી ના ઘરના બેડરૂમની તિજોરી તાળુ તોડી ફરી.શ્રીના ઘરમાથી ઉપરોક્ત જણાવેલ વર્ણનવાળા સોના ચાદીના દાગીના તથા રોકડા રૂ.૫૦૦૦/- આમ કુલ્લે રૂપીયા મળી ૩૩,૦૦૦/- ની મતાની ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૧૩/૦૩/૨૦૨૬ ના કલાક ૧૭ /૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇન્સ.શ્રી એસ.બી.પટેલ સાહેબ સીટી પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૬. મારામારીના કેસો.
૧. કુંભારવાડા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં-૧૧૧૯૬૦૪૨૨૬૦૦૬૧/૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૧૧૫(૨) ૩૨૪ (૨) ૩૫૧(૨) ૨૯૬(બી) તથા ૫૪ મુજબના ગુનાના કામના ફરીયાદી રાજેંન્દ્રકુમાર સ/ઓ નાનાલાલ જાતે-જોશી ઉ.વ.૪૫ જન્મ તા-૨૯/૦૧/૧૯૮૧ ઘંઘો-વેપાર રહે-સી,૦૬ સુદામાપુરી સોસાયટી નાલંદાનંબર ૦૩ની બાજુમાં વાઘોડીયા રોડ વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી બે અજાણ્યા ઇસમ તા-૧૩/૦૩/૨૦૨૬ ના ક.૦૫/૪૫ વાગ્યાના અરસામાં મોજે- નાગેશ્વર મંદીર આગળ જાહેર રોડ હરણી રોડ ભાડવાડા ફતેપુરા રોડ આ કામના ફરીયાદી શ્રીના ભત્રીજાને જાહેર રોડ ઉપર કોઈ અજાણ્યા બર્ગમેન ચાલક તથા તેના મિત્ર દ્વારા ફરીયાદી ના ભત્રીજા તથા તેના મિત્ર યશ ને જાહેરમાં માર મારી ગંદી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી ગાડીના આગળના મુખ્ય કાચ ને લોખંડની ચાવી વડે તોડી નુકશાન કરી ભાગી જઇ ગુનો કર્યા વગેરે બાબતે તા-૧૩/૦૩/૨૦૨૬ ના ક.૨૦/૪૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ PSI એસ.બી.કુંપાવત સા કુંભારવાડા પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.