-: પ્રેસનોટ :-
(તા.૧૪/૦૪/૨૦૨૬)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૧૩/૦૪/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૪૪ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારુ લી-૯૫ કિં.રૂ. ૧૯,૦૦૦/- તેમજ ઇંગ્લીશ કવાટરીયા નંગ-૧૫૭, બિયર નંગ-૦૬ મળી કુલ કિં.રૂ.૬૬,૨૦૦/-નો મુદામાલ કબ્જે કરેલ છે. તથા પીધેલા-૧૬ સહીત કુલ-૨૭ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. ચેઇન સ્નેચીંગના કેસો:-
૧. કારેલીબાગ પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૨૭૨૬૦૧૭૭/૨૦૨૬બી.એન.એસ.કલમ-૩૦૪(૨),૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી પ્રિયંકા વા/ઓ કુમાર ખેમચંદ ચાંગલાની ઉ.વ.૩૦ ધંધો-ઘરકામ રહે.એ ૪૩ ધનલક્ષ્મી સોસાયટી માંગલ્ય પાર્કની બાજુમાં હરણી વારસીયા રીંગ રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી કોઈ અજાણ્યા બે ચોર ઈસમો તા.૦૧/૦૪/૨૦૨૬ ના કલાક-૦૭/૧૫ વાગ્યાના અરસામાં મોજે અડુકયો દડુકયો ગ્રાઉન્ડ કારેલીબાગ વડોદરા શહેર આ કામના બે આરોપી ઈસમો સફેદ એકટીવા એચ.પી.પેટ્રોલપંપ બાજુના રોડ તરફથી આવી ફરીયાદીના ગળામાં પહેરેલ સોનાની ચેન જેનું વજન.૦૯.૪૧૦ ગ્રામની હતી જેમાં પાછળ બેઠેલ અજાણ્યા ઈસમે ફરીયાદીના ગળામાંથી જુટવી(આંચકી) લઈ જતા રહેલ હોય જે ચેઈન જેની આશરે કિં.રૂ.૧,૦૫,૦૦૦/ ગણી શકાય, તે જુટવી(આંચકી) લઈ ભાગી જઈ ગુનામાં એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૧૩/૦૪/૨૦૨૬ કલાક- ૧૯/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈ શ્રી આઈ.જે.રાઉલજી સા કારેલીબાગ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. વિશ્વાસઘાતના કેસો:-
૧. કારેલીબાગ પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૨૭૨૬૦૧૭૯/૨૦૨૬ભારતીય ન્યાય સહિંતા કલમ-૩૧૮(૪), ૩૩૬(૩), ૩૪૦(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી ભાવીન જંયતીલાલ અંકોલા ઉ.વ-૩૧ ધંધો-નોકરી રહે-બી,૫૦૩ એસ્ટ્રોન એવન્યુ લલીતા પાર્ટી પ્લોટની બાજુમાં ભાયલી વડોદરા શહેર મુળ રહે.-જુથલ ગામ તા.કેશોદ જી.જુનાગઢ નાઓની ફરિયાદ મુજબ આરોપી અતીત જિતેંદ્રભાઇ બારોટ રહે- એચ/૫૦૩ લીલેરીયા એપાટમેંટ લોટસ ઓરા કોમ્પ્લેક્ષની સામે સમા-સાવલી રોડ વડોદરા ઓફિસ સરનામુ- કારેલીબાગ શ્રીપાદ કોમ્પ્લેક્ષમાં આવેલ અક્ષર ફોરેન એજ્યુકેશન વડોદરા શહેર તા.૦૪/૦૨/૨૦૨૩ થી તા.૦૬/૦૧/૨૦૨૬ ના સુધી મોજે- શ્રીપાદ કોમ્પ્લેક્ષમાં આવેલ અક્ષર ફોરેન એજ્યુકેશન કારેલીબાગ વડોદરા શહેર કામના આરોપી નાઓએ તેઓની અક્ષર ફોરેન એજ્યુકેશન નામની ઓફિસ પર વિદેશ મોકલવાના બહાને વીઝા કરાવી આપવા ફરીયાદી પાસેથી રૂ.૧૭,૯૭,૦૦૦/- પડાવી લઈ તા.૦૭/૦૯/૨૦૨૩ના રોજ ફરીયાદીને CNRL કંપનીના ખોટા એલ.એમ.આઇ લેટર બનાવી સદર લેટર સાચા હોવાની હકિકત જણાવી ફરીયાદી પાસેથી ટુકડે ટુકડે રૂપિયા ૧૭,૯૭,૦૦૦/- મેળવી લઈ ફરીયાદીને કેનેડા વિદેશ મોકલવાનુ કહી કેનેડા નહી મોકલી તેઓ સાથે છેતરપિંડી કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૧૩/૦૪/૨૦૨૬ કલાક-૨૦/૩૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ II પોલીસ ઇન્સપેકટર શ્રી કે.એ.ચૌધરી કારેલીબાગ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. વાહન અકસ્માત/ ફેટલના કેસો:-
૧. બાપોદ પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.નં ૧૧૧૯૬૦૦૨૨૬૦૨૧૫/૨૦૨૬ બી.એન.એસ કલમ ૨૮૧,૧૨૫(બી) તથા એમ.વી.એકટ ૧૭૭, ૧૮૪, ૧૮૫ પ્રોહી એક્ટ કલમ ૬૬(૧)બી મુજબના ગુનાના કામના ફરિયાદી પ્રીતમભાઇ જીણાભાઇ સીકલીગર ઉ.વ.૬૫ ધંધો-નિવ્રુત રહે.મ.નં.બી/૨૩ સાનીધ્ય ટાઉનશીપ બાપોદ પોલીસ સ્ટેશન પાછળ બાપોદ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી હાર્દીક દિનેશભાઇ પંચાલ ઉ.વ.૩૫ રહે.બી/૧૨ વ્રજવીલા સોસાયટી આનદબાગની પાછળ તરસાલી વડોદરા શહેર તા-૧૩/૦૪/૨૦૨૬ ના કલાક ૧૮/૫૫ વાગે, મોજે- કેર નર્સીંગ હોમ & આઇ.સી.યુ હોસ્પીટલ પાસે આ કામના આરોપી પોતાની વાદળી કલરની મર્સડીઝ ફોરવ્હીલ કારનો રજી.નં.GJ06-PD-6311 માં દારૂ જેવુ કેફી પીણાનો નશો કરેલી હાલતમાં ફોરવ્હીલ કાર પુરઝડપે અને ગફલતભરી રીતે બેદરકારીથી હંકારી લાવી ગઇ કાલ તા.૧૩/૦૪/૨૦૨૬ ના ક.૧૮/૫૫ વાગે ફરી.ની એક્ટીવા રજી.નં.GJ-22-J-0557 ને પાછળથી અથાડી એક્સીડેંટ કરી ફરી.ની પત્ની રુપલબેનને ડાબા પગમા તથા ડાબા ખંભાના ભાગે તથા માથાના ભાગે ગંભીર ઇજા પહોચાડી મળી આવી પકડાઇ જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૧૪/૦૪/૨૦૨૬ ક.૦૨/૦૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો હર્ષીતભાઇ ગગજીભાઇ બાપોદ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. કપુરાઈ પો.સ્ટે, એ-પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૬૦૪૩૨૬૦૨૦૦/૨૦૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૧૦૬,૨૮૧,૧૨૫(એ),૧૨૫(બી) તથા એમ.વી.એક્ટ કલમ-૧૭૭,૧૮૪ મુજબના ગુનાના કામના ફરિયાદી નસીમા ખાતુન વા/ઓ મક્સુદ આલમ મોબીન અંસારી ઉ.વ.૩૩ રહે-૮૮/૧ સરસ્વતી પાર્ક સોસાયાટી, અમોલી રોડ, અંકલેશ્વર જિ-ભરુચ ગુજરાત, મુળ રહે-છોટકી બરેલી ગામ થાના-ડુમરી જિ-ગિરીડી ઝારખંડ નાઓની ફરિયાદ મુજબ આરોપી એક હહ્યુંડાઈ કંપનીની આઈ ટેન કાર જેનો રજી નં.GJ O6 EH 4835 ના ચાલક તા.૧૪/૦૪/૨૦૨૬ ના કલાક ૦૭/૩૦ વાગ્યાની આસપાસ આ કામના ફરીયાદી પોતાના પતિ મસુદ આલમ મોબીન અંસારી ઉ.વ.૩૮ તથા પોતાના દિકરા અનીસ ઉ.વ.૧૧ નાઓ સાથે પોતાની GJ 27 DK 9518 નંબરની મો.સા. લઈને નારોલ થી અંકલેશ્વર જતા હતા ત્યારે વડોદરા ખાતે ને.હા.૪૮ પર અમદાવાદ થી સુરત જવાના રસ્તા પર જામ્બુવા બ્રીજ ઉતરતા GEB ની સામે કટ પાસે થી પસાર થતા હતા તે દરમ્યાન એક હ્યુંડાઈ કંપનીની આઈ ટેન કાર જેનો રજી.નં. GJ06EH4886 ના ચાલકે પોતાની કાર રોંગ સાઈડ પુરઝડપે અને બેદરકારી રીતે ચલાવી લાવી ફરી ના મો.સા. સાથે એક્સિડન્ટ કરી ફરી ના પતિ ને ચહેરાના ભાગે, માથાના ભાગે તેમજ જમણા હાથે ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવી તેમજ કરી ને જમણા હાથની આંગળીમાં તથા નાક પર ઈજા પહોંચાડી તથા ફરી ના દિકરાને માથાના ભાગે, ચહેરાના ભાગે તેમજ ડાબા હાથે ગંભીર ઈજા પહોંચાડી ગુનો કર્યા વિ.બાબતે તા.૧૪/૦૪/૨૦૨૬ ના ક.૧૪/૦૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી કે.ડી.પરમાર કપુરાઇ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.