-: પ્રેસનોટ :-
(તા.૧૪/૦૫/૨૦૨૫)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૧૩/૦૫/૨૦૨૫ નારોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૨૬ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૧૧ કિં.રૂ.૨૨૦૦ /- તથા ઇ.ક્વાટરીયા-૨૬૪, બિયર નંગ-૧૧૬ મળી કુલ કિ.રૂ. ૩૮,૦૦૦ /- નો મુદામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૧૫ મળી કુલ-૧૮ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. વિશ્વાસઘાતના ગુનાઓ:
૧. મકરપુરા પોલીસ સ્ટેશન
મકરપુરા પો.સ્ટે. પાર્ટ-એ ૧૧૧૯૬૦૧૬૨૫૦૨૭૧/૨૦૨૫ એન.એસ.૨૦૨૩ની કલમ ૩૧૬(૨), ૩૧૮(૪),તથા ૫૪ મુજબ ગુનાના કામના ફરિયાદી અમિતકુમાર મહિપતસિહ ચૌહાણ રહે-સી-૩૦૩ સમૃધ્ધી આનંદમ, પ્રથમ પેરેડાઇઝની પાછળ, તરસાલી વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧)અવીનાશભાઇ સુભાષચંદ્ર બારોટ રહે-સી/૬૦૪ સમ્રુધી આંનંદમ તરસાલી વડોદરા શહેર (૨) પારસભાઇ દિપકભાઇ મહેતા રહે-મ.૭૩ વેદાંત વાટીકા સોસાયટી સુંદરપુરા રૉડ જામ્બુઆ વડોદરા શહેર (૩) શીવ રાજાભાઇ રાઠોડ રહે-અમદાવાદ (૪) રાજેશ અભેસીંગ ચાવડા રહે-૧૧૯ લાડુબાનગર, મહેશ કોમ્પલેક્ષ, વાઘોડીયા રોડ, વડોદરા શહેર (૫) તેજસ બારોટ રહે-માંજલપુર વડોદરા શહેર તે તા.૨૮/૧૧/૨૦૨૪ થી તા.૧૩/૧૨/૨૦૨૪ ના સમય ગાળા દરમ્યાન મોજે.આશીર્વાદ કંન્સલ્ટસી નામની ફાઇનાંસ ઓફીસ ડી/૧૨૫ મકરપુરા ડેપો પાસે, મકરપુરા વડોદરા શહેર ખાતે આરોપીઓએ ભેગામળી ફરીયાદીશ્રીને વિશ્વાસમાં લઇ અવીનાશ બારોટના કહેવાથી અવિનાશભાઇ બારોટ તથા પારસભાઇ મહેતાને તથા શિવ રાઠોડને કુલ્લ રૂ.૭,૮૬,૦૦૦ હાથ ઉછીના પંદર દિવસના વાયદે આપેલ હોય જેમાંથી રૂ.૧,૯૯,૦૦૦/- પરત આપી બાકી રહેતા રૂ.૫,૮૭,૦૦૦/- ની અવાર નવાર માંગણી કરવા છતા આજદીન સુધી ફરીયાદીશ્રીના બાકી નીકળતા રુપિયા પરત નહી આપી એકબીજાની મદદગારી કરી ફરીયાદીશ્રી સાથે છેતરપીંડી વિશ્વાસઘાત કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૧૩/૦૫/૨૦૨૫ ના ક.૨૧/૧૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ સે.પો.ઈશ્રી જી.ડી.રાજપુત મકરપુરા પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. સીટી પોલીસ સ્ટેશન
સીટી પો.સ્ટે. પાર્ટ-એ ૧૧૧૯૬૦૦૬૨૫૦૧૪૨/૨૫ બી.એન.એસ.કલમ ૩૧૮(૪),૬૧(૨) મુજબ ગુનાના કામના ફરિયાદી મોહમદ કાસીમભાઇ રીયાજુલહસનખાન પઠાણ રહે-મ.નં.જી-૩૮, અહેમદ રઝાનગર ઇલેક્ટ્રીક લોકો શેડ સામે, નવાયાર્ડ, છાણી રોડ, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) આસીફશા નજ્જુશા દિવાન રહે-અલીયાશાબાહ મસ્જીદ ચાંદ બેકરીની સામે મદાર મહોલ્લો સરસીયા તળાવ રોડ વડોદરા શહેર (૨) ઇમરાન ગુલામકાદર દિવાન રહે-મ.ન.૪૦૫, ચોથો માળ, હાજી અબ્દુલગની એવેન્યુ, યાકુતપુરા, વડોદરા શહેર તા.૩૦/૦૧/૨૦૨૩ થી આજદિન સુધી આરોપીઓ ફરી.શ્રી ના ઘરે ક્રેડીડકાર્ડનુ પેમેન્ટનુ કામ કરી વિશ્વાસ મેળવી આરોપીના લેપટોપ અને સ્વાઈપ મસીન મારફતે ફરી.શ્રી નાઓના કુલ્લે રૂ.૧૪,૧૪,૯૬૧/- રૂપિયાની છેતરપીંડી કરી આરોપી નં.(૧) પાસેના ગેરકાયદેસર લેપટોપ તથા આઈ-પેડ તથા સ્વાઈપ મશીન તથા મોબાઈલ ફોનના માધ્યમ થી આરોપીઓએ પોતાનો આર્થિક લાભ મેળવવા ગુનાહીત કાવતરૂ રચી ફરીશ્રી નાઓની સાથે છેતરપીંડી કરી ગુન્હો કર્યા બાબતે તા.૧૩/૦૫/૨૦૨૫ ના ક.૨૧/૧૫ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી બી.પી.રોહીત સીટી પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. વાહન અકસ્માત/ ફેટલના ગુનાઓ:
૧. હરણી પોલીસ સ્ટેશન
હરણી પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૩૬૨૫૦૧૭૧/૨૦૨૫ બી.એન.એસ.કલમ ૨૮૧, ૧૨૫ (એ), ૧૨૫(બી),૧૦૬(૧) એમ.વી.એક્ટ ૧૭૭, ૧૮૪ મુજબ ગુનાના કામના ફરિયાદી બળવંતસિંહ ઇશ્વરસિંહ ચૌહાણ રહે-ડી-119 સાહસપાર્ક સોસાયટી કમલાનગરની અંદર આજવારોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ એક કંટેનર નં ડબ્લ્યુ.બી.11.જે. 3914 ના ચાલક રાજુ કુમાર કમલેશ શાવ રહે.મુ.પો ગામ ફાગ ઔરંગાબાદ બિહારનાએ તા.૧૩/૦૫/૨૦૨૫ ના ક.૧૪/૨૨ વાગે મોજે.ને.હા.નં.48 દેણા ચોકડીથી ગોલ્ડન બ્રીજ તરફ આવતા રોડ ઉપર કોટાલી નાકા સામે વડોદરા શહેર આરોપી નાઓએ તેનુ કંટેનર એકદમ પુરઝડપે અને ગફલતભરી રીતે બેદરકારીથી ચલાવી લાવી નૈનાબેનની એક્ટીવા નં જિજે.06. એમએચ. 8257 ને ટક્કર મારી એક્સીડંટ કરતા સોનલબેનને માથામા વાગી ગંભીર ઈજા થતા સ્થળ ઉપર જ મરણ ગયેલ અને નૈનાબેન ચંદ્રકાંતભાઈ પરમાર નાઓને પણ વાગી ઈજા કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૧૩/૦૫/૨૦૨૫ ક.૧૭/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી આર.કે.કાચા હરણી પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. ધાક ધમકીના ગુનાઓ:
૧. કપુરાઇ પોલીસ સ્ટેશન
કપુરાઇ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૬૦૪૩૨૫૦૪૩૫૦/૨૦૨૫ બી.એન.એસ કલમ ૨૯૬(એ), ૩૫૧(૩),૫૪ મુજબ ગુનાના કામના ફરિયાદી જશુભાઈ ગોવિંદભાઈ માયાવંશી રહે, મ.નં-૪૫ નારાયણ હાઈલાઈફ ડૂપ્લેક્ષ પરીવાર ચાર રસ્તા પાસે વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી નં.(૧) રાજુભાઈ જશુભાઈ માયાવંશી (૨) વંદનાબેન રાજુભાઈ માયાવંશી રહે. મ.નં-૪૫ નારાયણ હાઈલાઈફ ડૂપ્લેક્ષ પરીવાર ચાર રસ્તા પાસે વડોદરા શહેર નાઓએ તા.૧૨/૦૫/૨૦૨૫ ના ક.૨૧/૦૦ વાગ્યાના સુમારે મોજે- મ.નં-૪૫ નારાયણ હાઈલાઈફ ડૂપ્લેક્ષ પરીવાર ચાર રસ્તા પાસે વડોદરા શહેર ફરીયાદી તથા ફરીના પત્નિ સવીતાબેન નાઓ હાજર હતા તે વખતે ફરીનો દિકરો તથા ફરીના દિકરાની પત્નિએ ફરીને તથા ફરીની પત્નિને જણાવેલ કે, તમે અમારા પર કરેલ ખાધાખોરાકીના કેસમાં સમાધાન કરી દો અને સમાધાન ના કરવું હોય તો ઘરમાંથી નીકળી જાવ અને આ મકાન અમારા નામે કરી દો તેવી ધમકી આપી ફરીની સાથે ઝઘડો તકરાર કરી બિભસ્ત ગાળો બોલી ફરીના દિકરાની પત્નિએ ફરીને તથા ફરીની પત્નિને જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કર્યા વિ.બાબતે તા.૧૩/૦૫/૨૦૨૫ ના ક.૨૧/૧૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ મયુરસિંહ પ્રવિણસિંહ કપુરાઇ પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.