-: પ્રેસનોટ :-
(તા.૧૪/૦૭/૨૦૨૬)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૧૩/૦૭/૨૦૨૬ નારોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૫ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૩૧ કિં.રૂ.૬૨૦૦/- તથા ઇંગ્લીશ દારૂના કવાટરીયા નંગ-૦૪ તથા બિયર નંગ-૦૩ મળી કુલ્લે કિ.રૂ.૭૨,૨૭૦/- નો મુદામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૦૪ સહિત કુલ-૧૦ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. ખુનના કેસો
૧. બાપોદ પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં-૧૧૧૯૬૦૦૨૨૬૦૩૫૭/૨૦૨૬ ભારતીય ન્યાય સહિતા ૨૦૨૩ ની કલમ- ૧૦૩(૨), ૧૧૮(૧), ૧૧૫(૨), તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫(૧) મુજબના ગુનાના કામના ફરીયાદીશ્રી વિક્રમભાઇ ગોરધનભાઇ વણઝારા રહે-ભાનુપ્રતાપ સોસાયટી, કિશનવાડી વુડાના મકાનની સામે, કિશનવાડી, આજવા રોડ વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપીઓ (1) ધર્મેશ ઉર્ફે ધમો રણછોડભાઇ વણઝારા રહે-જે.પી.નગર પાણીની ટાંકી પાસે, વડોદરા શહેર (2) અજય વણઝારા રહે- પીળા વુડાના મકાનમાં વડોદરા શહેર (3) મેધરાજભાઇ ઉર્ફે રમેશભાઇ વણઝારા રહે-લક્ષ્મીનગર મુખીનગર વડોદરા શહેર (4) વિક્રમ મેધરાજભાઇ વણઝારા રહે-લક્ષ્મીનગર મુખીનગર વડોદરા શહેર (5) વિષ્ણુ મેધરાજભાઇ વણઝારા રહે-લક્ષ્મીનગર મુખીનગર વડોદરા શહેર (6) કાળુ ઉર્ફે વિજેશ મેધરાજભાઇ વણઝારા રહે-લક્ષ્મીનગર મુખીનગર વડોદરા શહેર (7) વિનોદ રાયસીંગ વણઝારા રહે- જે.પી.નગર પાણીની ટાંકી પાસે, વડોદરા શહેર (8) પંકજભાઇ નરસિંહભાઇ વણઝારા રહે-આશ્રય વાટીકા હનુમાનપુરા ગામ, બાકરો વડોદરા (9) જયેશ નારણભાઇ વણઝારા રહે-લક્ષ્મીનગર, મુખીનગર, વડોદરા શહેર નાઓએ તા-૧૪/૦૭/૨૦૨૬ ના રાત્રીના ક-૦૦/૩૦ વાગ્યાના સુમારે મોજે-કિશનવાડી વુડાના મકાનની સામે, કૃત્રિમ તળાવની બાજુમાં ખુલ્લા મેદાનમાં આવેલ જીયો કંપનીના ટાવર થાંભલાની બાજુમાં આરોપીઓએ ફરીયાદી સાથે વેપાર-ધંધાની ખોટના રૂા.૧,૦૦,૦૦૦/-ની લેવડ-દેવડ બાબતે બોલાચાલી ઝઘડો કર્યા બાદ આરોપીઓ ભેગા મળી ફરીયાદી તથા સાહેદ બ્રિજેશ તથા સાહેદ શૈલેષને ગડદા-પાટુનો માર મારી તથા આરોપી નં-૦૧ નાએ ફરીયાદીના મોટા દિકરા શૈલેષને પીઠમાં ડાબી બાજુ ચપ્પુ મારી ઇજા પહોચાડી તથા આરોપી નં-૦૨ નાએ ફરીયાદીના નાના દિકરા સુમિતને નાક ઉપર ડાબી બાજુ ચપ્પુ મારી ઇજા પહોચાડી તથા આરોપી નં-૦૧ નાએ ફરીયાદી ના દિકરા સુમિતને પીઠ ઉપર ડાબી બાજુ ચપ્પુ મારી જીવલેણ ઇજા પહોંચાડી મૃત્યુ નિપજાવી મે.પોલીસ કમિશ્નર સા.શ્રી વડોદરા શહેર નાઓના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૧૪/૦૭/૨૦૨૬ ના ક.૦૬/૩૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.ઈશ્રી ડી.ડી.લાડુમોર બાપોદ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. વાહન અકસ્માત/ફેટલના કેસો
૧. હરણી પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૬૨૬૦૨૬૦/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ની કલમ ૧૨૫(એ),૧૨૫(બી),૨૮૧ તથા એમ વી એક્ટ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબના ગુનાના કામના ફરિયાદી સંગીતાબેન માધવ બાજીરાવ ધનવટે રહે.ફનસપાડા રધુનાથ ચાલ વાલ્યુ માર્કેટ પાસે વસઇ ઇસ્ટ મહારાષ્ટ્ર નાઓની ફરિયાદ મુજબ એક અજાણ્યા ફોર વ્હીલ ગાડીનો ચાલક તા.૧૨/૦૭/૨૦૨૬ ક.૨૧/૩૦ વાગ્યાની આસપાસ મોજે-ગોલ્ડન ચોકડી આગળ કન્ટ્રીકલબ પાસે ને.હા.નં.48 ઉપર સુરત થી અમદાવાદ તરફ જતા રોડ ઉપર આરોપી તેની ફોર વ્હીલ ગાડી એકદમ પુરઝડપે ગફલતભરી બેદરકારીથી ચલાવી લાવી ફરિયાદીશ્રીના પતિને છાતીમા મુઢ માર અને જમણા પગમા ફેકચર કરી ગુનો કર્યા વિ. બાબતે તા.૧૩/૦૭/૨૦૨૬ ના ક.૧૯/૪૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈશ્રી આર.કે.કાચા હરણી પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. સયાજીગંજ પો.સ્ટે.ગુ.ર.નં.“એ” પાર્ટ ૧૧૧૯૬૦૩૦૨૬૦૪૦૧/૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૨૮૧ ,૧૨૫(એ), ૧૨૫(બી) તથા એમ.વી.એકટ કલમ ૧૩૪, ૧૭૭, ૧૮૪ મુજબના ગુનાના કામના ફરિયાદી હીના ડો/ઓ ગણેશભાઇ કાળુભાઇ મુંડવા રહે. ૩૦૩ માતૃઆશિષ, પ્રતાપગંજ, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ એક મો.સા. રજી.નં. GJ-06-UA-9835 નો ચાલક તા.૧૩/૦૭/૨૦૨૬ ના આશરે ૨૧/૦૦ વાગ્યાની આસપાસ મોજે-કમાટીબાગ ગેટ નં.૦૨ ની સામે કટ પાસે જાહેર રોડ ઉપર ફરીયાદી તથા તેમના કલાસમેટ ઇશાન પાટીલ નાઓની મોપેડ રજી.નં. GJ-06-NL-3453 ની લઇને રસ્તો ક્રોસ કરતી વખતે નરહરિ સર્કલ તરફથી એક મો.સા.રજી.નં.GJ-06-UA-9835 નાનો પોતાની મો.સા. પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી લાવી સાહેદ ઇશાન પાટીલની મોપેડને ટક્કર મારી અકસ્માત કરી ફરિને જમણા ખભાના ભાગે ફેકચર તથા સાહેદ ઇશાન પાટીલને નાકના ઉપરના ભાગે ટાંકા તથા જમણા પગે એડીના ઉપરના ભાગે ફેકચર કરી પોતાની મો.સા. લઇ ભાગી જઇ ગુનો કર્યા વિ. બાબતે તા.૧૪/૦૭/૨૦૨૬ ના ક. ૦૩/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો. નંદુભાઇ સવજીભાઇ સયાજીગંજ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. છાણી પો.સ્ટે.પાર્ટ એ ગુર.નં.૧૧૧૯૬૦૦૫૨૬૦૨૮૦/૨૦૨૬ બી.એન.એસ.કલમ-૨૮૧, ૧૨૫(એ), ૧૨૫ (બી), ૧૦૬ તથા એમ.વી એક્ટ ૧૭૭, ૧૮૪ મુજબના ગુનાના કામના ફરીયાદી સાહીલ સ/ઓફ ભરતભાઇ લક્ષ્મણભાઇ માળી રહે.-બારોટ ફળીયુ, રણોલીગામ, તા.જી.-વડોદરા નાઓની ફરીયાદ મુજબ આરોપી મરણ જનાર ભરતભાઇ લક્ષ્મણભાઇ માળી ઉ.વ.૪૩ રહે.-બારોટ ફળીયુ, રણોલીગામ, તા-.જી.-વડોદરા નાઓએ તા.૧૩/૦૭/૨૦૨૬ રાત્રીના ક.૨૩/૦૦ ની અરસામા મોજે.ને.હા.-૪૮ ના વડોદરા થી વાસદ તરફ જતા જી.એસ.એફ.સી.બ્રીજ ઉપર છાણી ફરીયાદીશ્રીના પિતા મરણ જનાર( આરોપી) નાઓ તેઓના પોતાના કબ્જા ભોગવટાવાળી હોન્ડા કંપનીની સફેદ કલરની એક્ટીવા રજી.GJ-06-SK-2777 ની પુરઝડપે અને ગફલત-ભરી રીતે ચલાવી લાવી ને.હા.-૪૮ ના વડોદરાથી વાસદ તરફ જતા જી.એસ.એફ.સી.બ્રીજ પરથી પસાર થતા હતા તે દરમ્યાન એક્ટીવા ડિવાઈડર સાથે અથડાવી શરીરે ગંભીર ઈજા પહોચાડી પોતાનુ મોત નિપજાવી ગુનો કર્યા વિ.બાબતે તા-૧૪/૦૭/૨૦૨૬ ના ક-૦૭/૪૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી એમ.એફ. ચૌહાણ છાણી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. હરણી પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૬૨૬૦૨૬૦૨૬૨/૨૦૨૬ ભારતીય ન્યાયસંહીતા ૨૦૨૩ની કલમ-૨૮૧,૧૨૫(એ),૧૨૫(બી) તથા એમ વી એકટ કલમ ૧૭૭,૧૮૪,૧૩૩ મુજબના ગુનાના કામના ફરીયાદી સુજલ મનોજભાઇ ચૌહાણ રહે.એમ એસ યુનિવસિર્ટી બોયઝ હોસ્ટેલ કેમ્પસ એન.વી.હોલ રોજરી સ્કુલ બાજુમાં પ્રતાપગંજ વડોદરા શહેર મુળ રહે-બી/૧૪ સત્યમેવ હોમ્સ ગાંધીનગર લીંક રોડ તા,જી-મહેસાણા નાઓની ફરીયાદ મુજબ તા.૧૪/૦૭/૨૦૨૬ ના રાત્રીના ક.૦૧/૩૦ વાગ્યાના સુમારે મોજે-અમિતનગર બ્રીજ થી એલ એન્ડ ટી સર્કલ તરફ જતા રોડ ઉપર ફરીયાદી તથા તેઓના મિત્રો પોતાની મો.સા જેનો રજી નં.GJ-06-QP-5269 લઇને જતા SBI બેંકની સામે એક અજાણ્યા ફોર વ્હિલર ચાલકે પોતાનુ વાહન એકદમ પુરઝડપે અને ગફલતભરી રીતે બેદરકારીથી ચલાવી ફરીની મો.સાને પાછળથી જોરથી ટક્કર મારી એકસીડંટ કરતા ફરીયાદી તથા તેઓના મિત્ર મો.સા ઉપર નીચે પડી જતા ફરીને મોઢા ઉપર તથા શરીરે નાની મોટી ઇજા થયેલ તથા ફરીશ્રીના મિત્ર મિહિર પટેલ નાઓને માથામાં તથા જમણા ખંભા ઉપર તથા ફરીના બીજા મિત્ર ઋતુરાજસિંહ નાઓને માથામાં તથા મોઢા ઉપર ગંભીર ઇજા પહોચાડી ભાગી જઇ ગુનો કર્યા વિ.બાબતે તા.૧૪/૦૭/૨૦૬ ક.૦૮/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી એન.એમ.પ્રિયદર્શી હરણી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. નાંણા ધીરધારના કેસો
૧. લક્ષ્મીપુરા પો.સ્ટે પાર્ટ “એ” ગુના રજી.નં.૧૧૧૯૬૦૩૭૨૬૦૨૪૭/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ. ૩૦૮(૨), ૨૯૬, ૩૫૧(૩), ૫૪ તથા ગુજરાત નાણાની ધીરધાર અધીનીયમની કલમ, ૪૦, ૪૨(એ), ૪૨(ડી),૪૨(ઇ) મુજબના ગુનાના કામના ફરિયાદી ઉષાબેન વિષ્ણુભાઇ વાઘેલા રહે-બી/૧૦૩, રાધે ક્રિષ્ના કોમ્પ્લેક્ષ, LIC ઓફિસ પાસે,સમતા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી.(૧) અનિતાબેન મનોજભાઇ શર્મા (૨) રાકેશ મનોજભાઇ શર્મા બન્ને રહે-૨/શ્રી ફલેટ સમતા વડોદરા શહેર (૩) ઉસ્માનભાઇ મેમણ (૪) સમીરભાઇ મનસુરી નાઓએ સને-૨૦૧૮ થી ડિસેમ્બર ૨૦૨૫ મોજે-મ.નં.બી/૧૦૩ રાધે ક્રિષ્ણા કોમ્પલેક્ષ ખાતે ગોત્રી ફરીયાદીને આરોપીઓ પૈકી નં.(૧)(૨) નાઓએ સને-૨૦૧૮ થી ૨૦૨૨ સુધીમાં રૂ.૬,૦૦,૦૦૦/-ટૂકડે ટુકડે રોકડા ૧૦% વ્યાજે આપેલ તેના બદલામાં ફરિયાદીએ નં.(૧) અને નં.(૨) નાઓને સને-૨૦૧૮ થી ઓક્ટોમ્બર ૨૦૨૫ સુધી ઓનલાઇન તેમજ રોકડા મળી આશરે કુલ રૂ.૩૪,૦૦,૦૦૦/-(ચોત્રીસ લાખ રૂપિયા) ચુકવી આપેલ તેમ છતા નં.(૧) નાઓ વધુ વ્યાજની માંગણી કરેલ અને ફરિયાદી વ્યાજના રૂપિયાના આપે તો નં.(૨), (૩), (૪) નાઓ અવાર-નવાર ફરિયાદીના ઘરે આવી ગાળો અને ધમકી આપી બળજબરીથી વ્યાજના રૂપિયા કઢાવી અને નં.(૨) નાએ ફરિયાદીના પતિને ધમકી આપી બાંયધરી પત્રક તેમજ યુનિયન બેંકનો ચેક લઇ સતત વ્યાજના રૂપિયા બાકી છે તેમ કહિ વધારે રૂપિયાની માંગણી કરી ધમકી આપી એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૧૩/૦૭/૨૦૨૬ ના ક.૨૧/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈશ્રી એન.એચ.સોલંકી લક્ષ્મીપુરા પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૫. સ્ત્રી અત્યાચારના કેસો
૧. નંદેસરી પો.સ્ટે એ-પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૯૨૬૦૩૬૦/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા - ૨૦૨૩ ની કલમ-૮૫, ૧૧૫(૨), ૨૯૬(બી) મુજબના ગુનાના કામના ફરિયાદી બિનાબેન વા/ઓ જયપાલસિંહ મહેશભાઇ પઢીયાર તે દિકરી સંજયભાઇ ફતાભાઇ સોલંકી રહે.કારેલી ગામ હનુમાનજી મંદિર પાસે નગરીમા તા.જંબુસર જી.ભરૂચ (પિયર સરનામુ) હાલ રહે.ક્રુષ્ણનગરની બાજુમા નંદેસરી રેલ્વે ફાટક નજીક તા.જી.વડોદરા નાઓની ફરિયાદ મુજબ આરોપી જયપાલસિંહ મહેશભાઇ પઢીયાર રહે–કારેલી ગામ હનુમાનજી મંદિર પાસે નગરીમા તા.જંબુસર જી.ભરૂચ તા.0૧/૦૪/૨૦૨૫ ના ક-૦૦/૦૧ થી તા.૧૩/૦૭/૨૦૨૬ ના ક.૧૯/૪૫ વાગ્યા દરમિયાન ફરીયાદીશ્રીના સાસરીમાં કારેલી ગામ હનુમાનજી મંદિર પાસે નગરીમા તા.જંબુસર જી.ભરૂચ તથા પિતાના ઘરે મોજે-ક્રુષ્ણનગર નંદેસરી રેલ્વે ફાટક નજીક નંદેસરી ગામ, તા.જી.વડોદરા ફરિયાદીશ્રી નાઓની સાસરીમાં આરોપી(પતિ)નાઓ અવારનવાર ઘરકામ બાબતે અને દિકરીના જન્મ બાબતે બોલાચાલી કરી અને ગંદી ગાળો આપી ફરિયાદી બહેનના પિતાના ઘરે આવીને ગંદી ગાળો આપી ફરિશ્રીને ગાલ પર ત્રણ-ચાર લાફા મારી અને ફરિશ્રીને વાળ પકડીને ઢસળીને ઘરની બહાર લઈ જઈ શારીરિક માનસિક ત્રાસ આપી ગુનો કર્યા વિ.બાબતે તા.૧૩/૦૭/૨૦૨૬ ના ક-૨૩/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી વિ.કે. પાટીલ નંદેસરી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૬. વાહન ચોરીના કેસો
૧. હરણી પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૬૨૬૦૨૬૦૨૬૧/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ની કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી શ્યામ જગન્નાથ જાધવ રહે–સી/૬૦૬ પ્રકૃતિઆર્યા એપારમેંટ પ્રીંસ એંડ પ્રીન્સેસ વીલાની બાજુમા ગોત્રી વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૨૮/૦૫/૨૦૨૬ ના ક.૦૮/૦૦ થી વાગ્યાની ૧૯/૦૦ વાગ્યા દરમિયાન મોજે-નાયરા પેટ્રોલપંપ સામે ગંદા સર્કલ પાસે હરણી ફરીયાદીની હોન્ડા કંપનીની એકટીવા જેનો જેનો રજી નં.GJ-06-HA-0541 તથા ચે.નં.ME4JF501ED7234766 તથા એ.નં.JF50E7 0234819 નો છે જે સફેદ કલરની જેની આશરે કિ.રૂ.૨૦,૦૦૦/- ની કોઇ ચોર ઇસમ એકટીવાને ડુપ્લીકેટ ચાવી વડે લોક ખોલી અથવા કોઇ સાધન વડે લોક તોડી ચોરી કરી લઇ જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૧૩/૦૭/૨૦૨૬ ના ક.૨૧/૫૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ. હેમલદાન હર્ષદદાન હરણી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. વાડી પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૫૨૬૦૨૩૬/૨૦૨૬ બી.એન.એસ.કલમ-૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી હરીશભાઇ દેવરાજભાઇ ચૌધરી રહે-મ.નં એ/૨૨ અપ્સરા સોસાયટી અપ્સરા સ્કાયલાઇનની સામે પ્રતાપનગર રોડ વાડી વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૦૮/૦૭/૨૦૨૬ ના ક.૨૨/૦૦ થી તા.૦૯/૦૭/૨૦૨૬ ના ક.૧૮/૦૦ વાગે સુધી મોજે. અપ્સરા સોસાયટી અપ્સરા સ્કાયલાઇનની સામે પ્રતાપનગર રોડ વાડી ફરીની બ્લેક કલરનુ હોંડા સાઇન રજી.નં.GJ-06-SC-2806 નાની કોઇ ચોર ઇસમ ડુપ્લીકેટ ચાવી વડે મો.સા.નો લોક ખોલી ચોરી કરી લઇ ગયેલ જેની કિ.૫૫,૦૦૦/- જે કોઇ ચોર ઇસમ ચોરી કરી લઇ જઇ ગુનો કર્યા બાબત તા.૧૪/૦૭/૨૦૨૬ ના કલાક ૧૧/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી એ.ડી.રબારી વાડી પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. જવાહરનગર પો.સ્ટે પાર્ટ- સી ગુ.રજી.નં.૧૧૧૯૬૦૦૯૨૬૦૨33/૨૦૨૬ ભારતીય ન્યાય સહિંતા ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨), મુજબના ગુનાના કામના ફરિયાદી ગણપત સ/ઓફ પુનારામ ધોધાવત રહે;મ.નં-૯૧૩,રાજસ્થાન કોલોની,કરચીયા ગામ, તા.જી.વડોદરા નાઓની ફરિયાદ મુજબ તા.૦૯/૦૭/૨૦૨૬ ના ક.૦૮/૧૫ થી તા.૦૯/૦૭/૨૦૨૬ ના ક.૧૮/૦૦ વાગ્યા સુધીમાં મોજે રિફાઈનરી કેલીકો કરચીયા ગેટ પાસેથી કરેલ પાર્કીંગમાંથી ફરિની હીરો સ્પ્લેંડર મો.સા.ગાડી નં. GJ-06-MP-1474 જેનો ચે.નં.MBLHAW089K5H12699 તથા એ.નં.HA10AGK5H19829 નો છે.જેનો કલર બ્લેક (કાળો) જે મોડલ ૨૦૧૯ ની છે. જેની કિં.રૂ।-૩૫,૦૦૦/- જે મો.સા. કોઈ અજાણ્યા ચોર ઈસમે ડુપ્લીકેટ ચાવી વડે લોક તોડી ચોરી કરી લઈ ગયેલ હોય તે વિ.બાબતે તા.૧૪/૦૭/૨૦૨૬ ના ક.૧૨/૧૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો વિનોદભાઈ ખુમસિંગભાઈ જવાહરનગર પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કયાદેસર તપાસ હાથ ધરેલ છે.
૭. મારામારીના કેસો
૧. અટલાદરા પોસ્ટે પાર્ટ એ-૧૧૧૯૬૦૪૪૨૬૦૩૩૭/૨૦૨૬ ભારતીય ન્યાય સહીતા સને ૨૦૨૩ની કલમ ૧૧૫(૨),૧૧૮(૧),૨૯૬(બી),જી.પી.એક્ટ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી કાળીદાસ મનસુખભાઇ વાસવા રહે,જયેશભાઇ પટેલના ખેતરે બિલગામ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી મેલસિંગભાઈ ઉર્ફે મેલીયો ભગાભાઈ ઠાકોર રહે-બીલ ગામ વડોદરા શહેર નાઓએ તા.૧૩/૦૭/૨૦૨૬ ના રોજ આશરે સાંજના છ વાગ્યાની આસપાસ, મોજે-મઢી વિસ્તાર બીલગામ ફરિયાદીના ઘરની આગળથી પસાર થતા હતા તે વખતે આરોપી અચાનક પાછળથી આવી ફરીયાદીની ફેટ પકડી બિભત્સ ગાળો બોલી ફરીયાદીને નીચે પાડી કમરના ભાગેથી શાકભાજી કાપવાનુ ચપ્પુ કાઢી ગળાના ભાગે દાઢીની નીચે ડાબી બાજુ ચપ્પુનો ઘા મારતા લોહી નીકળેલ તથા ડાબી બાજુ માથાના ભાગે તથા ડાબી બાજુ ચહેરા પર શાકભાજી કાપવાના ચપ્પુના ઘા મારી ઇજા પહોચાડી મે.પોલીસ કમિશનર સા.શ્રીના જાહેરનામા ભંગ કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૧૪/૦૭/૨૦૨૬ ના ક.૦૦/૨૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ રાજેશભાઇ રમેશભાઇ અટલાદરા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.