-: પ્રેસનોટ :-
(તા.૧૪/૦૮/૨૦૨૬)
૧. પ્રોહીબિશનના કેસો
તા.૧૩/૦૮/૨૦૨૬ નારોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૩૮ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૧૧૧ કિં.રૂ.૨૨,૨૦૦/- તેમજ ઇંગ્લીશ દારૂની બલટઇ નંગ-૫૨૧, બિયર નંગ-૭૨, કવાટરીયા નંગ-૧૧, મળી કુલ કિ.રૂ. ૧,૩૫,૭૪૬/- નો મુદામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૧૦ સહિત કુલ-૨૬ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. વિશ્વાસઘાત/છેતરપીંડીના કેસો
૧. કપુરાઇ પો.સ્ટે પાર્ટ-એ-૧૧૧૯૬૦૪૩૨૬૦૩૧૭/૨૦૨૬ બી.એન.એસ. કલમ ૩૧૬(૨), ૩૧૮(૪), ૩૫૧(૩),૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી શ્રી જીગ્નેશભાઇ નરેશભાઈ ભાટીયા રહે.બી/૫૦૪ ઓમ રેસીડેન્સી ગીરીરાજ રેસીડેન્સી સામે એમ.એમ.વોરા શો રૂમની સામે સોમાતળાવ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) આકાશ દિનેશચંન્દ્ર જાની રહે, મ.નં-૮,વિટ્ટલધામ સોસાયટી માનવધર્મ આશ્રમની પાછ્ળ અવધુત ફાટક પાસે માંજલપુર વડોદરા શહેર (૨) પાર્થ કીશોરભાઈ મુલાણી રહે,૨૦૫ વ્રજ કોમ્પલેક્ષ પ્રભાતકોલોની પાસે વાઘોડીયા રોડ વડોદરા શહેર નાઓએ તા.૧૮/૦૧/૨૦૨૬ થી આજ દીન સુધી મોજે. વાઘોડીયા રોડ સીટી પોઈંટ પાનના ગલ્લા સામે પરીવાર ચાર રસ્તા વડૉદરા તથા મ.નં બી/૫૦૪ ઓમ રેસીડેન્સી ગીરીરાજ રેસીડેન્સી સામે એમ.એમ.વોરા શો રૂમની સામે સોમાતળાવ આરોપીઓએ તા.૧૮/0૧/૨૬ ના રોજ રાત્રીના નવેક વાગે ફરીયાદીને નોકરી અર્થે કેનેડા જવા માટે જરૂરી દસ્તાવેજી પુરવા, જેવા કે ભણતરના પુરાવા, અનુભવના ડોકયુમેન્ટ, ઓળખના પુરાવા, પાસપોર્ટ વિગેરે દસ્તાવેજી પુરવા આધારે પાંચ દિવસમાં વિઝા મંજુર કરાવી આપીશ તેવો પાકો વિશ્વાસ ભરોસો આપી, રૂપીયા અઢી થી ત્રણ લાખનો ખર્ચ બતાવી, ખર્ચ પેટે ફરીયાદી પાસેથી અલગ અલગ સમયે ઓન લાઇન પેમેન્ટ રૂ.૭૮,૦૦૦/-તથા રોકડા રૂ.૨૩,૦૦૦/- મળી કુલ્લે રૂ.૧,૦૧,૦૦૦/- જેટલી રકમ મેળવી લઈ તેમ છતા કેનેડા નહી મોકલી, રૂપીયા તથા મારા દસ્તાવેજી પુરાવા પરત માંગતા ધમકી આપી ફરીયાદીને જણાવેલ કે " રૂપીયા ૨,૦૦,૦૦૦/- આપ નહી તો તમારો પાસપોર્ટ ફાડી નાખીશ, સળગાવી નાખીશ, દરેક જગ્યાએ બ્લોક કરાવી દઇશ તથા તમારા ઘરે રાત્રે બે-ત્રણ વાગે માણસો મોકલીને મારપીટ કરાવીશ અને તમારી આબરૂ ઇજજતના ધજાગરા ઉડાવીશ તથા તમારે પોલીસ ફરીયાદ કરવી હોય તો કરી શકો છો તેમજ ફરીયાદી તથા તેમના પરીવારને જાનથી મારી નાખવાની તેવી ધમકીઓ આપી વિશ્વાસઘાત/ છેતરપીડી કરી ગુનો કર્યો વિ.બાબતે તા.૧૩/૦૮/૨૦૨૬ ના ક.૨૦/૧૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી એમ.કે.વાળા કપુરાઇ પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. મોબાઇલ ચોરીના કેસો
૧. રાવપુરા પો.સ્ટે.પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૨૬૨૬૦૨૧૯/૨૦૨૬ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી મંજુલાબેન નરેશભાઇ ખત્રી રહે:-મ નં દસ પરીખ એપાર્ટમેન્ટ જયેશ કોલોની ફતેગંજ વડોદરા શહેર મુળ રહે:-બી-૬૧ ઠચરાજ સોસાયટી માણસા જી:-ગાંધીનગર નાઓની ફરિયાદ મુજબ તા.૧૫/૦૭/૨૦૨૬ ના બપોરના ક.૧૨/૦૦ વાગ્યાથી ક:૧૨/૧૦વાગ્યા દરમ્યાન મોજે એસ એસ જી કમ્પાઉંડમાં ઓપીડી એક્વીસ સામે આવેલ હરીઓમ સેવા ટ્રસ્ટ્રમાં રાવપુરા ફરીયાદીશ્રી એસ.એસ.જી. કમ્પાઉંડમાં ઓપીડી-૨૧ સામે આવેલ હરીઓમ સેવા ટ્રસ્ટ્રમાં આવેલ ગયેલા ત્યારે ગઇ તા:-૧૫/૦૭/૨૦૨૬ ના ક.૧૨/૦૦ થી ક.૧૨/૧૦ વાગ્યા દરમ્યાન ફરીયાદીશ્રીએ સફેદ કલરના એપ્રનના ખિસ્સામા મુકેલ IPHONE APPLE-17 સફેદ કલરનો મોબાઇલ ફોન જેનો IMEI NO:-350078353786116નો જેમાં VI કંપનીનું સીમકાર્ડ નં:-8141576606 હતુ. જેની કિ.રૂ.૫૦,૦૦૦/- જે મોબાઇલ ફોન કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ કરી ગુનો કર્યા વિ.બાબતે તા:-૧૩/૦૮/૨૦૨૬ ના ક.૧૫/૨૫ વાગે ગુનો નોંધાયેલ છે .સદર ગુનાની તપાસ અ.હે.કો મનિષભાઇ મહેંદ્રભાઇ રાવપુરા પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. વાહન અકસ્માતના કેસો
૧. હરણી પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૬૨૬૦૨૮૪/૨૦૨૬ બી.એન.એસ.કલમ ૨૮૧, ૧૨૫(એ), ૧૨૫(બી) તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબના ગુનાના કામના ફરિયાદી યોગેશભાઇ કાંતીભાઇ પટેલ રહે. મ.નં. ૦૮, જયશ્રીનારાયણ સોસાયટી, હરેક્રિષ્ણા એપા. ની પાછળ, અરુણાચલ સોસા. રોડ, સુભાનપુરા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ એક અજાણ્યો મીની બસ ચાલક તા.૨૮/૦૭/૨૦૨૬ ના ક. ૧૭/૫૦ વાગ્યાની આસપાસ મોજે.અમિતનગર સર્કલથી એલ.એન્ડ.ટી. સર્કલ તરફ જતા રોડ ઉપર જોધપુર સ્વીટ દુકાનની સામે એક અજાણ્યા મીની બસ ચાલકે તેની મીની બસ એકદમ પુરઝડપે અને ગફલતભરી રીતે બેદરકારીથી ચલાવી લાવી ફરીયાદીની જ્યુપીટરનો રજી. નં. GJ06 MQ 4025 ને પાછળથી ટક્કર મારી એક્સીડન્ટ કરી ફરીયાદીને ડાબા પગના અંગુઠા પર તથા આગળિઓ પર ઇજા કરી સ્થળ ઉપરથી તેનુ વાહન લઈ નાસી જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૧૩/૦૮/૨૦૨૬ ક.૨૧/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો. પ્રવિણભાઇ પુનાભાઇ હરણી પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૫. ઘરફોડ ચોરીના કેસો
૧. સયાજીગંજ પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૦૨૬૦૪૬૮/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૩૦૫(એ), ૩૩૧(૧) મુજબના ગુનાના કામના ફરિયાદી શરણ અગમ ઠક્કર રહે- મ.નં.04 શાલીમાર કો.ઓપરેટીવ સોસાયાટી સુર્યા પેલેસ હોટલની પાછળ સયાજીગંજ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૧૨/૦૮/૨૦૨૬ ના ક.૧૭/૩૦ વાગ્યાથી તા.૧૩/૦૮/૨૦૨૬ ના ક.૧૨/૩૦ વાગ્યાના સમયગાળા દરમ્યાન મોજે.મનં બી 04 શાલીમાર કો ઓપરેટીવ સોસાયાટી વાળા મકાનમાં ફરીયાદીના મકાનમાં કોઇ ચોર ઇસમે બંધ મકાનના દરવાજે મારેલ તાળુ નકુચા સાથે તોડી મકાનમાં પ્રવેશ કરી બેડરૂમમાં રાખેલ તિજોરીના ડ્રોવર ખાનામાં મૂકેલ સોના ચાંદીના દાગીના આશરે કિં.રૂ.૧,૫૧,૫૦૦/- મતાની ચોરી કરી લઇ જઇ ગુનો કર્યા વિ.બાબતે તા.૧૩/૦૮/૨૦૨૬ ના ક.૧૭/૩૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી એ.વાય.સંધી સયાજીગંજ પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૬. વાહન ચોરીના કેસો
૧. કારેલીબાગ પો.સ્ટે પાર્ટ “એ” ગુ.ર.નં.-૧૧૧૯૬૦૨૭૨૬૦૩૩૭/૨૦૨૬ ભારતીય ન્યાય સહિંતા કલમ-૩૦૩(૨), મુજબના ગુનાના કામના ફરિયાદી રાકેશ ઉમાકાંત કંદોઈ રહે.મ.નં.૧૬, મામાની પોળ રાવપુરા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ ગઈ તા.૨૯/૦૭/૨૦૨૬ ના સવારના ક-૧૧/૩૦ વાગ્યાથી બપોરના ક-૧૪/૦૦ વાગ્યા દરમ્યાન મોજે,મામાની પોળ મ.નં.૧૬,ની સામે રોડ ઉપર ફરીયાદીની હોન્ડા કંપનીની એક એક્ટિવા મોપેડ લાલ કલરની જેનો રજી. નં.GJ-06-DC-5554નો છે જે સને-૨૦૦૯ના મોડલની જેનો ચે.નં.ME4JC445D98024595 તથા એ.નં.JC44E0024185નો છે.જેની આશરે કિં.રૂ.૨૦,૦૦૦/- જે ની લોક મારી મુકેલ હતી તે કોઈ ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિ.બાબતે તા..૧૩/૦૭/૨૦૨૬ ના ક.૨૧/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો.અરવિંદભાઇ નાનજીભાઇ કારેલીબાગ પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. વારસીયા પો.સ્ટે.“એ” પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૬૦૩૮૨૬૦૨૧૯/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી વિજયભાઇ લાલાભાઇ રાજપુત રહે.મ.નં.ઇ/૫૦ રાજીવનગર –૦૧ ખોડીયારનગર ચાર રસ્તા પાસે, ન્યુ વી.આઇ.પી રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા:૧૦/૦૮/૨૦૨૬ ના રાત્રીના ક:૧૦/૩૦ વાગ્યાથી તા.૧૧/૦૮/૨૦૨૬ ના સવાર ક.૦૭/૦૦ વાગ્યાની વચ્ચે કોઈપણ સમયે મોજે. રાજીવનગર-૦૧ ધનવંતરી આયુર્વેદીક ક્લિનીક સામે રોડ પર વારસીયા ફરીયાદી પોતાની હિરો કંપનીનુ કાળા કલરનુ સ્પ્લેન્ડર પ્લસ મો.સા.નં. GJ-06-QL-2912 જેનો ચે.નં. MBLHAW226R5A41270 જેનો એ.નં. HA11E7R5A01424 જેની આશરે કિં.રૂ.૩૦,૦૦૦/- તે મો.સા કોઈ અજાણ્યા ચોર ઇસમે ચોરી કરી લઇ જઇ ગુનો કર્યા વિ.બાબતે તા.૧૩/૦૮/૨૦૨૬ ના ક-૨૩/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી વી.આર ચૌધરી વારસીયા પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૭. અન્ય કેસો
૧. માંજલપુર પો.સ્ટે પાર્ટ-એ -૧૧૧૯૬૦૦૩૨૬૦૧૧૧૯૬૦૦૩૨૬૦૩૯૭/૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ કલમ ૨૯૬(બી), ૩૫૧(૩), ૩૫૧(૪), ૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી દિલીપ ઉર્ફે જીતુ સ/ઓફ સુરેશભાઇ પ્રજાપતિ રહે, બ્લોક નં.૫૨, મ.નં.૫૧૧, પાર્થભૂમી-૦૧, ભોલેનાથ મંદિરની ગલીમાં, જ્યુપીટર ચોકડી પાસે, માંજલપુર, વડોદરા શહેર મુળ રહે, સેવોડા ગામ, સેવોડા થાના, જી.દતિયા, મધ્ય પ્રદેશ નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) મનિષ ભગવત પ્રજાપતિ હાલ રહે, મ.નં.૧૨, રાજીવ નગર, નાયરા પેટ્રોલપંપની ગલીમાં, તરસાલી રોડ, વડોદરા શહેર મુળ રહે, સેવોડા ગામ, સેવોડા થાના, જી.દતિયા, મધ્યપ્રદેશ નં.(૨) અભિષેખ વિનોદભાઇ પ્રજાપતિ નં.(૩) રોહિત સંતોષ પ્રજાપતિ બન્ને રહે, સેવોડા ગામ, સેવોડા થાના, જી.દતિયા, મધ્ય પ્રદેશ નાઓએ ગઈ તા.૧૧/૦૮/૨૦૨૬ નાં ક.૨૨/૩૭ વાગે મોજે.“મકરપુરા ડેપોની સામેના રોડ ઉપર આવેલ યાન્સી સ્કુલ આગળ, માંજલપુર ફરીયાદી પર એક અજાણ્યા મોબાઇલ નંબર થી ફોન આવેલ અને પ્રથમ આરોપી નં.(૨) નાઓ વાત કરતા હતા અને ફરીયાદીને ફોન ઉપર કહેલ કે “ ચાહતા ક્યા હે મે વડોદરા મે આકે તેરી ગલતફેમી દુર કરતા હુ” તેમ કહીને બિભત્સ ગાળૉ આપેલ જે બાદ આરોપી નં.(૧) નાઓ ફોન ઉપર વાત કરતા હોય અને ફરીયાદીને કહેલ કે “તુ એક બાપકી ઓલાદ હો તો ગાંવમે આકે દિખા તુ જે ઘર મેં ઘુસ કે જાનસે માર દેંગે તુ પચાસ લાખ ભી દેગા તો જીંદા નહી છોડેગે ” તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપેલ જેથી ફરીયાદીએ ફોન કાપી દિધેલ થોડી વાર બાદ ફરીથી મોબાઇલ નંબર ૯૨૧૩૪૬૫૮૩૨ થી ક.૧૧/૦૧ વાગે ફોન આવેલ અને આરોપીનાઓ ભેગા મળીને ફોનમાં ગંદી ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી એક બીજાની મદદગારી કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૧૩/૦૮/૨૦૨૬ નાં ક.૨૧/૨૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી બી.જી.ભરવાડ માંજલપુર પો.ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.