-: પ્રેસનોટ :-
(તા.૧૪/૦૯/૨૦૨૫)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૧૩/૦૯/૨૦૨૫ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૨ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ.લી-૨૧ કિ.રૂ-૪૨૦૦/- તેમજ ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૧૨૬૯, બિયર-૦૮, ફોર વ્હીલર-૨, મોબાઇલ-૧ મળી કુલ કિં.રૂ.૩,૭૦,૯૫૧/- નો મુદામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૪ સહિત-૧૧ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. મારા મારીના કેસો
૧. ગોરવા પોસ્ટે પાર્ટ એ ગુ.ર.ન.૧૧૧૯૬૦૦૭૨૫૦૪૯૧/૨૦૨૫ બી.એન.એસ.એક્ટ કલમ-૧૧૫(૨),૧૧૮(૧),૨૯૬(બી) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી વ્રજ પીયુશકુમાર પટેલ ઉ.વ.૨૩ ધંધો-નોકરી રહે-૭ નંદીની ડુપ્લેક્ષ મહેશ કોમ્પ્લેક્ષ પાસે વાઘોડીયા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી સતીન્દરપાલસીંઘ કુલવંતસીંઘ સીંઘ ઉ.વ.૨૫ રહે-ક્રિષ્ણા રેસીડેન્સી ગોત્રી પાણીની ટાંકી પાસે ગોત્રી વડોદરા શહેર મુળ રહે-ઘર નં.કે/૨૧/૭૭૭ ગલી નં.૨ એકતાનગર અમૃતસર પંજાબ તા.૧૩/૦૯/૨૦૨૫ ના રોજ કલાક ૧૩/૦૦ વાગ્યા આસપાસ મોજે- સારાભાઇ કેમ્પસ ખાતે આવેલ કે૧૦ ટાવરમાં આવેલ ગામઠી કાઠ્યાવાડી હોટલ પાસે ગોરવા વડોદરા શહેર આ કામના આરોપી ગામઠી કાઠીયાવાડી હોટલમાં જમવા આવેલ તે દરમ્યાન હોટલમાં કામ કરતાં આ કામના સાહેદ સત્યમ સંગમલાલ રાજપુતને માર મારી તથા તે પછી ફરીયાદી ત્યાં હાજર હતાં ત્યારે ફરીયાદીને ગમે તેમ ગંદી ગાળો બોલી તેના હાથમા પહેરેલ સ્ટીલના કડા વડે ફરીયાદીને મારી દેતાં ફરીયાદીના માથામાં ડાબી બાજુ ઈજા કરી મે.પો.કમિ.સા.શ્રીના હથિયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૧૩/૦૯/૨૦૨૫ ના કલાક ૧૫/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઈ. ભરતભાઈ શિવાભાઈ ગોરવા પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. ઘરફોડના કેસો
૧. કુંભારવાડા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં-૧૧૧૯૬૦૪૨૨૫૦૧૭૬/૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૩૧(૪), ૩૦૫(૧) મુજબ મુજબના ગુનાના કામના ફરિયાદી સુરેખા પ્રકાશ લાલવાણી ઉ.વ.૪૦ ધંધો. છુટક મજુરી રહે. ટી-૧૩ ની સામે, બી-૩૯ વાસવાણી કોલોની વારસીયા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી અજાણ્યા ચોર ઇસમ ગઇ તા.૧૧/૦૯/૨૦૨૫ ના બપોરના સાડા બારેક વાગ્યાથી તા. ૧૨/૦૯/૨૦૨૫ ના વહેલી સવારના ૦૪/૦૭ વાગ્યા દરમિયાન મોજે- ટી-૧૩ ની સામે, બી-૩૯ વાસવાણી કોલોની વારસીયા રોડ, વડોદરા શહેર આ કામના ફરીયાદી ઘરમાંથી કોઇ અજાણ્યા ચોર ઇસમ ઇસમ દરવાજાનો નકુચો તોડી દરવાજા વાટે રૂમમાં પ્રવેશ કરી ડ્રોવરનો લોક તોડી ડ્રોવરમાંથી કુલ્લે કિંમત આશરે રૂ.૨૦,૫૦૦/- ની મત્તાની ચોરી કરી લઇ જઇ ગુનો કર્યા બાબતે તા.૧૪/૦૯/૨૦૨૫ ના ક.૦૧/૨૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી એસ.બી.કુંપાવત કુંભારવાડા પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. વાહન અકસ્માતના કેસો
૧. જે.પી.રોડ પો.સ્ટે ગુ.ર.નં-૧૧૧૯૬૦૦૮૨૫૦૨૨૨/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ની કલમ ૨૮૧,૧૨૫(એ),૧૨૫(બી) તથા એમ વી એક્ટની કલમ ૧૩૪,૧૭૭,૧૮૪ મુજબના ગુનાના કામના ફરિયાદી પુનમ W/O કમલ આશર ઉ વ ૪૫ ધંધો ઘરકામ રહે મ નં ૩૦૩ બીલ્ડીંગ નં એ ૦૮ સ્પ્રીંગવુડ રેસીડેન્સી ૦૨ તાંદલજા રોડ તાંદલજા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી એક સફેદ કલરની બસ કે જેનો રજી નં GJ06AX8188 નો ચાલક તા.૦૮/૦૯/૨૦૨૫ના કલાક ૦૭/૧૦ વાગ્યાના અરસામાં મોજે અક્ષર ચોક સર્કલ ખાતે હોન્ડા શો રૂમની સામે અક્ષર ચોક વડોદરા શહેર ખાતે આ કામના ફરીયાદી તેઓની દીકરી માહીને તેઓનુ GJ12ER5416 રજી નંબર વાળુ સ્કુટી લઈને સ્કુલે મુકવા જઈ રહેલ હતી તે વખતે અક્ષર ચોક સર્કલ ખાતે હોંડા શો રૂમની સામેથી અક્ષ્રર ચોક બ્રીજ ચડવા સારૂ ટર્ન લેતી વખતે આ કામના આરોપીએ તેની બસ પુર ઝડપે અને ગફલતભરી રીતે બેદરકારીથી ચલાવી લાવી ફરીયાદીની સ્કુટીને પાછળથી ટક્કર મારી ફરીયાદીને તથા ફરીયાદીની દીકરીને નીચે પાડી દઈ ફરીયાદીને જમણા પગના પંજામાં માયનોર ફ્રેક્ચર તથા ફરીયાદીની દીકરી માહીને ડાબા પગના પંજાના ભાગે ફ્રેક્ચર તથા મસલ્સની ઓપરેશન કરાવવુ પડે તેવી ગંભીર ઈજા પહોચાડી સ્થળ પરથી નાસી જઈ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૧૩/૦૯/૨૦૨૫ ના કલાક ૧૭/૦૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો.દીનેશભાઈ ડાહ્યાભાઈ જે પી રોડ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. અટલાદરા પોસ્ટે પાર્ટ એ-૧૧૧૯૬૦૪૪૨૫૦૪૨૭/૨૦૨૫ ભારતીય ન્યાય સહીતા સને. ૨૦૨૩ ની કલમ.૨૮૧, ૧૨૫(બી) તથા એમ.વી.એક્ટ.૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબ મુજબના ગુનાના કામના ફરિયાદી દિનેશભાઇ પરશોતમભાઈ સોલંકી ઉ.વ.૫૦ ધંધો-નોકરી રહે, મ.નં.સી/૫૦૩, અક્ષર આર્યા ફલેટ મિરા રેસીડેન્સી પાસે સનફાર્મા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી સફેદ કલરની સુઝુકી કંપનીની સ્વીફ્ટ ફોરવ્હીલ કાર રજી.નં.GJ-06-6662 નો છે જેના પુરા નંબરની ખબર નથી તે તા.૦૫/૦૯/૨૦૨૫ ના આશરે કલાક.૨૨/૪૨ વાગે મોજે.પ્રમુખદર્શન ટેનામેંન્ટ સામે સનફાર્મા રોડ પાસે વડોદરા શહેર આ કામના ફરીયાદી નાઓ નોકરી પુર્ણ કરી મોપેડ રજીસ્ટર નં.GJ-06-JL-2824 ની ચલાવી અક્ષરચોક,સનાફાર્મા રોડ થઈ શરૂ વરસાદે ઘરે જતા હતા તે વખતે ગઈ તા.૦૫/૦૯/૨૦૨૫ ના ક.૨૨/૪૨ વાગે પ્રમુખદર્શન ટેનામેંન્ટ સામે સનફાર્મા રોડ ઉપર એક સફેદ કલરની સુઝુકી કંપનીની સ્વીફ્ટ ફોરવ્હીલ રજી.નં.GJ-06-6662 ની જે વરસાદના કારણે પુરા રજીસ્ટર નં.ની ફરી.ને ખબર નથી તેના ચાલકે પુરઝડપે ગફલતભરી રીતે બેદરકારીથી ચલાવી લાવી ફરિ.ની મોપેડને પાછળથી અથાડી એક્સીડન્ટ કરતા ફરિ.ને કમરના ભાગે ગંભીર ઇજા પહોચાડી ફરી.ને મોપેડને ૫૦૦૦/-નુ નુકશાન કરી ભાગી જઈ ગુન્હો કર્યા વિગેરે બાબતે તા.૧૩/૦૯/૨૦૨૫ ના ક.૧૫/૧૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો હર્ષિતકુમાર ગાગજીભાઇ અટલાદરા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૫. વિશ્વાસઘાત/છેતરપીંડીના કેસો
૧. અકોટા પો.સ્ટે એ.પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૪૧૨૫૦૩૬૮/૨૦૨૫ ઇ.પી.કો. કલમ ૪૦૬, ૪૦૯, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૨૦(બી) મુજબના ગુનાના કામના ફરિયાદી ઝર્કસીસ જહાંગીર પરબીયા ઉ.વ.૫૨ ધંધો-વેપાર રહે.મ.ન.૧૮ ગીતાંજલી સોસાયટી, જેતલપુર રોડ, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) હિતેશ બાબુભાઇ કટારીયા રહે. ૩/એ કુજ વિહાર સોસાયટી સંત નામદેવ પથ વસંતવાડી ડોમ્બીવલી (ઇસ્ટ) કલ્યાણ, થાણે મહારાષ્ટ્ર તથા ફ્લેટ નં.૫૨ પાંચમો માળ વિજય વિલાસ કાવેસર ઘોડ બંદર રોડ કાવેસર થાણે તથા (૨) ભાવેશ વિઠ્ઠલદાશ ભાનુશાળી રહે. ૩૪ લક્ષ્મી સદન, ડીસોઝ વાડી સામે શિવાજીનગર, વાગલે એસ્ટેટ થાણે વેસ્ટ મહારાષ્ટ્ર તા.૦૨/૦૬/૨૦૨૩ થી તા.૦૯/૦૮/૨૦૨૩ સુધીમા કોઇપણ સમયે મોજે. જે.એચ.પરબીયા ટ્રાન્સપોર્ટ જેતલપુર રોડ વડોદરા આ કામે આરોપીઓએ ભેગા મળી એકબીજાના મેળાપીપણા કરી પુર્વ આયોજીત કાવતરૂ રચી ફરીયાદીની કંપનીમા પ્રતિનિધી એજન્ટની હેસીયતથી જોડાઇ તે હેસીયતથી ફરીયાદીની કંપની સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરવાના અને મોટો આર્થીક ફાયદો મેળવવાના ઇરાદે ફરીયાદીની કંપની સાથેના રોજબરોજના વ્યવહારોની કન્સાઇમેન્ટ માહિતી દર્શાવતી નોટ બોગસ અને બનાવટી તૈયાર કરી તે ખોટી હોવાનુ જાણવા છતા ફરીયાદીની કંપનીને ઇમેઇલથી મોકલી આપી તે આધારે ફરીયાદીની કંપની પાસેથી અલગ અલગ સમયે અને તારીખોમા બેંકીંગ ટ્રાન્જેક્શન થી આદેશ રોડ કેરીયર્ મહાવીર લોજીસ્ટીક તથા ટ્રાંસપોર્ટ પેઢી એચ કે લોજીસ્ટીક તથા બીજા અલગ અલગ ટ્રાંસપોર્ટોના બેંક ખાતાઓમા ૫૪૪૫૦૦૦ તથા મુંબઇ ખાતે આવેલ ઓફીસમા જરૂરી રીનોવેશન અને ઇન્ટીરીયર બાબતની કામગીરી તેમજ કેટલીક અધતન સુવિધાઓથી ઓફીસ સજ્જ કરવાના બહાને રૂપીયા ૨૫૦૦૦૦૦ મેળવી કુલ્લે રૂપીયા ૭૯૪૫૦૦૦ લઇ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૧૩/૦૯/૨૦૨૫ ના કલાક ૧૮/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.ઈન્સ શ્રી ડી.વી બલદાણીયા અકોટા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.