Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૧૫/૦૧/૨૦૨૬)

પોલીસ સમાચાર

૧. પ્રોહીબિશનના કેસો

તા.૧૪/૦૧/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૪૦ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારુ લી- ૧૦ કિ.રૂ.૨૦૦૦/- તથા ઇંગ્લીશ દારૂની બોટલ-૮૪૦, ઇ.કવા-૧૪૧, બિયર-૨૦ મળી કુલ કિં.રૂ.૫,૪૮,૨૧૨/- નો મુદામાલ કબ્જે કરેલ છે પીધેલા-૩૭ સહીત કુલ-૩૮ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨. મારામારીના કેસો

૧. રાવપુરા પો.સ્ટે.

રાવપુરા પો.સ્ટે. પાર્ટ-.એ. ગુ.ર.નં.૧૧૧૯૬૦૨૬૨૬૦૦૧૬/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ- ૧૧૫(૨),૨૯૬(બી),૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી સુનિલ મથુરભાઈ નીનામા રહે.સુભાષનગર-ર  વિશ્વામિત્રી બ્રિજ પાસે વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧)  મનીષ ખુમાનસિંહ નિનામા રહે અવધુત ફાટક પાસે વડોદરા શહેર (૨)  ખુમાનસિંહ નિનામા રહે.અવધુત ફાટક પાસે વડોદરા શહેર (૩) અક્ષય ભાઈલાલભાઈ માળી રહે.વિશ્વામિત્રી મહાકાળી નગર વડોદર શહેર નાઓએ તા.૧૪/૦૧/૨૦૨૬ ના આશરે ક- ૧૭/૧૫ વાગ્યાની પહેલા મોજે- અવધુત ફાટક પાસે બળીયાદેવ મહાદેવ મંદીરની પાસે ફુટપાથ પર ફરિયાદી તેઓના મામા પાસે બેઠેલ હતા તે દરમ્યાન આરોપીનાઓ ફરિના મામાને જણાવેલ કે, મારે રોટલો બનાવવો છે તેમ જણાવતા જેથી ફરિના મામાએ  જણાવેલ કે મારે ઘરે મહેમાન આવેલ હોય તુ રોટલો બીજી કોઇ જગ્યાયે બનાવ તેમ જાણાવતા આરોપ્ીનાએ ગંદીગાળો બોલી બોલાચાલી ઝઘડો કરવા લાગેલ જેથી ફરિયાદીનાઓ તેને સમજાવતા બીજા આરોપીઓ આરોપીનં-૧ નુ ઉપરાણુ લઇ કહેવા લાગેલ કે રોટલો તો અહિયા બનશે તારાથી જે થાય તે કરી લે તેમ કહી બોલાચાલી કરવા લાગેલ તે દરમ્યાન આરોપી નં-૧ નાઓ એકદમ ઉશકેરાઇ જઇ નજીકમા પડેલ લાકડુ લઈ આવી ફરિને માથાના ભાગે તેમજ દાઢીના ભાગે તથા  ફરિના બનેવીને માથાના ભાગે માર મારી લોહી નિકાળી ઇજા પોહચાડતા સારવાર અર્થે એ.એસ જી હોસ્પીટલ ખાતે લઈ આવતા તમામે ફરીયાદી તથા તેના બનેવી સાથે બોલાચાલી, ઝઘડો કરી ગંદીગાળો આપી એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૧૪/૦૧/૨૦૨૬ ના ક.૨૨/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો.મનોજભાઇ ચંદુભાઇ રાવપુરા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૨. કારેલીબાગ પો.સ્ટે.

કારેલીબાગ પોલીસ સ્ટેશન પાર્ટ “એ” ગુ.ર.નં.૧૧૧૯૬૦૨૭૨૬૦૦૧૨/૨૦૨૫ બી.એન.એસ.કલમ ૧૧૫(૨), ૧૧૮(૧), ૨૯૬(ખ‌), ૫૪ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી ક્રિષ્ના મહેંન્દ્રભાઈ માળી રહે.સાંઈનાથ ચોક નવીધરતી નાગરવાડા કારેલીબાગ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) દિવ્યેશ કાંતિભાઈ રાણા (૨) ચિરાગ કમલેશભાઈ રાણા (૩)કેતન કાંતિભાઈ રાણા તમામ રહે.સાંઈનાથ ચોક નવીધરતી નાગરવાડા કારેલીબાગ વડોદરા શહેર નાઓએ તા.૧૪/૦૧/૨૦૨૬ ના ક-૨૧/૩૦ વાગ્યાના અરસામા મોજે-સાંઈનાથ ચોક નવીધરતી નાગરવાડા કારેલીબાગ આરોપી ચિરાગ નાએ ફરીયાદીના ભાઈ વિષ્ણુ મહેશભાઈ માળી તથા અમિતભાઈ માળી નાઓ સાથે પૈસાની લેતીદેતી બાબતે બોલાચાલી ઝઘડો કરી, જોરજોરથી ગમે તેમ ગાળો આપી આ ઝગડામાં તેમને છોડાવવા ફરીયાદી વચ્ચે પડતા આરોપી દિવ્યેશ કાંતિભાઈ રાણા નાએ તેના હાથમાં ચપ્પુ આવી જતા ફરીયાદીને જમણા હાથે તથા છાતીથી નીચેના ભાગે ડાબી બાજુ મારી દઈ ઈજાઓ પહોંચાડી અન્ય આરોપીઓ ચિરાગ રાણા તથા કેતન કાંતિભાઈ રાણા નાઓએ ફરીયાદીના ભાઈ વિષ્ણુ માળીને ગડદાપાટુનો માર મારી ગુનામા એકબીજાની મદદગારી કરી મે.પો.કમિ. સા.શ્રી નાઓના જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વિ. બાબતે તા.૧૫/૦૧/૨૦૨૬ ના ક.૦૧/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો.કપિલદેવ ચનાભાઇ કારેલીબાગ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૩. કારેલીબાગ પો.સ્ટે.

કારેલીબાગ પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૨૭૨૬૦૦૧૧/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૧૧૫(૨), ૧૧૮(૧),૨૯૬(ખ), ૫૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી ચિરાગ કમલેશભાઇ રાણા રહે નવી ઘરતી ગોલવાડ , ભોલેનાથ બેકરીની પાછળ, સાંઇનાથ ચોક, કારેલીબાગ, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) વિષ્ણુ મહેશભાઇ રાણા રહે ભોલેનાથ બેકરી પાસે, નવી ઘરતી ગોલવાડ કારેલીબાગ વડોદરા શહેર (૨) અમીત મહેશભાઇ રાણા રહે.સદર (૩) કિષ્ણા મહેન્દ્રભાઇ રાણા રહે ભોલેનાથ બેકરી પાસે, નવી ઘરતી ગોલવાડ કારેલીબાગ વડોદરા શહેર નાઓએ તા.૧૪/૦૧/૨૦૨૬ ના રાત્રીના ૨૧/૩૦ વાગ્યાના સુમારે મોજે- નવી ઘરતી ગોલવાડ ભોલેનાથ બેકરીની પાછળ, સાંઇનાથ ચોકના ઘાબા ઉપર કારેલીબાગ, આરોપી વિષ્ણુ માળી નાએ ફરીયાદીને ૧૫૦૦/- રૂપીયા કયારે આપીશ તેવુ કહી પેટના ભાગે ચપ્પુનો ઘા મારી દીઘેલ તેમજ તેના ભાઇ અમીત માળી નાએ પણ ગડદાપાટુનો માર મારેલ તેમજ કિષ્ણા માળી નાએ પણ ગંદી ગાળો બોલી ગડદાપાટુનો માર મારી ફરીયાદીના કાકા કેતન રાણા નાઓ છોડાવવા સારૂ વચ્ચે પડતા તેમને પણ હાથના ભાગે ચપ્પુ મારી એકબીજાની મદદગારી કરી મે.પો.કમિ.સા.શ્રીના હથિયાર બંઘી જાહેરનામો ભંગ કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૧૫/૦૧/૨૦૨૫ ના ક.૦૧/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો. કપીલદેવ ચનાભાઇ કારેલીબાગ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૪. વારસીયા પો.સ્ટે.

વારસીયા પો.સ્ટે. ”એ” પાર્ટ ગુ.ર.નં- ૧૧૧૯૬૦૩૮૨૬૦૦૧૦/૨૦૨૬ બી.એન.એસ. કલમ-૧૧૮(૧),૨૯૬, ૫૪ તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી પંકજ નગીનભાઈ પરમાર રહે, મ.નં. ૪૧૫, રામદેવજીની પોળ,કિશનવાડી આજવા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) શાહીલ તથા નં.(૨) રોહન નાઓએ તા.૧૪/૦૧/૨૦૨૬ ના આશરે ચાર વાગ્યાની આસપાસ મોજે – સુપર બેકરી પાસે થી ગધેડા માર્કેટ ચાર રસ્તાની વચ્ચે વીજય પ્રોવીઝન સ્ટૉર પાસે રોડ પર વારસીયા આરોપીઓ ફરીયાદિના ભત્રીજા હર્ષની મસ્તી કરી તેને લાફા મારી દીધેલ જેથી હર્ષ રડતા રડાતા ફરીયાદી પાસે આવેલ અને ફરીયાદી ભત્રીજા સાથે બન્ને આરોપીને સમજાવવા જતા બન્ને આરોપીઓ ફરીયાદી કઇ બોલે તે પહેલા ઉશ્કેરાઈ જઈ ફરીયાદી સાથે બોલાચાલી ઝઘડો કરેલ અને ફરીયાદીને ગાળો આપવાની ના કહેતા આરોપી શાહીલે તેની પાસે રહેલ એક અણીદાર દાંતાવાળુ ચપ્પુ જેવુ હથીયાર હોય જે ફરીયાદીના ડાબા હાથ પર કાંડાના ભાગે મારી દીધેલ છે અને ફરીયાદીના ગળાના ભાગે ઝપાઝપી દરમિયાન સામાન્ય ઈજા પહોચાડી એકબીજાની મદદગારી કરી ફરીયાદીને ઇજા કરી ગુનો કર્યા વિ. બાબતે તા.૧૫/૦૧/૨૦૨૬ ના ક.૦૦/૩૦ વાગે  ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ શ્રી પી.ડી.ચૌહાણ વારસીયા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૫. સયાજીગંજ પો.સ્ટે.

સયાજીગંજ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૩૦૨૬૦૦૩૯/૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૧૧૫(૨), ૧૧૮(૧), ૨૯૬(બી), ૩૫૧(૩),૩૫૨,૫૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી અશોક સ/ ઓ લાલજી જયશ્રી ભીંડ રહે. રણજીતનગર પરશુરામનો ભઠ્ઠો સયાજીગંજ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) આદર્શ ઉર્ફે ગોવિંદા શ્રીરામ પટેલ (૨) પ્રેમ ઉર્ફે નાનુ સતીષભાઇ રાઠોડ (૩) શરદ ઉર્ફે બોડો સતીષભાઇ રાઠોડ તમામ રહે રણજીતનગર પરશુરામ ભઠ્ઠો સયાજીગંજ વડોદરા શહેર નાઓએ તા.૧૪/૦૧/૨૦૨૬ ના ક.૨૦/૧૫ વાગ્યે મોજે રણજીતનગર સાંઇબાબાના મંદિર નજીક આવેલ ઓટલા પાસે નં.(૧) નાઓએ જુના ઝઘડાની અદાવત રાખી ફરિ. સાથે બોલાચાલી કરી ગમે-તેમ ગાળો બોલી ઝઘડો કરેલ હોય જેમાં નં. (૩) નાએ ફરિ.ને માથાના ભાગે તેના હાથમાં પહેરેલ કડુ મારેલ તથા નં.(૧) અને (૨) નાએ ગમે તેમ ગંદી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી મે.પો.કમિ.સા.શ્રીના હથિયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૧૫/૦૧/૨૦૨૬ ના ક.૦૦/૦૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી ટી.બી.કાતરીયા સયાજીગંજ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૬.      ગોરવા પો.સ્ટે.

ગોરવા પોસ્ટે પાર્ટ એ ગુ.ર.ન.૧૧૧૯૬૦૦૭૨૬૦૦૨૩/૨૦૨૬ બી.એન.એસ.એક્ટ કલમ-૧૧૮(૨), ૩૫૧(૨), ૨૯૬(બી),૫૪ મુજબ ગુનાના કામના ફરિયાદી હરીશ રતનસિંહ ઠાકોર રહે-બી/૫ રેસકોર્સ સોસાયટી રામેશ્વર મંદીર સામે સુભાનપુરા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) રાજ હરીશ ઠાકોર (૨) રાજા હરીશ ઠાકોર બન્ને રહે-બી/૫ રેસકોર્સ સોસાયટી રામેશ્વર મંદીર સામે સુભાનપુરા વડોદરા શહેર નાઓએ ગઈ તા.૧૪/૦૧/૨૦૨૬ ના રોજ રાત્રીના ક.૦૮/૦૦ વાગે ફરીયાદીનાઓ પોતાના ઘરે હાજર હતા તે દરમ્યાન ફરીયાદીના બન્ને દિકરાઓ ધાબા ઉપર તેમના મિત્રો સાથે સ્પીકર વગાડતા હોય અને સ્પીકર વગાડવાનુ બંધ કરવાનુ કહેતા ફરીયાદીના બન્ને દિકરા ફરીયાદી સાથે બોલાચાલી કરવા લાગેલ અને ફરીયાદીનો નાનો દિકરો રાજા ઘરના રસોડામાથી લોખંડની સાણચી લાવી ફરીયાદીને માથામા મારવા લાગેલ જેમા ફરીયાદીને માથાના ભાગે તથા કાનના ભાગે ગંભીર ઇજા થયેલ તથા ડાબા હાથે તથા બન્ને પગ ઉપર ઇજા થયેલ હોય અને ફરીયાદીનો મોટો દિકરો રાજ ફરીયાદીને લાતો વડે કમરના ભાગે માર મારી ફરીયાદીને વધુ માર મારવાની ધમકી આપી ગુનો કર્યા વિ.બાબતે તા.૧૫/૦૧/૨૦૨૬ ના ક.0૩/00 વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈશ્રી એમ.કે.વાળા ગોરવા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૭. ગોરવા પો.સ્ટે.

ગોરવા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.ન.૧૧૧૯૬૦૦૭૨૬૦૦૨૪/૨૦૨૬ બી.એન.એસ.એક્ટ કલમ-૧૧૫(૨), ૧૧૮(૧), ૨૯૬(બી) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી રાજા હરીશભાઇ ઠાકોર ઉ.વ.૨૮ ધંધો-છુટક મંજુરી રહે-બી/૫ રેસકોર્સ સોસાયટી રામેશ્વર મંદીર સામે સુભાનપુરા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) હરીશભાઇ રતનસિંહ ઠાકોર રહે-બી/૫ રેસકોર્સ સોસાયટી રામેશ્વર મંદીર સામે સુભાનપુરા વડોદરા શહેર ગઈ તા.૧૪/૦૧/૨૦૨૬ ના રોજ રાત્રીના ક.૦૮/૦૦ વાગ્યા આસપાસ વાગે ફરીયાદી પોતાના ઘરે ધાબા ઉપર પતંગ ચગાવીને નીચે આવેલ ત્યારે ફરીયાદીના પિતાજી તથા ફરીયાદીના પિતાજીની બિજી પત્ની અંદરો અંદર બોલાચાલી કરતા હોય જેથી ફરીયાદી તેઓને બોલાચાલી ન કરવાનુ કહેવા જતા ફરીયાદીને તેમના પિતાજી ગમે તેમ ગંદી ગાળો બોલી ઝઘડો કરી રસોડામા પડેલ ચપ્પુ લઈ ફરીયાદીના ડાબા હાથે મારી દિધેલ તે વખતે ફરીયાદીના મોટા ભાઇ રાજ છોડાવવા વચ્ચે આવતા ફરીયાદીના પિતાજી તેઓની સાથે ઝપાઝપી કરી પેટના ભાગે ચપ્પુ મારી ઇજા કરી ધક્કો મારી મે. પો.કમિશનર સાહેબ શ્રી નાઓના જાહેર નામાનો ભંગ કરી ગુનો કર્યા વિ બાબતે તા.૧૫/૦૧/૨૦૨૬ ના ક. ૦૫/૪૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈશ્રી એમ.કે.વાળા ગોરવા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.


 

૮.      વારસીયા પો.સ્ટે.

વારસીયા પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુ.ર.નંબર-૧૧૧૯૬૦૩૮૨૬૦૦૧૧/૨૦૨૬  ભારતીય ન્યાય સહીતા-૨૦૨૩ની કલમ-૧૦૯(૧),૧૧૫(૨),૧૧૮(૧),૩૫૧(૩),૫૪,એટ્રોસીટી એકટની કલમ-૩(૨)(૫),૩(૨)(૫-એ) તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી નિકુલ ઉર્ફે ભઇલુ સ/ઓ નટવરભાઇ મણીલાલ સોંલકી રહે.મં.નં.૪૦૧ ધ્રુવા હાઇટસ,જીયો પેટ્રોલ પંપ સામે ખોડીયારનગર વડોદરા નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) પ્રેમ રમેશભાઇ મારવાડી (૨) રમેશભાઇ મોહનભાઇ મારવાડી (૩) વૈશાલીબેન રમેશભાઇ મારવાડી તમામ રહે,સ્વાદ કવાટર્સ હરણી વારસીયા રીંગરોડ વડોદરા શહેર નાઓએ તા.૧૪/૦૧/૨૦૨૬ ના આશરે ક.૨૨/૦૦ વાગે મોજે. મં.નં.૧૧૪ પાસે સ્વાદ કવાટર્સ હરણી વારસીયા રીંગરોડ વડોદરા શહેર આરોપી નાઓએ ગઈ તા.૧૩/૦૧/૨૬ ના રોજ ફરીયાદી સાથે થયેલ ઝઘડાની અદાવત રાખી ફરિયાદી સાથે ઝઘડો તકરાર કરી આરોપી નં.(૧) નાએ તેની પાસેના ચપ્પુ વડે ફરીયાદીને ડાબા હાથના બાવડા ઉપર તથા ડાબી પાસળી પાસે ઇજાઓ પહોચાડી તથા સાહેદ-મનીષભાઇ સોલંકી નાઓ ફરી.ને છોડાવવા વચ્ચે પડતા તેને પણ ચપ્પુ વડે સાહેદ ડાબા ખંભાના પાછ્ળના ભાગે ઇજા પહોચાડી તથા સાહેદ બોની દશરથભાઇ સોંલકી નાઓને પણ તેની પાસેના ચપ્પા વડે મોઢા ઉપર જડબાના ભાગે કાન પાસે તથા છાતીની જમણી બાજુ ચપ્પુ મારી ગંભીર ઇજાઓ પહોચાડી તથા બીજા આરોપીઓએ ફરી.ને લાતો તથા ઢીક્કા પાટુનો માર મારી આરોપી નં(૩) નાઓએ ’બોનીને તો આજે મારી જ નાખવો છે બચી ગયો છે’તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી સાહેદ-ફરી.ના માસી રેખાબેન દશરથભાઇ સોંલકી નાઓને લાફા વડે માર મારી ફરી.તથા સાહેદ-મનીષભાઇ સોંલકી તથા બની સોંલકીનાઓને ઇજાઓ પહોંચાડી એકબીજાને મદદગારી કરી મેં.પોલીસ કમિશનર સા.શ્રી નાઓના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વિ.બાબતે તા-૧૫/૦૧/૨૦૨૬ ના ક.૦૮/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.સી.પીશ્રી સી.બી.સોલંકી (એસ.સી/એસ.ટી સેલ) વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૩. ઘરફોડના કેસો

૧. સમા પો.સ્ટે.

સમા પો.સ્ટે. પાર્ટ- એ ગુ.ર.ન.૧૧૧૯૬૦૧૩૨૬૦૦૧૩/૨૦૨૬ બી.એન.એસ. કલમ ૩૩૧(૪), ૩૦૫, ૫૪  મુજબ ગુનાના કામના ફરિયાદી નરેશભાઈ દેવાભાઈ પટેલ રહે, મ.નં.૨૫૫, નંદનવન સોસાયટી, એલ.એન.ટી કોલોની પાસે, ન્યુ સમા રોડ, સમા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૧૪/૦૧/૨૦૨૬ ના ક. ૦૨/૧૧ વાગ્યા બાદથી ક.૦૪/૧૦ વાગ્યા દરમ્યાન મોજે:- મ.નં.૨૫૫, નંદનવન સોસાયટી, એલ.એન.ટી કોલોની પાસે, ન્યુ સમા રોડ, સમા વડોદરા શહેર ખાતે ફરીયાદીના મકાનનો મુખ્ય લાકડાના દરવાજાનો ઇન્ટર લોક તથા અન્ય લગાડે લોક કોઈ સાધન વડે તોડી ઘરમા પ્રવેશ કરી નિચેના માળે આવેલ બેડ રૂમમાં જઈ બેડ રૂમમા આવેલ લાકડાના કબાટમાં આવેલ વચ્ચેના ખાનામાથી રોકડા રૂ.૪,૦૦,૦૦૦/- તથા ટાઇટંન કંપનીની ચાર કાંડા ઘડીયાળ તથા દક્ષિણની દિવાલે આવેલ લોખંડની તિજોરીના ઉપરના ડ્રોવરમાથી ફરીયાદીના સોના-ચાંદીના દાગીના (૧) સોનાની નાકની ચુની નંગ- ૩૫ (૨)  સોનાની રીંગો (વીંટીઓ) કુલ નંગ- ૨૦ (૩) સોનાના મંગલસુત્રો કુલ નંગ- ૧૧ (૪) સોનાની ચેઈનો કુલ નંગ- ૦૬ (૫) સોનાના બ્રેસલેટ કુલ નંગ-૦૬ (૬) સોનાની બુટ્ટી કુલ નંગ- ૦૫ (૭) ચાંદીની બંગડી કુલ નંગ- ૦૪ (૮) ચાંદીના છડા કુલ નંગ- ૦૬ મળી કુલ કિં રૂ  ૧૮,૦૦,૦૦૦/- ના મત્તાની ચોરી કોઈ ચોર ઈસમોએ બંધ મકાનમા પ્રવેશ કરી એકબીજાની મદદગારી કરી ચોરી કરી લઇ જઇ ગુનો કર્યા વિ. બાબતે તા.૧૪/૦૧/૨૦૨૬ ના ક. ૨૧/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ  પો.ઇશ્રી બી.બી. કોડિયાતર સમા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.