-: પ્રેસનોટ :-
(તા.૧૫/૦૪/૨૦૨૬)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૧૪/૦૪/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૫૧ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારુ લી-૯૭ કિં.રૂ.૧૯૪૦૦/- તેમજ ઇંગ્લીશ કવાટરીયા નંગ-૨૫૦, બિયર નંગ-૧૫૧, ઇ.બોટલ-૧૩૭૦, મોપેડ-૦૨ મળી કુલ કિં.રૂ.૨,૭૫,૫૮૫/- નો મુદામાલ કબ્જે કરેલ છે. તથા પીધેલા-૧૮ સહીત કુલ-૪૪ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. મારામારીના કેસો:-
૧. વાડી પો.સ્ટે. પાર્ટ-એ ૧૧૧૯૬૦૩૫૨૬૦૧૬૦/૨૬ બી.એન.એસ.કલમ-૧૧૮(૨),૨૯૬(બી), ૩૫૧(૩) તથા જી.પી. એક્ટ કલમ-૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી મયુરીબેન વા/ઓ શૈલેષભાઇ અરવિંદભાઇ ખારવા રહે.ગણેશ ચોક, નાની ખારવાવાડ, પથ્થર ગેટ, વાડી, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી શૈલેષભાઇ અરવિંદભાઇ ખારવા રહે. ગણેશ ચોક, નાની ખારવાવાડ, પથ્થર ગેટ, વાડી, વડોદરા શહેર નાઓએ તા.૧૪/૦૪/૨૦૨૬ ના ક.૧૫/૦૦ વાગે મોજે- ગણેશ ચોક, નાની ખારવાવાડ, પથ્થર ગેટ, વાડી, ફરીયાદી ભોગ બનનાર તેમની દીકરી રીયા તથા માસી ભાનુમતીબેન સાથે ઘરે હાજર હોય ત્યારે આરોપી આવી ગંદી ગાળો આપી કટર બ્લેડ નીકાળી ફરીને જમણા હાથના કાંડાના ભાગે તથા ભોગ બનનાર ફરી.ની દીકરી રીયાને જમણા હાથના કાંડાના ઉપરના ભાગે તથા માસી ભાનુમતીબેનને જમણા હાથની ટચલી આંગળીના ટેરવાના ભાગે ઇજા પંહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી મે.પો.કમિ.સા.શ્રીના હથીયારબંધી જાહેરનામાંનો ભંગ કરી જઇ ગુનો કર્યા વિ. બાબતે તા.૧૪/૦૪/૨૦૨૬ ના ક.૧૮/૨૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ. જીગરભાઇ ધનજીભાઇ વાડી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. વાહન અકસ્માતના કેસો:-
૧. સમા પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૩૨૬૦૧૩૪/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા સને-૨૦૨૩ ની કલમ ૨૮૧, ૩૨૪(૪) તથા એમ.વી.એક્ટ કલમ ૧૮૪, ૧૭૭ મુજબના ગુનાના કામના ફરિયાદી ગલબાભાઇ સવાભાઇ માંગરોડા રહે.ભાગલ(જગાના) ગામ,તા.પાલનપુર જી.બનાસકાઠા નાઓની ફરિયાદ મુજબ એક ટ્રેલર જેનો રજી નં. RJ-09-GD-3404 ના ચાલક ધરમરાજ ગોપાલજી ગુર્જર નાઓએ તા.૧૪/૦૪/૨૦૨૬ ના ક.૧૭/૫૫ વાગ્યે ફરીયાદીની જી.એસ.આર.ટી.સી.ની ગુર્જર નગરી બસ રજી નં.GJ-18-ZT-3353 ની લઇ દુમાડ ચોકડી અને દેણા ચોકડી વચ્ચે આવેલ ધારા પેટ્રોલપંપ પાસેથી પસાર થતા હતા ત્યારે ટ્રાફીકના કારણે બસ ઉભી હતી તે દરમ્યાન આરોપીએ તેનુ ટ્રેલર પુરઝડપે ગફલત ભરી રીતે અને બેદરકારી પુર્વક હંકારી લાવી બસના ડ્રાઇવર સાઇડની પાછળની બાજુએ એક્સીડન્ટ કરી બસના પાછળનુ બમ્પર તોડી નાખી નુકશાન કરેલ અને આ ટ્રેલર અથડાતા બસને પાછળથી ધક્કો વાગતા બસ આગળ ઉભેલ એક ફોર વ્હિલર ટેમ્પા સાથે અથડાતા બસનો આગળનો મેઇન ગ્લાસ તુટી બોડીને આશરે રૂપીયા ૫૦,૦૦૦/- નુ નુકશાન કરી ગુનો કર્યા વિ. બાબતે તા.૧૪/૦૪/૨૦૨૬ ના ક.૨૦/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો રાજેશભાઇ પ્રતાપભાઇ સમા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. વાહન ચોરીના કેસો:-
૧. મકરપુરા પો.સ્ટે પાર્ટ (એ) ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૬૨૬૦૨૫૭/૨૦૨૬ બી.એન.એસ કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી મુકુન્દભાઇ ભિખાભાઇ માછી રહે. એ-૫૦૫, સોમનાથ નગર, તરસાલી, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૧૩/૦૨/૨૦૨૬ ના ક.૨૧/૦૦ થી તા.૧૪/૦૨/૨૦૨૬ ના ક.૦૭/૦૦ વાગ્યાના સમય દરમ્યાન ફરિયાદીના ઘરેથી ફરિયાદીની હોન્ડા કંપનીની સીબી સાઈન મો.સા. બ્લેક કલરની જેનો રજી નં. GJ-06-JP-9047 નો જેનો ચે.નં. ME4JC651KF7240957 તથા એ.નં. JC65E70354560 નો છે. જેની કિં.રૂ.૪૦,૦૦૦/- ની કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૧૪/૦૪/૨૦૨૬ ના રોજ ક.૨૩/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો.ભરતભાઈ મસરાભાઈ મકરપુરા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૫. વિશ્વાસઘાત/છેતરપીંડીના કેસો:-
૧. માંજલપુર પો.સ્ટે પાર્ટ-એ,૧૧૧૯૬૦૦૩૨૬૦૨૦૦/૨૦૨૬ ભારતીય ન્યાય સહિંતા-૨૦૨૩ની કલમ ૩૧૬(૨), ૩૧૮(૪) મુજબના ગુનાના કામના ફરિયાદી શ્રી વૈશ્વિક શૈલેષભાઇ પટેલ રહે, ૧૨૭૬ સોના ટેકરી રોડ ગામ ઓડ તા.જી. આણંદ નાઓની ફરિયાદ મુજબ આરોપી હિરલકુમાર કનુભાઇ પટેલ રહે, ૧/૬૦ ગામ માંજરોલ તા.સંખેડા જી છોટાઉદેપુર નાઓએ સને- ૨૦૨૫ થી આજદિન સુધી મોજે. ૨૨૯ લીલેરિયા પેરેમાઉન્ટ તુલસીધામ ચાર રસ્તા માંજલપુર આરોપીએ ફરીયાદી તથા સાહેદ શ્રેયાબેન ધીરેનભાઇ અમીન નાઓને યુ.કે.ના વર્ક પરમીટ વિઝા આપવાના બહાને રૂ.૧૧,૫૦,૫૬૭/- લઈ લીધેલ અને આજદિન સુધી યુ.કે.ના વર્ક પરમીટ વિઝા નહી કરાવી આપી છેતરપીંડી અને વિશ્વાસઘાત કરી ગુનો કર્યા વિગરે બાબતે. તા.૧૫/૦૪/૨૦૨૬ ના ક.૧૨/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી એસ.જી.ડામોર માંજલપુર પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.