-: પ્રેસનોટ :-
(તા.૧૫/૦૫/૨૦૨૫)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૧૪/૦૫/૨૦૨૫ નારોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૧ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૧૨ કિં.રૂ.૨૪૦૦/- તથા ઇ.ક્વાટરીયા-૨૫ મળી કુલ કિ.રૂ. ૬૧૦૦ /- નો મુદામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૦૮ મળી કુલ-૧૦ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. ખુનની કોશિષના ગુનાઓ:
૧. માંજલપુર પોલીસ સ્ટેશન
માંજલપુર પો.સ્ટે. પાર્ટ બી- ૧૧૧૯૬૦૦૩૨૫૦૨૭૮/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૧૦૯,(૧)૨૯૬(બી), ૩૫૧(૩), ૩૩૩ તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી સંજયકુમાર મંગળભાઇ બેચરભાઇ પટેલ રહે, વિશ્વાસ ટાવર મ.નં.૨૦૧, વલ્લભ દર્શન સોસાયટી, ઓમ સ્કુલની પાછળ, વડસર રોડ, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી દિપકભાઇ ગણપતભાઇ પટેલ હાલ રહે, મ.નં.૧૯, સાનિધ્ય રેસીડેંસી, સી લીંક રોડ, કાશી વિશ્વનાથ મંદિરની નજીક ,મહેસાણા મુળ રહે, પટેલ વાસ, મંડલોપ ગામ, તા. ચાણસ્મા જી. પાટણ નાઓએ તા.૧૪/૦૫/૨૦૨૫ ના ક.૧૩/૩૦ થી ક.૧૪/૦૦ વાગ્યાના સમયગાળા દરમ્યાન મોજે. વિશ્વાસ ટાવર મ.નં.૨૦૧, વલ્લભ દર્શન સોસાયટી, ઓમ સ્કુલની પાછળ, વડસર રોડ, વડોદરા શહેર આરોપીએ ઇજા પામનાર અનીતાબેન ડો/ઓફ જ્યંતિભાઇ પટેલ હાલ રહે, વિશ્વાસ ટાવર મ.નં.૨૦૧, વલ્લભ દર્શન સોસાયટી, ઓમ સ્કુલની પાછળ, વડસર રોડ, વડોદરા શહેર નાઓની સગાઇ ફરીયાદી સાથે થયેલ હોય જે આરોપી ઇજા પામનારના પુર્વ પતિ થતા હોય જેઓ આજરોજ ફરીયાદીના ઘરમાં ગૃહ પ્રવેશ કરી ઇજા પામનાર અનીતાબેન પટેલ કહેલ કે “મારી સાથે કેમ રહેવા આવતી નથી જો તુ મારી નહી તો કોઇની નહી ” તેમ કહી બિભત્સ ગાળો બોલી આરોપીએ જાનથી મારી નાખવાના ઇરાદે તેની સાથે લાવેલ ધારદાર ચપ્પુ વડે ઇજા પામનારના ગળાની ડાબી બાજુ તથા જમણા પગના ઘુટણ પાસે મારી દઈ ગંભીર પ્રકારની ઇજાઓ પહોચાડીને કહેલ કે “આજે તો તુ બચી ગયેલ છે હુ તને તથા તારા પરીવારને જાનથી મારી નાખીશ” તેવી ધમકી આપી મે.પો.કમિ.સાશ્રીના હથિયાર બંધીના જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૧૪/૦૫/૨૦૨૫ ના ક.૧૭/૧૫વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.ઇશ્રી એલ.ડી.ગમારા માંજલપુર પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. મારામારીના ગુનાઓ:
૧. માંજલપુર પોલીસ સ્ટેશન
માંજલપુર પો.સ્ટે. પાર્ટ-બી ૧૧૧૯૬૦૦૩૨૫૦૨૮૦ /૨૦૨૫ બી.એન.એસ. કલમ ૧૧૫(૨), ૧૧૮(૧), ૨૯૬(બી), ૩૫૧(૨), ૫૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી મહમ્મદ યુનુસ સ/ઓફ ઇબ્રાહિમભાઇ તાતગીરા રહે, મોગલવાડા ખાનગા મહોલ્લો, તાતગીરાની ગલી, વાડી, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) કબીર સ/ઓફ મહોમ્મદ સબ્બિર મનસુરી (૨)મોહમ્મદ કેફ ઉર્ફે બાંગડો સ/ઓફ સજ્જાદ સૈયદ બન્ને રહે,મોગલવાડા ખાનગા મહોલ્લો, તાતગીરાની ગલી, વાડી, વડોદરા શહેર નાઓએ તા.૧૪/૦૫/૨૦૨૫ ના ક.૧૫/૩૦ થી ક.૧૬/૦૦ વાગ્યા દરમ્યાન મોજે. અમ્રુત નગરની સામે ઇશ્રવર નગરમાં “એવન સ્ક્રેપ” નામની દુકાનમાં ફરીયાદીનાઓ તાતગીરા ગ્રુપમાં ટ્રષ્ટી તરીકે હોય જેઓએ આજરોજ બપોરના દોઢેક વાગ્યે તાતગીરા વોટ્સઅપ ગ્રુપમાં અન્ય ટ્રષ્ટીઓ પાસે છેલ્લા ૩૦ વર્ષનો હિસાબ આપવા અંગે વોઇસ મેસેઝ કરેલ જે બાબતે આજરોજ બપોરના ક.૧૫/૩૦ થી ક.૧૬/૦૦ વાગ્યા દરમ્યાન ફરીયાદીની દુકાન પર આવીને આરોપી નં.(૧) નાઓએ કહેલ કે “તુ મારા કાકા પાસે શાનો હિસાબ માગે છે” તેમ કહીને ચપ્પુ કાઢી ઝપાઝપી કરવા લાગેલ જે ઝપાઝપીમાં ફરીયાદીને ડાબી બાજુ કપાળથી ઉપરના ભાગે ચપ્પુના ઘા વાગેલ તથા આરોપી નં.(૨) નાઓએ ફરીયાદીની સ્ક્રેપની દુકાનમાંથી લોખંડની પાઇપ લઈને ફરીયાદીના ડાબા હાથે મારી બીભત્સ ગાળો આપીને કહેલ કે “હવે ટ્રષ્ટીનો હિસાબ માગીશ તો તને તો જાનથી મારી નાખીશ” તેમ કહીને ભાગી જઈ મે.પો.કમિ.સાશ્રીના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૧૪/૦૫/૨૦૨૫ ના ક.૨૧/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ શ્રી એ.એસ.ચૌધરી માંજલપુર પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. રાવપુરા પોલીસ સ્ટેશન
રાવપુરા પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૨૬૨૫૦૦૯૬/૨૦૨૫ બી.એન.એસ. કલમ- ૧૧૫ (૨), ૨૯૬(બી), ૩૫૧(૩),૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી ક્યુટી દિલીપભાઇ માધાણી રહે,એ/૩ દુર્વાંનકુર એપાર્ટમેન્ટ, ખારીવાવ રોડ, દાંડીયાબજાર રાવપુરા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) હાર્દીક સિધ્ધરાજભાઇ મેર (૨) ગીતાબેન વા/ઓ સિધ્ધરાજભાઇ મેર (૩) સિધ્ધરાજ જાદવભાઇ મેર તમામ રહે, રામજી મંદીર પાસે નવાગઢ ગામ, તા.જેતપુર જી.રાજકોટ નાઓએ તા.૧૧/૦૫/૨૦૨૫ ના રોજ સવારના આશરે ક- ૦૭/૩૦ વાગ્યા દરમ્યાન મોજે- એ/૩ દુર્વાંનકુર એપાર્ટમેન્ટ, ખારીવાવ રોડ, દાંડીયાબજાર રાવપુરા વડોદરા શહેર તથા તા.૦૯/૦૫/૨૦૨૫ ના કલાક- ૨૨/૦૦ વાગ્યા દરમ્યાન મોજે-ખોડપરા ગોપાવાડી શેરી નં.એચ-૭ જેતપુર તા.જેતપુર જી.રાજકોટ એકબીજાની મદદગારીમાં ફરીયાદી સાથે બોલાચાલી ઝઘડો કરી, ગમેતેવી ગંદીગાળો બોલી ફરીયાદીને “ તુ મરી જા, રાંડ તે તો બે ત્રણ છોકરાની જીંદગી બગાડી છે અને તારાથી ના મરાતુ હોય તો અમે દવા લાવી આપીએ અને તે પી ને મરી જા” તેવી ધમકીઓ આપેલ જેના આઘાતમાં ફરીયાદીએ પોતાની જાતે તા.૧૧/૦૫/૨૦૨૫ ના રોજ સવારના આશરે ક-૦૭/૩૦ વાગ્યા દરમ્યાન મોજે- એ/૩ દુર્વાંનકુર એપાર્ટમેન્ટ, ખારીવાવ રોડ, દાંડીયાબજાર રાવપુરા વડોદરા શહેર ખાતે ડીપ્રેશનની આશરે વીસેક ગોળીઓ તથા એક કફ સીરપની બોટલ પી લેતા એસ.એસ.જી. હોસ્પિટલમાં સારવાર લેતા તબીયત સારી થતા તમામે એકબીજાની મદદગારીમાં ગુનો કર્યા વિગેરે બાબતે તા.૧૪/૦૫/૨૦૨૫ ના ક-૨૦/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ વશરામભાઇ છોટભાઇ રાવપુરા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. રાવપુરા પોલીસ સ્ટેશન
વાડી પોલીસ સ્ટેશન પાર્ટ.એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૩૫૨૫૦૧૫૯/૨૦૨૫ બી.એન.એસ. કલમ. ૧૧૫(૨), ૨૯૬(બી),૫૪,૩૫૧(૩) મુજબના ગુનાના કામના ફરિયાદી શબનમ વા/ઓ કેઝર દુધવાલા ફેશન ડીઝાઈનર રહે.૨૦૧, શુકુન હાઇટસ મોઘલવાડા ગુલમીરશાહ મસ્જીદની સામે નાલબંધવાડા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) સમીના વા/ઓ સરફરાઝ શેખ (૨) સરફરાજ સ/ઓ નુરમહંમદ શેખ રહે. ૨૦૨,૨૦૩ શુકુન હાઇટસ મોગલવાડા ગુલમીરશાહ મસ્જીદની સામે નાલબંધવાડા વડોદરા શહેર નાઓએ તા.૧૮/૦૪/૨૦૨૫ ના ક.૧૩/૦૦ વાગે ફરીયાદી નાઓને ગમે તેમ બિભત્સ ગાળો બોલી તેઓની સાથે ઝઘડો કરેલ તથા ફરિના પતિ નામે કેઝર દુધવાલા નાઓને તથા ફરીયાદીની દિકરી અફસીન નાઓને તેઓના એપાર્ટમેંટની નીચે જાહેર રોડ પર આરોપી નં.(૨) નાઓએ છુટાહાથની મારામારી કરેલ તથા ફરીયાદીના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપેલ જે બાદ ગઈ તા.૨૦/૦૪/૨૦૨૫ ના રોજ આ કામના આરોપી નં.(૨) નાઓએ ફરીયાદીની દિકરી ફાતીમાની હાજરીમાં ફરીયાદીને બિભત્સ ગાળાગાળી કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૧૪/૦૫/૨૦૨૫ ના ક.૨૨/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો.હેતલબેન નારણભાઈ વાડી પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. જે.પી.રોડ પોલીસ સ્ટેશન
જે.પી.રોડ પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૨૭/૨૦૨૫ યુનીક નં 11196008250123 ભારતીય ન્યાય સંહીતા સને-૨૦૨૩ ના કાયદાની કલમ- ૩૦૮(૩), ૧૧૫(૨), ૨૯૬(૨), ૩૫૧(૩), ૫૪ તથા ગુજરાત નાણા ધીરધાર પ્રતિબંધ અધીનિયમ સને-૨૦૧૧ ના કાયદાની કલમ ૪૦, ૪૨ મુજબના ગુનાના કામના ફરિયાદી એજાજ સ-ઓ મુબારકભાઇ ઇબ્રાહીમભાઇ પટેલ રહે-બ્લોક ન એ 5 મ ન403 રીઝવાન ફ્લેટ કિસ્મત ચોકડી પાસે તાંદલજા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી માજીદ ઉર્ફે ચકલી મહેબુબભાઇ સૈયદ રહે- અનાબીયા રેસીડેન્સીહુશેની પાર્ક સોસાયટી પાસે તાંદલજાવડોદરા શહેર તથા અન્ય બે અજાણ્યા ઇસમો તે આશરે દોઢેક વર્ષ પહેલા જેટલા સમયગાળા થી ગઈ તા-૦૨/૦૪/૨૦૨૫ ના રોજ દરમિયાનમા તથા ગઇ તા-૧૦/૦૫/૨૦૨૫ ના કલાક ૨૦/૦૦ વાગેના અરસામા મોજે- લાલુ ટીસ્ટોલ મકરંદ દેસાઇ રોડતાંદલજા રોડ તથા મેઘનમ પ્લાઝા કીસ્મત ચોકડી પાસે તાંદલજા વડોદરા શહેર આરોપીએ ફરીયાદીને વ્યાજે રોકડા રુપીયા તથા ગુગલ પે થી ઓનલાઇન આપેલા હોય તથા ફરીયાદીને તા.૧૯/૦૮/ર૦ર૪ થી તા.૦ર/૦૪/ર૦ર૫ ના રોજ સુધીમા વ્યાજે રુપીયા અલગ અલગ તારીખમા તેના વ્યાજના રુપિયા અગાઉથી કાપીને કુલ રુપીયા ૧,૫૩,૦૦૦/- આપેલ છે તે રુપીયાના બદલામા આરોપીએ વ્યાજ તથા તેની પાસેથી લીધેલ મુડી સહીતના રુપીયા ર,ર૭,૦૦૦/- જેટલી રકમની વસુલાત કરેલ તથા તેની પાસેથી ફરીયાદીના બેંક ખાતામા માત્ર રુપીયા ૧,૫૩,૦૦૦/- જેટલી રકમ આવેલ હોય તેમ છતા માજીદ ઉર્ફે ચકલીનાએ ફરીયાદી પાસેથી રુપીયા ર,ર૭,૦૦૦/- મેળવી લઈ ફરીયાદી પાસેથી ૭૪,૦૦૦/- જેટલા વ્યાજ પેટે વસુલાત કરેલ હોય તથા ફરીયાદીની આર્થીક સ્થિતી સારી ના હોય ફરીયાદીએ તેને રુપીયા આપવાનુ બંધ કરેલ હોય તેમ છતા ફરીયાદી પાસે અવાર અવાર વ્યાજની ઉઘરાણી કરેલ તથા ગઇ તા.10-05-25 નારોજ ફરીયાદી મેઘનમ કોમ્પલેક્ષ કીસ્મત ચોકડી ખાતે સાંજના આશરે આઠ વાગ્યે હોય તે વખતે ત્યા માજીદ ઉર્ફે ચકલીએ તથા તેની સાથે બે અજાણ્યા ઇસમો આવી ફરીયાદીને ગંદી ગાળો બોલી ફરીયાદી સાથે જપાજપી કરી વ્યાજ તો તારે આપવુ જ પડશે તેમ જણાવી ફરીયાદીને ગડદાપાટુનો માર મારેલ તથા વધારે પબલીક ભેગી થઇ જતા ત્યાથી જતી વખતે આજ તો તુ બચી ગયો હવે મળીશ એટલે જાનથી મારી નાખીશ તેમ જણાવી માજીદ ઉર્ફે ચકલી ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી તેની સાથે આવેલા અજાણ્યા બે ઇસમો સાથે મળી એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૧૪/૦૫/૨૦૨૫ ના ક.૧૮/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈ શ્રી આર.ડી.સોલંકી જે પી રોડ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૫. મકરપુરા પોલીસ સ્ટેશન
મકરપુરા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.ન. ૧૧૧૯૬૦૧૬૨૫૦૨૭૮/૨૦૨૫, બી.એન.એસ કલમ ૧૧૫(૨),૧૧૮ (૧)૨૯૬,(બી),૫૪ તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી સંદીપ અરવિંદભાઈ પ્રજાપતિ રહે- મ.ન. એલ/૫૭૭ નુપમ નગર રેલ્વે કોલોની પાછળ દંતેશ્વર વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) સુશીલ વર્મા (૨) તથા સુરજ વર્મા નાઓએ તા.૧૪/૦૫/૨૦૨૫ ના રાત્રીના સાડા અગિયારેક વાગ્યાના સુમારે સુમારે મોજે- અનુપમનગર ચિકન શોપ સર્કલ પાસેથી ફરિયાદી ચાલતો ચાલતો તેઓના ઘર તરફ જતા હતા તે દરમીયાન સામેથી આરોપીઓ ચાલતા ચાલતા આવતા હતા અને ફરીશ્રીને જોઇ કહેવા લાગેલ કે તુ કેમ મારા ભાઈ યોગેશ સાથે ગઈ કાલે ઝઘડો કરતો હતો તેમ કહી અપશબ્દો ગાળા.ગાળી કરવા લાગેલ અને ફરીશ્રીએ ગાળો બોલવાનુ ના પાડતા આરોપીઓએ ઉશ્કેરાઈ જઈ ફરીશ્રીને ગડદાપાટુનો મારમારેલ અને આ સુશીલ વર્મા તેના હાથે પહેરેલ કડા વડે ફરીશ્રીને માથામા મારી ઈજા કરી લોહી નિકાળી માથામા બે ટાંકાની ઈજા કરી એક બીજાની મદદગારીકરી ગુનો કર્યા વિ.બાબત વિ.બાબતે તા.૧૫/૦૫/૨૫ ના ક -૦૭/૫૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી જે.એચ.વસાવા મકરપુરા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૬. મકરપુરા પોલીસ સ્ટેશન
મકરપુરા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.ન. ૧૧૧૯૬૦૧૬૨૫૦૨૭૯/૨૦૨૫, બી.એન.એસ કલમ ૧૧૫(૨), ૧૧૮(૧), ૨૯૬ (બી), તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી સુશીલ નન્હેલાલ વર્મા રહે- ઈ-૧૪ અનુપમ નગર રેલ્વે કોલોની પાછળ દંતેશ્વર વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી સંદિપ પ્રજાપતિ નાઓએ તા.૧૪/૦૫/૨૦૨૫ ના રાત્રીના સાડા અગિયારેક વાગ્યાના સુમારે સુમારે મોજે- અનુપમ નગર ચિકન શોપ સર્કલ પાસેથી હું તથા મારો મિત્ર સૂરજ વર્મા સાથે અમારા ઘર તરફ જતા સંદિપ પ્રજાપતિ મળેલ અને અમો સંદિપને ગઈ કાલે મારા ભાઈ યોગેશ વર્મા સાથે કેમ ઝગડો કરતા હતા તેમ પૂછતા આ સંદિપ પ્રજાપતિ અચાનક ઉશ્કેરાઈ જઇ ફરીશ્રીને અપશબ્દો ગાળા. ગાળી કરી ઝઘડો કરી અને ગાળો બોલવાનું ના પાડતા ફરીશ્રીને ગડદાપાટુનો માર મારી ઝપાઝપી કરી રસ્તામાં પડેલ પથ્થર લઈ ફરીશ્રીને માથામાં મારી ઇજા કરી લોહી નીકાળી માથામાં ત્રણ ટાકાની ઈજા કરી ગુનો કર્યા વિ.બાબત વિગેરે બાબતે તા.૧૫/૦૫/૨૫ ના ક.૦૮/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી જે.એચ.વસાવા મકરપુરા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. ધમકી આ૫વા બાબતના ગુનાઓ:
૧. વાડી પોલીસ સ્ટેશન
વાડી પોલીસ સ્ટેશન પાર્ટ-ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૫૨૫૦૧૬૦/૨૦૨૫ બી.એન.એસ. કલમ- ૩૫૧(૩), ૨૯૬ (બી) મુજબના ગુનાના કામના ફરિયાદી મહમદરફિક ઇબ્રાહિમભાઇ તાતગીરા રહે. મોગલવાડા ખાનકાહ મોહલ્લા તાતગીરની ગલી, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી અરકાન અલતાફ મન્સુરી રહે-ખાનગાહ મોહલ્લા મોગલવાડા વાડી વડોદરા શહેર નાઓએ તા.૧૪/૦૫/૨૦૨૫ ના રાત્રિના ક.૨૨/૩૦ વાગે મોજે- તાતગીરની ગલી વાડી વડોદરા શહેર આરોપીએ ફરીયાદીના ભાઇએ આરોપીના મિત્રો વિરૂધ્ધમા માંજલપુર પો.સ્ટે. ખાતે ફરીયાદ આપેલ હોય તેનુ ઉપરાણુ લઇ ફરીયાદ પરત ખેચવાનુ કહેતા ફરીયાદીએ ના પાડતા ફરી.શ્રી ને ગંદી ગાળો બોલી ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપીને ગુનો કર્યા વિગેરે બાબતે તા.૧૫/૦૫/૨૦૨૫ ના ક.૦૦/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઈ. ભાર્ગવભાઈ રાજેશભાઈ વાડી પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.