-: પ્રેસનોટ :-
(તા.૧૫/૦૭/૨૦૨૬)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૧૪/૦૭/૨૦૨૬ નારોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૫ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૩૨ કિં.રૂ.૬૪૦૦/- તથા ઇંગ્લીશ દારૂના કવાટરીયા નંગ-૨૧ તથા બોટલ નંગ-૮૫૨ મળી કુલ્લે કિ.રૂ.૧,૯૧,૯૯૨/- નો મુદામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૦૬ સહિત કુલ-૧૯ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. ઘરફોડના કેસો
૧. મકરપુરા પો.સ્ટે. પાર્ટ-“એ” ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૬૨૬૦૪૦૬/૨૦૨૬ બી.એન.એસ. કલમ ૩૦૫(એ), ૩૩૧(૩), ૩૩૧(૪) મુજબના ગુનાના કામના ફરિયાદી હિનાબેન વા/ઓ પંકજભાઇ જયનારાયણભાઇ રાય રહે. ક્રીષ્ણા ટાવર મ.નં. ૨૦૨, ન્યુ ઇરા સ્કુલની સામે, મકરપુરા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૨૨/૦૬/૨૦૨૬ ના ક.૧૧/૦૦ વાગ્યાથી તા.૧૩/૦૭/૨૦૨૬ ના ક.૧૪/૦૦ વાગ્યાના સમયગાળા દરમ્યાનમા મોજે-મકાન ક્રીષ્ણા ટાવર મ.નં. ૨૦૨, ન્યુ ઇરા સ્કુલની સામે, મકરપુરા વડોદરા શહેર ખાતે કોઇ અજાણ્યો ચોર ઇસમ મુખ્ય દરવાજાને મારેલ તાળુ નકુચા સાથે તોડી ઘરમાં પ્રવેશ કરી બેડરૂમની તીજોરીમાં મુકેલ ફરીયાદીની સોનાની ચેઇન જેનું વજન ૧૦.૪૨૦ ગ્રામ જેની આશરે કિ.રૂ. ૧,૦૦,૦૦૦/- ના મત્તાની ચોરી કરી લઇ જઇ ગુનો કર્યા વિ.બાબતે તા.૧૪/૦૭/૨૦૨૬ ના ક.૧૯/૪૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ શ્રી આર.પી.ડાભી મકરપુરા પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. સયાજીગંજ પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નંબર ૧૧૧૯૬૦૩૦૨૬૦૪૦૨/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૩૩૨(૩),૩૦૫(એ),૩૩૧(૧) મુજબના ગુનાના કામના ફરિયાદી તસ્નીમ W/O હુસૈન અબ્બાસ વાસદવાલા રહે,તસીદ ટાવર એ વિંગ મકાન નં.૩૦૨ પૂજા હોટલ પાસે સયાજીગંજ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા-૧૪/૦૭/૨૦૨૬ ના બપોરના એક વાગ્યાથી સાંજના પાંચ વાગ્યાના સમયગાળા દરમ્યાન મોજે- તસીદ ટાવર બી વિંગ મ.નં. ૩૦૨ વાળા ફરીયાદીની બહેનના મકાનમાં કોઇ ચોર ઇસમે બંધ મકાનના દરવાજે મારેલ તાળુ નકુચા સાથે તોડી મકાનમાં પ્રવેશ કરી મકાનમાં આવેલ બીજા રૂમના લાકડાંના કબાટમાં આવેલ ડ્રોવર ખાનાની સ્ટોપર કોઈ સાધન વડે તોડી લોકર ખાનામાં મૂકેલ સોનાના દાગીના આશરે ૫૧ તોલા વજનના કિ.રૂ.૫,૧૦,૦૦૦/-તથા ચાંદીની પ્લેટ આશરે ૪૦૦ ગ્રામની કિં.રૂ.૧૫,૦૦૦/-તથા રોકડા રૂપિયા ૪૦,૦૦૦/-મળી કુલ્લે રૂ. ૫,૬૫,૦૦૦/- મતાની ચોરી કરી લઇ જઇ ગુનો કર્યા વિ.બાબે તા.૧૪/૦૭/૨૦૨૬ ના ક.૧૯/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.ઇશ્રી ડી.કે.ગમારા સયાજીગંજ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. વાહન અકસ્માત/ફેટલના કેસો
૧. છાણી પો.સ્ટે. પાર્ટ એ ગુર.નં.૧૧૧૯૬૦૦૫૨૬૦૨૮૧/૨૦૨૬ બી.એન.એસ. કલમ-૨૮૧,૧૨૫(એ), ૧૨૫ (બી), ૧૦૬ તથા એમ.વી એક્ટ ૧૭૭, ૧૮૪ મુજબના ગુનાના કામના ફરિયાદી રસીકભાઇ સનાભાઇ સોલંકી રહે.માતાજીવાળુ ફળીયુ, દશરથ ગામ, તા.જી.વડોદરા નાઓની ફરિયાદ મુજબ એક અજાણ્યા બુલેટનો ચાલક તા.૧૨/૦૭/૨૦૨૬ ના રાત્રીના દશેક વાગ્યાની આસપાસ મોજે. નેશનલ હાઇવે નં.૦૮ પર વડોદરા થી વાસદ તરફ જવાના રોડ પર દશરથ બ્રીજ ઉતરતા ફરિયાદીશ્રીના મરણ જનાર મોટાભાઇ નામે દિનેશભાઇ ઉર્ફે લાલો નાઓને આ અજાણ્યા બુલેટ ચાલકે પોતાનુ બુલેટ પુરઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી લાવી અથાડી એક્સીડંટ કરતા ફરિશ્રીના મોટા ભાઇને ડાબા પગના પંજા પાસે તથા સાથળના ભાગે, ડાબા હાથ પર તથા માથાના ભાગે ગંભીર ઇજા તથા નાની મોટી શરીરે ઈજાઓ પહોચાડેલ જેથી સારવાર માટે એસ.એસ.જી. હોસ્પીટલ ખાતે લઈ ગયેલ અને આજરોજ ક.૦૧/૨૦ વાગ્યે ફરજ પરના ર્ડા.શ્રીએ સારવાર દરમ્યાન મરણ જાહેર કરેલ વિ.બાબતે તા.૧૫/૦૭/૨૦૨૬ ના ક.૦૫/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી એમ.એફ. ચૌહાણ છાણી પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. વાહન ચોરીના કેસો
૧. પાણીગેટ પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૭૨૬૦૩૮૪/૨૦૨૬ ઈ.પી.કો કલમ ૩૭૯ મુજબના ગુનાના કામના ફરીયાદી રેખાબેન વા/ઓ રાજેશકુમાર ગોડિયા ઉ.વ.૫૦ ધંધો-ઘરકામ રહે-બ્લોક નં.૩૧, ગુરૂકુંજ સોસાયટી, વાઘોડિયા રોડ, ઓલ્ડ બાપોદ જકાત નાકા પાછળ, વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી યાસીનખાન મહેમુદખાન પઠાણ રહે.સયાજીપુરા ગામ ટાંકીવાળુ ફળીયુ આજવા રોડ વડોદરા નાએ ગઈ તા.૦૩/૦૪/૨૦૨૪ ના કલાક ૧૯/૩૦ વાગ્યા દરમ્યાન મોજે-પાણીગેટ, સુલીમાની ચાલી પાસે આવેલ અમુલ પાર્લર ખાતેથી ફરી.શ્રીની હોન્ડા કંપનીની એક્ટીવા 4G જેનો રજી નંબર GJ-06-LD-9979 નો એંજીન નંબર JF50ET5636453 તથા ચેસીસ નં.ME4JF507JHT636359 છે જેની આશરે કિંમત રુ. ૩૦,૦૦૦/- ની ચોરી કરી લઈ જઇ ગુનો કર્યા વિ બાબતે તા.૧૫/૦૭/૨૦૨૬ ના ક.૧૩/૦૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈ. શ્રી આર.એસ.ભરવાડ પાણીગેટ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.