-: પ્રેસનોટ :-
(તા.૧૫/૦૮/૨૦૨૫)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૧૪/૦૮/૨૦૨૫ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૨૦ દારૂના કેસો કરવામાં આવેલ છે. દેશી દારૂ લી.૨૮, કિ.રૂ-૫૬૦૦/- તથા ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૪, કવાટરીયા નંગ-૧૬, બિયર નંગ-૮૨ મળી કુલ કિ.રૂ. ૪૦૧૨૯/- નો મુદામાલ કબજે કરેલ છે તેમજ પીધેલા-૮ સહિત ૦૯ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. ઘરફોડ ચોરીના ગુનાઓ:
૧. ગોત્રી પોલીસ સ્ટેશન
ગોત્રી પો.સ્ટે. “એ” પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૬૦૦૪૨૫૦૨૫૨/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ ૩૩૧(૩),૩૩૧(૪),૩૦૫ મુજબના કામના ફરીયાદી ઉમેશભાઈ કનુભાઈ ઠક્કર રહે,મ.નં-એ/૬૦૨ રાધેશ્યામ હાર્મોની પ્રીયા સિનેમા રોડ ગોત્રી વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ તા.૧૩/૦૮/૨૦૨૫ ના ક.૧૯/૩૦ થી તા-૧૪/૦૮/૨૦૨૫ ના ક.૦૯/૩૦ વાગ્યા દરમ્યાન ફરિયાદીશ્રીની ગોત્રી સેવાસી રોડ ખાતે આવેલ લોટસ ઈલાયટ કોમ્પ્લેક્ષમા દુકાન નં-૨૩૦ સિરામીકા કિચન અને હાર્ડ્વેર નામની દુકાનના ડ્રોવર માથી રોકડા રૂ.૪૭૦૦૦/- તથા સાહેદ તેજસભાઈ જેન્તીલાલ શાહ નાઓની દુકાનમાથી હાજરી પુરવાનુ મશીન નંગ-૦૧ કિ.રૂ.૧૦,૦૦૦/-, કેમેરો નંગ-૦૧ કિ.રૂ.૪૦૦૦/- તથા સાહેદ યોગેશભાઈ મદનલાલ ગુપ્તા નાઓની દુકાનના ગલ્લામાથી રોકડા રૂ.૧૨,૮૦૦/- તથા સાહેદ હાર્દીકભાઈ પટેલ નાઓની સલાડ ટાઈમ હોટેલના ગલ્લામાથી રોકડા રૂ.૫૦૦૦/- મળી કુલ્લે રૂ.૭૮,૮૦૦/- ની કોઈ ચોર ઇસમે દુકાનોની પાછળના ભાગે આવેલ એસી ડકની કાચની બારી ખોલી અંદર પ્રવેશ કરી કુલ્લે રૂ.૭૮,૮૦૦/- ની ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિગેરે બાબતે તા-૧૪/૦૮/૨૦૨૫ ના ક.૧૭/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી આર.એન.ચુડાસમા ગોત્રી પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. વિશ્વાસઘાતના ગુનાઓ:
૧. માંજલપુર પોલીસ સ્ટેશન
માંજલપુર પો.સ્ટે પાર્ટ-એ,૧૧૧૯૬૦૦૩૨૫૦૩૮૨/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૩૧૬(૨), ૩૧૮(૪),૫૪ મુજબ ના ગુનાના કામના ફરિયાદી સોનલ નીનાંદ કરણીક રહે, મ.નં-૪૦૩ સેફ્રોન બેઝીક હેપદિપ સોસાયટી સામે આજવારોડ વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી (૧) કિંજલશાહ રહે,લક્ષ્મી એપાર્ટમેન્ટ બોલાઇમાતાના મંદિરની બાજુમાં જયરત્ન ચાર રસ્તા નવાપુરા વડોદરા (૨) પુજાબેન નીકુંજ શાહ રહે,૩૧ રાધાપાર્ક સોસાયટી સરદાર એસ્ટેટ વારસીયા વડોદરા શહેર નાઓએ ડીસેમ્બર-૨૦૨૪ થી આજદિન સુધી મોજે.મારૂતિધામ સોસાયટીની સામે ઓફિસમાં માંજલપુર ફરીયાદીશ્રીને લુથવીનીયા (યુરોપ)ના વર્ક પરમીટ વિઝા આપવાના બહાને અરજદાર પાસેથી રૂ.૧,૯૨,૦૦૦/- લીધેલ જે આજદિન સુધી વર્ક પરમીટ વિઝા નહિ આપી ફરીયાદી સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કરી ગુનો કર્યા વિગરે બાબતે તા.૧૪/૦૮/૨૦૨૫ ના ક.૧૭/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી એન.જી.રોહિત માંજલપુર પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. વાહન અકસ્માતના ગુનાઓ:
૧. પાણીગેટ પોલીસ સ્ટેશન
પાણીગેટ પોસ્ટે પાર્ટ-એ -ગુ.ર.ન.૧૧૧૯૬૦૧૭૨૫૦૩૯૦/૨૦૨૫ ભારતીય દંડ સંહિતા-૨૦૨૩ કલમની ૨૮૧,૧૨૫(એ), ૧૨૫(બી) તથા એમ.વી.એક્ટ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ના કામના ફરીયાદી પ્રેરક યોગેશભાઇ પુરોહિત રહે- મ.નં.૦૪, આદિત્ય ડુપ્લેક્ષ, ગૂરૂકુળ ચાર રસ્તા, વાઘોડીયા ડભોઇ રીંગ રોડ, વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ એક અજાણ્યો ટ્રેકટર ચાલક તા.૧૪/૦૮/૨૦૨૫ ના આશરે ક.૦૮/૦૦ વાગે ઉમા ચાર રસ્તાથી આગળ જીયો પેટ્રોલ પંપ સામે, રોડ પર પોતાનુ ટ્રેકટર પૂરઝડપે બેદરકારીથી ટ્રોલી સાથે હંકારી લાવી ફરીયાદીના જવાના રોડ ઉપર આવી જઇ ફરિયાદીની મો.સા.નં.GJ-06-MN-2197 ને ટક્કર મારી દેતા ફરીયાદીને કપાળના ભાગે ઇજા કરી જમણા હાથે ફેક્ચર કરી શરીરે વત્તા ઓછા પ્રમાણમાં ઇજાઓ કરી પોતાનુ ટ્રેકટર લઇને નાસી ગયેલ વિગેરે બાબતે તા.૧૪/૦૮/૨૦૨૫ ના ક.૨૩/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ. વિજયકુમાર ખુમાનભાઇ પાણીગેટ પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. પાણીગેટ પોલીસ સ્ટેશન
પાણીગેટ પોસ્ટે પાર્ટ- એ- ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૭૨૫૦૩૯૧/૨૦૨૫ ભારતિય ન્યાય સંહીતા ૨૦૨૩ની કલમ ૩૩૧(૩),૩૩૧(૪),૩૦૫,૧૧૨,૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી છાયાબેન ઉર્ફે સેતુબેન D/O જ્યોતિન્દ્રકુમાર પંડયા રહે-મ.નં. સી/૧૦, મહેશનગર સોસાયટી, વાઘોડીયા ડભોઇ રીંગ રોડ, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧)ગોવિંદા ઉર્ફે બચ્ચુ અજીતસીંગ સીકલીગર રહે-મહાકાલી સોસાયટી, બરોડા સ્કુલની બાજુમાં દંતેશ્વર વડોદરા શહેર (૨) એક અજાણ્યો ઇસમ તે તા.૧૫/૦૮/૨૦૨૫ ના વહેલી સવારના આશરે સાડા ચારેક વાગ્યા દરમ્યાન મોજે- મ.નં. સી/૧૦, મહેશનગર સોસાયટી, વાઘોડીયા ડભોઇ રીંગ રોડ, વડોદરા શહેર તાળા તોડવાના સાધનો લઇ ફરિયાદીના મકાનના લોખંડની જાળીવાળા દરવાજાનો નકુચો સાધન વડે તોડી લોખંડની તિજોરીમાં મુકેલ ઉપરોક્ત સોના-ચાંદીના દાગીના મળી કુલ્લે રૂપીયા ૨૯,૧૦૦/- ની મત્તાની ચોરી થયા વિ.બાબતે તા.૧૫/૦૮/૨૦૨૫ ના ક.૧૧/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી આર.એચ.ભરવાડ પાણીગેટ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૫. અન્ય ગુનાઓ:
૧. ફતેહગંજ પોલીસ સ્ટેશન
ફતેહગંજ પોસ્ટે એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૨૨૫૩૭૮/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ-૧૨૬(એ),૩૨૯,૩૦૮(૨),૩૫૧(૩),૨૯૬(બી),તથા ગુજરાત નાણાની ધીરધાર કરનારા અધિનીયમ ૨૦૧૧ની કલમ-૪૦,૪૨ મુજબના ગુનાના કામના ફરિાયદી નિપુલકુમાર જયંતિલાલ શાહ રહે.ડી/૪૬, મારુતી ડુપ્લેક્ષ, સ્વામીનારાયણનગર સામે, નિઝામપુરા, વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ(૧)કેતુલસિંહ ભરતસિંહ પરમાર રહે.પી.ઓ.-૫, શાલિગ્રામ બંગલો, જલાનગર બસ સ્ટોપ સામે, ચીખોદરા આણંદ (૨) અમિતભાઇ રમણીકલાલ મોટાણી રહે. શ્રીરામપાર્ક સોસાયટી, શ્રીનાથજી કૃપા મિશનરોડ, રામદેવપીર મંદિર સામે, કરમચંદ, આણંદ (૩) હિતેષભાઇ ત્રીવેદી રહે.૨૦૧, શ્રીનાથ સ્કેવર મહેસાણાનગર રોડ, શુક્લાનગર ચાર રસ્તા, વડોદરા શહેર (૪) અર્જુન ગીરીશભાઇ પટેલ રહે. ૧૨, આંગન એપાર્ટમેન્ટ, અકોટા વડોદરા શહેર (૫)મુકેશભાઇ પટેલ રહે. ૨૦૩, શિવઓમ એન્કલવ, ઇન્દુચાચાની ગલી પાસે, છાણી, વડોદરા શહેર (૬) મહેન્દ્રભાઇ ચંપકલાલ શાહ રહે.વાઘોડીયા રોડ વડોદરા શહેર (૭) હર્ષ ઉર્ફે બિટ્ટુ ધર્મેશભાઇ જોષી રહે. એ/૬, જયનારાયણ, કુંજ સોસાયટી છાણી, વડોદરા નાઓએ તા.૦૧-૦૧-૨૦૨૦ થી તા.૧૩/૦૮/૨૦૨૫ ના ક.૧૧/૦૦ થી ૧૪/૦૦ વાગ્યા દરમ્યાન ફરીયાદીને આરોપી નાઓએ વગર લાયસન્સે અલગ-અલગ સમયે અલગ-અલગ નાણા ફરીયાદી તથા તેના ભાઇને વ્યાજે આપી વ્યાજ તથા મૂદત પરત કર્યા બાદ પણ વધુ વ્યાજ તથા મુદ્દતની બળજબરીથી માંગણી કરી ફરીયાદીની દુકાને જઇ વ્યાજે લીધેલ નાણા પરત આપી દેવા છતા પણ પઠાણી ઉધરાણી કરી ગમે-તેમ ગંદી ગાળો બોલી ધાક-ધમકીઓ આપી પૈસાની ઉઘરાણી કરેલ અને કહેતા હતા કે, અમારા પૈસા આપી દો નહીતર તમારા બધાના ફોટા દિવાલ ઉપર લગાડી દઇશુ તેવી જાનથી મારી નાખવાની ધમકી આપેલ અને દુકાનમાં સ્ટાફ સાથે બધાને દુકાનમાંથી બળજબરીથી બહાર કાઢી મુકી ઉપરોક્ત તમામે શટર બંધ કરી તાળુ મારી દીધેલ દઇ, સોમવાર સુધીમાં પૈસા આપી દેજો નહીતર દુકાન વહેચી દઇશુ અને તમને કોઇને જીવતા નહી રહેવા દઇએ એવી જાનથી મારી નાખવાની ધમકી આપી દુકાનને લોક મારી જતા રહી ફરીયાદીની માલીકીની દુકાનમાં ગેરકાયદેસર અપપ્રવેશ કરી દુકાન બંધ કરી ગેર કાયદેસર આવરોધ ઉભો કરી તમામઓ વગર લાયસન્સે નાણા ધીરધારનો ધંધો કરી ગુનો કર્યા બાબતે તા.૧૪/૦૮/૨૦૨૫ ના ક.૧૮/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.ઈશ્રી એ.એમ.ગઢવી ફતેગંજ પો.સ્ટે નાઓએ સંભાળી કયાદેસર તપાસ હાથ ધરેલ છે.
૬. હત્યાના ગુનાઓ:
૧. સમા પોલીસ સ્ટેશન
સમા પોસ્ટે એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૩૨૫૦૧૮૦/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતાની કલમ ૧૦૩(૧), ૨૩૮(એ) તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી ડી.કે.રાઠોડ પોલીસ સબ ઈન્સપેક્ટર નોકરી સમા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ કોઈ અજાણ્યો ઈસમ અથવા અજાણ્યા ઈસમો તા.૦૩/૦૮/૨૦૨૫ ના રોજ કલાક: ૧૧/૨૫ વાગ્યા પહેલાના કોઈ પણ સમયે અને કોઈ પણ જગ્યાએઆ કામે મરણજનાર અજાણ્યા પુરૂષ ઈસમ જેની આશરે ઉમર ૪૦ થી ૬૦ વર્ષના આશરાનો જેને કોઈ અજાણ્યા ઈસમ અથવા ઈસમોએ કોઈ અગમ્ય કારણો સર એક અથવા એકથી વધુ ધારદાર તીક્ષ્ણ હથીયાર દ્વારા શરીરના અલગ-અલગ ભાગો ઉપર ગંભીર ઈજાઓ કરી મોત નિપજાવી ગુનો છુપાવવા પુરાવાઓનો નાશ કરવા સારૂ સદરી મરણજનાર ઈસમની ઓળખ છતી ન થાય તે હેતુથી તેને વિશ્વામીત્રી નદીના પાણીમાં કોઈ પણ જગ્યાએ થી ફેંકી દઈ આરોપી કોઈ અજાણ્યા ઈસમ અથવા ઈસમોએ માન. પોલીસ કમિશ્નર સાહેબ શ્રી વડોદરા શહેર નાઓના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા બાબતે તા.૧૫/૦૮/૨૦૨૫ ના ક.૧૨/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.ઇન્સ શ્રી બી.બી.કોડીયાતર સા. સમા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કયાદેસર તપાસ હાથ ધરેલ છે