Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૧૫/૦૮/૨૦૨૬)

 

૧.     પ્રોહીબિશનના કેસો

તા.૧૪/૦૮/૨૦૨૬ નારોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૮ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૪૬ કિં.રૂ.૯૨૦૦/- તેમજ ઇં.દારૂના બિયર-૨૯૮, ઇ.કવાટરીયા નંગ-૧૦, ફોરવ્હીલર-૦૧, મો.સા.-૦૧ મળી કુલ કિ.રૂ.૩,૬૬,૬૫૪/- નો મુદામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૦૪ સહિત કુલ-૧૬ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨.     વિશ્વાસઘાતના કેસો

૧.         કુંભારવાડા પોસ્ટે પાર્ટ એ ગુ.ર.નં ૧૧૧૯૬૦૪૨૨૬૦૧૬૧/૨૬ બી.એન.એસ. કલમ ૩૧૬(૨), ૨૯૬(બી), ૩૫૧(૩) મુજબના ગુનાના કામના ફરિયાદી ઈમરાન ઐયુબભાઈ ઘાંચી ઉ.વ.૩૮ ધંધો કંસ્ટ્રકશનનુ કામ રહે, રહે,મોહમદ મંજીલ પટેલ ફળીયા હાથીખાના વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી સોહેલ વસીમોહમદ મઝહરમોહમદ સૈયદ રહે મકાન નં 905 જી ટાવર વેદા 02 છાણી કેનાલ નજીકના છાણી રોડ વડોદરા શહેર નાઓએ ફરીયાદીની ગાડીના નુકશાનીના રૂપીયા થોડા સમયમા આપી દઇશ તેવો વાયદો વિશ્વાસ ભરોસો આપેલ અને ફરી અવાર નવાર તેની પાસે માંગણી કરવા છતા ન આપી ફરીયાદી સાથે વિશ્વાસઘાત કરેલ હોય અને ગઇ તા.05/03/2025 ના રાત્રીના આશરે સાડા અગિયારેક વાગ્યાની આસપાસ ધુળધોયાવાડ મસ્જીદ પાસે  આ કામના આરોપી સોહેલ સૈયદ નાનો ઉભો હોય જેથી ફરીયાદીએ તેને તુ ફોન કેમ ઉપાડતો નથી અને મારી ગાડીના નુકશાનના રૂપીયા ક્યારે આપીશ તેમ જણાવતા સોહેલ સૈયદ એકદમ ઉશ્કેરાઇ જઇ ફરીયાદીને ગમેતેમ મા બહેન સમાણી ગાળો બોલી તને રૂપીયા નહી મળે તારાથી થાય તે કરી લેજે અને હવે પછી મારા પાસે રૂપીયા માંગીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ગુન્હો કર્યા વિ.બાબતે તા.૧૪/૦૮/૨૦૨૬ ના કલાક ૧૭/૩૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ PSI શ્રી એસ.બી.કુંપાવત કુંભારવાડા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.      અકોટા પો.સ્ટે. પાર્ટ 'એ’ ગુ.ર.ન-૧૧૧૯૬૦૪૧૨૬૦૩૩૨/૨૦૨૬ બી.એન.એસ. કલમ ૩૧૮(૪), ૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી મીતકુમાર અતુલભાઈ પટેલ ઉ.વ.૨૮ ધંધી ખેતી રહે.ગામ ચોથલા  તા.બાયડ જી.અરવલ્લી નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) રાહુલભાઈ પ્રવિણભાઇ રાજપુત ઉ.વ.૨૭ ધંધો-બીજનેશ રહે-મકાન નંબર-એ.૮૭, અનંતપાર્ક સોસાયટી, ડીમાર્ટની પાછળ, વાસણા રોડ, વડોદસ શહેર તથા (૨) અક્ષય રજનીકાંત પટેલ ઉ.વ.૩૩ ધંધો-બીજનેશ રહે-મકાન નંબર-૪૭ પીપળાવાળુ ફળીયુ, સરાડ ગામ, પોર જી.આઇ.ડી.સી પાસે, વડોદરા શહેર તા.૨૬/૧૧/૨૦૨૫ થી આજદીન સુધી મોજે ૨૦૭, સ્કાયબીજ ગ્રુપ, આર.કે પ્લાઝા કોમપ્લેક્ષ દીવાળીપુરા વડોદરા આ કામના આરોપીઓએ ફરીયાદી શ્રીને દુબઇના વિઝા અપાવી દુબઇ ખાતે મોકલી આપી ત્યા નોકરી અપાવવાની બાહેંધરી આપી ફરીયાદી પાસેથી ટુકડે ટૂકડે રૂ.૧,૩૦,૦૦૦/- મેળવી લઈ ત્યારબાદ બહાના બતાવતા હોય ફરીયાદી શ્રીએ દુબઈ મોકલી આપવા આરોપીઓને જણાવતા આરોપી નં.૦૨ નાએ દુબઈ મોકલવા સારૂ બીજા રૂ.૩૮૫૦૦/- આપવા પડશે અને નહી આપો તો તમારુ મેડીકલ નહી કરાવીએ અને તમારો પાસપોર્ટ પીપલ ફીડ એચ.આર નામની કંપનીમાં જમા છે પાસપોર્ટ પરત જોઇએ તો કેસલ ચાર્જ રૂ.૫૦,૦૦૦/- થશે નહીતર પાસપોર્ટ પણ પરત નહી મળે તેમ જણાવી ફરીયાદીનું મેડીકલ નહી કરાવી દુબઇ નહી મોકલી ફરીયાદીને રૂ.૧,૧૦,૦૦૦/- પરત નહી આપી છેતરપિંડી કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૧૪/૦૮/૨૦૨૬ ના કલાક ૧૬/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી પી.જી.રાવત અકોટા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

 

૩.     ઘરફોડ ચોરીના કેસો

૧.      વાડી પો.સ્ટે.પાર્ટ-એ-ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૫૨૬૦૨૬૨૬૩/૨૬ બી.એન.એસ. કલમ ૩૩૧(૪), ૩૦૫ મુજબના ગુનાના કામના ફરિયાદી ભરતભાઇ બંશીલાલ કનોજીયા ઉ.વ.૫૮ ધંધો.ડ્રાઇવિંગ રહે.વાડી નાની શાક માર્કેટ, સંતકેવલ મંદિરની પાછળ, કુંભારવાડા, વાડી, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ ફરીયાદીના મકાનમા ગઇ કાલ તા.૧૩/૦૮/૨૦૨૬ ના રોજ રાત્રીના આશરે કલાક ૧૧/૦૦ વાગ્યાથી આજરોજ તા.૧૪/૦૮/૨૦૨૬ ના રોજ સવારના આશરે કલાક.૦૫/૦૦ વાગ્યા દરમ્યાન ફરીયાદીના મકાનના મુખ્ય દરવાજાને લોક મારેલ જે લોક કોઇ ચોર ઇસમે કોઇ સાધન વડે નકુચો તોડી નાખી ઘરમાં પ્રવેશ કરી ઘરમાં રાખેલ તિજોરીનુ અંદરનુ લોક તોડી નાખી તિજોરીમાંથી સોના ચાંદીના દાગીનાની કુલ્લે કિ.રૂ.૧,૫૮,૦૦૦/- તથા રોકડા રૂપિયા.૪૦,૦૦૦/- મળી કુલ્લે રૂ. ૧,૯૮,૦૦૦/- ની મતાની ચોરી કરી લઇ જઈ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૧૪/૦૮/૨૦૨૬ ના કલાક ૧૯/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી જે.એચ.વસાવા વાડી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૪.     અન્ય કેસો

૧.      કપુરાઇ પોલીસ સ્ટેશન પાર્ટ-એ-નં.૧૧૧૯૬૦૪૩૨૬૦૪૧૯/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ની કલમ-૧૮૯(૧)(ઇ), ૧૪૦(૧), ૨૯૬(ખ), ૩૫૧(૩), ૧૨૬(૨), ૩(૨) તથા એટ્રોસીટી એક્ટ કલમ-૩(૨)(૫-એ),૩(૨)(૫)  મુજબના ગુનાના કામના ફરિયાદી અલ્પેશકુમાર મનુભાઇ ભીલ રહે.પટેલ ફળીયુ દેવલીયા ગામ,તા.તીલકવાડા જી.નર્મદા નાઓની ફરિયાદ મુજબ આરોપી શીવ દર્શન ટ્રાવેલ્સના ભાગીદાર-પેથાભાઇ ભરવાડ નાઓ સ્વિફ્ટ કારમાં તથા સ્કોર્પીયો કારમાં ચારેક જેટલા ભરવાડ જેવા ઇસમો જેઓ આશરે ૨૫-૩૦ વર્ષની ઉંમરના બદનમાં પેન્ટ-શર્ટ પહેરેલ મધ્યમ વાળવાળા ઇસમો તા.૧૩/૦૮/૨૦૨૬ ના રોજ કલાક ૦૨/૦૦ થી સવારના આશરે છથી સાડા છએક વાગ્યા દરમ્યાન મોજે-કપુરાઇ ચોકડી સર્વીસ રોડથી આજવા બ્રીજ ઉતરતા તેમજ ત્યાંથી પરત કપુરાઇ ચોકડી ખાતે વડોદરા શહેર આરોપીઓએ ગેરકાયદેસર રીતે મંડળી બનાવી પોતાનો સામાન્ય ઇરાદો પાર પાડવાના હેતુસર ફરીયાદી શ્રીના શેઠ-પરેશભાઇ અશ્વીનભાઇ ભીલ નાઓની માલીકીની રામાધણી ટ્રાવેલ્સની લક્ઝરી બસ નં.GJ-14-W-0526 ની ફરી.શ્રી ચલાવતા હતા તે લક્ઝરી બસને આરોપીઓએ તેઓની સ્કોર્પીયો તથા સ્વિફટ કાર લઇને આવી તેઓએ બિભત્સ્ય ગાળો બોલી જણાવેલ કે,“તુ કેમ બસ લઇને નિકળેલ છે? અમારી લક્ઝરી બસોમાં પેસેન્જરો ધારસીમેલથી કુકરડા થી તણખલા થી ખરગડા થી દેવલીયા થી તિલકવાડા થી ડભોઇ થી સૌરાષ્ટ્ર ગારીયાધાર ના રૂટ ઉપર લક્ઝરી બસો જતી આવતી હોય જેથી તારે આ રૂટ ઉપર તમારી લક્ઝરી બસ લઇને આ રૂટ ઉપર પેસેન્જરો ભરી આવવાનુ નહી નહીતો તને જાનથી મારી નાખીશુ.” તેવી અવારનવાર ધમકીઓ આપી ફરી.શ્રી અનુસુચીત જનજાતી ભીલ હોવાનુ આરોપી-પેથાભાઇ ભરવાડ જાણતા હોવા છત્તાં તેઓની સાથે આવેલ ભરવાડોએ આજવા બ્રીજ પાસેથી ફરી.શ્રીને જાનથી મારી નાખવાના કે ખુન કરવાના ઇરાદે બળજબરી પુર્વક પકડી અપહરણ કરી તેઓની કાળા કલરની સ્કોર્પીઓ ગાડીમાં બેસાડી બિભત્સ્ય ગાળો બોલી ઉપરોક્ત ધમકીઓ અવાર-નવાર આપી કપુરાઇ ચોકડી ખાતે સ્કોર્પીઓ ગાડીમાંથી ઉતારેલ તે વખતે પણ ફરીથી ઉપરોક્ત ધમકીઓ આપી નાશી જઇ ગુનો કર્યા વિ.બાબતે તા.૧૪/૦૮/૨૦૨૬ ના કલાક ૨૧/૧૫ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ મદદનીશ પોલીસ કમીશ્નર સા.શ્રી, “એસ.સી./એસ.ટી સેલ”, વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.