-: પ્રેસનોટ :-
(તા.૧૫/૦૯/૨૦૨૫)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૧૪/૦૯/૨૦૨૫ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૮ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ.લી-૧૪ કિ.રૂ-૨૮૦૦/- તેમજ ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૧૫, બિયર-૦૧, ક્વાટર નંગ-૨૪ મળી કુલ કિં.રૂ.૧૬,૮૧૫/- નો મુદામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૧૨ સહિત-૧૫ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. વિશ્વાસઘાતના કેસો
૧. ગોરવા પો.સ્ટે.
ગોરવા પો.સ્ટે “એ”પાર્ટ ગુ.ર.ન.૧૧૧ ૯૬૦૦૭૨૫૦૪૯૩/૨૦૨૫ ભારતીય ન્યાય સહિતા એક્ટ ૨૦૨૩ ની કલમ-૩૧૬(૨), ૩૧૮(૪), ૩૩૬(૨), ૩૩૬(૩) મુજબના ગુનાના કામના ફરિયાદી લલીતભાઇ જયંતીભાઇ ઠુંમર રહે-૬૩ અજમલધામ સોસાયટી સીમાડા ગામ સુરત શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી V4U વિઝા કન્સલ્ટન્સી ના માલીક રીપલ ગીરીશભાઇ શાહ ઓફીસ એડ્રેસ-૨૧૦ એટલાન્ટીક સારાભાઇ કેમ્પસ ગેંડા સર્કલ પાસે વડોદરા શહેર ગત તા:-૧૨/૧૧/૨૦૨૪ થી આજ દિન સુધી મોજે-૨૧૦ એટલાન્ટીક સારાભાઇ કેમ્પસ ગેંડા સર્કલ પાસે આરોપી નાઓએ ફરીયાદીને હંગરી ખાતેના વર્ક પરમીટ તથા નોકરી અપાવવાના બહાને ફરીયાદીને વિશ્વાસ અને ભરોસો આપી ફરીયાદી પાસેથી રૂ.૫,૨૫,૦૦૦/- જેટલી રકમ પડાવી લઈ ફરીયાદીને હંગરી ખાતેનો ખોટો અને બનાવટી વર્ક પરમીટ લેટર આપીને ફરીયાદીના વિઝા ન કરી આપી તેમજ ફરીયાદીને બેલારૂસ ખાતે રશીયન ભાષાના અભ્યાસ માટેના સ્ટુડન્ટ વિઝા પર મોકલી તે ખર્ચ આરોપીએ ભોગવવાનો હોવા છતા ફરીયાદી પાસે સ્ટુડન્ટ વિઝા તથા ભાષાના અભ્યાસ માટે રૂ.૧,૮૪,૯૦૦/- જેટલી રકમ ભરાવી કુલ્લે મળી રૂ.૭,૦૯,૯૦૦/- જેટલી માતબર રકમનુ આર્થિક નુકસાન પહોચાડી દઈ તથા બેલારૂસ ખાતેના વર્ક પરમીટ તથા નોકરી ન અપાવી ફરીયાદી સાથે વિશ્વાસધાત છેતરપીંડી કરી ગુનો કર્યા વિગેરે બાબત તા.૧૪/૦૯/૨૦૨૫ ના ક.૧૯/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી એમ.કે.વાળા ગોરવા પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. મારા મારીના કેસો
૧. વારસીયા પો.સ્ટે.
વારસીયા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૮૨૫૦૧૭૬/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૧૧૮(૧),૩૫૧,૩૫૨ તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી ધવલ મનુભાઈ પટેલ રહે.ડી/૨૯, અવીનાશ સોસાયટી,વિજયનગર પાસે હરણી રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી મકરંદ ઉર્ફે મીક્કુ પટેલ રહે.ડી/૩૧, અવીનાશ સોસાયટી,વિજયનગર પાસે હરણી રોડ વડોદરા શહેર નાઓએ તા.૧૪/૦૯/૨૦૨૫ ના રોજ રાત્રીના સવા નવેક વાગ્યા દરમ્યાન મોજે. અવીનાશ સોસાયટીના કોમન પ્લોટ ,વિજયનગર પાસે હરણી રોડ વડોદરા જાહેરમા સોસાયટીના કોમન પ્લેટમા મીટીંગમાં ભેગા થયેલ હતા તે દરમિયાન આરોપી આવી સોસાયટીના પ્રમુખ સાથે સોસાયટીની ઓફીસ કેમ બનાવી છે તેમ કહી ગાળાગાળી કરવા લાગેલ તે દરમીયાન ફરિએ આરોપીને ગાળો ન બોલવા સમજાવવા જતા આરોપી ફરિને તમોને જોઈ લઈશ તેમ કહી જતો રહેલ અને થોડીવારમા એક તલવાર લઈને ઘરેથી સોસાયટીના કોમન પ્લોટમા ફરિ. તથા સોસાયટીના અન્ય સભ્યો ભેગા થયેલ હતા ત્યા આવી ગાળાગાળી કરી ફરિને તલવાર વડે ડાબા હાથના કોણીની નજીક મારેલ અને જમણા પગના ઘુટણના નિચેના ભાગે અને ડાબા પગના નળાના વચ્ચેના ભાગે મારી સામાન્ય ઈજા પહોચાડતા ફરિએ પોતાના સ્વબચાવ માટે આરોપીના હાથમાથી તલવાર ખેંચી લીધેલ અને સોસાયટીના બીજા સભ્યો ફરિને બચાવવા આવી ગયેલ તે સમયે આરોપી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી સ્થળ પરથી નાશી જઈ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૧૪/૦૯/૨૦૨૫ ના ક.૨૩/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો.સંજયભાઈ માલાભાઈ વારસીયા પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. સ્ત્રી અત્યાચારના કેસો
૧. ગોત્રી પો.સ્ટે.
ગોત્રી પોલીસ સ્ટેશન પાર્ટ “એ” ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૪૨૫૦૨૮૪/૨૦૨૫ બી.એન.એસ.કલમ ૮૫, ૩૫૧(૩), ૧૧૫(૨), ૨૯૬(બી)૫૪ તથા દહેજ પ્રતિબંધક અધિનિયમ ધારા ૩,૭ મુજબના ગુનાના કામના ફરિયાદી કિન્તુબેન વા/ઓ જતિનકુમાર પટેલ રહે,બી,૨૩,નરસિંહધામ, સોસાયટી,મધર સ્કુલ ની પાછળ, ગોત્રી વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) જતીનકુમાર મહેંદ્રભાઈ પટેલ (૨) સ્નેહાબેન વા/ઓ મહેન્દ્રભાઇ પટેલ (૩) મહેન્દ્રભાઇ મણીભાઈ પટેલ રહે.તમામ- બી,૨૩,નરસિંહધામ,સોસાયટી,મધર સ્કુલની પાછળ, ગોત્રી વડોદરા શહેર તા.૦૩/૧૨/૨૦૨૦ થી આજરોજ તા, ૧૪/૦૯/૨૦૨૫ સુધી વાગે મોજે- બી,૨૩, નરસિંહ ધામ, સોસાયટી,મધર સ્કુલની પાછળ, ગોત્રી વડોદરા શહેર તથા રાજસ્થાન સિક્કીમ,પાદરા ,જી, વડોદરા ફરીયાદીને પતિ તથા સાસુ સસરાએ ભેગા મળી લગ્ન વખતે ફરિયાદીના દિકરાના તેડવાના પ્રસંગ વખતે દહેજની માંગણી કરી લગ્ન બાદ ફરીયાદી સાથે ઝઘડો કરી નાની નાની વાતમા ફરિયાદીને મ્હેણાં ટોણા મારી હેરાન પરેશાન કરી ઘરમાંથી બહાર કાઢી મુકી,ગંદી ગાળો બોલી ગડદાપાટુનો માર મારી ફરિયાદીના પતિએ ફરિયાદીને ધક્કો મારી માથાના ભાગે ઇજા કરી ફરિયાદીને શારીરીક માનસીક ત્રાસ આપી ગુનો કર્યા વિ. બાબતે તા.૧૪/૦૯/૨૦૨૫ ના ક.૨૦/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી આર.એન.ચુડાસમા ગોત્રી પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ