Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૧૫/૧૨/૨૦૨૫)

પોલીસ સમાચાર

૧. પ્રોહીબિશનના કેસો

તા.૧૪/૧૨/૨૦૨૫ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૨૮ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લી-૨૩ કિ.રૂ.૪૬૦૦/- તથા બિયરની બોટલ નંગ-૦૧ તથા કાર -૧ મળી કુલ્લે કિ.રૂ. ૩,૦૪,૭૧૫/-નો મુદામાલ કબ્જે કરેલ છે તથા પીધેલા-૨૧ સહીત કુલ- ૨૫ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨.       વાહન અક્સ્માત/ ફેટલના કેસો

૧.         કપુરાઇ પો.સ્ટે.

કપુરાઇ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૬૦૪૩૨૫૦૭૧૫/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ની કલમ ૧૦૬, ૧૨૫(એ)(બી), ૨૮૧ તથા એમ.વી. એક્ટ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબના ગુનાના કામના ફરિયાદી સુભાષભાઈ ઠાકોરભાઈ વસાવા રહે. સિમડીયાગામ વસાવા ફળીયુ તા.ડભોઈ જી.વડોદરા નાઓની ફરિયાદ મુજબ કોઈ અજાણ્યો વાહન ચાલક તે તા.૧૪/૧૨/૨૦૨૫ ના ક.૧૪/૩૮ વાગ્યે ફરીયાદીના ભાઈ દિલીપભાઈ ઝવેરભાઈ વસાવા હાલ રહે. ડી/૫૮,મજદા એજેન્સી સરદાર એસ્ટેટ વડોદરા શહેર નાઓએ તેઓના મિત્ર ગંભીરભાઈ ભરતભાઈ નાયક ઉ.વ.૫૨ રહે, મ.ન.૬૫ મારુતિ નગર, મુખીનગર સામે ન્યુ વી.આઈ.પી રોડ વડોદરા શહેર નાઓ ફરિયાદીના ભાઈની હોન્ડા કંપનીનુ એસ.પી સાઈન મો.સા જેનો રજી નં. GJ-06-QG-1523 નુ લઈને જતા હતા તે દરમ્યાન કોઈ અજાણ્યા વાહન ચાલકે પોતાનુ વાહન પુરઝડપે ગફલતભરી રીતે અને બેદરકારીથી ચલાવી લાવી તેઓની મો.સા. ને ટક્કર મારતા ફરિયાદીનો ભાઈ તથા તેનો મિત્ર રોડ ઉપર પડી ગયેલા અને ફરિયદીના ભાઈને માથાના ભાગે ગંભીર ઈજા તથા શરીરે નાની મોટી ઈજાઓ થવાના કારણે સ્થળ ઉપર મરણ ગયેલ તથા ગંભીરભાઈ નાઓને માથાના ભાગે ગંભીર ઈજા તથા શરીરે નાની મોટી ઈજાઓ થવાના કારણે સારવાર માટે એસે.એસ.જી હોસ્પિટલ ખાતે લઈ ગયેલ જ્યા સારવાર દરમ્યાન તેને ફરજ પરના ડો.શ્રીએ મરણ જાહેર  કરેલ હોય જેથી કોઈ અજાણ્યો વાહન ચાલક અકસ્માત કરી મોત નિપજાવી પોતાનુ વાહન લઈ નાસી જઈ ગુનો કર્યા વિ.બાબતે ગુનો કર્યા વિ.બાબતે તા.૧૪/૧૨/૨૦૨૫ ના ક.૧૯/૩૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈશ્રી એમ.કે.કટારીયા કપુરાઇ પો.સ્ટે નાઓએ સંભાળી કયાદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.         મકરપુરા પો.સ્ટે.

મકરપુરા પોલીસ સ્ટેશન પાર્ટ-(A) ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૬૨૫૦૭૯૯/૨૦૨૫ બી.એન.એસ કલમ-૨૮૧ ,૩૨૪(૪),૧૨૫(એ),૧૨૫(બી),તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭,૧૮૪ ,૧૩૪ મુજબના ગુનાના કામના ફરિયાદી વૈશાલીબેન વા/ઓફ રાજેન્દ્રભાઇ રમણભાઇ મકવાણા રહે-બી/૬૦૨ સમ્રુધ્ધી સાત્વીક ફ્લેટ દંતેશ્વર રોડ વડૉદરા શહેર નાઓની ફરિયાદ મુજબ એક અજાણ્યો ફોર વ્હીલર ચાલક તા-૧૨/૧૨/૨૦૨૫ ના રોજ રાત્રી ના ૧૧/૧૫ વાગે મોજે- દંતેશ્વર તળાવના ઓવારા સામેના ભાગેથી હજીરા તરફ જતા રોડ ઉપર આરોપીએ પોતાની ફોરવ્હિલર ગાડી રોંગ સાઇડે પુરઝડપે અને બેદરકારી રીતે હંકારી લાવી ફરીશ્રીના પતિની ટુ વ્હિલર ગાડીને આગળના ભાગે અથાડી એક્સીડંટ કરી તેઓને માથાના પાછળના ભાગે તેમજ કમરના ભાગે તેમજ જમણા પગે તેમજ જમણા પગની આંગળીમા તેમજ જમણા હાથે ગંભીર ઇજાઓ કરી આ ફોરવ્હિલર ચાલક ભાગી જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૧૪/૧૨/૨૦૨૫ ના ક.૧૯/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો.ભાવેશભાઇ ભીખાભાઇ મકરપુરા પો.સ્ટે નાઓએ સંભાળી કયાદેસર તપાસ હાથ ધરેલ છે.

  

3.       વિશ્વાસઘાત/ છેતરપીંડીના કેસો

૧.         માંજલપુર પો.સ્ટે.

માંજલપુર પો.સ્ટે. પાર્ટ-એ ૧૧૧૯૬૦૦૩૨૫૦૬૯૭/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૩૧૬(૨), ૩૧૮(૪), ૬૧,૫૪ તથા આઇ.ટી.એક્ટ કલમ ૬૬(સી), ૬૬(ડી) મુજબના ગુનાના કામના ફરિયાદી ઇર્શાદ અહેમદ મો.ઇઝાહર પઠાણ રહે.મ.નં.ડી-૬૪, આમીનાપાર્ક, મધુનગર રોડ, ગોરવા, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ (૧) એલીસ મો.નં.૯૮૩૧૩૭૬૫૮૮, ૭૦૯૧૭૨૮૪૫૮, ૭૪૧૮૫૮૦૫૮૧, ૯૮૩૧૮૯૦૨૨૨, ૮૪૩૪૯૭૨૪૩૪, ૮૯૭૨૦૮૩૩ ૫૩,+૪૪ ૭૪૩૬૨૬૧૯૨૭ (૨) જલ્પેશ ભટ્ટ રહે.પંચવટી સર્કલ પાસે આવેલ કોમ્પ્લેક્ષ, ગોરવા મો.નં.૯૦૩૩૦૪ ૧૨૪૩, ૮૮૬૬૦૨૧૧૫૦ તથા (૩) જયેશ મકવાણા રહે.પંચવટી, ગોરવા મો.નં.૭૮૭૮૮૮૧૧૭૭ નાઓએ ડિસેમ્બર-૨૦૨૪ થી આજદિન સુધી મોજે. વડોદરા શહેર વિસ્તાર આરોપીઓએ એકબીજાની મદદગારી કરી ઇન્ટરનેટના માધ્યમથી મોબાઇલ ફોનમાં એપ્લીકેશન ઇન્સ્ટોલ કરાવી પોતાનો સમાન ઈરાદો પાર પાડવા પુર્વ આયોજીત કાવતરૂ રચી ફરીયાદી તથા સાહેદ સમસાદ અહમદ ઇઝહારખાન મુમ્તાઝખાન પઠાણ નાઓ સાથે પોતાના મોબાઇલમાં LVMH એપ્લીકેશન ઇન્સ્ટોલ કરાવડાવી તેમાં વર્ચ્યુઅલ પ્રોડક્ટ ખરીદ કરવા જણાવી જે પ્રોડક્ટના નફા સાથેના રૂ. ૪૧ થી ૪૫ દિવસમાં પણ જમા થયેલ ના હોય અને આજદિન સુધી પણ જમા નહી કરાવી તથા LVMH એપ્લીકેશન બંધ કરાવી ફરીયાદી તથા સાહેદ સાથે છેતરપીંડી/ વિશ્વાસઘાત કરી ગુનો કર્યા બાબતે તા.૧૪/૧૨/૨૦૨૫ ના ક.૨૦/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.ઇશ્રી એલ.ડી.ગમારા માંજલપુર પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

4.       અન્ય કેસો

૧.         નંદેસરી પો.સ્ટે.

નંદેસરી પોલીસ સ્ટેશન પાર્ટ (એ) ગુ.ર.નં-૧૧૧૯૬૦૩૯૨૫૦૫૫૪/૨૦૨૫ ભારતીય ન્યાય સહીંતા-૨૦૨૩ની કલમ ૨૮૬, ૨૮૦, ૨૮૫, ૧૨૫, ૫૪ તથા પર્યાવરણ સુરક્ષા અધીનીયન ૧૯૮૬ ની કલમ ૧૫ મુજબના ગુનાના કામના ફરિયાદી શ્રીસત અ.હે.કો. શૈલેષકુમાર અભેસિંહ બ.નં.૯૨૬ નોકરી નંદેસરી પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) સાગરભાઇ સ ઓફ ચમનાજી પ્રેમાજી પટેલ ચૌધરી રહે ઓળા ગામ મહાકાળી ફળીયુ તા.કલોલ જી.ગાંધીનગર મુળ રહે.ધનસોરગામ શંકર ભગવાનના મંદીર પાસે તા.લખાણી જી બનાસકાંઠા (૨) તિવ્ર દુર્ગંધ મારતુ પ્રવાહી પાણી ભરી આપનાર એક અજાણયો ઇસમ તે ગઈ તા.૧૬/૧૦/૨૦૨૫ ના ક.૧૮/૧૦ વાગ્યા દરમ્યાન મોજે. ફાજલપુર સાકરીયાપુરા ગામ જવાના રોડની ઉપર આવેલ પાદરાથી અમદાવાદ તરફ જતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે રોડ ચેનલ નં.372  050 એલ એચ એસ  ઉપર આરોપીઓ માધવ ટ્રેડસ કંપનીમાથી તેઓએ તિવ્ર દુર્ગંધ મારતુ પ્રવાહી પાણી ભરી આપી પાદરા થી અમદાવાદ તરફ જતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે રોડ ઉપર અશોક લેલન ટેન્કર રજી નં. જી જે 24 વાય 9441 આડુ ઉભુ રાખી ટેન્કરમા ભરેલ તિવ્ર દુર્ગંધ મારતુ પ્રવાહી હેઝાર્ડ કેમીકલ વેસ્ટ સરકાર શ્રી દ્વારા નિયત કરેલ પ્લાંટ એકમમા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નિયમો અનુસાર યોગ્ય રીતે નિકાલ કરવાના બદલે જાહેર રોડ ઉપર વાહનોને અડચણ થાય તેમજ માનવજીવન જોખમમા મુકાય તેમ જાણવા છતા પોતાનુ ટેન્કર ઉભુ રાખી ટેન્કરનો વાલ્વ ચાલુ કરી રોડની બાજુમા ટેન્કરમા ભરેલ તિવ્ર દુર્ગંધ મારતુ પ્રવાહી જમીન ઉપર ઢોળી ખાલી કરી માનવ જીંદગીને જોખમમા મુકાય તેમજ ભુગર્ભ જળ અને જમીન પર્યાવરણને નુકશાન કારક દુર્ગંધ મારતુ પ્રવાહી ખાલી કરી બેદરકારી ભર્યુ આચરણ કરી પોતાનુ ટેન્કર સ્થળ ઉપર મુકી નાસી જઈ એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૧૪/૧૨/૨૦૨૫ ના ક.૧૯/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી જે.ટી.નીનામા નંદેસરી પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.