Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૧૬/૦૧/૨૦૨૬)

પોલીસ સમાચાર

૧. પ્રોહીબિશનના કેસો

તા.૧૫/૦૧/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૩૭ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારુ લી- ૧૨ કિ.રૂ.૨૪૦૦/- તથા ઇંગ્લીશ દારૂની બોટલ-૦૧, બિયર-૨૧૪ મળી કુલ કિં.રૂ.૧,૬૨,૬૦૪/- નો મુદામાલ કબ્જે કરેલ છે પીધેલા-૩૪ સહીત કુલ-૩૬ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨. મારામારીના કેસો

૧.      જવાહરનગર પો.સ્ટે.

જવાહરનગર પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં-૧૧૧૯૬૦૦૯૨૬૦૦૦૭/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતાની ૨૦૨૩ ની કલમ ૧૮૯(૨), ૧૧૫(૨), ૧૨૫(ક), ૨૯૬(ખ), ૩૫૧(૩), ૩૫૨ મુજબના ગુનાના કામના ફરિયાદી જયમલકુમાર ઉર્ફ જલો રમેશભાઈ રાઠોડ રહે-વ્યાસ વાળી ભાગોળ વેરાઈ માતાના મંદીર પાસે કોયલી ગામ તા.જી.વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) આર્યન અજયભાઈ રણા (૨) રાજ સુનિલભાઈ રણા (૩) રાહુલ ઉર્ફ મોન્ટી યુસુફભાઈ રાઠોડ (૪) અજય હશમુખભાઈ રણા (૫) અમિત ભીખાભાઈ રણા તમામ રહે- બારોટ ફળીયુ, કોયલી ગામ, તા.જી.વડોદરા નાઓએ તા-૧૫/૦૧/૨૦૨૬ ના ક-૧૬/૩૦ વાગ્યાના અરસામા મોજે- બારોટ ફળીયુ કોયલી ગામ આરોપી નાઓએ એક સંપ કરી જુથ બનાવી ફરીયાદીશ્રીને ગંદી બિભત્સ ગાળો આપી ઝપાઝપી કરી ગડદાપાટુનો માર મારી સાહેદ જયદીપ મકવાણા નાઓને આરોપી નં ૦૩ રાહુલ ઉર્ફ મોન્ટી નાએ માથાના ભાગે ફળીયામા પડી રહેલ બ્લોક મારી દઈ ઈજા પહોચાડી ફરીયાદીશ્રી ને જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કર્યા વિ.બાબતે તા-૧૫/૦૧/૨૦૨૬ ના ક-૨૦/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.ઇશ્રી એ.એમ.પરમાર જવાહરનગર પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.      જવાહરનગર પો.સ્ટે.

જવાહરનગર પોલીસ સ્‍ટેશન પાર્ટ-એ- ગુ.ર.નં-૧૧૧૯૬૦૦૯૨૬૦૦૦૮/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ-૧૧૫(૨),૨૯૬(ખ),૩૫૧(૩),૩૫૨,૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી રાજ સુનીલભાઇ રણા રહે-બારોટ ફળીયુ,કોયલી ગામ,તા.જી.વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧)જયમલ ઉર્ફે જલો રમેશભાઇ રાઠોડ (૨)જયદીપભાઈ હસમુખભાઇ મકવાણા (૩)અજયભાઈ હરમનભાઇ ચૌહાણ (૪) યુવરાજસિંહ ઉર્ફે નિકુલ મહેશભાઇ  મકવાણા તમામ રહે.કોયલી તા.જી.વડોદરા નાઓએ તા-૧૫/૦૧/૨૦૨૬ ના ક-૧૬/૩૦ વાગ્યાના અરસામા મોજે- બારોટ ફળીયુ કોયલી ગામ ફરીયાદીશ્રી પતંગ ચગાવતા હતા તે વખતે પતંગની પેચ દરમ્યાન જયમલ ઉર્ફે જલો રમેશભાઇ રાઠોડ નાઓનો પતંગ ફરીયાદીશ્રીના ટેરેસ પર પડતા પતંગ તેઓની પાછી પરત આપતા હતા તે દરમ્યાન આ જયમલ ઉર્ફે જલો રમેશભાઇ રાઠોડ નાઓએ હાથથી ગંદો ઇશારો કરેલ અને ત્યારબાદ ફરીયાદીશ્રીના મિત્રો આર્યન રણા ,અમિત રણા,અજય રણા નાઓ તથા મારા કાકા રહુલ રાઠોડ નાઓ સાથે નીચે આવેલ ત્યારે આરોપીનાઓ એકદમ ઉશ્કેરાઈ જઈ ફરીયાદીશ્રીને તથા ફરીયાદીશ્રીના મિત્રોને તથા ફરીયાદીશ્રીના કાકા રાહુલ રાઠોડ નાઓને જાહેરમા ગંદી બીભત્સ ગાળો બોલવા લાગેલ અને ફરીયાદીશ્રીના વાળ ખેંચેલ અને ફરીયાદીશ્રીનો શર્ટ ફાડી નાખેલ હતો અને ફરીયાદીશ્રીના મિત્રો સાથે છુટા હાથની મારામારી કરવા લાગેલ હતા અને ફરીયાદીશ્રીને બીજી વાર જો અંહીયા આવ્યા તો જાનથી મારી નાખીશુ તેવી અમોને ધમકી આપેલ હોય વિગેરે બાબતે તા-૧૫/૦૧/૨૦૨૬ ના ક-૨૦/૪૦ વાગે ગુનો નોંધાયેલ છ.ે સદર ગુનાની તપાસ પો.ઇ.શ્રી એ.એમ.પરમાર જવાહરનગર પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૩.      મકરપુરા પો.સ્ટે.

મકરપુરા પો.સ્ટે પાર્ટ એ-૧૧૧૯૬૦૧૬૨૬૦૦૪૨/૨૬ બી.એન.એસ. કલમ ૧૧૫(૨), ૧૧૮(૧), ૨૯૬(બી), ૩૫૧(૩),૫૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિાયદી પાર્થરાજસિંહ રણજીતસિંહ છાસટીયા રહે-મ.ન-એ/૦૧/૨૦૨ હરીદર્શન સોસાયટી મકરપુરા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી મંથન દુબે તથા જીગનેશ બારોટ તથા ઓમ ચતુરવેદી નાઓએ તા-૧૫/૦૧/૨૦૨૬ ના રાત્રીના બે વાગ્યાના અરસામા મોજે- દામોદરનગર ગ્રાઉન્ડ પર તરસાલી સાહેદ પ્રિન્સ પટેલને ફોન કરીને દામોદરનગર ગ્રાઉન્ડ પર બોલાવતા ફરી. તથા સાહેદ પ્રિન્સ પટેલ તથા જીનય પટેલ તથા તિર્થ પટેલ ચારેય દામોદરનગર ગ્રાઉન્ડ પર ગયેલ તો ત્યા સામાવાળાઓ ત્યા ઉભા હતા અને જીગ્નેશ બારોટે ફરીને ગંદી ગાળો બોલવા લાગેલ તથા મંથન દુબેના હાથમા લાકડી હોય જે ફરીને તથા સાહેદોને મારવા લાગેલ તથા સામાવાળા ઓમ ચતુરવેદીના હાથમા ચામડાનો પટ્ટો વડે ફરીને તથા સાહેદોને પટ્ટા વડે માર મારવા લાગેલ અને ફરીને  બરડાના ભાગે મુઢમાર તથા જમણા હાથના પંજા પર ઇજા થયેલ તથા ફરીને ગુપ્ત ભાગે લાત મારેલ અને સાહેદ જીનય પટેલને મોઢા પર લાકડી વડે મારતા મોઢા પર મારી ઇજા કરી સામાવાળાઓએ ગંદી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી મે પો કમી સા.શ્રીના હથીયાર બધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૧૬/૦૧/૨૦૨૬ ના ક.૦૧/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઈ,પરેશભાઈ પુંજાભાઈ મકરપુરા પોલિસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૪.      સમા પો.સ્ટે.

સમા પો.સ્ટે. પાર્ટ- એ ગુ.ર.ન.૧૧૧૯૬૦૧૩૨૬૦૦૧૫/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા સને- ૨૦૨૩ ની કલમ કલમ ૨૯૬(૨),૫૪,૧૧૫  મુજબના ગુનાના કામના ફરિયાદી શિવરાજ કિશનરાવ ક્ષત્રીય રહે, મ.નં.૨૦/૦૮, સફેદ વુડાના મકાનમાં,સયાજીપુરા, ખોડીયારનગર ચાર રસ્તા,બાપોદ, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧)તાનસિંગ કદમ ડામોર રહે,હરીજન વાસ,ઝુપડપટ્ટી, સમા નવી નગરી વડોદરા (૨)પ્રદીપ રહે,હરીજન વાસ,ઝુપડપટ્ટી, સમા નવીનગરી વડોદરા શહેર(૩)ઉમેશ નાઓએ  તા.૧૫/૦૧/૨૦૨૬ ના કલાક ૨૦/૦૦ વાગ્યે મોજે- સમા નવીનગરી હરીજનવાસ ઝુપડપટી સમા ફરીયાદીએ તાનસિંગ કદમ ડામોરના દીકરા પ્રદીપને મારા  દિકરા નીલકંઠને કેમ મારેલ છે તેમ કહેવા જતા તેઓ ઉશ્કેરાઇ જઈ ફરીયાદી સાથે ગાળાગાળી કરવા લાગેલા તે દરમ્યાન બીજા આરોપીનાઓ આવી ફરીયાદીને શરીરે ગડદાપાટુનો માર મારી ઇજાઓ પહોંચાડી એકબીજાની મદદગારી કરેલ હોય જેથી ગુનો કર્યા વિ.બાબતે તા.૧૬/૦૧/૨૦૨૬ ના ક.૦૩/૫૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ દિપકકુમાર પોપટભાઈ સમા પો. સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૫.      સમા પો.સ્ટે.

સમા પો.સ્ટે. પાર્ટ- એ ગુ.ર.ન.૧૧૧૯૬૦૧૩૨૬૦૦૧૪/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા સને- ૨૦૨૩ ની કલમ કલમ ૧૧૫,૫૪,૧૧૮ (૧) , તથા જી.પી એકટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી તાનસિંગ કદમ ડામોર રહે, સમા નવીનગરી હરીજનવાસ ઝુપડપટી સમા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧)શિવરાજ ક્ષત્રિય થગા બીજા બે-ત્રણ અજાણ્યા ઇસમો તે  તા.૧૫/૦૧/૨૦૨૬ ના ક.૨૦/૦૦ વાગ્યે મોજે- સમા નવીનગરી હરીજનવાસ ઝુપડપટી સમા અગાઉ થયેલ ઝઘડાની જૂની અદાવત રાખી નીલ નામના છોકરાના પિતા શિવરાજ ક્ષત્રિય અને તેની સાથી આવેલ માણસો મળી ફરીયાદીને લોખંડના કોઇ હથીયાર વડે તથા મુક્કા વડે હાથાપાઇ કરી મને જમીન પર પાડી દઇ મને જમણી આંખની પાંપણા ઉપર તથા આંખની નીચેના ભાગે તથા બંને હાથની કોણી ઉપર અને બંને પગના ઢિચણ ઉપર ઇજાઓ પોહચાડી એકબીજાની મદદગારી કરી મ,પો.કમિ.સા શ્રી વડોદરા શહેર નાઓના હથીયાર બંધી જાહેરનામાનો ભંગા કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૧૬/૦૧/૨૦૨૬ ના ક.૦૨/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ દિપકકુમાર પોપટભાઈ સમા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૬. પાણીગેટ પો.સ્ટે

પાણીગેટ પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૭૨૬૦૦૩૬/૨૦૨૫    ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૧૧૫(૨),૧૧૮(૧),૨૯૬(ખ),૩૫૧(૩),૫૪ તથા જી.પી. એક્ટ કલમ-૧૩૫ મુજબઆ કામના ફરીયાદી  પ્રફુલ્લભાઇ ઉર્ફે પ્રતિકભાઇ જીતેન્દ્રભાઇ ઠક્કર રહે-ઘ.નં.૨૦૧ યાત્રા રેસીડન્સી દુધેશ્વર સોસાયટી પાસે આજવા રોડ વડોદરા શહેરનાઓની ફરીયાદ મુજબ આરોપી  ૧) સિદ્ધાર્થ પ્રકાશભાઇ પટેલ ઉ.વ.૧૯ (૨) દીવ પ્રકાશભાઇ પટેલ ઉ.વ.૧૯ બંન્ને રહે- સી/૩૦૧ તુલસીધામ કોમપ્લેક્ષ આજવા રોડ વડોદરા શહેર (૩) ધ્રુમિલ ધર્મેન્દ્રભાઇ પટેલ ઉ.વ.૨૫ રહે- એ/૪૦૬ ગોકુળધામ સોસાયટી સયાજી ટાઉનશીપ સામે ખોડીયારનગર વડોદરા શહેરનાઓએ ગઈ તા.૧૫/૦૧/૨૦૨૬ ના બપોરના આશરે ત્રણેક વાગ્યાની આસપાસ મોજે- યાત્રા રેસીડન્સી દુધેશ્વર સોસાયટી આજવા રોડ વડોદરા શહેરના ફ્લેટ નીચે પતંગ ચગાવતી વખતે પતંગ તુટી ગયેલ જેથી ફરી. તથા તેઓનો સાળો અજય સુર્યવંશી તથા ફરી.ની પત્ની નિકિતા નાઓને સિદ્ધાર્થ પટેલ તથા તેનો ભાઇ દિવ પટેલ તથા તેઓના ફોઈના છોકરો ધ્રુમિલ પટેલ નાઓ ત્રણેય ભેગા મળી ગમેતેમ બિભત્સ ગંદી ગાળો બોલી ફરી.ને તથા તેઓના સાળા અજયને શરીરે ગડદા પાટુનો માર મારી સિદ્ધાર્થ પટેલ નાઓ હાથમાં પહેરેલ કડુ અજય નાઓને કપાળના ભાગે તથા ધ્રુમિલ નાઓએ લેધરનો પટ્ટો ગળાના નીચેના ભાગે મારી ઇજા પહોંચાડેલ હતી ત્યારબાદ ફરી.ને ધ્રુમિલ પટેલ માથાના પાછળના ભાગે કડુ મારેલ હતુ અને ફરી.ને સિદ્ધાર્થ પટેલ નાઓ જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કર્યા વિગેરે બાબતે  તા.૧૬/૦૧/૨૦૨૬  ના  કલાક ૧૪/૩૦    વાગે  ગુનો નોધાંયેલ છે. સદર  ગુનાની તપાસ એ.એસ.આઇ. વિજયકુમાર ખુમાનભાઇ પાણીગેટ પોલીસ સ્ટેશન વડોદરા શહેરનાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૩.     મોબાઇલ ચોરીના કેસો

૧.      કુંભારવાડા પો.સ્ટે.

કુંભારવાડા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં-૧૧૧૯૬૦૪૨૨૬૦૦૧૭/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી રોહન જયેશકુમાર શાહ રહે ૫૭-બી પાયલ પાર્ક સોસાયટી બ્રાઇટ સ્કૂલની પાછળ વી.આઇ.પી.રોડ કારેલીબાગ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૧૩/૦૧/૨૦૨૬ ના રાત્રીના આશરે ક.૨૩/૦૦ થી ૨૩/૫૫ વાગ્યાના અરસામા મોજે સંગમ થી ફતેપુરા તરફ જતા વિજયનગર ચાર રસ્તા પાસે રોડ ઉપર ફરિનો ipone 17 pro mex  મોડલનો ઓરેંજ કલરનો મોબાઇલ ફોનનો IMEI નં.(૧) 358419947154498 જેમાં ઇમોબાઇલ કંપની અમેરીકાનું  ઈ-સિમ નં.9084567464  નો હતો જેની  કિં.રૂ.૧,૨૦,૦૦૦/- જે કોઈ અજાણ્યો  ચોર ઈસમ ચોરી કરી લઈ જઇ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૧૬/૦૧/૨૦૨૬ ના ક.૦૦/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો.ઘનશ્યામભાઈ ગોરાભાઈ કુંભારવાડા પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.