-: પ્રેસનોટ :-
(તા.૧૬/૦૩/૨૦૨૬)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબીશનના કેસો
તા.૧૫/૦૩/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૯ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારુ લી-૭૪ કિ.રૂ.૧૪૮૦૦/-તેમજ ઇંગ્લીશ દારૂની ક્વાર્ટર નંગ-૦૮ મળી કુલ કિ.રૂ. ૧૫,૭૫૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે. તથા પીધેલા-૧૨ સહીત કુલ-૧૫ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. વાહન અકસ્માત- ફેટલ.
૧. નંદેસરી પો.સ્ટે. એ-પાર્ટ ગુ.ર.નં.-૧૧૧૯૬૦૩૯૨૬૦૧૩૭/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૨૮૧, ૧૨૫ (એ), ૧૨૫(બી), ૧૦૬(૧) તથા એમ.વી.એક્ટ.કલમ ૧૭૭,૧૮૪, મુજબના ગુનાના કામના ફરીયાદી સુધાબેન વા/ઓ ઉમેદભાઇ કનુભાઇ પરમાર રહે-ગામ રાજુપુરા,જુનો ભાગ, મહાદેવ મંદિર પાસે, બાર ફળીયુ, તા.જી આણંદ નાઓની ફરીયાદ મુજબ તા.૧૫/૦૩/૨૦૨૬ ના ક.૧૧/૩૦ વાગ્યા દરમ્યાન મોજે ફાજલપુર ગામ વાસદ થી વડોદરા રોડ નેશનલ હાઈવે નં-૪૮ ઉપર ભારતમાલા સુપર એક્સપ્રેક્ષ વે બ્રીજની નજીક તા.જી.વડોદરા ખાતે ફરીયાદી તથા તેમના પતિ ઉમેદભાઇ કનુભાઇ પરમાર તથા માતા મધુબેન વા/ઓ ધુળાભાઇ ચીમનભાઇ ગામેચી રહે- કાછલાપુરા, વાસદ તા.જી-આણંદ નાઓ HF Deluxe મો.સા નં-GJ-23-DG-5259 નુ લઈને જતા હતા તે વખતે એક ટ્રક ગાડી રજી નં-RJ-11 GD-1447 નો ચાલક પોતાનો ટ્રક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ફરીયાદી ના પતિની મો.સા ને પાછળથી ટક્કર મારી નીચે રોડ ઉપર પાડી દઈ ફરીશ્રીના પતિ તથા માતાને શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી ફરીશ્રીના માતાનુ સ્થળ ઉપર મોત નિપજાવી અને ફરિશ્રીના પતિનુ સારવાર દરમ્યાન મોત નિપજાવી અને ફરિશ્રીના શરીરે જમણા ખભા ઉપર, છાતીના ભાગે, તેમજ માથાના ભાગે નાનીમોટી ઈજાઓ પહોંચાડી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૧૫/૦૩/૨૦૨૬ ના ક.૧૫/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈશ્રી વિ.કે.પાટીલ નંદેસરી પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. વાહન અકસ્માતના કેસો.
૧. ફતેગંજ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૨૨૬૦૧૦૮/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ની કલમ- ૨૮૧, ૧૨૫ (એ), ૩૨૪(૪) તથા એમ.વી.એકટ ૧૭૭, ૧૮૪,૧૩૪ મુજબના ગુનાના કામના ફરીયાદી મહર્ષિ S/O વિજયભાઈ રાજપુત રહે.ઇ 84 જનકપુરી સોસાયટી બોરીયાતળાવ પાસે કરોડીયા રોડ ગોરવા વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ તા.૧૨/૦૩/૨૦૨૬ ના ક.૧૯/૦૦ વાગ્યા દરમ્યાન મોજે.ચીસ્તીયાનગર ત્રણ રસ્તાથી મધુનગર બ્રીજ તરફ ધર્મસિંહ દેસાઈ રોડ વાડીલાલ કોલ્ડ સ્ટોરેજ પાસે વડોદરા શહેર ખાતે એક અજાણી સફેદ કલરની ફોર-વ્હીલર ગાડીના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ફરીયાદીની હીરો કંપની મો.સા જેનો રજી.નં. GJ 06 KS 2954 ની પાછળ અથાડી ફરીયાદીના માથાના પાછળના ભાગે તથા ચેહરાની ડાબી બાજુની આખની નિચેના ભાગે તથા જમણા હાથના ખંભાના ભાગે તથા જમણા હાથના પંજાના ભાગે તથા કમરના ભાગે તથા ડાબા પગના જાંઘના ભાગે તથા જમણા પગના પંજાના ભાગે ઇજા પહોંચાડી ફરીયાદીની હીરો કંપની મો.સાને આશરે રૂ.૨૦,૦૦૦/- જેટલુ નુકસાન કરી ભાગી જઇ ગુનો કર્યા વિ.બાબતે તા.૧૫/૦૩/૨૦૨૬ ના ક.૧૬/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ નિલેશભાઇ રમણભાઇ ફતેગંજ પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. માંજલપુર પો.સ્ટે પાર્ટ-એ-૧૧૧૯૬૦૦૩૨૬૦૧૨૪/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા કલમ ૨૮૧, ૧૨૫(એ) તથા એમ.વી. એકટ કલમ ૧૭૭,૧૮૪,૧૩૪,૧૮૭ મુજબ ગુનાના કામના ફરીયાદી વ્રજ સન/ઓફ રાહુલકુમાર લલીતચંદ્ર અમીન રહે.બી/૪૧, શ્રીજીનગર સોસાયટી, લાલબહાદુર શાસ્ત્રી હાઇસ્કુલ પાસે, મકરપુરા વડોદરા શહેર મુળ નાઓની ફરીયાદ મુજબ તા.૦૮/૦૩/૨૦૨૬ ના રાતના ક.૨૩/૦૦ વાગ્યાની આસપાસ મોજે.સુશેન સર્કલથી મકરપુરા રોડ શીવમ ડુપ્લેક્ષની સામે તથા ઉર્જા ગ્લોબલ ઇન્ડસ્ટ્રીટ ૯૮૫ ના વચ્ચેના કટની બાજુમાં રોડ ઉપર ફરીયાદી તથા માતા સુશેન સર્કલથી મકરપુરા રોડ શીવમ ડુપ્લેક્ષની સામે તથા ઉર્જા ગ્લોબલ ઇન્ડસ્ટ્રીટ ૯૮૫ ના વચ્ચેના કટની બાજુમાં રોડ ઉપર કોઇ અજાણ્યા વાહન ચાલકે ફરિની એકટીવા.નં.GJ-06-SJ-5114 ને ટક્કર મારી ફરિને તથા માતાને ઇજા પહોચાડી ગુનો કર્યા વિ. બાબતે તા-૧૫/૦૩/૨૦૨૬ ના ક.૧૫/૦૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ ધર્મેશભાઇ લખમણભાઇ માંજલપુર પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. ચોરીના કેસો.
૧. અકોટા પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૪૧૨૬૦૧૦૫/૨૦૨૬ બી.એન.એસ કલમ ૩૦૩(૨), ૫૪ મુજબ ગુનાના કામના ફરીયાદી હરીશ ચીમનલાલ કોઠારી રહે.ઘર નં.૨૦૧, શ્રીધર ફલેટ ૧૩, આનંદનગર સોસાયટી, જેતલપુર, વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ ગઈ તા.૨૪/૧૧/૨૦૨૫ ના ક.૧૧/૪૫ થી ક.૧૪/૩૦ વાગ્યા દરમ્યાન કોઇ પણ સમયે મોજે. રહે.ઘર નં.૨૦૧, શ્રીધર ફલેટ ૧૩, આનંદનગર સોસાયટી, જેતલપુર, વડોદરા શહેર ખાતે ઘરની સાફ સફાઈ કરવા સારૂ ઓનલાઈન ફેસબુક એડમાથી "હાર્દીક કલીંનીગ સર્વીસમાંથી અજાણ્યા ઇસમો સાફ સફાઈ કરવા આવેલ હતા અને સાફ સફાઈ દરમ્યાન તિજોરીના લોકરનો લોક કોઈ સાધાન વડે તોડી તીજોરીમા મુકેલ ૩૮૦૦ ડોલર (રૂ.૩,૫૦,૦૦૦)/- તથા રૂ.૫૦,૦૦૦/- રોકડા રૂપીયાની મત્તાની ચોરી કરી લઈ જઇ ગુનો કર્યા વિ. બાબતે તા-૧૫/૦૩/૨૦૨૬ ના ક.૧૫/૦૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈશ્રી કે.કે.કરોતરા અકોટા પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૫. વાહન ચોરીના કેસો.
૧. માંજલપુર પો.સ્ટે પાર્ટ- એ ૧૧૧૯૬૦૦૩૨૬૦૧૨૫/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા કલમ ૩૦૩(૨) મુજબ ગુનાના કામના ફરીયાદી લજેશ વ્રજલાલ તંબોળી ઉ.વ.૪૯ ધંધો.નોકરી રહે,મ.નં.ડી/૧૦૪, નિજધામ ફલેટ, લક્ષ્મીનારાયણ મંદિરની બાજુમાં, માંજલપુર, વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ ગઈ તા.૧૦/૦૩/૨૦૨૬ ના ક-૧૯/૦૦ વાગ્યે થી તા.૧૧/૦૩/૨૦૨૬ ના સવાર ક.૦૭/૪૫ વાગ્યા વચ્ચે મોજે:-નિજધામ ફલેટ, લક્ષ્મીનારાયણ મંદિરની બાજુમાં, માંજલપુર, વડોદરા શહેર ખાતે ફરિની હીરો હોંડા કંપનીનુ રેડ-બ્લેક કલરની સી.ડી. ડીલક્ષ મો.સા. જેનો રજી નં. GJ-06-CH-9350 ની સન-૨૦૦૭ ના મોડલની જેનો એ.નં.07C22E11246 તથા ચે.નં. 07C23F31625 ની છે જેની કિ.રૂ.૧૫,૦૦૦/- મત્તાની કોઇ ચોર ઇસમ ડુપ્લીકેટ ચાવી વડે લોક ખોલી અથવા કોઇ સાધન વડે તોડી ચોરી કરી લઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબતે તા-તા-૧૫/૦૩/૨૦૨૬ ના ક.૧૫/૧૫ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો શાંતિલાલ વશરામભાઇ માંજલપુર પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. માંજલપુર પો.સ્ટે પાર્ટ-એ-૧૧૧૯૬૦૦૩૨૬૦૧૨૬/૨૦૨૬ બી.એન.એસ.કલમ-૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરીયાદી દિપ્તેશ સ/ઓ દિનેશભાઇ છગનભાઇ વસાવા રહે-એ-૨/૩૫ શ્રી સાઇબાગ સોસાયટી, સાઇ ચોકડી રોડ, માંજલપુર વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ તા.૦૨/૦૩/૨૦૨૬ના રાતના ક:૦૮/૦0 થી તા.૦૩/૦૩/૨૦૨૬ ના ક.૧૧/૦૦ વાગ્યા સમયગાળા દરમ્યાન મોજે-એ-૨/૩૫ શ્રી સાઇબાગ સોસાયટીના ઘરના કંપાઉંડના પાર્કીંગમાથી ફરીયાદીની એક્ટીવા (SCV110E) જેનો રજી.નં.GJ-06-HP-0685ની સને ૨૦૧૪ ના મોડલની સફેદ કલરની છે.જેનો ચે.નં.ME4JF502FE7095019 તથા એ.નં.JF50E71094910 નો છે. જેની કિ.રૂ.૨૫,૦૦૦/-ના મત્તાની ઘરના કંપાઉંડના પાર્કીંગમાથી કોઇ ચોર ઇસમ ડુપ્લીકેટ ચાવીથી ખોલી અથવા લોક તોડી ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા બાબતે તા- તા.૧૬/૦૩/૨૦૨૬ ના ક.૦૦/૩૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો.સંજયભાઇ ભુપેન્દ્રભાઇ માંજલપુર પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૬. મારામારીના કેસો.
૧. મકરપુરા પો.સ્ટે પાર્ટ (એ) ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૬૨૬૦૧૮૬/૨૦૨૬ ન્યાયસંહિતા (BNS) કલમ ૮૫,૧૧૫(૨), ૧૧૮(૧), ૧૧૭(૨), ૨૯૬(બી),તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરીયાદી પિન્કીબેન વા/ઓફ બીરજુભાઈ રાજપુત રહે-બ્લોક નં ૧૧૯ મ.ન.૨૨ અમરશ્રધ્ધા વુડાના મકાન દંતેશ્વર વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ તા.૧૫/૦૩/૨૦૨૬ ના ક.૧૧/૩૦ વાગ્યાના સુમારે મોજે-બ્લોક નં ૧૯ મ.ન.૨૨ અમરશ્રધ્ધા વુડાના મકાન દંતેશ્વર વડોદરા શહેર ખાતે ફરિયાદી ઘરે પરિવાર સાથે હાજર હતા તે વખતે ફરિયાદીના પતિ બિરજુભાઈ ઘરખર્ચના રૂપિયા આપતા ન હોય જેથી ફરીશ્રી ઘરખર્ચ ચલાવવા રૂપિયા માંગતા તેમાના પતિ ઉશ્કેરાઈ જઈ ફરિયાદી સાથે બોલાચાલી ઝઘડો કરી માં-બહેન સમાણી ગદી ગાળો આપતા ફરિયાદીએ ગાળો ન આપવાનું કહેતા તે વધારે ઉશ્કેરાઈ જઈ ઘરમાં રાખેલ રસોઈ બનાવવાનો લોખંડનો તાવિથો લઈ ફરિયાદીને ઉપરા ઉપરી તાવિથાના ચાર થી પાંચ ઘા મારતા ફરિયાદીને બંન્ને હાથના પંજાના ભાગે ઇજા થયેલ હોય સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે એસ.એસ.જી હોસ્પિટલ ખાતે જઈ સારવાર કરાવતા ફરિયાદીને ડાબા હાથના પંજાના ભાગે પાંચથી છ ટાંકા તથા જમણા હાથના ભાગે ફેકચર જેવી ગંભીર ઇજાનું નિદાન થયેલ હોય જેથી આરોપીએ ફરીને બંને હાથે પંજાના ભાગે ગંભીર ઇજા પહોચાડી ફરિયાદીની બેનને શારીરિક માનસિક ત્રાસ આપી માનનીય પો.કમિશ્નર સાહેબશ્રીની કચેરી વડોદરા શહેરના હથિયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વી.બાબતે તા- તા.૧૫/૦૩/૨૦૨૬ ના ક.૧૮/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો.અંકુરભાઇ માનસિંગભાઇ મકરપુરા પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. માંજલપુર પો.સ્ટે પાર્ટ-એ-૧૧૧૯૬૦૦૩૨૬૦૧૨૮/૨૦૨૬ ભારતીય ન્યાય સહીંતા કલમ.૧૧૫(૨) ,૨૯૬(બી) મુજબ ગુનાના કામના ફરીયાદી અશોકભાઈ જશુભાઈ સોલંકી રહે.મ.નં.૫૫, રણછોડજીની પોળ,માંજલપુર વડોદર શહેર નાઓની ફરીયાદ મુજબ તા.૧૫/૦૩/૨૦૨૬ ના ક.૨૨/૩૦ વાગે મોજે-રણછોડજીની પોળ, ચાંમુડા માતાના મંદિરની પાસે,માંજલપુર.ગામ,વડોદરા શહેર ખાતે ફરીયાદીના ભાડુઆત સન્નીભાઈ ગઈકાલ તા.૧૫/૦૩/૨૦૨૬ ના રોજ રાત્રીના આશરે સાડા નવેક વાગ્યાના સુમારે આરોપીના ઘરની સામે આવેલ ચાંમૂડમાતાના મંદિરની બહાર ઓટલા પર બેઠા હતા અને ફોન પર જોર-જોરથી વાતચીત કરતા હતા જેથી ફરીયાદીએ સન્નીભાઈને મંદિરના ઓટલા પરથી ઉભા થઈ જવાનુ કહેતા ઉશ્કેરાઈ ગયેલ અને ફરીયાદીને ગંદી ગાળો આપવા લાગેલ જેથી ફરીયાદીના પિતા જશુભાઈ ગંદી ગાળો બોલવાની ના જણાવતા આરોપીએ ફરીયાદીના પિતાજી જશુભાઈને ધક્કો મારી નીચે પાડી દઈ કપાળના ભાગે ઈજા પહોચાડી ગુનો કર્યા બાબતે તા.તા.૧૬/૦૩/૨૦૨૬ ના ક.૦૦/૫૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઈ. રમેશભાઈ કિશનભાઈ માંજલપુર પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩ કારેલીબાગ પોલીસ સ્ટેશન પાર્ટ “એ” ગુ.ર.નં.-૧૧૧૯૬૦૨૭૨૬૦૧૧૭/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૨૨૧,૧૨૧(૧),૧૧૫(૨),૨૯૬(ખ),૧૩૧,૧૩૨ તથા ૩૫૧(૩)મુજબના ગુનાના કામના ફરીયાદી શ્રીસત અ.લો.ર. દિપકકુમાર તેજાભાઈ બ.નં.૩૭૬૪ નોકરી કારેલીબાગ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી (૧) ઈન્દીરાબેન વા/ઓ ધીરજભાઈ બનવારીલાલ સરોજ નં.(૨)ધીરજભાઈ બનવારીલાલ સરોજ બન્ને રહે,સોમાતલાવ ચાર રસ્તા મહાદેવ મંદીરની બાજુમાં ગલીમાં વડોદરા શહેર નાઓએ તા.૧૫/૦૩/૨૦૨૬ ના ક-૨૨/૪૩ વાગે મોજે. સંતોષી માતાના મંદીરની બાજુમાં રેખા ભોજનાલયની સામે જીવનભારતી રોડ કારેલીબાગ ખાતે આરોપીનાઓ ફરી સાથે બોલાચાલી ઝઘડો કરી ગંદી ગાળો આપી ફરજમા રૂકાવટ ઉભી કરી વ્યથા પહોચાડી ગુનાહીત બળ વાપરી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીના ૧૧૨ જનરક્ષકના ગાડીના ડ્રાઈવરને તથા ટુ મોબાઈલના ડ્રાઈવર ઉપર હુમલો કરી ગડદાપાટુનો માર મારી તથા ફરીને જમીન ઉપર પડેલ પથ્થરનો ટુકડો (બ્લોક)જમણા હાથે મારી તથા છુટ્ટો પથ્થર છાતીના ભાગે મારી તથા ફરીના ડ્રાઈવરને જમણા ખભાના ભાગે છુટ્ટો પથ્થર મારી તથા કારેલીબાગ ટુ મોબાઈલના ડ્રાઈવર શિંતાશભાઈ નાઓને ગડદાપાટુનો માર મારી કપડા ફાડી નાખી ગુનો કર્યા વિ. બાબતે તા.૧૬/૦૩/૨૦૨૬ ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી આઇ.જે.રાઉલજી કારેલીબાગ પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. મકરપુરા પો.સ્ટે પાર્ટ-“એ”- ૧૧૧૯૬૦૧૬૨૬૦૧૮૮/૨૦૨૬ બી.એન.એસ. ૨૦૨૩ ની કલમ ૧૧૫(૨), ૧૧૮(૧),૫૪ મુજબના ગુનાના કામના ફરીયાદી હર્ષદભાઇ સ/ઓ સુભાષભાઇ રાજપુત રહે.મ.નં ૪૦૧, મા વિલા સોસાયટી, સમૃધ્ધી રેસીડેન્સી-૨ ની સામે, ડભોઇ રોડ સોમાતળાવ વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી (૧) ગૌતમ બારીયા મો. ૭૮૬૧૦૯૫૯૧૦ તથા નં.(૨) ગૌતમ બારીયાનો ભાઈ (૩) ગૌતમ બારીયાનો મિત્ર નાઓ તા.૧૫/૦૩/૨૦૨૬ ના રોજ રાત્રિના અગિયારેક વાગે મોજે.પરિશ્રમ સોસાયટીના ગેટ પાસે, તરસાલી સોમા તળાવ રોડ ખાતે ફરિશ્રી તેઓની પત્ની સાથે તેઓની સાળી ખુશીકુમારી નાઓને શોધવા માટે નીકળેલ તે વખતે રાત્રિના પોણા અગિયારેક વાગ્યાના સુમારે આરોપી નં. (૧) નો ફોન આવેલ અને ફરીશ્રીને જણાવેલ કે જુડીઓની આગળ આવી જા હુ તારી સાળી સાથે બેઠો છુ અને ફરીશ્રી તેઓની સાળીને લેવા માટે તેઓની પત્નિ પરિશ્રમ સોસાયટીના ગેટ પાસે રાત્રિના અગિયારેક વાગે પહોચતા આરોપી નં.(૧) ફરીશ્રી વચ્ચે બોલાચાલી ઝઘડો થયેલ જેથી તમામ આરોપીઓ સાથે મળીને ફરીશ્રીને મારવા લાગેલ અને નીચે પાડી દઇ મોઢાના ભાગે તથા શરીરના અન્ય ભાગોમા ગડદાપાટુનો માર મારતા ફરીશ્રીને આંખના ભાગે ગંભીર ઇજાઓ પહોચાડી એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૧૬/૦૩/૨૦૨૬ ના ક.૦૭/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પ્રો.એ.એસ.આઈ.નરસિંહભાઈ કેરાજી મકરપુરા પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૫. અટલાદરા પોસ્ટે પાર્ટ એ-૧૧૧૯૬૦૪૪૨૬૦૧૨૮/૨૦૨૬ ઘી ભારતીય ન્યાયસંહીતા સને ૨૦૨૩ની કલમ.૧૧૫(૨), ૧૧૮(૧),૨૯૬(૨),૫૪ મુજબ તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી ઘવલભાઇ રમેશભાઇ ચૌહાણ રહે, મ.નં.૭૦૪ ટાવર નં. કે અક્ષર રેસીડન્સી અક્ષરચોક પાસે વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) તરૂણ મહેશભાઇ ઠાકોર (૨) રીકેશ બારીયા (૩) ભાવેશ પરમાર (૪) વિક્રમ ઉર્ફે એરટેલ નાયક તમામ રહે, પંચમુખી વુડાના મકાન વાસણા રોડ વડોદરા શહેર નાઓએ ગઇ તા.૧૫/૦૩/૨૦૨૬ ના રાત્રીના સવા દશેક વાગ્યાની આસપાસ મોજે- સનફાર્મા રોડ જયુપીટર હોસ્પીટલની બાજુમાં ભકિતવુડાના મકાન બહાર રોડ પર ફરીયાદીશ્રી તથા તેઓના મિત્ર સુનીલભાઇ માળીનાઓ સાથે બાકડા પર બેઠા હતા તે વખતે આરોપી -૧ સાથે અગાઉ થયેલ તેમની ભાભીની મશકરી બાબતની બોલાચાલીની અદાવત રાખીને તમામ આરોપીઓ આવીને આ કામના ફરી.શ્રીને ગમે તેમ ગંદી ગાળો બોલીને અને આરોપી રીકેશ બારીયા નાઓએ ફરીને ઘક્કો મારતા તે નીચે પડતા આરોપી તરુણ ઠાકોરનાઓએ ફરીયાદીના માથાના ભાગે લોખંડની પાઇપ જેવી વસ્તુથી ફટકો મારીને ઇજા પહોચાડેલ તથા આરોપી વિક્રમ ઉર્ફે એરટેલ નાયક અને ભાવેશ પરમાર નાઓએ ફરીશ્રીને ગડદા-પાટુનો માર મારેલ તે વખતે ફરીના મિત્ર સુનીલ માળીનાઓ ફરીને છોડાવવા સારૂ વચ્ચે પડતા આરોપી વિક્ર્મ ઉર્ફે એરેટલ નાયક નાઓએ ફરીના મિત્ર સુનીલ માળીને લાકડાના ડંડાથી ડાબા હાથના ભાગે ફટકો મારીને મુઢ ઇજા પહોચાડીને એકબીજાની મદદગારી કરીને મે.પોલીસ કમિશ્નર સા.શ્રીના જાહેરનામા ભંગ કરીને ગુનો કર્યો વિ. બાબતે તા.૧૬/૦૩/૨૦૨૬ ના ક.૦૮/૧૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી બી.જી.ભરવાડ અટલાદરા પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.