-: પ્રેસનોટ :-
(તા.૧૬/૦૪/૨૦૨૬)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૧૫/૦૪/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ- ૪૩ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારુ લી-૮૮ કિં.રૂ.૧૭,૬૦૦/- તેમજ ઇંગ્લીશ દારૂના કવાટરીયા નંગ-૯૦, બિયર નંગ-૦૩, બોટલ-૩૧૦ મળી કુલ કિં.રૂ.૧,૨૭,૨૫૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે. તથા પીધેલા-૧૬ સહીત કુલ-૩૪ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. વાહન ચોરીના કેસો:-
૧. મકરપુરા પો.સ્ટે. પાર્ટ-એ-ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૬૨૬૦૨૬૦/૨૦૨૬ બી.એન.એસ કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી ઋષીકેશ રામલખન શર્મા રહે.૪૮ હરીદર્શન નાગર, નવી પાણીની ટાંકી સામે, વડસર રોડ, માંજલપુર, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૨૮/૦૩/૨૦૨૬ ના ક.૨૦/૩૦ વાગ્યાથી ક.૨૨/૩૦ વાગ્યાના સમય દરમ્યાન મોજે- લાલબાગ ગાર્ડન ગેટ નં. ૦૨ પાસેથી ફરીયાદીશ્રી નાઓની હોન્ડા કંપનીની એક્ટીવા મોપેડ સફેદ કલરની જેનો રજી નં.GJ-06-JB-9620 નો જેનો ચે.નં. ME4JF502MET687278 તથા એ.નં.JF50ET1691009નો છે. જેની કિં.રૂ.૩૦,૦૦૦/- જે એક્ટીવાને પાર્ક કરેલ જગ્યાએથી કોઈ અજાણ્યો ચોર ઈસમ ડુપ્લીકેટ ચાવી વડે લોક ખોલી અગર તોડી ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૧૫/૦૪/૨૦૨૬ ના ક-૧૭/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઈ મેહુલભાઈ જશવતભાઈ મકરપુરા પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. વાહન અકસ્માતના કેસો:-
૧. લક્ષ્મીપુરા પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૭૨૬૦૧૬૬/૨૦૨૬ બી.એન.એસ કલમ. ૨૮૧,૧૨૫(બી) તથા એમ.વી. એક્ટ કલમ ૧૭૭, ૧૮૪, મુજબના ગુનાના કામના ફરિયાદી શ્રીસત અ.હે.કો રમેશભાઈ હરજીભાઈ બ.નં.૩૪૦૮ લક્ષ્મીપુરા પો.સ્ટે વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ એક એક્ટિવા નં GJ-06-SJ-9200 નો ચાલક તા:૧૫/૦૪/૨૦૨૬ ના ક.૧૭/૪૫ વાગ્યે સપનાના વાવેતર હોલ લક્ષ્મીપુરા તળાવની પાસે આરોપીએ પોતાની એક્ટીવા પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી દર્દીની સાઈકલ સાથે અથાડી એક્સિડન્ટ કરી ભાગી ગયેલ હોય અને દર્દી બેભાન હાલતમા હોય અને દદીના માથાના ભાગે ગંભીર ઇજા હોય અને તેઓના કોઈ વાલી વારસ મળી આવેલ ન હોય જેથી શ્રી સરકાર તરફે ધોરણસર ફરીયાદ ૧૫/૦૪/૨૦૨૬ ના ક.૨૩/૫૦ વાગ્યે નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો વિપુલકુમાર બાલાભાઇ લક્ષ્મીપુરા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. બાપોદ પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં ૧૧૧૯૬૦૦૨૨૬૦૨૨૩ /૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ- ૨૮૧,૧૨૫(બી) તથા મોટર વ્હીકલ એકટ કલમ-૧૩૪,૧૭૭,૧૮૪ મુજબના ગુનાના કામના ફરીયાદી શૈલેષભાઇ ગોપાલભાઇ તડવી ઉ.વ.૪૫ ધંધો- છુટક મજુરી રહે- સુભાષચોક કિશનવાડી,આજવા રોડ, વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી એક મોટરસાઈકલ જેનો રજી નં- GJ-34-C-2453 ના વાહન ચાલકના નામ સરનામાની ખબર નથી તે ગઈ તા.૧૮/૦૨/૨૦૨૬ ના રોજ સવારે આશરે અગિયાર વાગ્યાના સુમારે મોજે:- આજવા રોડ વિનય ગરબા ગ્રાઉન્ડ પાસે વડોદરા શહેર આ કામના ફરીયાદી તેઓના ઘરેથી પોતાનું પ્લેટીના ટુ-વ્હીલર મોટર સાઇકલ જેનો રજીસ્ટર નંબર GJ-06-HQ-0947 ની લઇને સરદાર એસ્ટેટ ચાર રસ્તાથી આજવા રોડ તરફ જતા વિનય ગરબા ગ્રાઉન્ડ પાસે રોંગ સાઇડમાં એક ટુ-વ્હીલર જેનો રજી.નં. GJ-34-C-2453 ના ચાલકે તેની બાઇક પુર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ફરીયાદીના ટુ-વ્હીલર મોટર સાઇકલ સાથે સામેથી અથાડી ડાબા હાથના કાંડા ઉપર ઇજા પહોચાડી સ્થળ પરથી નાસી જઇ ગુનો કર્યા વિ.બાબતે તા-૧૬/૦૪/૨૦૨૬ ના કલાક ૧૪/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ WPSI શ્રી આર.બી.પટેલ સા. બાપોદ પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. મારામારીના કેસો:-
૧. બાપોદ પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં ૧૧૧૯૬૦૦૨૨૬૦૨૨૧/૨૬ ભરતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૧૮, ૧૧૫(૨), ૨૯૬(બી), ૩૫૧(૩), ૫૪ તથા જી.પી.એક્ત ૧૩૫ મુજબના ગુનાના કામના ફરીયાદી ચિરાગ ઉર્ફે ધર્મેશભાઈ કીશોરભાઈ કહાર રહે-કહાર મોહલ્લો ચાપાનેર દરવાજા પાસે, સીટી વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી (૧)કરશનભાઈ રબારી (૨)હર્ષદભાઈ ભરવાડ (૩) રીતુ શર્માં નાઓએ તા-૧૬/૦૪/૨૦૨૬ ના ક.૦૦/૧૫ વાગે મોજે-વાઘોડીયા રોડ હીરાબાનગર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ફરીની કાલભૈરવ ટીમ તથા દ્વારકાધીશ ટીમ વચ્ચે ક્રીકેટ મેચની ટુર્નામેન્ટ હોય તે દરમિયાન ફરી.ના બનેવી નરેશ ઉર્ફે લાલી નાઓએ ક્રીકેટમાં કોમેન્ટ કરતા સામાવાળી ટીમના માણસોએ ક્રીકેટ મેદાનની લાઈટો બંધ કરી આરોપી નં (૧) નાઓએ ફરીને માથામા લોખંડનો પાઈપ મારી ઈજા કરેલ જેથી ફરીના બનેવી નરેશ ઉર્ફે લાલી તથા ફરીનો ભાણીયો હર્ષ નાઓ વચ્ચે પડતા ફરીના બનેવીને ગમે તેમ ગાળો આપી માથામા લોખંડનો પાઈપ મારી ઈજા કરેલ તથા ફરીના ભાણેજ હર્ષ કહાર નાઓને ડાબા હાથ ઉપર લોખંડના પાઈપનો ફટકો મારી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ વિ.બાબતે તા-૧૬/૦૪/૨૦૨૬ ના ક.૦૭/૨૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ બાપોદ પો.સ્ટે નાઓએ સંભાળીકાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. સીટી પો.સ્ટે.પાર્ટ-એ ગુ.ર.નં-૧૧૧૯૬૦૦૬૨૬૦૦૯૮/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ની કલમ-૧૧૫ (૨), ૨૯૬ (બી),૫૪ તથા જી.પી.એક્ટની કલમ-૧૩૫(૧) મુજબના ગુનાના કામના ફરિયાદી હર્ષદભાઈ ભીમાભાઈ ભરવાડ રહે-મ.નં-૧૨,સીંધવાઈનગર,બાપોદ જકાતનાકા, વાઘોડીયા રોડ,વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) શિવમ કહાર તથા (૨) હર્ષ કહાર તથા અન્ય ત્રણ અજાણ્યા છોકરાઓ તા.૧૬/૦૪/૨૦૨૬ ના રાત્રીના સવા એક વાગ્યાની આસપાસ મોજે એમ.જી.રોડ રણછોડરાયજી મંદીરની સામે રોડ ઉપર જાહેરમા ફરીશ્રી નાઓ સાથે ફરી.શ્રી જાણતા ન હોય તે આરોપીનાઓ અગાઉના ઝઘડાની અદાવત રાખી ફરીશ્રીને ઉભા રાખી તેઓની સાથે બોલાચાલી ઝઘડો કરી મા-બહેન સમાણી ગંદી ગાળો બોલી ગડદા-પાટુનો માર મારી ફરીશ્રીને આરોપી હર્ષ કહારનાએ તેની પાસેની સાયકલની ચેનથી તથા આરોપી શિવમ કહારનાએ તેની પાસેના લાકડાના ડંડાથી શરીરે તેમજ હાથે પગે ફટકા મારી ઈજાઓ કરી નાસી જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૧૬/૦૪/૨૦૨૬ ના ક-૦૩/૫૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી વી.વી.ઝાલા સીટી પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૫. વિશ્વાસઘાત/છેતરપીંડીના કેસો:-
૧. માંજલપુર પો.સ્ટે પાર્ટ-એ, ૧૧૧૯૬૦૦૩૨૬૦૨૦૩/૨૦૨૬ બી.એન.એસ.-૨૦૨૩ની કલમ ૩૧૬ (૨),૩૧૮ (૪), ૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી ચિરાગકુમાર હસમુખભાઇ પટેલ રહે,બી/૨૦૬ ઓમકાર દર્શન ફલેટ સાંઇ ચોકડી માંજલપુર વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) કિરણ ચંદ્રકાંત ચૌહાણ રહે, એ/૩૦૨ સુવાસ રેસીડન્સી સત્યાગ્રહ બંગલા સામે નિકોલ અમદાવાદ શહેર, તથા કે.સી.હોલીડે નામની પ્રા.લી કે.જે. ૩૦૨ હિમાલીયા આરટેક એક્ષીસીસ બેંક પાસે અમાદવાદ ના માલિક તથા (૨) રૂચી બારોટ નાઓએ તા.૨૩/૦૯/૨૦૨૫ થી આજદિન સુધી મોજે. મારૂતિધામ સોસાયટીની સામે ઓફિસમાં માંજલપુર આરોપીઓએ ફરીયાદીશ્રીને દુબઈ ખાતે ટુરમાં ફરવા લઈ જવાના બહાને રૂ.૧,૩૨,૦૦૦/- લઈ લીધેલ છે. અને આજદિન સુધી દુબઈ ખાતે ટુરમાં ફરવા નહી લઈ જઈ ફરીયાદી સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કરી ગુનો કર્યા વિગરે બાબતે તા.૧૫/૦૪/૨૦૨૬ ના ક.૨૦/૨૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ વુ.પો.સ.ઇશ્રી એમ.કે.પરમાર માંજલપુર પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. અટલાદરા પો.સ્ટે. પાર્ટ બી ગુ.ર.નં. ૧૧૧૯૬૦૪૪૨૬૦૧૮૮/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા - ૨૦૨૩ ની કલમ ૨૮૭, ૩૦૩(ર), ૩૧૬(૨), ૩૧૬(૩), ૩૧૬(૪), ૫૪ તથા આવશ્યક ચીજવસ્તુધારા અધિનિયમ કલમ ૩, ૭ મુજબના ગુનાના કામના ફરિયાદી શ્રી સ.ત. જયેન્દ્રસિંહ ભીમસિંહ અનાર્મ એ.એસ.આઇ. બ.નં.૧૩૧૩ નોકરી એસ.ઓ.જી., વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ(૧)વિશાલ મહેંદ્રભાઇ થોરાટ ઉ.વ.૩૬ રહે.૫૦૪,એકતાનગર, આંબેડકરનગર, આજવા રોડ, વડોદરા(૨)રાહુલ ભીમરાવ ગવરે ઉ.વ.૪૨ રહે.૧૩,એકતાનગર, આંબેડકરનગર, આજવા રોડ, વડોદરા(૩)નહી પકડાયેલ આરોપી :- (૧) દીપક અમૃતભાઇ સરાણીયા રહે.પુનમનગર, હનુમાન મંદીર પાછળ, આજવા રોડ, વડોદરા શહેર તથા તપાસમા નીકળી આવે તે વિગેરે નાઓએ તા.૧૫/૦૪/ર૦ર૬ ના ક.૧૭/૧૫ વાગે મોજે.શ્રીમય એપાર્ટમેન્ટની સામે આવેલ જાહેર રોડ ઉપર, બ્રહ્મકુમારી વિશ્વ વિધ્યાલય પાછળ, અટલાદરા આરોપી નાઓએ ભેગા મળી પોતપોતાના આર્થિક ફાયદાસારૂ રુદ્ર ગેસ એજન્સીમાંથી ગેસના બોટલોની ગ્રાહકોના ઘર સુધી ડીલીવરી કરવા સારૂ પોતાના કબજા ભોગવટાવાળો થ્રી વ્હિલ ટેમ્પો રજી.નં GJ-06-BZ-2286 ભાડેથી રાખી તે ટેમ્પામા આરોપી નંબર (૧),(૨)ને નોકર તરીકે રાખી અને આ રુદ્ર ગેસ એજન્સીના ગોડાઉનમાંથી એચ.પી.કંપનીના ગેસના બોટલો ગ્રાહકોને ડીલીવરી કરવા સારૂ આરોપી નં(૧) (૨) નાઓ મારફતે મેળવી તે ગેસની બોટલોમાંથી ગેસની ચોરી કરવા સારૂ ભારત ગેસના બોટલ નંગ-૦૨ તથા ઇન્ડેન ગેસનો બોટલ નંગ-૦૧ ખાલી રાખી, તેમા એચ.પી.ગેસની બોટલોમાંથી જવલનશીલ ગેસની ચોરી કરી ગેસ રીફીલીંગથી ચોરી કરી, જે બોટલો શ્રીમય એપાર્ટમેન્ટ ની સામે આવેલ જાહેર રોડ ઉપર જે ફરીથી ગેસ બોટલ રીપેકીંગ કરી ગ્રાહકો સાથે તેમજ રુદ્ર ગેસ એજન્સી સાથે ગુનાહિત વિશ્વાસઘાત કરી એચ.પી.ગેસના બોટલો નંગ-૨૩, જે એક બોટલની કિ.રૂા. ૯૧૯/- લેખે કુલ કિં.રૂ.૨૧,૧૩૭/- તથા એચ.પી. ગેસની બોટલોમાંથી થોડો થોડો ગેસની ચોરી કરી ભરેલા ભારત ગેસના બોટલ નંગ-૨ તથા ઇન્ડેન ગેસનો બોટલ નંગ-૦૧ જે એકની કાળાબજારની કિં.રૂ.૧૫૦૦/- લેખે મળી કુલ-૦૩ બોટલની કિં.રૂ.૪૫૦૦/- તથા રીફીલીંગ કરવાની પાઇપ નંગ-૦૨, કિ.રૂા.૨૦/- તથા ડીઝીટલ વજનકાંટો નંગ- ૦૧, કિ.રૂા.૫૦૦/- તથા ગેસ બોટલોના ડીલીવરી ચલણ નંગ- ૨૩, કિ.રૂા.૦૦/૦૦ તેમજ મોબાઇલ ફોન નંગ- ૦૨, કિ.રૂા.૫,૫૦૦/- તથા અતુલ શક્તિ થ્રી વ્હિલ ટેમ્પો રજી. નં GJ-06-BZ-2286 કિ.રૂા.૧,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂા.૧,૩૧,૬૫૭/- નો મુદૃામાલ સાથે આરોપી નંબર (૧) અને (૨) સ્થળ ઉપરથી મળી આવી પકડાઇ જઇ તથા આરોપી નંબર (૩) દીપક અમૃતભાઇ સરાણીયા નાઓએ ટેમ્પાના માલિક હોય અને તપાસ અર્થે કબજે કરેલ મુદ્દામાલની ગેસની બોટલો પૈકી ભારત ગેસની બોટલો નંગ-૦૨ તથા ઇન્ડેન ગેસની બોટલ નંગ-૦૧ ની ખાલી બોટલો આરોપી નંબર ૧ અને ૨ નાઓને આપી તે બોટલોમા એચ.પી. કંપનીની ઘરેલુ ગેસ એજન્સીની બોટલોમાંથી ગેસની ચોરી કરી ભરી લાવવાનુ જણાવી તે બોટલોની કાળાબજારી કરવા સંગ્રહ રાખી તમામે એકબીજાની મદદગારી કરી પકડાઇ જઇ ગુનો કર્યા વિ.બાબતે તા.૧૫/૦૪/ર૦ર૬ ના ક. ૨૨/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ બી.જી.ભરવાડ અટલાદરા પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.