Loading...
Welcome to Police Department
Search
-: પ્રેસનોટ :-
(તા.૧૬/૦૫/૨૦૨૫)
પોલીસ સમાચાર

૧. પ્રોહીબિશનના કેસો

તા.૧૫/૦૫/૨૦૨૫ નારોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૩ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૦૯ કિં.રૂ.૧૮૦૦/- તથા બોટલ નંગ-૧૪૫, બીયર નંગ-૧૮ ઇ.ક્વાટરીયા-૦૩, મો.ફોન-૦૧ ફોરવ્હીલ-૦૧ મળી કુલ કિ.રૂ. ૧૬૮૧૧૫ /- નો મુદામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૦૫ મળી કુલ-૦૮ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨.    વિશ્વાસઘાતના ગુનાઓ:   

૧.      બાપોદ પોલીસ સ્ટેશન

બાપોદ પો.સ્ટે. પાર્ટ–એ-૧૧૧૯૬૦૦૨૨૫૦૩૧૮/૨૫ બી.એન.એસ.કલમ ૩૦૮(૪), ૩૧૬(૨), ૩૧૮(૨), ૩૫૧(૨), ૫૪ મુજબ ગુનાના કામના ફરિયાદી ઉમેશભાઇ ડાહ્યાભાઈ અજમેરી ઉ.વ.૫૮ ધંધો નિવૃત હાલ રહે. એલ/૨૩, વિજયનગર સોસાયટી સંગમ ચાર રસ્તા પાસે વારસીયા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી ૧)ધર્મિષ્ઠાબેન ,(૨) પ્રીતેષ અજમેરી (૩) કમલ અજમેરી ત્રણેય રહે- બી/૭૧, અમરદિપ બંગ્લોઝ આજવા યોકડી પાસે આજવા રોડ વડોદરા શહેર તથા ત્રણ અજાણ્યા માણસો જેના નામ સરનામા ખબર નથી તે તા.૦૨/૦૫/૨૦૨૫ ના કલાક-૧૨/૩૦ વાગે ફરીયાદી પોતાની અજમેરી સાયન્ટીફીક ગ્લાસ ઇન્ડસ્ટ્રીઝ કંપની સરદાર એસ્ટેટથી પોતાના ઘરે જમવા માટે જતા હતા તે વખતે રામદેવનગર ૦૧ ની સામે સરદાર એસ્ટેટ તરફ જવાના રસ્તા પાસે ફરીયાદીની પુર્વ પત્નિ ધર્મિષ્ઠા તથા બંને બાળકો પ્રીતેષ અજમેરી અને કમલ અજમેરી નાઓએ મોકલેલ ત્રણ અજાણ્યા માણસો એક મો.સા લઈને આવેલ અને ચાલુ મો.સા એ ફરીયાદીને ધમકી આપેલ કે “તે તારા દિકરાઓ વિરુધ્ધમા વારસીયા પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ કરેલ છે તે પાછી ખેચી લે નહિતર તારા ટાંટીયા ભાંગી નાખીશૂ અને જાનથી મારી નાખીશુ તેવી ધમકીઓ આપી ફરીયાદીની મિલકત બળજબરી કઢાઇ લેવા ફરીયાદીને માનસીક ત્રાસ  આપતા ફરીયાદીએ તા-૦૮/૦૫/૨૦૨૫ ના રોજ પોતાની કંપની પર ઉંઘની દશેક જેટલી ગોળીઓ ખાઇ લીધેલ તેમજ ફરીયાદીના દિકરા પ્રિતેશે ફરીયાદીની આદિત્ય બિરલા સનલાઇફ ઇન્સ્યોરન્સ કંપનીની વીમા પોલીસી જાણ બહાર તેના નામે કરાવી વિશ્વાસઘાત કરી છેતરપીંડી કરી એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા વિ. બાબતે તા.૧૫/૦૫/૨૦૨૫ ના ક.૨૧/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી આર.એન.પ્રસાદ બાપોદ પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૩.    ચેઇન સ્નેચીંગ ના ગુનાઓ:   

૧.      સમા પોલીસ સ્ટેશન

સમા પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૩૨૫૦૧૦૮/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૩૦૪(૨), ૧૧૨-(૨) ,૫૪ મુજબ  ના ગુનાના કામના ફરિયાદી વર્ષાબેન વા/ઓ ભાનુભાઇ ચૌધરી ઉ.વ.૨૮ ધંધો.ઘરકામ રહે. મ.નં. સી/૬૩, સ્વાતી સોસાયટી, અભિલાષા ચાર રસ્તા પાસે ન્યુ સમા રોડ,સમા, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૧૪/૦૫/૨૦૨૫ ના રોજ કલાક ૦૫/૫૦ વાગ્યા દરમ્યાન મોજે:- મ.નં. સી/૬૩ ના પાછળ સ્વાતી સોસાયટી, અભિલાષા ચાર રસ્તા પાસે સમા વડોદરા શહેરના પાછળ તરફ આવેલ દરવાજાની બહાર ચોકડીમા ઉભા રહી માથાના વાળ ઓળતા હતા તે વખતે ન્યુ સમા રોડ પ્રજાપતી ભવન તરફ થી એક બાઇક જેનો નંબર યાદ નથી તેના ઉપર બેસીને ત્રણ ઇસમો આવી જે પૈકી બાઇકની પાછળ બેસેલ ઇસમે નીચે ઉતરીને ફરીયાદીની પાસે આવી ફરી.ના ગળામા પહેરેલ સોનાની ચેન જેનુ વજન ૧૧.૦૩૦ ગ્રામ જેટલુ હતુ તેની કિ.રૂ આશરે ૬૫,૦૦૦/- ગણી શકાય. જે ચેન ખેંચી લઇને બાઇક પર બેસી ત્રણેય ઇસમોએ એકબીજાની મદદગારી કરી નાસી ગયેલ હોય વિ.બાબતે તા.૧૫/૦૫/૨૦૨૫ ના ક.૧૮/૫૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ PSI શ્રી ડી.કે.રાઠોડ સમા પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૪.    વાહન અકસ્માતના ગુનાઓ:   

૧.      સયાજીગંજ પોલીસ સ્ટેશન

સયાજીગંજ પો.સ્ટે. “એ” પાર્ટ- ગુના. રજી નં.૧૧૧૯૬૦૩૦૨૫૦૨૮૫/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૨૮૧, ૧૨૫(બી), એમ.વી.એક્ટ ૧૮૪, ૧૭૭, ૧૩૪ મુજબ ગુનાના કામના ફરિયાદી પુર્વેશ મહેંદ્રભાઇ પટેલ ઉ.વ.૩૨૧ ધંધો-નોકરી રહે-૦૩૩/૭૬૩ પકૃતી એમ્પાયર ફલેટ રીફાઇનરી ગેટ ગોરવા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી એક મોપેડ ચાલક જે મોપેડ નો નંબર રજી નં.GJ.06.SB.5065  નો છે તે તા.૧૨/૫/૨૦૨૫ કલાક ૧૧/૪૫ વાગે જગ્યા ટ્રાફીક ઓફીસ સામે સયાજીગંજ વડોદરા શહેર આ કામના ફરીયાદી પોતાનુ હીરો કંપનીનુ મોપેડ જેનો રજી. નં.GJ 06 JL 5959ની લઇને અલકાપુરી ઓફીસથી રાવપુરા ખાતે જતા હતા ત્યારે એક મોપેડ ચાલક જેનો રજી નં.GJ 06 SB 5065નો ડાબી બાજુથી આવી ફરીયાદીની મોટર સાયકલ સાથે ટક્કર મારતા ફરીયાદી રોડ ઉપર પડી જતા તેઓને માથાના ભાગે ગંભીર ઇજા પહોચાડી સામેવાળો ત્યાથી પોતાનું મોપેડ લઈને ભાગી જઇ ગુનો કર્યા વિ.બાબતે તા.૧૫/૦૫/૨૦૨૫ ના ક.૧૮/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઈ મુકેશભાઈ નારણભાઈ સયાજીગંજ પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.