-: પ્રેસનોટ :-
(તા.૧૬/૦૬/૨૦૨૬)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૧૫/૦૬/૨૦૨૬ નારોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૨૦ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં ઇંગ્લીશ દારૂની બોટલ તથા બિયર-૬૯૬ મળી કુલ કિ.રૂ.૧,૮૧,૫૦૪/- નો મુદામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૧૮ સહિત કુલ ૧૮ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. ચોરીના કેસો
૧. સયાજીગંજ પો.સ્ટે. ૧૧૧૯૬૦૩૦૨૬૦૩૫૭/૨૦૨૬ ભારતિય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૩૦૫ (એ) મુજબના ગુનાના કામના ફરિયાદી અગમ આધાર ઠક્કર ઉ.વ. ૨૯ ધંધો વેપાર રહે ૨૦૪, શરણમ હેપ્પીહોમ સયાજીપુરા પાણીની ટાકી પાસે આજવા રોડ વડોદરા નાઓની ફરિયાદ મુજબ આરોપી બે અજાણ્યા ઈસમો જેઓના નામ સરનામાની ખબર નથી તે તા.૧૩/૦૬/૨૦૨૬ ના બપોરના આશરે બારથી એક વાગ્યાના અરસામા મોજે દર્શનમ ટ્રેડ સેંટર – ૩મા આવેલ જીવન ઓઈલ વર્લડ નામની દુકાનમાથી બે અજાણ્યા ઈસમો મોટર સાયકલ પર ફરિયાદીની દર્શનમ ટ્રેડ સેંટર–૩ મા આવેલ જીવન ઓઈલ વર્લડ નામની દુકાનમાથી તેલના ડબ્બા નંગ- ૨ કિંમત રૂ. ૫૪૦૦/- ની ચોરી કરી લઈ લઈ જઈ ગુનો કર્યા બાબતે તા.૧૫/૦૬/૨૦૨૬ ના કલાક ૨૧/૪૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો. નિખીલભાઈ મુળજીભાઈ સયાજીગંજ પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. મારામારી ના કેસો
૧. વાડી પો.સ્ટે પાર્ટ–એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૩૫૨૬૦૨૦૬/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ- ૧૧૫(૨), ૩૫૧(૩), ૨૯૬(બી),૫૪ તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી પરવિન ઇસરાર અંસારી રહે.મ.નં.૨૦ બ્લોક ૩૪ મહાનગરવુડાના મકાન ડભોઇ રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) સિમરન પઠાણ (૨) સલમાન પઠાણ તથા (૩) સલમા કુરેશી તથા (૪) વિક્કી વાઘરી તમામ રહે. મહાનગર વુડાના મકાન ડભોઇ રોડ વડોદરા શહેર નાઓએ તા.૧૫/૦૬/૨૦૨૬ ના રોજ રાત્રિના અગ્યાર વાગ્યાના અરસામા મોજે-મહાનગર વુડાના મકાન ડભોઇ રોડ ફરીયાદીનાઓ પોતાના ઘરે હાજર હતા તે વખતે આરોપી (૧) નાઓ આવીને ફરીને કહેવા લાગેલ કે તેમે ઉછીના આપેલ પૈસા કેમ પરત માંગો છો તેમ કહી ફરીને ગંદી-ગંદી ગાળો બોલેલ તે વખતે બીજા આરોપીઓ નં-૧ નુ ઉપરાણુ લઇને ફરીને ડંડા વડે માથાના ભાગે માર મારી ઇજા પહોચાડેલ અને ફરીને નીચે પાડી ગડદા-પાટુનો માર મારેલ તે વખતે સાહેદો છોડાવવા વચ્ચે પડતા તેઓની સાથે પણ ઝઘડો કરી માર મારેલ. ત્યારબાદ ફરી પોતાની સારવાર માટે એસ.એસ.જી. હોસ્પિટલ ગયેલ ત્યા આરોપી નં (૪) નાઓએ ફરીની દિકરીનાઓને ગંદી-ગંદી ગાળો આપી ઝપા-ઝપી કરી ફરીને જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી.મે કમિ.સા.ના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૧૬/૦૬/૨૦૨૬ ના ક.૦૪/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એ.ડી.રબારી વાડી પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. વિશ્વાસઘાત ના કેસો
૧. માંજલપુર પો.સ્ટે. પાર્ટ-એ- ૧૧૧૯૬૦૦૩૨૬૦૩૦૧/૨૦૨૬ બી.એન.એસ. કલમ. ૩૧૬ (૨), ૩૧૮ (૨), મુજબના ગુનાના કામના ફરિયાદી જગદિશભાઇ કાળીદાસ રાજપુત ઉ.વ. ૪૩ રહે. મ.નં.૮૧, બ્લોક નં.૦૭, સાઈનાથ હાઉસીંગ બોર્ડ, દરબાર ચોકડી પાસે, માંજલપુર, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી વિપુલ રાવજીભાઇ તાતોર રહે - મ.નં.૯૯ ગોકુલધામ સોસાયટી, જુની કેનાલ રોડ પાસે, શેરખી કોયલી રોડ કોયલી વડોદરા શહેર મુળ શહેર ૧૧૫૧ ગોસાઈ ફળીયુ બાલમંદીર પાસે, વાસદ, આણંદ તા.૦૫/૦૬/૨૦૨૫ ના રોજ થી આજદિન સુધી મોજે :- મ.નં.૮૧, બ્લોક નં.૦૭, સાઈનાથ હાઉસીંગ બોર્ડ, દરબાર ચોકડી પાસે, માંજલપુર, વડોદરા શહેર આ કામના આરોપી નાઓએ ફરીયાદીની બલેનો ગાડી નં. GJ-06-RB-3769 નું માસિક રૂ.૪૫,૦૦૦/- ભાડુ નક્કી કરી તા.૦૫/૦૬/૨૦૨૫ ના રોજ ફરીયાદીના ઘરેથી લઇ જઇ ત્યારબાદ જુન તથા જુલાઇ ૨૦૨૫ સુધી ૨ મહીનાનું ભાડુ નિયમત પણે ચુકવેલ હતુ તથા ઓગષ્ટ – ૨૦૨૫ માં રૂ.૪૦,૦૦૦/- ભાડુ ચુકવેલ અને રૂ.૫,૦૦૦/- બાકી રાખેલ ત્યારબાદ ભાડુ આપવાનું બંધ કરી દઇ તેમજ ભાડુ આપવા અથવા બલેનો ગાડી પરત આપવાનું કહેતા ભાડુ કે ગાડી પરત નહી મળે થાય તે કરી લે તેમ જણાવી ફરીયાદી સાથે વિશ્વાસઘાત છેતરપિંડી કરી તા.૧૬/૦૬/૨૦૨૬ ના રોજ કલાક. ૧૨/૪૫ વાગે ગુનો કર્યા વિ.બાબતે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સબ.ઇન્સ.શ્રી એમ.કે.પરમાર સા માંજલપુર પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.