Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૧૬/૦૭/૨૦૨૬)

પોલીસ સમાચાર

૧.     પ્રોહીબિશનના કેસો

તા.૧૫/૦૭/૨૦૨૬ નારોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૪ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૨૯ કિં.રૂ.૫૮૦૦/- તથા ઇંગ્લીશ દારૂની બોટલ તથા બીયર-નંગ-૪૪૧૦ મળી કુલ્લે કિ.રૂ.૪૫૦૨૬/- નો મુદામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૦૪ સહિત કુલ-૧૧ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨.     વાહન અકસ્માતના કેસો

૧.         છાણી પો.સ્ટે. પાર્ટ એ ગુર.નં.૧૧૧૯૬૦૦૫૨૬૦૨૮૨/૨૦૨૬ બી.એન.એસ. કલમ-૨૮૧,૧૨૫(એ),૩૨૪ તથા એમ.વી એક્ટ ૧૭૭, ૧૮૪ મુજબના ગુનાના કામના ફરિયાદી ગુલામ દસ્તગીર અબ્બાસ પઠાણ ઉ.વ.૩૮ ધંધો-ડ્રાઈવિંગ રહે.લીમડી ફળીયુ, છાણી ગામ, મસ્જીદ પાસે છાણી, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી જી.એસ.આર.ટી.સી. ની લાલ કલરની બસ જેનો રજી.નં.GJ-18-Z-8300 ના ચાલક જેના નામ સરનામાની ખબર નથી તે ગઈ તા.૧૧/૦૭/૨૦૨૬ ના કલાક ૧૧/૩૦ વાગ્યાના અરશામાં વાસદ થી વડોદરા તરફ જતા ને.હ.-૪૮ ના રણોલી બ્રિજ પર એક જી.એસ.આર.ટી.સી. ની લાલ કલરની બસ જેનો રજી.નં.GJ-18-Z-8300 ના ચાલક જેના નામ સરનામાની ખબર નથી જેના ચાલકે પોતાના કબજામાં રહેલ જી.એસ.આર.ટી. બસ પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી લાવી ફરિયાદીશ્રીના અતુલ શકિત થ્રી-વ્હિલર ટેમ્પો રજી.નં.-GJ-06-BU-3927 ને પાછળથી ટક્કર મારી ફરિયાદીશ્રી તથા મહીલા મજુરને શરીર પર સામાન્ય ઈજા, તથા ફરિયાદીશ્રીના ટેમ્પાને નુકશાન કરેલ અને  ફરિયાદીશ્રીના  ટેમ્પોની અંદર ભરેલ “Grasim industries limited” ના પાર્સલ તૂટી જવાથી અંદાજે રૂ.૧,૫૫,૭૫૨/- નુ નુકશાન કરી અકસ્માતનો ગુનો કરેલ હોય વિ.બાબતે તા.૧૫/૦૭/૨૦૨૬ ના કલાક-૨૨/૧૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ શ્રી આર.બી.ચારેલ છાણી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૩.     વાહન ચોરીના કેસો

૧.     અકોટા પોસ્ટે પાર્ટ ‘એ’ ગુ.ર.ન-૧૧૧૯૬૦૪૧૨૬૦૨૮૪/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ની કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી ઉવેશ યુશુફભાઇ શેખ ઉ.વ.૩૨ ધંધો.વકીલાત રહે.૩૩૨,૩૩૩ ધનાની પાર્ક -૦૪ મેમણ કોલોની આજવા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૧૫/૦૭/૨૦૨૬ ના કલાક ૧૭/૩૦ થી કલાક  ૨૦/૦૦ વાગ્યા દરમ્યાન મોજે: ગીરીરાજ અપાર્ટમેંટના પાર્કિંગમાં ચકલી સર્કલ પાસે વડોદરા શહેર આ કામના ફરીયાદીએ સુઝુકી કંપનીની એક બર્ગમેન સ્ટ્રીટ રજી નં. GJ.06.NP.7952 ની જે જુલાઇ-૨૦૨૨ ના મોડલની જેનો ચે.નં.MB8EA11D EN8313850 તથા એ.નં.AF217066715 નો છે જે મરુણ (મેટ રેડ) કલરની છે જેમા આશરે બે લીટર જેટલુ પેટ્રોલ હતુ જેની કિંમત આશરે ૨૦,૦૦૦/- ગણી શકાય જેની ડીકીમાં ફરીયાદીનો પહેરવાનો કાળો કોટ તેમજ ફરીયાદીનુ પર્સ કે, જેમા રૂપિયા પંદર હજાર રોકડા તેમજ આધારકાર્ડ, પાનકાર્ડ, ડ્રાઇવિંગ લાયસંસ, બાર કાઉંસીલ ઓફ ગુજરાત અને બરોડાબાર એસોસીયેશનના આઇકાર્ડ તથા એસ.બી.આઇ. બેંકનુ એ.ટી.એમ કાર્ડ રાખેલ હતુ તથા મોપેડ ચાવી સાથે પાર્ક કરેલ હતી જેની કોઇ ચોર ઇસમ ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૧૫/૦૭/૨૦૨૬ ના કલાક ૨૨/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી એલ.જે.પરમાર અકોટા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૪.     છેતરપીંડીના કેસો

૧.         સમા પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૩૨૬૦૨૫૬/૨૦૨૬ ઇ.પી.કો. કલમ ૪૨૦  મુજબના ગુનાના કામના ફરિયાદી મૈથ્યુ તુન્ડતીલ વર્ગીસ ઉ.વ.-૫૮ ધંધો કન્સલટન્સી રહે-ઘર નં-૭૮, દેવક્રુપા બંગ્લોઝ, અમેરીકની સ્કૂલની સામે, આજવા રોડ, વડોદરા શહેર  નાઓની ફરિયાદ મુજબ આરોપી જોસેફ સેમ્યુઅલ પરમાર રહે, મ.નં.૪ હરી સોસાયટી, તરસાલી રોડ, વડોદરા મોજે:- ઓફીસ નંબર SF/04, બીજો માળ લોટસ ઓરા વિંગ-૧, સમા-સાવલી રોડ, વડોદરા શહેર આરોપીએ ફેબ્રુઆરી ૨૦૧૮માં ફરીયાદીની ઓફીસે જઇ ફરીયાદીને બીટકોઇનમાં ઇન્વેસ્ટ કરવા તેમજ વધુ રૂપીયા કમાવવા માટેની લોભામણી લાલચ આપી વધુ વળતર મેળવવા માટે ભરોસો આપી આજદિન સુધી ફરીયાદી પાસેથી બેન્ક મારફતે અને રોકડા મળી કુલ્લે રૂપીયા ૧૦,૫૬,૮૦૧/- લઇ તેનું વળતર કે મુડી ફરીયાદીને પરત ન આપી ફરીયાદી સાથે છેતરપીંડી કરી ગુનો કર્યા બાબતે તા.૧૫/૦૭/૨૦૨૬ ના કલાક  ૨૧/૦૦  વાગે  ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી એ.આર.માડમ સમા  પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૫.     ચોરીના કેસો

૧.         ગોરવા પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૭૨૬૦૩૩૦/૨૦૨૬ બી.એન.એસ. કલમ ૩૦૫(એ) મુજબના ગુનાના કામના ફરિયાદી જયાબેન વા/ઓ રાજેશભાઇ શર્મા ઉ.વ.૩૮ ધંધો.ટ્યુશન ક્લાસ રહે,મ.ન.૩૦૨ કર્મભુમી ફ્લેટ ઉપકાર સોસાયટી હરિનગર ગોરવા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૧૧/૦૬/૨૦૨૬ રાત્રીના કલાક-૦૨/૦૦ વાગ્યાથી તા.૧૫/૦૬/૨૦૨૬ ના રોજ કલાક ૦૯/૪૫ વાગ્યા સુધી કોઇપણ સમયે મો.જે. મ.ન.૩૦૨ કર્મભુમી ફ્લેટ ઉપકાર સોસાયટી હરિનગર ગોરવા વડોદરા શહેર ઘરમાં મુકેલ કબાટમાંથી કોફી તથા પિસ્તા કલરના બેગમાથી સોનાની ચેઇન જેના બે ટુકડા થયેલ હતા તેનુ આશરે ૧૦ ગ્રામ કિ.રૂ.૫૦,૦૦૦/- તથા સોનાનુ લોકેટ જેના પર જયા, રાજેશ અને પ્રજ્જવલ અંગ્રેજી અક્ષરમાં લખેલનુ હતુ જેનુ વજન આશરે ૦૩ ગ્રામ જેની આશરે કિ.રૂ.૧૫૦૦૦/- તથા સોનાનુ મંગળસુત્ર જેનુ વજન આશરે ૦૮ ગ્રામ જેની કિં.રૂ.૩૫,૦૦૦/- કુલ્લે કિ.રૂ.૧,૦૦,૦૦૦/- ગણી શકાય જે મત્તાની કોઇ ચોર ઇસમ ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૧૫/૦૭/૨૦૨૬ ના કલાક ૨૦/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી એમ.આર.ગાંગાણી ગોરવા પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.     રાવપુરા પો.સ્ટે.પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૨૬૨૬૦૧૮૩ /૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરીયાદી નિરેશ નાનુસિંહજી પરમાર ઉ.વ.૫૦ ધંધો નોકરી રહે.૨૦૧ વીગ્સ વીલે એપાર્ટમેન્ટ ૪૧ અરૂણોદય સોસાયટી અલકાપુરી વડોદરા નાઓની ફરીયાદ મુજબ આરોપી એક અજાણ્યો ઇસમ તા.૦૨/૦૭/૨૦૨૬ ના કલાક ૧૨/૨૦ વાગ્યાની આસપાસ આ કામના ફરીયાદીશ્રી એસ.એસ.જી. હોસ્પિટલના ગેટ સામે આવેલ સંતરામ મેડીકલ કેમીસ્ટની સામે ભુરા કલરના શર્ટના ખીસ્સામાં રાખેલ મોબાઇલ IPHONE AIR 5G કાળા કલરનો જેનો IMEI NO:-356523762195551નો સને ૨૦૨૬ ના મોડેલનોજેમાં VI કંપનીનું સીમકાર્ડ નંબર હતું. જેની કિ.રુ.૯૮,૦૦૦/- ગણી શકાય.જે મોબાઇલ ફોન કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૧૬/૦૭/૨૦૨૬ કલાક ૧૦/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો રણજીતભાઇ ભાવસીંગભાઇ રાવપુરા પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

3.     અકોટા પો.સ્ટે.પાર્ટ “એ” ૧૧૧૯૬૦૪૧૨૬૦૨૮૫/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા કલમ-૨૦૨૩ કલમ ૩૦૫(૨),૫૪ મુજબના ગુનાના કામના ફરીયાદી રફીક યાસીન મલેક ઉ.વ.૩૧ ધંધો.નોકરી રહે.બ્લોક નં.૦૫ મ.નં.૫૨ નંદી ધામ કસ્વાહ નગર વાસણા રોડ વડોદરા શહેર મુળ રહે.ઘર નં.૨૧ વાસણારેફ ગામ તા.પાદરા જી.વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી ચાર મહીલા તા.૧૨/૦૭/૨૦૨૬ ના કલાક.૧૬/૩૦ વાગ્યા થી ૧૮/૧૫ વાગ્યા આસપાસ મોજે. અકોટા સયાજીનગર ગૃહની બાજુમાં આવેલ ગેલેરીયા મોલમાં આવેલ ડી-માર્ટમાં તથા વાસણા ડી માર્ટ વડોદરા શહેર આ કામના આરોપી બહેનો અકોટા ડી-માર્ટ માંથી અમુલ ભેંસના ઘી ના એક લીટરના પાઉસ નંગ -૨૪ કુલ કિમત રૂ.૧૫૩૬૦/- તથા અમુલ ગાય ઘી ના એક લીટરના પાઉસ નંગ -૦૮ કુલ કિમત રૂ.૫૫૬૦/-ની કિમતનો અલગ અલગ પાઉસ નંગ-૩૨ કુલ કિમત રૂ.૨૦,૯૨૦/-તથા વાસણા ડી માર્ટ ખાતેથી અમુલ ભેંસના ઘી ના એક લીટરના પાઉસ નંગ -૨૪ કુલ કિમત રૂ.૧૫૩૬૦/-  આમ કુલ્લે પાઉસ નંગ - ૫૬ કુલ કિમત રૂ.૩૬૨૮૦/-નો સામાન નો વગર બીલે ચોરી કરી લઇ જઇ ગુન્હો કર્યા વિ.બાબતે તા.૧૬/૦૭/૨૦૨૬ ના કલાક ૧૬/૦૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈ. શ્રી પી.જી.રાવત સા અકોટા પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૬.     ઘરફોડ ચોરીના કેસો

૧.         કારેલીબાગ પોલીસ સ્‍ટેશન પાર્ટ “એ” ગુ.ર.નં.૧૧૧૯૬૦૨૭૨૬૦૨૮૭/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતાની સને-૨૦૨૩ ની કલક- ૩૦૫(એ),૩૩૧(૩),૩૩૧(૪) મુજબના ગુનાના કામના ફરિયાદી રોનક ગોવિંદભાઈ રાણા ઉ.વ.૩૩ ધંધો-વેપાર રહે.ભાદરણ ગામ લક્ષ્મીકુઈ તા.બોરસદ જી.આણંદ નાઓની ફરિયાદ મુજબ આરોપી કોઈ અજાણ્યો ચોર ઈસમ તા.૦૫/૦૭/૨૦૨૬ ના કલાક-૧૬/૩૦ વાગ્યાથી તા.૧૨/૦૭/૨૦૨૬ ના કલાક-૧૩/૩૦ વાગ્યા દરમ્યાન મોજે મકાન નંબર-એ/૫ જય સંતોષી નગર સોસયટી ઉત્કર્ષ પેટ્રોલપંપ પાછળ કારેલીબાગ વડોદરા શહેર ખાતે કોઈ ચોર ઈસમ આ કામના ફરીયાદી દેખરેખ રાખતા નવા બંધાતા બંધ મકાનમાં પ્રવેશ કરી, મકાનમાં વાયરીંગ કરેલ અલગ-અલગ કંપનીના અલગ-અલગ કલરના અલગ-અલગ સાઈઝના ઈલેક્ટ્રીક વાયરો જેની આશરે કિં.રૂ.૧,૨૮,૦૦૦/- ગણી શકાય, જે ઈલેક્ટ્રીક વાયરો કાઢીને ચોરી કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૧૫/૦૭/૨૦૨૬ કલાક ૧૯/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ. મનુભાઇ પુંજાભાઇ કારેલીબાગ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૭.     મારામારીના કેસો

૧.         કપુરાઈ પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૪૩૨૬૦૩૬૫/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ની કલમ ૧૧૫(૨),૧૯૧(૨),૧૮૯(૨),૨૯૬(બી),૩૫૧(૨) મુજબના ગુનાના કામના ફરીયાદી શ્રી પાર્થ યોગેંદ્રભાઈ પટેલ ઉ.વ.૪૧ ધંધો-વેપાર રહે-એ/૧/૪૩ તક્ષ ગેલેક્ષી જગદીશ ફરસાણની બાજુમાં ને.હા.૪૮ વાઘોડીયા ચોક્ડી નજીક વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી નં.(૧)નિરવ શાહ (૨) હેતલ શાહ બંને રહે-એ/૧/૩૯, તક્ષ ગેલેક્ષી જગદીશ ફરસાણની બાજુમાં ને.હા.૪૮ વાઘોડીયા ચોક્ડી નજીક વડોદરા શહેર મો-૮૦૦૦૦૯૦૦૮૫ નં.(૩) દક્ષેસ શાહ મો-૯૯૭૪૬૭૩૬૯૩ તથા નં.(૪) & નં.(૫) બીજા બે પીળા શર્ટ-ટી શર્ટ પહેરેલ ભરવાડ જેવા ઈસમો નં.(૬) અન્ય એક અજાણ્યો ઈસમ ગઈ તા-૧૫/૦૭/૨૦૨૬ના રાત્રીના ક.૨૧/૧૫ વાગ્યા આસપાસ મોજે-એ/૧/૪૩ તક્ષ ગેલેક્ષી જગદીશ ફરસાણની બાજુમાં ને.હા.૪૮ વાઘોડીયા ચોક્ડી નજીક વડોદરા શહેર આ કામના આરોપીઓ ભેગા મળીને ફરી.ના નાના બાળકોના ઝગડાનુ ઉપરાણુ લઈ ફરી.ના ઘરની બહાર આવી દક્ષેસે તથા પીળા કલરની ટીશર્ટ પહેરેલ ઈસમે ફરી.ને જોરથી ગાલ પર લાફો મારી દીધેલ અને આરોપી પીળા શર્ટ વાળો વ્યક્તીએ ફરી.ના માતાને જોરથી લાત મારી નિચે પાડી દીધેલ આ તમામ આરોપીઓ એકસંપ થઈ ગેરકાયદેસર મંડળી બનાવી ફરી.ને ગડદાપાટુનો માર મારી આરોપી નિરવ અને દક્ષેસે ફરી.ને “તુ બહાર નીકળ એટલે તને જાનથી મારી નાખીશ” તેવી ધમકીઓ આપી ફરી.ને તથા ફરી.ના પરીવારના સભ્યોને ગમે તેવી ગંદી ગાળો બોલી ગુનો કર્યા વિ.બાબતે તા.૧૬/૦૭/૨૦૨૬ ના કલાક-  ૧૨/૩૦ વાગે  ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ શ્રી જે.કે પરમાર સા. કપુરાઇ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.