Loading...
Welcome to Police Department
Search
-: પ્રેસનોટ :-

(તા.૧૭/૦૮/૨૦૨૫)

પોલીસ સમાચાર

૧. પ્રોહીબિશનના કેસો

તા.૧૬/૦૮/૨૦૨૫ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૨ દારૂના કેસો કરવામાં આવેલ છે. દેશી દારૂ લી-૦૯ કિ.રૂ.૧૮૦૦/- તથા ઇંગ્લીશ દારૂના કવાટરીયા નંગ-૧૨ મળી કુલ કિ.રૂ. ૩૦૦૦/- નો મુદામાલ કબજે કરેલ છે તેમજ પીધેલા-૯ સહિત ૧૨ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨.    અન્ય ચોરીના ગુનાઓ:

૧.      કપુરાઇ પોલીસ સ્ટેશન

પાણીગેટ પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૭૨૫૦૩૯૫/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૩૦૬ મુજબના ગુનાના કામના ફરિયાદી ઝેબાસેફીન W/O મહમંદ આરીફ જમાદાર રહે-૩૦૧,યાસીનખાન પઠાણ રોડ, છોકરીઓના મદ્રેસા સામે, મોગલવાડા વાડી વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી પરવેઝ ફારુખભાઇ ખાટકી રહે.ખાટકીવાડા ગોષીયા મસ્જીદ પાસે વડોદરા શહેર નાઓએ ગઇ તા.૧૦/૦૭/૨૦૨૫ ના ક.૦૯/૦૦ વાગ્યાથી તા.૧૩/૦૮/૨૦૨૫ ના ક.૧૪/૩૦ વાગ્યા સુધીમાં કોઈ પણ સમય દરમ્યાન હરણખાના રોડ સ્વામીનારાયણ મંદિરની સામે આવેલ આઇ.જે.કલેકશન નામની કપડાની દુકાનમાં કામ કરતા પરવેઝ ફારુખભાઇ ખાટકીનાઓ ફરીયાદીશ્રીની જાણ બહાર અલગ અલગ બ્રાંડના શર્ટ/ટી શર્ટ તથા જીન્સ પેન્ટ તથા શુઝ તથા ટ્રેક શુટ જેવા અલગ અલગ કપડા આશરે રૂ.૧,૨૦,૦૦૦/- ની ચોરી કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા-૧૬/૦૮/૨૦૨૫ ના કલાક ૨૧/૫૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈશ્રી વી.એસ.દેસાઈ પાણીગેટ પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૩.    વિશ્વાસઘાત/છેતરપીંડીના ગુનાઓ:

૧.      સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન

સાયબર ક્રાઇમ પો.સ્ટે પાર્ટ – A -ગુ.ર.નં ૧૧૧૯૬૦૪૦૨૫૦૦૩૨/૨૦૨૫ ભારતીય નાગરીક સંહીતા કલમ ૫૪, ૬૧(૨), ૩૧૬(૨), ૩૧૮(૪) તથા આઇ.ટી એક્ટ  ૬૬(ડી) મુજબના ગુનાના કામના ફરિયાદી વંદના દીનેશભાઈ મહાદીક રહે, 08  પ્રતિક્ષા સોસાયટી નિયર જલારામ ટેમ્પલ કારેલીબાગ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (1) ફરીયાદમાં જણાવેલ ખાતા ધારકો અને તેનો ઉપયોગ કરનાર (2) ફરીયાદમાં જણાવેલ મોબાઈલ નંબર ના ધારકો અને તેનો ઉપયોગ કરનાર (3) ફરીયાદમાં જણાવેલ એ.પી.કે ફાઈલ બનાવનાર અને તેનો ઉપયોગ કરનાર (4) ગુનાહીત કાવતરા સાથે સંકળાયેલ તમામ ઈસમો નાઓએ તા.12/06/2025 થી આજ દિન સુધી વડોદરા શહેર ખાતે મો.નં.9564598651,9101300983  9239024873 અને 6367848126 નો ઉપયોગ કરી અગાઉથી કાવતરુ રચી ઈલેક્ટ્રોનીક માધ્યમ થી ખોટી ઓળખ ઉભી કરીને એકબીજાની મદદગારીથી ગેસ બીલ ભરવાના બહાને ફરીયાદીના આર.બી.એલ બેંક ના ખાતા નં.309687997784, આઈએફએસસી કોડ આર એ ટી એન 000361 માંથી કુલ્લે રૂ.12,81,618.84 ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લઈ ફરીયાદીશ્રી સાથે ઇલેક્ટ્રોનીક માધ્યમથી વિશ્વાસઘાત છેતરપીંડી કરી ગુનો કરવા વિ. બાબતે તા.૧૬/૦૮/ર૦ર૫ ના ક.૧૭/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.ઇશ્રી જે.ડી.પરમાર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.      છાણી પોલીસ સ્ટેશન

છાણી પો.સ્ટે. I-ગુ.ર.નં.-૫૨/૨૫ (૧૧૧૯૬૦૦૫૨૫૦૩૨૧/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતાની કલમ ૩૧૬(૨),૫૪  મુજબના કામના ફરિયાદી ચિરંજીપ્રસાદ ચંદ્રદેવ જોશી રહે.મ.નં.-એફ/૩૦૪ પુજન ટાવર યોગી ગ્રીન રેસીડેન્સી ડુમાડ રોડ છાણીગામ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ અજાણ્યા બે ઈસમો તે તા-૧૬/૦૮/૨૦૨૫ બપોરના ના ક-૦૨/૩૦ થી ૦૨/૫૦ વાગ્યાના અરસામા મોજે- દુમાડ કટથી આગળ છાણી દુમાડ રોડ પર આવેલ સત્યમ એક્ઝોટીકા સોસાયટીની સામે યોગીગ્રીન જવાના રસ્તા પર છાણી એક મોટર સાઇકલ પર આવેલ ઇસમે કહેલ કે “ મે પુલીસ વાલા હુ ઔર તુમ લોગ  ન્યુઝ પેપર પઢતે નહી હો ? આજ કલ કૈસી કૈસી ઘટના હોતી હે, ઔર આપ લોગોને સોના પહન રખા હૈ ? તેમ કહી તેને ચાલતા આવેલ ઇસમના ગળામાં પહેરેલ ચેન ઉતારી તેના ખિસ્સામાં મુકવાનુ કહેલ જેથી, મને વિશ્વાસ થયેલ કે તે પોતે પોલીસ હોવાનુ જણાવતા ફરિને તે પોલીસ હોવાનો વિશ્વાસ થતા ચાલતા આવતા અજાણ્યો ઇસમ જે તેનો મદદગાર હોય તેઓ બન્ને એ ફરિના જમણા હાથની પ્રથમ આંગળી પર પહેરેલી સોનાની વિંટી જે આશરે આઠ ગ્રામની જેની કિં.રૂ.૩૦,૦૦૦/- ફરિની નજર ચુકવી ફરિની બેગમાથી કાઢી લઈ ફરિયાદી સાથે વિશ્વાસઘાત કરી ગુનો કર્યો વિગેરે બાબતે તા.૧૬/૦૮/૨૦૨૫ ના ક.૧૬/૨૫ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો.જગદીશભાઇ ખીમજીભાઇ છાણી પો.સ્ટેન ાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૪.    ઘરફોડના ગુનાઓ:

૧.      અકોટા પોલીસ સ્ટેશન

અકોટા પો.સ્ટે પાર્ટ “એ” ગુ.ર.નં.૧૧૧૯૬૦૪૧૨૫૦૩૩૪/૨૫ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૩૦૫, ૩૩૧(૪) મુજબના ગુનાના કામના ફરિયાદી યુવરાજ વસંતભાઇ મકવાણા રહે-૨૧૩ રામદેવ નગર-૨ સયાજીપાર્ક આજવા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૧૦/૦૮/૨૦૨૫ ના ક-૨૨/૦૦ વાગ્યાથી તા.૧૧/૦૮/૨૦૨૫ ના ક.૦૬/૦૦ વાગ્યા દરમ્યાન કોઇપણ સમયે મોજે.ચકલી સર્કલ પાસે અરુણદીપ કોમ્પલેક્ષમા આવેલ દુકાન નં- ૦૫ સુરતી ફ્લેવર્સ નામની શોપમા કોઇ અજાણ્યા ચોર ઇસમે કોઇ સાધન વડે શોપના મેઇન દરવાજાનો લોક કોઇ સાધન વડે તોડી કેમેરા ઉપરની દિશામા કરી ઓફીસમા મુકેલ કેશ કાઉન્ટરના ટેબલના ડ્રોવરનુ કોઇ સાધન વડે લોક તોડી તેમા મુકેલ રોકડા રૂ.૧૯,૦૦૦/- ની ચોરી કરી લઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૧૬/૦૮/૨૦૨૫ ના ક-૨૦/૨૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પ્રો.પો.સ.ઇશ્રી પી.જી.રાવત અકોટા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૫.    વાહન અકસ્માતના ગુનાઓ:

૧.      ગોત્રી પોલીસ સ્ટેશન

ગોત્રી પો.સ્ટે. “એ” પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૬૦૦૪૨૫૦૨૫૬/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની  કલમ ૧૦૬(૧),૨૮૧ તથા એમ.વી.એક્ટ ૧૭૭,૧૮૪,૧૩૪  મુજબના ગુનાના કામના ફરિયાદી અશોકભાઈ ભીખાભાઈ દેવીપુજક હાલ રહે, ગોત્રી નિલામ્બર સર્કલની બાજુમા નિલામ્બર બેલીસીમો-૩ ની સામે ફુટપાથ ઉપર ઝુપડામા ગોત્રી વડોદરા શહેર મુળ રહે, રાધા કિશન સોસયટી પેટલાદ જી-આણંદ નાઓની ફરિયાદ મુજબ એક ફોર વ્હીલ ગાડી નં- GJ-06-LK-6327 નો ચાલક તે તા.૧૬/૦૮/૨૦૨૫ ના ક.૨૧/૩૦ વાગે મોજે, ગોત્રી નિલામ્બર સર્કલની બાજુમા નિલામ્બર બેલીસીમો-૩ ની સામે રોડ ઉપર ફરિયાદીના સાસુ મીરાબેન હીરાભાઈ દેવીપુજક નાઓ ચાલતા રોડ ક્રોસ કરતા હતા તે વખતે આરોપીએ પોતાની ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી લાવી અથાડી એક્સીડેન્ટ કરી રોડ ઉપર પાડી દઈ તેની ઉપર ટાયર ચડાવી દઈ જમણી આંખ ઉપર કપાળના ભાગે, જમણી આંખ પાસે,હોઠ ઉપર,દાઢી ઉપર,ડાબા હાથની કોણી ઉપર, જમણા હાથ ઉપર, ડાબા પગના નળા ઉપર જમણા પગના ઘુંટણ ઉપર ગંભીર ઈજાઓ પહોચાડી મોત નિપજાવી નાસી જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૧૩/૦૮/૨૦૨૫ ના ક.૨૩/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી આર.એન.ચુડાસમા ગોત્રી પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૨.      ફતેગંજ પોલીસ સ્ટેશન

ફતેગંજ પો.સ્ટે. ”એ” પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૬૦૧૨૨૫૦૩૮૪/૨૦૨૫ ભારતીય ન્યાય સહીતા કલમ ૨૮૧  ૧૨૫ (એ) ૧૨૫ (બી)  તથા એમ.વી.એક્ટ ૧૭૭, ૧૮૪, મુજબના ગુનાના કામના ફરિયાદી પારૂલ W/O પ્રફુલભાઈ પિપરોદિયા રહે,મ.ન.૩૪ક્રિશ્ચન મહોલ્લો  નિઝામપુરા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ એક ફોરવ્હીલ જેનો રજી નં GJ-06-LK-8030ના ચાલાક આસિફખાન ભુરેખાન પઠાણ રહે.મ.નં.૮૧ પુનિતપાર્ક સોસા.વડૉદરા શહેર નાઓએ તા.૧૪/૦૮/૨૦૨૫ ના રાત્રિના સાડા આઠ વાગ્યાની આસપાસ મોજે નિઝામપુરા રોડ ઘેલાણી પેટ્રોલપંપની સામે ટેસ્ટી વડાપાઉની સામેના કટ ઉપર ફરીયાદી હોન્ડા એકટીવા જેનો રજી નં. GJ 60 SC 3946  લઇને જતા હતા ત્યારે આ કામના આરોપીએ પોતાની ફોરવ્હીલ પુરઝડપે અને  બેદરકારીથી ગફલત ભરી રીતે હંકારી ફરી.ની એકટીવાને ડાબી સાઈડથી એક્સિડન્ટ કરી ફરી.ને જમણા ગાલ ઉપર સામાન્ય ઈજા તથા જમણા હાથની કોણીનુ ફ્રેકચર કરી ગુનો કર્યા વિ બાબતે તા.૧૪/૦૮/૨૦૨૫ ના ક.૦૯/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો.નિલેશભાઈ હિંમતભાઈ ફતેગંજ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૬.    વાહન ચોરીના ગુનાઓ:

૧.      વારસીયા પોલીસ સ્ટેશન

વારસીયા પોસ્ટે પાર્ટ-એ ગુ.ર.ન.૧૧૧૯૬૦૩૮૨૫૦૧૬૧/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા કલમ- ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી આકાશ રમેશભાઇ પરમાર રહે. મ.નં. ૩૧ બ્લોક નં. ૨૯ કિશનવાડીવુડાના મકાન વારસીયા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૨૭/૦૭/૨૦૨૫ ના આશરે ક:૧૫/૦૦ વાગ્યા થી તા.૨૮/૦૭/૨૦૨૫ આશરે ક:૦૭/૦૦ વાગ્યા દરમ્યાન મોજે:મ.નં.૩૧ બ્લોક નં.૨૯ કિશનવાડીવુડાના મકાન વારસીયા ખાતે ફરીયાદીના ઘરની નીચેથી ફરીયાદીની બજાજ કંપનીનું પલ્સર મોડલની સ્પાર્કલિંગ કાળા-બ્લ્યુ કલરની મોટરસાઇકલ જેનો રજી.નં.GJ-06-NK-8775 ની સને ૨૦૨૨ ના મોડેલની જેના ચે.નં.MD2A11CX2MCJ38637 અને એ.નં.DHXCMJ29542 ની છે મો.સા.ની આશરે કિં.રૂ. ૬૦,૦૦૦/- જે કોઇ અજાણ્યા ચોર ઇસમે ડુપ્કીલેટ ચાવી વડે અથવા કોઇ સાધન વડે ખોલી અગર લોક તોડી ચોરી કરી લઇ જઈ ગુનો કર્યા વિ. બાબતે તા.૧૬/૦૮/૨૦૨૫ ના ક.૧૯/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પ્રો.પો.સ.ઇ.શ્રી પી.ડી.ચૌહાણ વારસીયા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.      બાપોદ પોલીસ સ્ટેશન

બાપોદ પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં -૧૧૧૯૬૦૦૨૨૫૦૩૭૮/૨૫ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી સંજયકુમાર બનારસ સીંગ રહે-બી ૫૯ પુષ્ટીદ્રાર સોસાયટી બાપોદ જકાતનાક વાઘોડીયા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા-૧૫/૦૮/૨૦૨૫ ના ક.૨૧/૦૦ વાગ્યા પહેલા મોજે –આજવા રોડ સરદાર એસ્ટેટ પાસે આવેલ અલ હયાત બિલ્ડીગ પાસેથી ફરીયાદીની હીરો કંપનીનુ કાળા કલરની ગ્લેમર મોટર સાયકલ જેનો RTO રજી.નં- GJ.06.NL.8874  જેનો ચે.નં-MBLJAW158MGM00397 તથા એ.નં.-JA07AFMGM00459 નો છે સને 2022 ના મોડલવાળી કાળા કલરની જેની કિં.રૂ.૬૦,૦૦૦/- જે કોઈ ચોર ઈસમે એલ એન્‍ડ ટી કંપનીની સામે સત્યગ્રીન કોમ્પ્લેક્ષ નીચેથી ડુપ્લીકેટ ચાવી વડે લોક ખોલી અગરતો કોઈ સાધન વડે લોક તોડી ચોરી કરી લઈ ગયેલ જઈ ગુનો કર્યા વિગેરે બાબતે તા-૧૭/૦૮/૨૦૨૫ ના ક.૦૨/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ શ્રી અર્જુનસિંહ પ્રવિણસિંહ બાપોદ પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે