Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૧૬/૦૮/૨૦૨૬)

 

૧.     પ્રોહીબિશનના કેસો

તા.૧૫/૦૮/૨૦૨૬ નારોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૨૫ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૪૮ કિં.રૂ.૯૬૦૦/- તેમજ ઇંગ્લીશ દારૂના કવાટરીયા નંગ-૭૫, ફોરવ્હીલર-૦૧, મળી કુલ કિ.રૂ.૧,૬૭,૧૦૦/-નો મુદામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૦૭ સહિત કુલ-૧૮ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨.     વિશ્વાસઘાતના કેસો

૧.         ગોરવા પો.સ્ટે “એ”પાર્ટ ગુ.ર.નં ૧૧૧૯૬૦૦૭૨૬૦૩૭૯/૨૦૨૬ બી.એન.એસ ની કલમ-૩૧૬(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી ગૌરાંગ ઇન્દ્રવદનભાઇ પટેલ રહે:-બી-૧૧૪ સિલ્વર લીફ ડુપ્લેક્ષ ભારત પેટ્રોલ પંપની પાછળ સોમાતળાવ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી(૧) કૃણાલ યોગેશભાઇ ઠક્કર (ર) યોગેશભાઇ ઠક્કર ઓફીસ એડ્રેસ ૬૧૦ એટલાન્ટીક હાઇટસ અર્બન ફીટનેશ ગેંડા સર્કલ નજીક વડોદરા શહેર રહે-૪૦૧ ડ્રીમ આઇકોનીયા વીવા મોલની સામે માંજલપુર વડોદરા નાઓએ  તા:-૨૫/૦૧/૨૦૨૪ થી આજદિન સુધી મોજે-૬૧૦ એટલાન્ટીક હાઇટસ અર્બન ફીટનેશ ગેંડા સર્કલ નજીક ફરીયાદીનો વિશ્વાસ અને ભરોસો કેળવી ફરીયાદીના કેનેડાના વર્ક પરમીટ તથા તેમના પત્ની તથા બાળકોના પી.આર વિઝા કરી આપવાના બહાને ફરીયાદી પાસેથી ટુકડે ટુકડે કુલ રૂ.૧૨,૦૦,૦૦૦/- જેટલી રકમ મેળવી લઈ ફરીયાદીને કેનેડાના વર્ક પરમીટ તથા ફરીયાદીના પરીવારના પી.આર વિઝા આઠ માસમાં કરી આપવાનુ જણાવી તે મુજબ કામ કરી ન આપી ફરીયાદીએ આપેલ નાણા પરત માંગણી કરતા રૂ.૭,૫૦,૦૦૦/- પરત આપી બાકીના રૂ,૪,૫૦,૦૦૦/- પરત ન આપી ફરીયાદીએ આપેલ નાણા તેના અંગત ઉપયોગમાં લઈ ફરીયાદીને આર્થિક નુકસાન પહોચાડી ફરીયાદી સાથે વિશ્વાસધાત કરી ગુનો કર્યા વિ.બાબતે તા:-૧૫/૦૮/૨૦૨૬ ના ક.૨૧/૦૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી એલ.એસ. સાંસલા ગોરવા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૩.     વાહન અકસ્માત/ફેટલના કેસો

૧.      હરણી પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૬૨૬૦૨૮૬/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૨૮૧,૧૨૫(એ),૧૨૫(બી) તથા એમ વી એક્ટ ૧૭૭,૧૮૪ મુજબના ગુનાના કામના ફરિયાદી અર્જુનભાઇ સ/ઓ રણછોડભાઇ મારવાડી રહે-મ.નં.25 બ્લોક નં.19 વાઇટ વુડાના મકાન ડી માર્ટની બાજુમાં ખોડીયારનગર રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી વિશાલ રાજુભાઇ વસુનીયા રહે. જાઓલી જોસલી જી જાબુઆ મધ્યપ્રદેશ નાઓએ તા.૦૭/૦૮/૨૦૨૬ ના ક.૧૪/૩૦ વાગ્યાના સુમારે મોજે- બનારસ પાન પાર્લર પાસે ખોડીયારનગર થી પાંજરાપોળ તરફ જતા રોડ ઉપર ફરીયાદીશ્રી નાઓ રોડ ક્રોસ કરતા હતા તે દરમ્યાન એક અશોક લેલન્ડ કંપનીની કચરાવાળી ગાડી જેનો રજી નં. જીજે 06 બીએક્ક્ષ 8093 ના ચાલક નાઓએ એકદમ પુરઝડપે ગફલતભરી બેદરકારીથી ચલાવી લાવી એક્સિડંટ કરતા નીચે પડી જતા કોઇએ એસ.એસ.જી.હોસ્પીટલમા સારવાર માટે લઈ જતા ફરજ પરના ડો.શ્રીએ તપાસ કરતા ડાબા તથા જમણા બન્ને હાથ ઉપર ફ્રેક્ચર તથા નાક ઉપર તથા શરીરે નાની મોટી ઇજાઓ કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૧૫/૦૮/૨૦૨૬ ના ક.૧૯/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો. ઉમેશભાઇ કાનજીભાઇ હરણી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.      માંજલપુર પો.સ્ટે પાર્ટ-એ-૧૧૧૯૬૦૦૩૨૬૦૧૧૧૯૬૦૦૩૨૬૦૪૦૧/૨૬ B.NS.કલમ-૨૮૧. ૧૨૫(એ). ૧૨૫ (બી) તથા MV ACT-કલમ-૧૭૭,૧૮૪,૧૮૮ તથા જી.પી. એક્ટ કલમ.૧૩૧ મુજબના ગુનાના કામના ફરિયાદી સેજલબેન D/O બાબુભાઈ મોહનભાઈ બારીયા રહે.મ.નં.૩૩, ચંચળબા નગર, જશોદા કોલોનીની બાજુમાં, મકરપુરા. વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ એક ટ્રક.નં.GJ-23-X-7677 ના ચાલકે  તા.૧૫/૦૮/૨૦૨૬ ના ક.૧૮/૦૦ વાગ્યા સુમારે મોજે-સુશેન સર્કલ થી માણેજા તરફ જવાના રોડ પર, માંજલપુર આરોપીએ પોતાનુ ભારદારી ટ્રક પ્રતીબંધિત સમય દરમ્યાન પ્રવેશ કરી મે.પો.કમિ.સા.શ્રીના જાહેરનામાનો ભંગ કરી પુર-ઝડપે તથા ગફલતભરી રીતે હંકારી લાવી ફરીયાદી ચાલતા ચાલતા પોતાના પિતાજી બાબુભાઈને મળવા માટે મકરપુરા ડેપોની બાજુમાં આવેલ ખેતેશ્વર સ્વીટ એન્ડ ફરસાણ ની દુકાન ખાતે ગયેલ અને પોતાના પિતાજી બાબુભાઇને મળી પરત પોતાના ઘરે ચાલતા જતા હતા તે વખતે રોડ પર ફરીયાદીને ટક્કર મારી અકસ્માત કરી રોડ પર પાડી દઈ માથાના ભાગે, કપાળના ભાગે તથા પેટના ભાગે તથા ચહેરાના ભાગે તથા શરીરના ભાગે ઈજા પહોચાડી તથા જમણા પગના જાંઘના ભાગે ગંભીર ઈજા પહોંચાડી ગુનો કર્યા વિ.બાબતે તા.૧૫/૦૮/૨૦૨૬ ના ક.૨૨/૦૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો.નરેન્દ્રસિંહ વજુભાઈ માંજલપુર પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૩.      છાણી પોસ્ટે પાર્ટ એ ગુ.ર.નં.-૫૧/૨૦૨૬(૧૧૧૯૬૦૦૫૨૬૦૩૨૪/૨૦૨૬) બી.એન.એસ. કલમ-૨૮૧, ૧૨૫ (એ),૧૨૫(બી),૧૦૬ તથા એમ.વી. એક્ટ કલમ-૧૭૭,૧૮૪,૧૮૫ પ્રોહિ કલમ ૬૬(૧)બી, મુજબના ગુનાના કામના ફરીયાદી દિનેશભાઈ સન/ઓફ કાન્તીભાઈ ધુડાભાઈ ગોહિલ રહે.મિરસાપુરા ગામ તા.-જી.-વડોદરા નાઓની ફરીયાદ મુજબ આરોપી વિપીનભાઈ છત્રસિંહ પરમાર રહે.-રામીપુર તા.-વાઘોડીયા જી.-વડોદરા નાઓએ તા.-૧૫/૦૮/૨૦૨૬ ના બપોરના ક-૧૪/૦૦ વાગ્યાની આસપાસ મોજે- ને.હા.-૪૮ પર વડોદરા થી વાસદ જતા દસરથ ગામ આઈ.ટી.આઈ. ગેટની સામે સર્વિસ રોડ ઉપર એક હીરો સ્પ્લેન્ડર મો.સા. જેનો રજી. નંબર GJ 06 SK 7993 ના ચાલક પોતાની મો.સા. પુરઝડપે તથા ગફલત ભરી રીતે ચલાવી લાવી સ્પીડ લિમીટ ન જાળવી રાખી તેનો ભંગ કરી બે વાહનો વચ્ચે  સુરક્ષિત અંતર જાળવી ન રાખી તથા ફરીયાદીની એકટીવાને પાછળના ભાગે જોરથી ટક્કર વાગતા એક્ટીવાની પાછળ બેઠેલ ફરીયાદીના કુટુંબી કાકા મહેશભાઈ મગનભાઈ ગોહિલ ઉ.વ.૪૮ નાઓને એકટીવાની પાછળના ભાગે ટક્કર વાગતા એકટીવા પરથી નિચે પાડી દઈ તેઓને માથાના પાછળના ભાગે મ્રુત્યુ નિપાજાવે તેવી ગંભીર ઈજા પહોચાડી મ્રુત્યુ નિપજાવી તથા ફરીયાદી એકટીવાને પાછળના ભાગે નુકશાન પહોચાડી તેમજ પોતાની જાતને ઇજાઓ પહોચાડી ગુનો કર્યા વિ.બાબતે તા-૧૬/૦૮/૨૦૨૬ ના ક-૦૫/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી પી.એસ. ચોધરી છાણી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૪.     ચેઇન સ્નેચીંગના ગુનાઓ

૧.      બાપોદ પો.સ્ટે. પાર્ટ–“એ” ૧૧૧૯૬૦૦૨૨૬૦૪૦૫/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ-૩૦૪(૨),૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી પ્રિયાંશુકુમાર ધ્રુવકુમાર પાંન્ડે રહે-મ.નં.૧૩૪ રામનગર સરદાર એસ્ટેટની પાછળ આજવા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ ગઇ તા.૨૯/૦૭/૨૦૨૬ ના રાત્રીના ક-૦૦/૧૫ વાગ્યા દરમ્યાન મોજે- ઝુલેલાલ ફરસાણની દુકાન ન્યુ.વી.આઇ.પી.રોડ ફરિયાદી નાઓ ચાલતા જતા હતા તે વખતે પાછળથી એક ટુ-વ્હીલર પલ્સર ગાડી ઉપર બે અજાણ્યા ઇસમો મોઢા ઉપર સફેદ કલરના રૂમાલ બાંધીને આવેલ જેમાં પાછળ બેસેલ ઇસમે ફરીના હાથ માંથી ફરીનો સફેદ કલરનો એપલ કંપનીનો આઇફોન ૧૩ મોબાઇલ ફોન જેનો IMEI NO-358271959105987 જેની આશરે કિ.રૂ.૨૫,૦૦૦/- તે મોબાઈલ ફોન ઝુટવીને ન્યુ.વી.પી.રોડ તરફ તેઓની મો.સા.પુરઝડપે ચલાવી એકબીજાની મદદગારી કરી ભાગી જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૧૫/૦૮/૨૦૨૬ ના ક.૨૨/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો અલ્પેશભાઇ ખોડાજી બાપોદ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

 

 

૫.     વાહન ચોરીના ગુનાઓ

૧.      રાવપુરા પો.સ્ટે.પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૨૬૨૬૦૨૨૦/૨૦૨૬ બી.એન.એસ કલમ ૩૦૫(બી) મુજબના ગુનાના કામના ફરિયાદી યશ અશોકભાઇ અગ્રવાલ રહે.મ.નં.૧૩૬ પુનમ કોમ્પલેક્ષની સામે ચીમનલાલ પાર્ક સોસાયટી, વાઘોડીયા રોડ,વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૧૫/૦૮/૨૦૨૬ ના ક.૧૧/૦૦ થી ૧૧/૩૦ વાગ્યા દરમ્યાન ગણદેવીકર જવેલર્સની સામે રાજસ્થાન આઇસ્કીમ નામની દુકાન આગળ થી રાવપુરા ફરીયાદીએ પોતાની પાર્ક કરેલ એકટીવા રજીસ્ટર નં.GJ.06.HF-7939 ની જાન્યુઆરી ૨૦૧૪ ના મોડલની જેનો એ.નં.JF50E80597594 તથા ચે.નં.ME4JF501LD8598824 ની જેની કિં.રૂ.૩૦,૦૦૦/- જેની કોઇ અજાણ્યો ચોર ઇસમ લોક તોડી કે ખોલી ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૧૫/૦૮/૨૦૨૬ ના ક.૧૮/૨૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.હે.કો. ગુલાબભાઇ રાયસિંગ રાવપુરા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૬.     મારામારીના ગુનાઓ

૧.      મકરપુરા પો.સ્ટે પાર્ટ-એ-૧૧૧૯૬૦૧૬૨૬૦૪૭૫/૨૦૨૬  બી.એન.એસ. ૨૦૨૩ ની કલમ ૧૧૫(૨), ૨૯૬બી, ૩૫૧(૩) મુજબના ગુનાના કામના ફરિયાદી અતુલ સ/ઓ રમેશભાઈ ભીખાભાઈ ભોઈ રહે-મ.નં.૭૬ કાલિદાસની ચાલ વિશ્વામિત્રી રેલવે પુલ પાસે માંજલપુર વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી સચિન સોલંકી નાઓએ તા.૧૪/૦૮/૨૦૨૬ ના રોજ સાંજના પાંચેક વાગ્યાના અરસામાં મોજે. પ્રતાપનગર રેલવે વર્કશોપ મેન ગેટની આગળ પ્રતાપનાગર ફરિશ્રી પાસેથી આરોપીએ અગાઉના રૂપિયા દસ હજાર ફરિશ્રી પાસેથી લીધેલ જેના આપેલ અને વાયદાઓ આપતો અને ફરિશ્રીએ તેની બાઈક વર્કશોપમા લાવેલ જેથી વર્કશોપ મેન ગેટની આગળ ફરિશ્રી સાથે બોલાચાલી ઝઘડો કરી ગમે તેમ ગાળો બોલી અને તને તો મારી જ નાખવો છે તેમ કહી ધમકી આપી ફરીશ્રીને ગડદાપાટુનો માર મારી બંને પગના ઘુંટણે ઈજાઓ પહોંચાડી ગુન્હો કર્યા વિ.બાબતે તા.૧૫/૦૮/૨૦૨૬ ના ક-૨૩/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પ્રો.એ.એસ.આઈ. નરસિંહભાઈ કેરાજી મકરપુરા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.