-: પ્રેસનોટ :-
(તા.૧૬/૧૧/૨૦૨૫)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૧૫/૧૧/૨૦૨૫ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૨૨ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લી-૪૯ કિ.રૂ.૯૮૦૦/- તથા ઇંગ્લીશ દારૂના ક્વાટરરીયા નંગ-૨૮, ઇ.બોટલ-૨૧૧ કિ.રૂ.૨,૧૯,૫૮૪/- નો મુદામાલ કબ્જે કરેલ છે તથા પીધેલા-૧૪ સહીત કુલ-૧૬ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. વાહન અકસ્માતના કેસો
૧. પાણીગેટ પો.સ્ટે.
પાણીગેટ પો.સ્ટે. પાર્ટ-ગુ.ર.ન.૧૧૧૯૬૦૧૭૨૫૦/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ ૨૮૧, ૧૨૫(એ), ૧૨૫(બી), ૩૨૪(૪) તથા એમ.વી. એક્ટ કલમ ૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબના ગુનાના કામના ફરિયાદી કમલેશ નારાયણદાસ ખટવાણી ઉ.વ.૫૭ ધંધો- નોકરી રહે- મ.નં.૧૮, નાલંદા-૦૨ સોસાયટી, કલાદર્શન ચાર રસ્તા પાસે, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી ફોર વ્હિલ ગાડી જેનો રજી. નં GJ-04-EA-0193 નો છે તે ગઇ તા.૦૪/૧૧/૨૦૨૫ ના બપોરના આશરે કલાક ૧૧/૩૦ થી કલાક ૧૨/૦૦ વાગ્યાની વચ્ચે આયુર્વેદિક ત્રણ રસ્તા પાસે આવેલ પ્રકાશ સ્ટુડીયો નામની દુકાન સામે રોડ પર પહોંચતા એક ફોર વ્હીલ ગાડી જેનો રજી. નં. GJ-04-EA-0193 ના ચાલકે પોતાની ફોર વ્હીલ ગાડી પૂર ઝડપે બેદરકારી અને ગફલતભરી ચલાવી ફરી.શ્રીની હોન્ડા એવીયટર રજી. નં. નં.GJ-06-MQ-1411 ને ટક્કર મારી હોન્ડા એવીયટરને નુકશાન કરી નાશી જઇ એક્સીડન્ટમાં ફરી.શ્રીને શરીરે બેઠો માર તથા જમણા ખભાના ભાગે ઇજા કરી ફેકચર કરી ગુનો કર્યા વિ. બાબતે તા.૧૫/૧૧/૨૦૨૫ ના કલાક ૧૮/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ. પ્રતિકભાઇ ભરતભાઇ પાણીગેટ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. વિશ્વાસઘાતના કેસો
૧. સયાજીગંજ પો.સ્ટે.
સયાજીગંજ પો.સ્ટે. ગુ.ર.નં. ફર્સ્ટ– ૧૧૧૯૬૦૩૦૨૫૦૬૬૭/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા કલમ ૩૧૬(૨), ૩૧૮(૪) મુજબના ગુનાના કામના ફરિયાદી શિવમ રાજેન્દ્ર ટોકરકર ઉ.વ.૩૩ ધંધો.નોકરી રહે.બી/૪૦૪, સત્યમ નિર્વાણા, હરણી પોલીસ સ્ટેશનની પાસે, હરણી વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી જીતેન્દ્રસિંઘ માનકસિંઘ રાજપુરોહિત રહે. સી-૪૦૨ આદીત્ય એમ્પાયર વાસણા ભાયલી રોડ વડોદરા શહેર મુળ રહે. ૧૨ પિતૃકૃપા સુભાષ રોડ હોલીક્રોસ સ્કુલ પાસે નવાપાડા ડોબીવલી કલ્યાણ મુંબઇ આ કામના આરોપી નાઓએ ફરીયાદીને ફેબ્રુઆરી ૨૦૨૫ માં ફરીયાદીને સસ્તા ભાવે ગોલ્ડ અપાવવાનો વિશ્વાસ આપી ફરીયાદી પાસેથી અલગ અલગ રકમ મળી કુલ્લે રૂપીયા ૪૩,૪૬,૫૦૦/- લઈ ગયેલ અને આ જીતેન્દ્રસિંઘ રાજપુરોહિત નાઓએ ફરીયાદીને પચ્ચીસ દીવસમા ગોલ્ડ ખરીદીને અપાવવાનુ હતુ જે આરોપીએ અપાવેલ નહી જેથી ફરીયાદીએ આરોપીને આપેલ રૂપીયા પરત માંગતા તેણે ફરીયાદી ટુકડે ટુકડે કુલ્લે બાર લાખ રૂપીયા પરત આપેલ અને બાકીના રૂપીયા ૩૧,૪૬,૫૦૦/- પરત માંગતા તે ગલ્લા તલ્લા કરવા લાગેલ અને ફરીયાદીએ આપેલ રકમ આજદીન સુધી પરત આપેલ નહી અને ગોલ્ડ પણ નહી અપાવી ફરીયાદી સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી ગુનો કર્યા બાબત વિ.બાબતે તા.૧૫/૧૧/૨૦૨૫ ના કલાક ૨૧/ ૦૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પ્રો.પો.સ.ઇ શ્રી ટી.બી.કાતરીયા સયાજીગંજ સયાજીગંજ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. જવાહરનગર પો.સ્ટે.
જવાહરનગર પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં-૧૧૧૯૬૦૦૯૨૫૦૨૮૫/૨૦૨૫ ઇ.પી.કો. કલમ-૪૦૬, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૨૦(બી) મુજબના ગુનાના કામના ફરિયાદી કંદર્પ લલીત જોષી ઉ.વ.૩૫ ધંધો-નોકરી (ઓફીસર) હાલ રહે.ટાવર-બી, ફ્લેટ નં.-૭૦૧, સરદાર પટેલ હાઇટ્સ, સમતા પોલીસ ચોકી પાસે, સમતા, ગોરવા, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી શ્રી ગીરીરાજ ડેવલોપર્સ નામની પેઢીના ભાગીદાર આરોપી નં (૧) મૃણાલીની ચિરાગભાઇ શાહ નં (૨) મોનાર્ક ચિરાગભાઇ શાહ નં (૩) સ્વ મોહનીશ મુકુંદ પંડ્યા નાઓ અને નં.(૪) સીંગ એસોસિએટના માલિક ધીરેન્દ્રસિંહ બટેશ્વરસિંહ સીંગ જેઓ ડી.એસ.એ. (ડાયરેક્ટ સેલીંગ એજન્ટ) તરીકે કામ કરે છે તેઓ તમામે મળીને વડોદરા તરસાલી ખાતે આવેલ જમીન જેનો સર્વે નંબર-૫૭૮/૫૭૯ નો છે જેના પર સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા, ચોકસી બજાર શાખા, પાદરા, જી.વડોદરા ખાતેથી તા.૨૦/૧૨/૨૦૧૮ ના રોજ રૂ.૪,૯૫,૦૦૦૦૦/- ની પ્રોજેક્ટ લોન મેળવેલ હતી અને જેની જાણ ધીરેન્દ્રસિંહ બટેશ્વરસિંહ સીંગ નાઓને ત્યાં કામ કરતા (૫) સ્વ.પ્રવિણસીંગ હરિસીંગ રાજપુત નાઓને હોય તેમ છતા તેઓ તમામે ભેગા મળીને પોતાના આર્થિક ફાયદા સારૂ પુર્વ આયોજીત ગુનાહીત કાવતરૂ રચી, જે જમીન પર શ્રી ગિરિરાજ ડેવલોપર્સ દ્વારા “પલાસ હાઇટસ” નામની સાઇટ બનાવવામાં આવેલ જે સાઇટના ફ્લેટ નં.ડી-૪૦૧ નો છે જેના પર સૌપ્રથમ નેન્સી રાયથાથા નાઓને તા.૧૪/૦૭/૨૦૨૧ ના રોજ નોટરી બાનાખત કરી આપેલ અને જે આધારે પ્રથમ બેંક ઓફ મહારાષ્ટ્ર, વલણ શાખા, કરજણ નાઓ ખાતેથી લોન મેળવેલ હતી અને ત્યારબાદ આ ફ્લેટ નં.ડી-૪૦૧ જેનુ ટાઇટલ ક્લિયરન્સ સર્ટીફિકેટ કઢાવી તથા ઓવર વેલ્યુનો રીપોર્ટ બનાવી/બનાવડાવી અમારી બેંક ઓફ બરોડા, રણોલી બ્રાન્ચમાંથી જીતેન્દ્ર સનતભાઇ રાયથાથા નાઓના નામનો રજીસ્ટર બાનાખત કરી તા.૦૧/૧૨/૨૦૨૨ ના રોજ રૂ.૧૮,૬૦,૦૦૦/- ની હોમ લોન મેળવી તેમજ આ શ્રી ગીરીરાજ ડેવલોપર્સ નામની ભાગીદારી પેઢીના ભાગીદારો, ધીરેન્દ્રસિંહ બટેશ્વરસિંહ સીંગ, સ્વ.પ્રવિણસીંગ હરિસીંગ રાજપુત અને નં (૬) કેવિન કિશોરભાઇ કરકર વિગેરે નાઓએ જાણવા છતા તમામે ભેગા મળીને પોત પોતાના આર્થિક ફાયદા સારૂ પુર્વ આયોજીત કાવતરૂ રચી પલાસ હાઇટ્સની શોપ નં.૩ અને ૪ વાળી દુકાન જેનુ ટાઇટલ ક્લિયરન્સ સર્ટીફિકેટ કઢાવી તથા ઓવર વેલ્યુનો રીપોર્ટ બનાવી/બનાવડાવી દુકાન પર કેવીન કિશોરભાઇ કરકર નાઓના નામની પેરીગ્રીન ફર્મ નામની ખોટી ફર્મ ઉભી કરીને ફર્મના નામે રુ.૫૦,૦૦,૦૦૦/- ની સી.સી. (કેશ ક્રેડિટ) લોન મેળવી લોનની રકમનો ઉપયોગ પોતાના ધંધામાં નહિં કરી અન્ય જગ્યાએ કરી બેંક સાથે કપટપુર્વક વિશ્વાસઘાત અને છેતરપીંડી કરેલ છે. તદુપરાંત આ આ શ્રી ગીરીરાજ ડેવલોપર્સ નામની ભાગીદારી પેઢીના ભાગીદારો, ધીરેન્દ્રસિંહ બટેશ્વરસિંહ સીંગ, સ્વ.પ્રવિણસીંગ હરિસીંગ રાજપુત અને નં (૭) શુભમ શૈલેષભાઇ ગજ્જર નાઓ તમામ સાથે મળીને પોત પોતાના આર્થિક ફાયદા સારૂ પુર્વ આયોજીત કાવતરૂ રચી પલાસ હાઇટ્સમાંની દુકાન નં.૧૫ અને ૧૬ જેનુ ટાઇટલ ક્લિયરન્સ સર્ટીફિકેટ કઢાવી તથા ઓવર વેલ્યુનો બનાવી/બનાવડાવી રિનોવેશન કરાવવા માટે રુ.૫૦,૦૦,૦૦૦/- ની લોન લેવા માટે એસ.કે ફર્નીચરના નામના ખોટા ઉધ્યમ સર્ટી તથા જી.એસ.ટી. સર્ટિ.નો ઉપયોગ કરેલ છે. તેમજ ધીરેન્દ્રસિંહ બટેશ્વરસિંહ સીંગ, સ્વ.પ્રવિણસીંગ હરિસીંગ રાજપુત અને નં (૮) મનોજ નરસિંહભાઇ પટેલ નાઓએ સાથે મળીને પોત પોતાના આર્થિક ફાયદા સારૂ પુર્વઆયોજીત કાવતરૂ રચી રાધે ગોવિંદ ડુપ્લેક્ષ ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં.૧૪ પ્રોપર્ટીનો ઓવર વેલ્યુનો રીપોર્ટ બનાવી/બનાવડાવી બેંકમાં પ્રોપર્ટી મોર્ગેજ કરી આ મનોજ નરસિંહભાઇ પટેલ નાઓએ રાધીકા વેજીટેબલ ફર્મના નામે વેપાર કરવા માટે રૂ.૫૦,૦૦,૦૦૦/- ની સી.સી. લોન મેળવેલ પરંતુ લોનની રકમનો ઉપયોગ પોતાના ધંધામાં નહિં કરી અન્ય જગ્યાએ ફંડનો ઉપયોગ કરી બેન્ક સાથે છેતરપીંડી કરેલ હતી. આમ ગઈ તા-૨૭/૧૦/૨૦૨૨ થી તા-૨૩/૦૪/૨૦૨૪ દરમ્યાન નં.(૧) થી નં.(૮) નાઓએ પોત પોતાના આર્થીક ફાયદા સારૂ ભેગા મળીને ટાઇટલ ક્લિયરન્સ સર્ટીફિકેટ કઢાવી તથા ઓવર વેલ્યુનો રીપોર્ટ બનાવી/બનાવડાવી તથા વેપાર કરવાના બહાના હેઠળ સી.સી. લોનો કરાવી તથા ખોટી ફર્મ બનાવી તથા ખોટા ઉધ્યમ સર્ટી તથા જી.એસ.ટી. સર્ટિફિકેટ બનાવી હોમ લોનો અને સી.સી. લોનો મેળવી તેના પૈસા વિવિધ એકાઉન્ટમા ટ્રાંસફર કરી-કરાવી એકબીજાને મદદગારી કરી પુર્વ આયોજીત કાવતરૂ રચી ગુનાહિત વિશ્વાસઘાત કરેલ હોય જેથી અમારી બેંક ઓફ બરોડા રણોલી બ્રાંચને કુલ રકમ રુ.૩,૪૭,૮૮,૮૦૮/- જેટલી લોન ધારકો પાસેથી લેણી રકમ નીકળે છે જે લેણી રકમનુ આર્થિક નુકશાન પહોચાડી છેતરપીંડી કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૧૫/૧૧/૨૦૨૫ ના કલાક ૨૧ /૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.ઇ.શ્રી એ.એમ.પરમાર જવાહરનગર પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. બાપોદ પો.સ્ટે.
બાપોદ પો.સ્ટે. પાર્ટ- એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૨૨૫૦૬૫૧/૨૫ ભારતિય ન્યાય સંહીતા કલમ-૩૫૧(૩),૩૧૧ તથા જી.પી.એક્ટ ની કલમ-૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી ફારૂકભાઈ ઇસ્માઈલભાઇ ચૌહાણ ઉ.વ-૪૨ ધંધો-વેપાર રહે- મ.નં-બી/૧૭, બહાર કોલોની, સરદાર એસ્ટેટ પાસે,આજવા રોડ,વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી જાફર આરીફભાઇ ગાંચી રહે- બહાર કોલોની, આજ્વા રોડ વડોદરા શહેર તા.૧૫/૧૧/૨૦૨૫ ના સવારના અગીયાર વાગ્યા ના સુમારે મોજે- બરકત ઉલ્લા પ્રોવિજન સ્ટોર આજવા રોડ વડોદરા શહેર ખાતે ફરીયાદી ના સગીર વય દિકરા નામે માહીર ઉ.વ.૧૭ નાનો દુધ લેવા માટે ગયેલ હતો તે વખતે એક ઇસમ નામે જાફર આરીફભાઈ ઘાંચી નાનો ફરીયાદીના દિકરા પાસે આવી તેના ગળા ઉપર ચાકુ રાખી જાનથી મારી નાખવાની ધમકી આપી તેની પાસે રહેલ રૂ,૧૫૦૦/- બળજબરીથી ઝુંટવી લઇ ભાગી જઈ મે.પોલીસ કમીશ્નરશ્રીના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૧૫/૧૧/૨૦૨૫ ના કલાક ૧૯/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ શ્રી જે.એલ.જોધ્ધા બાપોદ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. અન્ય કેસો
૧. સયાજીગંજ પો.સ્ટે.
સયાજીગંજ પો.સ્ટે. ગુ.ર.નં. કલમ- એ-પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૦૨૫૦૬૬૬/૨૦૨૫ BNS ૨૦૨૩ ની કલમ ૩૦૮ (૨), ૩૧૯, (૨), ૩૫૧, ૬૧ મુજબના ગુનાના કામના ફરિયાદી સાજી જોશ ઉ.વ. ૫૨ ધંધો નોકરી ઈન્ડો એમાઈન્સ લીમીટેડ ડાયરેક્ટર ટુંડાવ ગામ તા.સાવલી જી.વડોદરા રહે ૧૨,સહજ એવન્યુ. ઉંડેરા વડોદરા નાઓની ફરિયાદ મુજબ આરોપી જીતસિંહ રાણા ઉર્ફે દાઉદ તથા સુનિલ મહીડા તથા તેની સાથેના ચાર બાઉન્સરો તથા તેઓનો ડ્રાઈવર જેઓના પુરા નામ સરનામાની ખબર નથી તે તા.૩૦/૧૦/૨૦૨૫ ના બપોરના ત્રણ થી સાજના છ વાગ્યા દરમ્યાન ઈફોટેલ હોટલમા સયાજીગંજ ઈફોટેલ હોટલમા ફરિયાદીની કંપની પોલ્યુશન ફેલાવતી હોય તે અંગેની મિટીંગ માટે બોલાવી ફરિયાદી તથા સાહેદોને જણાવેલ કે તમારી કંપની વિરૂદ્ધ પોલ્યુશન અંગે અમને ફરિયાદો મળેલ છે. જો તમારે કંપની ચલાવવી હોય તો રૂ. ૧૫,૦૦,૦૦,૦૦૦/- અમોને આપો નહીતર સરકારી મોટા અધીકારીઓ સાથે મળી કંપની બંધ કરાવી દેવાની ધમકી આપી પોતે કોઈ હોદ્દા પર નહી હોવા છતા પોતાનો ખોટો હોદ્દો જણાવી સેંન્ટ્રલ ગવર્મેન્ટના એન. જી. ટી. ના કોઈ ટોચના અધીકારી શ્રીવાસ્તવ ના નામે ખોટી ઓળખ ઉભી કરી તેની સાથે ફોન પર વાત કરી પુર્વ આયોજીત ગુનાહીત કાવતરુ રચી ફરિયાદી પાસેથી રૂ.૧૫,૦૦,૦૦,૦૦૦/- બળ જબરીથી કઢાવી લેવા માટે દાબ દબાણ કરી ગુનો કર્યા બાબત વિગેરે બાબતે તા.૧૫/૧૧/૨૦૨૫ ના કલાક ૧૬/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.ઇ. શ્રી એલ.જે.મિયાત્રા સયાજીગંજ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.