-: પ્રેસનોટ :-
(તા.૧૬/૧૨/૨૦૨૫)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૧૫/૧૨/૨૦૨૫ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૩૮ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લી-૩૫ કિ.રૂ.૭૦૦૦/- તથા ઇ.કવા-૦૭ કિ.રૂ. ૭૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે તથા પીધેલા-૨૭ સહીત કુલ-૩૩ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. વિશ્વાસઘાતના કેસો
૧. બાપોદ પો.સ્ટે.
બાપોદ પાર્ટ- “એ” ગુ.ર.નં ૧૧૧૯૬૦૦૨૨૫૦૭૦૯/૨૦૨૫, ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ- ૩૧૮(૪), ૬૧(૨) મુજબ ગુનાના કામના ફરિયાદી પોલીસ કોન્સ્ટેબલ, વિશાલભાઇ નારૂભાઇ બ.નં.૧૭૧૦, નોકરી બાપોદ પોલીસ સ્ટેશન, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) સરવરખાન S/O અયુબખાન અહેમદખાન પઠાણ ઉ.વ.૩૦ રહેવાસી : જુની મસ્જિદ પાસે એકતાનગર આજવા રોડ વડોદરા શહેર (૨) શાહીદ નામનો ઇસમ જેનો મો.નં-+૨૭૭૩૨૬૪૭૦૬૭ નો છે જેના નામ સરનામાની ખબર નથી તે તા.૧૯/૦૭/૨૦૨૪ થી આજ દિન સુધી મોજે જુની મસ્જિદ પાસે એકતાનગર આજવા રોડ વડોદરા શહેર આ કામના આરોપીઓ દ્વારા ગુન્હાહિત કાવતરૂ રચી કાવતરાના ભાગરૂપે સાયબર ક્રાઇમના ગુના આચરવા મ્યુલ બેંક (૧) HDFC Bank Account, Branch: AJWA ROAD VADODARA Account No. 50100734041751 નો છે. જેનો IFSC CODE : HDFC0008667 નો છે જેમાં આશરે રૂ.૧૦,૭૧,૧૦૫/- રકમ ટ્રાન્સફર કરાવેલ તથા નં(૨) HDFC Bank Account, Branch: AJWA ROAD VADODARA Account No. 50100733974864 નો છે. જેનો IFSC CODE : HDFC0008667 જેમાં આશરે રૂ.૮,૦૦,૦૪૪/- રકમ ટ્રાન્સફર કરાવેલ તે નાણાં ચેક દ્વારા ઉપાડી પોતાનું કમિશન મેળવી લઈ બાકીના રકમ સહ આરોપીને આંગડીયા દ્વારા પહોચાડી એકબીજાની મદદગારી કરી લોકો સાથે ઓનલાઈન છેતરપિંડી કરી જેમા પોતાના અંગત ઉપયોગ માટે નાંણા મેળવી કમીશન મેળવી ગુન્હો કર્યા વિગેરે બાબતે તા.૧૫/૧૨/૨૦૨૫ ના કલાક ૧૮/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈ. શ્રી જે.એલ.જોધ્ધા બાપોદ પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. ગોરવા પો.સ્ટે.
ગોરવા “એ”પાર્ટ ગુ.ર.ન. ૧૧૧૯૬00૭૨૫0૭૨૧ /૨૦૨૫ ભારતીય ન્યાય સહિતા એક્ટ ૨૦૨૩ ની કલમ-૩૧૬(૨),૫૪ મુજબ ગુનાના કામના ફરિયાદી જીગ્નેશકુમાર સુંદરલાલ ડાભી ઉ.વ.-૨૪ ધંધો.ખેતી કામ રહે-૨૨૬,ડાભ્હી ખડકી, મુ-કંડારી, તા-કરજણ જી-વડોદરા નાઓની ફરિયાદ મુજબ આરોપી નં-૧ નીતીનભાઈ માનસિંહ પરમાર રહે-ઘર/ઓફિસ: ૧૧૪૬, લક્ષ્મીકુંજ સોસાયટી, ગોરવા, આઈ.ટી.આઈ.પાસે,ગોરવા,વડોદરા શહેર નં-૨ હીતેશભાઈ જશવંતસિંહ સોલંકી નં-૩ ભાવેશભાઈ મોહનભાઈ મકવાણા બન્ને રહે-નક્ષ વલ્ડ પ્રાઈવેટ.લી નં-૪ વિનોદભાઈ મળીલાલ વણકર રહે-પરીવાર ચાર રસ્તા ગાયત્રી સોસાયટી વડોદરા શહેર મોજે-ઘર/ઓફિસ:૧૧૪૬, લક્ષ્મીકુંજ સોસાયટી, ગોરવા, આઈ.ટી.આઈ.પાસે,ગોરવા,વડોદરા શહેર આ કામના આરોપી નાઓએ ગઈ તા:-૦૯/૦૬/૨૦૨૫ થી આજ દિન સુધી એક બીજાની મદદગારી કરી ફરીયાદીને રશીયા ખાતેના વર્ક પરમીટ કરી આપવાના બહાને ફરીયાદીનો વિશ્વાસ અને ભરોસો કેળવી તેઓના વર્ક પરમીની જગ્યાએ વિઝીટર વિઝા કરી આપી તેઓની પાસેથી રૂ.૩,૦૦,૦૦૦/- જેટલી રકમ પડાવી લઈ ફરીયાદીને રશીયા ખાતે મોકલી આપી તેઓને રશિયા ખાતે નોકરી ન અપાવી ફરીયાદીએ આપેલ નાણા પરત માંગણી કરતા નાણા પરત ન આપી તેઓના અંગત ઉપયોગમાં લઈ ફરીયાદીને આર્થિક નુકસાન પહોચાડી ફરીયાદી સાથે વિશ્વાસધાત કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૧૫/૧૨/૨૦૨૫ ના ક.૧૭/00 વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ PSI શ્રી એમ.કે.વાળા ગોરવા પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. ફતેગંજ પો.સ્ટે.
ફતેગંજ પો.સ્ટે. ”એ” પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૬૦૧૨૨૫૦૫૭૨/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ-૩૧૮(૪),૬૧(૨) મુજબ ગુનાના કામના ફરિયાદી અ.હે.કો. બલભદ્રસિંહ પ્રતાપસિંહ બ.નં.૪૨૭ નોકરી ફતેહગંજ પોલીસ સ્ટેશન, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) ઝુબેર મતલુબખાન પઠાણ રહે. ૬૪ રસુલજીની ચાલી છાણી રોડ ચિસ્તિયા મસ્જીદની પાછળ નવાયાર્ડ વડોદરા તથા (૨) દિલસાદખાન ઉર્ફે સલમાન મોહમ્મદ ઇજારખાન પઠાણ રહે. બી/૪૮ રહેમતપાર્ક મધુનગર ગોરવા વડોદરા શહેર તા.૦૬/૦૫/૨૦૨૫ થી તા.૦૯/૧૨/૨૦૨૫ સુધીમાં મોજે- HDFC BANK લીમીટેડ ગ્રાઉન્ડ ફ્લોર આદિત્વ્ય કોમ્પ્લેક્ષ નિઝામપુરા વડોદરા શહેર આરોપી (૧) તથા (૨) નાઓએ પુર્વ આયોજીત કાવતરુ રચી પોતાનો સમાન ઇરાદો પાર પાડવા અને લોકો સાથે ઇન્ટરનેટના માધ્યમથી ઠગાઈ કરવા અલગ અલગ પેતરાઓ રચી સાયબર ક્રાઇમના ગુન્હા આચરી ગેરકાયદેસર આર્થીક લાભ મેળવવા સારુ આરોપી ઝુબેર મતલુબખાન પઠાણે પોતાના નામનુ એચ.ડી.એફ.સી. બેંક લીમીટેડ ગ્રાઉન્ડ ફ્લોર આદિત્વ્ય કોમ્પ્લેક્ષ, નિઝામપુરા, વડોદરા ખાતે HDFC BANK આવેલ હોય જે બેંક એકાઉન્ટ નં.50100591290693નુ એકાઉન્ટ ખોલાવી બેંક એકાઉન્ટની કીટ તથા એક સીમકાર્ડ આરોપી દિલસાદખાન ઉર્ફે સલમાન મોહમ્મદ ઇજારખાન પઠાણ નાને આપતા તેઓએ તે બેંક એકાઉન્ટમાં ઓનલાઇન છેતરપીંડીથી મેળવેલ નાણા જમા કરાવડાવી કમિશન મેળવી એકબીજાની મદદગારી કરી લોકો સાથે પોતાના આર્થીક લાભ માટે ઓનલાઇન છેતરપીંડી કરી કુલ રૂ.૩,૭૧,૫૦૯/- નુ અનઓથોરાઇઝ ટ્રાન્જેકશન કરી નાણા સગેવગે કરી ગુન્હો કર્યા વિ. બાબતે તા.૧૫/૧૨/૨૦૨૫ ના ક.૧૯/૨૫ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી એસ.આર.વસાવા ફતેગંજ પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. વાહન અકસ્માતના કેસો
૧. ગોત્રી પો.સ્ટે.
ગોત્રી પોલીસ સ્ટેશન પાર્ટ “એ” ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૪૨૫૦૩૯૩/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા -૨૦૨૩ ની કલમ ૨૮૧,૧૨૫(એ),૧૨૫(બી) એમ.વી.એકટ ૧૭૭,૧૮૪ મુજબ ગુનાના કામના ફરિયાદી સાગર જયેશ વોરા ઉ.વ.-૩૭,ધંધો:- નોકરી રહે,એ,૧૩,પ્રાર્થના ડુપ્લેક્ષ,નારાયણ ગાર્ડ્ન પાસે લક્ષ્મીપુરા વડોદરા શહેર,મુળ રહે ,બી- ૧૭, સેકટર-૦૯,૧૦૩ શાંતીનગર મીરા રોડ ઇસ્ટ.મૂંબઈ નાઓની ફરિયાદ મુજબ આરોપી એક એકટીવા ગાડી નં GJ-06 –LR-2411 નો ચાલક જેના નામઠામ ની ખબર નથી તે તા,૧૧/૧૧/૨૦૨૫ ના કલાક બપોરના સાડા ત્રણ વાગે,મોજે ગોત્રી રોડ શ્રીના કોમ્પલેક્ષની પાસે જાહેર રોડ ઉપર આ કામના ફરીયાદીને એક એકટીવા ગાડી નં GJ-06 –LR-2411 નો ચાલક જેના નામઠામ ની ખબર નથી તે જેના ચાલક પુર ઝડપે અને ગફલત ભરી રીતે ગાડી ચલાવી લાવી ફરીયાદીને જમણા પગે અથાડતા પગે ગંભીર ઈજા પહોંચાડી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૧૫/૧૨/૨૦૨૫ ના કલાક ૧૯/૦૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ નવિનભાઇ મંગુભાઇ ગોત્રી પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. મારામારીના કેસો
૧. વાડી પો.સ્ટે.
વાડી પોલીસ સ્ટેશન પાર્ટ–એ-ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૫૨૫૦૩૮૭/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ ૧૧૫(૨), ૧૧૮(૧), ૩૫૧(૩), ૨૯૬(બી), ૫૪ મુજબ ગુનાના કામના ફરિયાદી અબ્દુલ તૌવાબ અબ્દુલ રસીદ ડાંગીવાલા ઉ.વ.૪૯ ધંધો.વેપાર રહે.ડાંગીવાલા એપાર્ટમેંટ, યાસીનખાન પઠાણ રોડ, મોગલવાડા, વાડી વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) અસનાદ સરફરાઝ કુરેશી તથા નં.(૨) બાજેગાબાનું શબ્બીર અહેમદ સાદુવાલા બંને રહે. અમીન શાકભાજીની સામે બકરીચોક મોગલવાડા, વડોદરા શહેર તા.૧૫/૧૨/૨૦૨૫ રાત્રીના આશરે ૨૧/૧૫ વાગ્યા આસપાસ મોજે. અમીન શાકભાજીની સામે, બકરીચોક, મોગલવાડા, વડોદરા શહેર આ કામના ફરીયાદી આ કામના આરોપીઓના ઘરે ગયેલ ત્યારે આરોપી નં.(૨) નાઓ તેમના ઘરે હાજર હતા અને આરોપી નં.(૧) ઘરે હાજર હોય નહી જેથી ફોન કરીને બોલાવેલ જેથી આરોપી નં.(૧) નાઓઆવેલ ત્યારે ફરી. એ તેને કહેલ કે “તે મારા ભાણા મહોમ્મદને કેમ માર્યો “ તેમ કહેલ જેથી આ કામના આરોપી નં.(૧) નાઓએ કહેલ કે“ મારી મરજી હું મારૂ અને તેને જાનથી મારી નાખીશ અને તારે જેટલા તારી જમાતના માણસો બોલાવવા હોય એટલા બોલાવી લે “ તેમ કહી મને ગંદી ગાળો આપી ઉશ્કેરાઇ જઈ બોલાચાલી ઝઘડો કરી ઝપા ઝપી કરેલ તથા આરોપી નં.(૨) નાઓએ ફરી.ને ગંદી ગાળો આપી બોલાચાલી ઝઘડો કરેલ ત્યારે આરોપી નં.(૧) નાએ ફરી. ના માથાના ભાગે સાણસી મારી ઇજા પહોંચાડી એક બીજાની મદદગારી કરી જઇ ગુનો કર્યા બાબતે તા.૧૫/૧૨/૨૦૨૫ ના કલાક ૨૩/૪૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી આર.કે.ચાવડા વાડી પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. ગોરવા પો.સ્ટે.
ગોરવા પો.સ્ટે. “એ”પાર્ટ ગુ.ર.ન. ૧૧૧૯૬00૭૨૫0૭૩૧ /૨૦૨૫ ભારતીય ન્યાય સહિતા એક્ટ ૨૦૨૩ ની કલમ-૧૧૫(૨), ૧૧૭(૨), ૨૯૬(બી), ૩૫૧(૨), ૫૪ જી.પી.એક્ટ્ ૧૩૫ મુજબ ગુનાના કામના ફરિયાદી ધ્રુવેશભાઇ સન ઓફ રાજેંદ્રભાઇ પંચાલ ઉ.વ.૨૧ ધંધો.અભ્યાસ રહે,મ.ન.૦૭ અશોકવાટીકા સોસાયટી વડોદરા ગોરવા નાઓની ફરિયાદ મુજબ આરોપી પ્રતિક રબારી તથા અન્ય બે ઇસમો જેના પુરા નામ સરનામાની ખબર નથી તા.૧૫/૧૨/૨0૨૫ ના આશરે કલાક ૨૧/૧0 વાગે ના સુમારે મો.જે માનવ હોસ્પીટલ પાશે દશામા ચાર રસ્તા પાસે ગોરવા વડોદરા શહેર આશરે ચાર મહિના પહેલા આ કામના ફરિયાદનાઓએ ઇંસ્ટાગ્રામ પર આદિતી રબારીનાઓને મેસેજ કરેલ હતો જે વાતની અદાવત રાખી ગઇ.તા.૧૪/૧૨/૨૦૨૫ ના રોજ પ્રતિક રબારીનાઓએ ફરિયાદીને કલાક.૧૮/૩૦ વાગ્યાની આસપાસ ફોન કરેલ અને જણાવેલ કે મારે તને મળવુ છે તુ ક્યારે મળીશ આવુ ફરિયાદીને જણાવતા ફરિયાદીએ જણાવેલ કે આવતી કાલે મળીશ જેથી ગઇ તા.૧૫/૧૨/૨૦૨૫ ના રોજ બપોરના કલાક.૦૩/૦૦ વાગ્યાની આસપાસ ફરિયાદીને મેસેજ કરેલ અને જણાવેલ કે તારે મળવુ પડશે નહી તો આવતી કાલે કોલેજમા આવીને મારીશ તેવો મેસેજ કરેલ ત્યારબાદ તા.૧૫/૧૨/૨૦૨૫ ના કલાક.૧૮/૩૦ વાગ્યાની આસપાસ ફરિયાદીએ પ્રતિક રબારીને ફોન કરેલ અને જણાવેલ કે મારે ક્યા મળવાનુ છે આવુ જણાવતા પ્રતિક રબારીનાઓએ જણાવેલ કે ૧૦ મિનિટમા આવુ જણાવતા ફરિયાદી તેના મિત્રો સાથે ત્યા હાજર હતા ત્યારે કલાક.૨૧/૧૦ વાગ્યાની આસપાસ એક એક્ટિવા પર બે ઇસમ આવેલ હતા અને એક્ટિવા ચાલકનાઓ પોતાનુ નામ પ્રતિક જણાવી ફરિયાદી સાથે વાતચિત કરતો હતા ત્યારે એક્ટિવા ચાલકની પાછળ બેઠેલ ઇસમે ફરિયાદી સાથે મારામારી કરી ગડદા પાટુનો માર મારવા લાગેલ ત્યારે ફરિયાદી પાસે એક અન્ય ઇસમ આવેલ હતો તે પણ ફરિયાદીને મારમારવા લાગેલ ત્યારે ફરિયાદી નિચે પડી જતા આ પ્રતિક રબારીનાઓના ફરિયાદીને અણીદાર વસ્તુ માથાના ભાગે મારી ગંભિર ઇજા કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૧૬/૧૨/૨૦૨૫ ના ક.૦૧/૪૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો.ગોવિદસિહ લક્ષ્મણસિહ ગોરવા પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૫. ચોરીના કેસો
૧. મકરપુરા પો.સ્ટે.
મકરપુરા પોલીસ સ્ટેશન “એ” પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૬૨૫૦૮૦૧/૨૦૨૫ બી.એન.એસ કલમ ૩૦૩(૨) મુજબ ગુનાના કામના ફરિયાદી રીતેશકુમાર મનહરભાઇ પ્રજાપતી ઉ.વ. ૩૨ ધંધો- ડ્રાઇવીંગ રહે, મ.નં. ૨૩૩, રાજીવ નગર, કલ્યાણ નગરની બાજુમાં, તરસાલી, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૨૯/૧૧/૨૦૨૫ ના કલાક ૨૧/૦૦ વાગ્યાથી તા.૩૦/૧૧/૨૦૨૫ ના કલાક ૧૦/૦૦ વાગ્યા દરમ્યાન મોજે-કલ્યાણ નગરના ખુલ્લા ગ્રાઉન્ડમાં વડોદરા શહેર આ કામના ફરીયાદીશ્રી નાઓની ઇકો કાર રજી.નં. GJ-06-PH-6495 ની સને ૨૦૨૨ ના મોડેલી કાર નું સાયલેન્સર જેની કિ.રૂ. ૪૦,૦૦૦/- ગણી શકાય. જેની ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૧૫/૧૨/૨૦૨૫ ના કલાક ૧૯/૨૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ ASI પરેશભાઈ પુંજાભાઈ મકરપુરા પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. અટલાદરા પો.સ્ટે.
અટલાદરા પો.સ્ટે પાર્ટ એ ૧૧૧૯૪૦૪૪૨૫૦૫૨૮/૨૦૨૫ બી.એન.એસ. ની કલમ ૩૦૩(૨), મુજબ ગુનાના કામના ફરીયાદી સુરેશભાઇ રણછોડભાઇ પંચાલ ઉ.વ.૪૦ ધંધો-મીસ્ત્રી કામ રહેવાસી-મ.નં.૩૦ સર્વોદય-૧ સોસાયટી પાદરા વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી કોઇ અજાણ્યો ચોર ઇસમ ૧૪/૧૨/૨૦૨૫ ના સવારના કલાક.૧૦/૩૦ થી કલાક.૧૩/૩૦ સુધી તલસટ ગામમા સુખદેવભાઇના ઘરની સામેથી આ કામના ફરીયાદીનુ હિરો કંપનીની સી.ડી.ડીલક્ષ મોટર સાયકલ જેનો રજી નં. GJ-06-MR-6623 જેનો એન્જીનંબર HA11ENK5M22207 નો છે જેનો ચેસીસ નંબર MBLHAW038K5M81795 જેની આશરે કિ.રૂ.૩૦૦૦૦/-ગણી શકાય જે કોઇ અજાણ્યો ચોર ઇસમ ડુપ્લીકેટ ચાવી વડે અથવા લોક ખોલી મોટર સાયકલની ચોરી કરી લઈ જઇ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૧૬/૧૨/૨૦૨૫ ના કલાક. ૧૪/૦૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો કૌશિકભાઇ મહેશભાઇ અટલાદરા પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. ફતેહગંજ પો.સ્ટે.
ફતેહગંજ પો.સ્ટે. ”એ” પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૬૦૧૨૨૫૦૫૭૩૨૦૨૫ બી.એન.એસ.કલમ-૩૦૩(૨) મુજબ ગુનાના કામના ફરીયાદી કવિતાબેન વા/ઓ જતીનભાઈ શેઠ ઉ.વ.૪૬ ધંધો-વેપાર રહે, ૪૬/બી કમલાનહેરુ પાર્ક મહેસાણા નગર ગરબા ગ્રાઉન્ડ પાસે નિઝામપુરા વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી કોઇ અજાણ્યો ચોર ઇસમ મોજે – મ.નં.૪૬/બી કમ્પાઉન્ડ ની દિવા લ ઉપર, કમલાનહેરુ પાર્ક મહેસાણા નગર ગરબા ગ્રાઉન્ડ પાસે નિઝામપુરા વડોદરા શહેર આ કામના ફરીયાદીના ઘર ની દિવાલ ઉપરથી વન પ્લસ કંપનીનો NORD CE 2 મોડલનો મોબાઇલ ફોન જેનો IMEI NO.૮૬૯૫૬૯૦૬૧૨૫૭૦૯૮ નો છે.જેમાં જીઓ કંપનીનુ સીમ કાર્ડ હતુ જેનો મોબાઈલ નં.૯૩૨૭૪૫૭૯૩૧ નો છે જેની કિંમત રૂપિયા આશરે રૂ.૧૦ ૦૦૦ ગણી શકાય તે મોબાઇલ ફોન ફરીયાદીના ઘરેથી કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૧૬/૧૨/૨૦૨૫ ના કલાક ૧૨/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ નિલેશભાઇ રમણભાઇ ફતેહગંજ પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.