Loading...
Welcome to Police Department
Search

 

-: પ્રેસનોટ :-

(તા.૧૭/૦૧/૨૦૨૬)

પોલીસ સમાચાર

૧. પ્રોહીબિશનના કેસો

તા.૧૬/૦૧/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૨૦ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારુ લી- ૨ કિ.રૂ.૪૦૦/- તથા ક્વાટર-૧૪ મળી કુલ કિં.રૂ.૩૨૦૦- નો મુદામાલ કબ્જે કરેલ છે પીધેલા-૧૮ સહીત કુલ-૨૦ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨. મારામારીના કેસો

૧.         સમા પો.સ્ટે.

સમા પો.સ્ટે. પાર્ટ- એ ગુ.ર.ન.૧૧૧૯૬૦૧૩૨૬૦૦૧૫/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા સને- ૨૦૨૩ ની કલમ કલમ ૨૯૬(૨),૫૪,૧૧૫  મુજબ આ કામના ફરીયાદી શિવરાજ કિશનરાવ ક્ષત્રીય રહે, મ.નં.૨૦/૦૮, સફેદ વુડાના મકાનમાં,સયાજીપુરા, ખોડીયારનગર ચાર રસ્તા, બાપોદ, વડોદરા શહેરનાઓની ફરીયાદ મુજબ આરોપી (૧) તાનસિંગ કદમ ડામોર રહે,હરીજન વાસ,ઝુપડપટ્ટી, સમા નવી નગરી વડોદરા શહેર (૨) પ્રદીપ રહે,હરીજન વાસ,ઝુપડપટ્ટી, સમા નવી નગરી વડોદરા શહેર (૩)  ઉમેશ નાઓએ તા.૧૫/૦૧/૨૦૨૬ ના કલાક ૨૦/૦૦ વાગ્યે મોજે- સમા નવીનગરી હરીજનવાસ ઝુપડપટી સમા વડોદરા શહેર ખાતે ફરીયાદી એ તાનસિંગ કદમ ડામોરના દીકરા પ્રદીપ એ મારા દિકરા નીલકંઠને કેમ મારેલ છે તેમ કહેવા જતા તેઓ ઉશ્કેરાઇ જઈ ફરીયાદી સાથે ગાળાગાળી કરવા લાગેલા તે દરમ્યાન પ્રદીપ અને તેનો મિત્ર ઉમેશ નાઓ આવી જતા તેઓ બન્નેએ ફરીયાદીને શરીરે ગડદાપાટુનો માર મારી ઇજાઓ પહોંચાડી એકબીજાની મદદગારી કરેલ હોય જેથી ગુનો કર્યા વિ.બાબતે તા.૧૬/૦૧/૨૦૨૬ ના કલાક ૦૩/૫૦ વાગે ગુનો નોધાયેલ છે. સદર ગુનાની તપાસ  ASI દિપકકુમાર પોપટભાઈ સમા પો.સ્ટેનાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૨.         કારેલીબાગ પો.સ્ટે.

કારેલીબાગ પો.સ્ટે પાર્ટ-“એ” ગુ.ર.નં.૧૧૧૯૬૦૨૭૨૬ ૦૦૧૪/૨૬ ભારતીય ન્યાય સહિંતા કલમ-૧૧૫(૨), ૨૯૬(ખ), ૩૫૧(૨), ૩૨૯(૪),૭૪,૫૪ મુજબ આ કામના ફરીયાદી ધર્મિષ્ટાબેન વા/ઓ પીયુષભાઈ હરિપ્રસાદ કહાર રહે- રેનબસેરા એકતાનગર ગવર્મેન્ટ કોલોનીની પાછળ કારેલીબાગ વડોદરા શહેરનાઓની ફરીયાદ મુજબ (૧) રીનાબેન વા/ઓ સંજયભાઈ ઈશ્વરભાઈ કહાર તથા (૨) અશ્વીની ઉર્ફે રીંકી તથા (૩) રીતુ તથા (૪) ધૃમિલ ચારેય રહે. રેનબસેરા એકતાનગર ગવર્મેન્ટ કોલોનીની પાછળ કારેલીબાગ વડોદરા શહેરનાઓએ તા.૧૫/૦૧/૨૦૨૬ ના સવારના આશરે ક.૦૮/૩૦ વાગે મોજે રેનબસેરા એકતાનગર ગવર્મેન્ટ કોલોનીની પાછળ કારેલીબાગ વડોદરા શહેર ખાતે આ કામના ફરીયાદીની પોતાના ઘરમાં હાજર હતી તે વખતે ફરી.ના ઘરની પાછળ રહેતી રીનાબેન વા/ઓ સંજયભાઈ ઈશ્વરભાઈ કહાર રહે.સદર નાની ફરી.ના ઘરમાં પ્રવેશ કરી ફરી.સાથે બોલાચાલી ઝગડો કરી, બિભત્સ ગંદી ગાળો આપી ગડદાપાટુનો માર મારી તેની માતાનું ઉપરાણુ લઈ તેની બન્ને દિકરીઓ અશ્વીની ઉર્ફે રીંકી તથા રીતુ તથા તેનો દિકરો ધૃમિલ નાનો આવી ફરી.ના માથાના વાળ ખેંચી ગડદાપાટુનો માર મારી પહેરેલ કપડા ફાડી નાખી જતા જતા માર મારીશ તેવી ધમકી આપી ગુનામાં એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા વિગેરે બાબત તા.૧૬/૦૧/૨૦૨૬ કલાક-૨૦/૩૫ વાગે ગુનો નોધાયેલ છે. સદર ગુનાની તપાસ  અ.હે.કો હેમેન્દ્રસિંહ વદનસિંહ કારેલીબાગ પોલીસ સ્ટેશનનાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

 

 

૩. મોબાઇલ ચોરીના કેસો

૧.         કુંભારવાડા પો.સ્ટે.

કુંભારવાડા પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં-૧૧૧૯૬૦૪૨૨૬૦૦૧૭/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૩૦૩ (૨) મુજબ આ કામના ફરીયાદી રોહન જયેશકુમાર શાહ રહે ૫૭-બી પાયલ પાર્ક સોસાયટી બ્રાઇટ સ્કૂલની પાછળ વી.આઇ.પી.રોડ કારેલીબાગ વડોદરા શહેરનાઓની ફરીયાદ મુજબ આરોપી અજાણ્યા ઇસમે તા- ૧૩/૦૧/૨૦૨૬ ના રોજ રાત્રીના આશરે ક.૨૩/૦૦ થી ૨૩/૫૫ વાગ્યાના સમય ગાળા દરમ્યાન સંગમ થી ફતેપુરા તરફ જતા વિજયનગર ચાર રસ્તા પાસે રોડ ઉપર વડોદરા શહેર ખાતે થી મારો iphone 17 pro max  મોડલનો ઓરેંજ કલરનો  મોબાઇલ ફોનનો IMEI નં.(૧) 358419947154498 જેમાં ઇમોબાઇલ કંપની અમેરીકા નું  ઈ-સિમ નંબર હતો જેની કિંમત આશરે રૂ. ૧,૨૦,૦૦૦/- ગણી શકાય જે કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ જઇ ગુનો કર્યા વિ. બાબતે તા.૧૬/૦૧/૨૦૨૬ ના કલાક ૦૦/૩૦ વાગ્યે ગુનો નોધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો ઘનશ્યામભાઇ ગોરાભાઇ  કુંભારવાડા પોલીસ સ્ટેશન વડોદરા શહેરનાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૪. વાહન અક્સ્માત/ફેટલના કેસો

૧.         લક્ષ્મીપુરા પો.સ્ટે.

લક્ષ્મીપુરા પો.સ્ટે.પાર્ટ એ-11196037260023/2026 બી.એન.એસ.કલમ ૨૮૧, ૩૨૪(૪) તથા   એમ.વી.એક્ટ કલમ ૧૭૭, ૧૮૪  મુજબ આ કામના ફરીયાદી ચૈતન્યભાઇ પ્રવિણચંદ્ર કેલૈયા રહે-  મ.નં. એ/૪ અર્થ સોમનાથ, સેવાસી કેનાલ પાસે, ગોત્રી સેવાસી રોડ, ગોત્રી, વડોદરા શહેરનાઓની ફરીયાદ મુજબ આરોપી સફેદ કલરની મહીંદ્રા કંપનીની થાર ગાડી જેનો રજી નં  GJ06 RC 1208 નો ચાલકે તા: ૦૭/૦૧/૨૦૨૬ ના બપોરના આશરે ૦૧/૫૫ વાગ્યાની આસપાસ મોજે–ઝાયડસ કંપનીની   આગળ ઇમેન્સ નામની નવી બંધાતી સાઇડની સામેના બાજુના રોડ પાસે ન્યુ અલ્કાપુરી વડોદરા  શહેર આ કામના  ફરી ની માલીકીની એમ.જી કંપનીની સફેદ કલરની હેક્ટર કાર જેનો રજીસ્ટર નં.GJ-06-PF-7554 ગાડી લઇને ગઇ તા.૦૭/૦૧/૨૦૨૬ ના બપોરના આશરે બપોરના આશરે ૦૧/૫૫ વાગ્યાની આસપાસ જતા  મહીંદ્રા કંપનીની થાર જેનો રજી નંબર GJ06 RC 1208  નો ચાલક જેના નામ ઠામની મને ખબર નથી જે મહીંદ્રા કંપનીની થાર ચાલક પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી, ફરિની ગાડી સાથે અથાડી એક્સીડન્ટ કરેલ હોય વગેરે બાબતે તા.૧૬/૦૧/૨૦૨૬  ના ક. ૨૨/૧૫  વાગે  ગુનો નોધાયેલ છે. સદર ગુનાની તપાસ  અ.હે.કો. વિપુલકુમાર બાલાભાઇ  લક્ષ્મીપુરા પોસ્ટે વડોદરા શહેર નાઓએ કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.         છાણી પો.સ્ટે.

છાણી પો.સ્ટે. પાર્ટ-“એ”- ગુ.ર.નં.- ૧૧૧૯૬૦૦૫૨૬૦૦૨૯/૨૦૨૬) ભારતીય ન્યાય સંહિતાની કલમ–૨૮૧, ૧૨૫(એ), ૧૨૫(બી),તથા એમ.વી.એક્ટ કલમ-૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ આ કામના ફરીયાદી અલ્પેશભાઈ મહેશભાઈ વસાવા રહે-મ.ન.૩૦ કુષ્ણાનગર સોસાયટી અંકોડિયા તા-જી-વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી અજાણ્યા ફોરવ્હીલર ચાલકે ગઈ તા.૧૪/૦૧/૨૦૨૬ ના સાંજના આશરે કલાક-સાડા સાતેક વાગ્યાના અરશામા મોજે–છાણી ગામથી બાજવા તરફ જતા રેલ્વે ગરનાળાની આગળ ભાથુજી મંદિર પહેલા છાણી ગામ વડોદરા શહેર આ કામના ફરીયાદીશ્રી છાણી ગામથી બાજવા રોડ તરફ જતા રેલ્વે ગરનાળાથી થોડા આગળ જતા ભાથુજીમંદિરની પહેલા રોડ પર ફરીયાદીશ્રી કબ્જાની એક્ટિવાને સામેની સાઈડમાંથી એક અજાણ્યા ફોરવ્હીલર ચાલક પોતે પોતાની ફોરવ્હીલર પૂર ઝડપે ગફ્લતભરી રીતે ચલાવી લાવી આ કામના ફરીયાદીશ્રીના કબ્જાની એક્ટિવાને સામેથી એક્સીડન્ટ કરતા ફરીયાદીને ચેહરાના ભાગે તથા માથાના પાછળના ભાગે ગંભીર ઈજાઓ પહોચાડી એક્સિડન્ટ કરી ભાગી જઈ ગુનો કરેલ હોય વિ.બાબતે તા.૧૬/૦૧/૨૦૨૬ ના ક.૨૦/૪૫ વાગ્યે ગુનો નોધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો.રમેશભાઇ હિરાભાઇ છાણી પોલીસ સ્ટેશનનાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૩.         કપુરાઇ પો.સ્ટે

કપુરાઇ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૬૦૪૩૨૬૦૦૫૦/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૨૮૧,૧૨૫(એ)(બી),૩૨૪ તથા એમ.વી.એક્ટ ૧૭૭,૧૮૪ મુજબ  આ કામના ફરીયાદી  મોનાબેન ક્રિતેષભાઈ પટેલ  રહે, મ.ન.બી/૧૦૩ સિલ્વર સ્ટોન ભારત પેટ્રોલ પંપની પાછળ સોમા તલાવ વડોદરા શહેરનાઓની ફરીયાદ મુજબ  એક સરકારી એસ.ટી બસ જેનો રજી નં.GJ-18-Z-7278 ના ચાલક જેના નામઠામની  ખબર નથી તે મોજે- સોમા તલાવ ચાર રસ્તા સર્ક્લ પાસે, વડોદરા શહેર ખાતે આ કામના ફરીયાદી તા.૧૬/૦૧/૨૦૨૬ના રોજ સાંજના આશરે  સાતેક વાગ્યે ફરીયાદી તથા તેઓનો દિકરો મન  તથા તૃપ્તિબેન મહેન્દ્રભાઈ પટેલ નાઓ હિરો કંપનીની ડ્યુએટ મોપેડ જેનો રજી નં.GJ-06-MH-6915ની લઈને સોમા તલાવ શાકભાજી લેવા માટે જતા હતા અને મોપેડ ફરી. ચલાવતા હતા અને તૃપ્તિબેન મોપેડની પાછળ બેસેલ હતા તે દરમ્યાન આશરે સાડા સાતેક વાગ્યે સોમા તલાવ ચાર રસ્તા પાસે આવતા ટ્રાફિક હોવાના કારણે સર્કલ પાસે ફરી તેમની મોપેડ લઈને ઊભા હતા તે દરમ્યાન એક સરકારી એસ.ટી બસ જેનો રજી નં.GJ-18-Z-7278 ના ચાલકે તેની એસ.ટી બસને બેદરકારી અને ગફલતભરી રીતે હંકારી લાવી એકદમ ટર્ન મારી ફરિ.ની મોપેડને વચ્ચેના ભાગે અથડાતા ફરી તથા દિકરો મન તથા પાછળ બેસેલ તૃપ્તિબેન રોડ પર નિચે પડી ગયેલ અને ફરિને સામાન્ય ઈજા થયેલ તથા ફરીના દિકરાને કોઈ ઈજા થયેલ નહિ અને તૃપ્તિબેનના ડાબા હાથ પર એસ.ટી બસનુ ડ્રાઈવર સાઈડનુ આગળનુ ટાયર ચઢી જતા તેઓને ડાબો હાથ છુંદાય ગંભીર ઈજા પહોંચાડી તથા મોપેડને પાછળના આગળના ભાગે સામાન્ય નુકશાન કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૧૭/૦૧/૨૦૨૬ ના કલાક ૦૦/૧૦ વાગે ગુનો નોધાયેલ છે. સદર ગુનાની તપાસ  હે.કો રવિન્દ્રસીંહ મહેન્દ્રસીંહ  કપુરાઇ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર સંભાળી તપાસ હાથ ધરેલ છે.

૪.         કપુરાઇ પો.સ્ટે

કપુરાઇ પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૪૩૨૬૦૦૫૧/૨૦૨૬ બી.એન.એસ. કલમ-૨૮૧, ૧૨૫(એ), ૧૨૫(બી), ૧૦૬ તથા એમ.વી. એક્ટ-૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુનાના કામના ફરીયાદી સરસ્વતીબેન વા/ઓ સુનિલભાઇ પટેલ ઉ.વ.૫૨ ધંધો-ઘરકામ હાલ રહે-મ.નં.૧૪ વ્રજમંગલ ટેનામેન્ટ ડભોઇ રોડ વડોદરા શહેર મૂળ રહે-સરદાર પોળ ગામ.સરભાણ તા.આમોદ જિ.ભરૂચ નાઓની ફરીયાદ મુજબ આરોપી એક મહીન્દ્રા કંપનીની બંધ બોડીની બોલેરો પીકઅપ ગાડી કે જેનો રજી. નં.GJ-24-X-4268 નો ચાલક તા.૧૭/૦૧/૨૦૨૬ ના રોજ સવારના સાડા આઠેક વાગ્યાની આસપાસ મોજે:- ને.હા.૪૮ પર કપુરાઇ ચોકડીથી તરસાલી બ્રિજ તરફ જતાં પલાસ હાઇટસની સામે રોડ પર વડોદરા શહેર ફરીયાદીના પતિ સુનિલભાઇ રાવજીભાઇ પટેલ ઉ.વ.૬૧ તેઓની હીરો હોન્ડા કંપનીની CD-DELUXE મોટરસાયકલ જેનો રજી.નં.GJ-16-AB-8557 ની લઈને પોતાના ઘરેથી ગામડે જતા હતા તે દરમ્યાન ને.હા.૪૮ પર કપુરાઇ ચોકડીથી તરસાલી બ્રિજ તરફ જતાં પલાસ હાઇટસની સામે રોડ પર એક મહીન્દ્રા કંપનીની બંધ બોડીની બોલેરો પીકઅપ ગાડી કે જેનો રજી. નં.GJ-24-X-4268 ના ચાલકે તેનુ વાહન પુરઝડપે,ગફલતભરી રીતે અને બેદરકારી રીતે ચલાવી લાવી ફરી.ના પતિ સાથે એક્સિડન્ટ કરી ફરી.ના પતિને માથાના ભાગે ગંભીર ઇજા તેમજ શરીરે અન્ય નાની-મોટી ઇજાઓ પહોંચાડી ભાગી ગયેલ અને ૧૦૮ એમ્બ્યુલન્સના ફરજ પરના ડૉ.સાશ્રી નાઓએ ફરી.ના પતિને સ્થળ પર મરણ ગયેલ હોવાનું જાહેર કરેલ હોય વિ.બાબતે તા.૧૭/૦૧/૨૦૨૬ ના કલાક-૧૦/૫૦ વાગે ગુનો નોધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી કે.ડી.પરમાર કપુરાઇ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર સંભાળી તપાસ હાથ ધરેલ છે.

 

૫. ધાક-ધમકીના કેસો

૧.         માંજલપુર પો.સ્ટે.

માંજલપુર પો.સ્ટે પાર્ટ-એ-૧૧૧૯૬૦૦૩૨૬૦૦૨૩/૨૦૨૬ ભારતીય ન્યાય સહિતા -૨૦૨૩ ની કલમ ૩૨૪(૪), ૩૫૧(૨),૫૪ મુજબ આ કામના ફરીયાદી હર્ષીલ સ/ઓફ અતુલભાઇ પટેલ રહે.મ.નં.સી/૧૨/૨૦૩, જી.આઇ.ડી.સી. કોલોની, જય હોસ્પીટલ ની સામે, જી.આઇ.ડી.સી. અલવાનાકા રોડ, માંજલપુર, વડોદરા શહેરનાઓની ફરીયાદ મુજબ આરોપી નં.(૧) વિપુલ યાદવ  રહે, પવન નગર, જી.આઇ.ડી.સી. કોલોની, માંજલપુર, વડોદરા શહેર નં.(૨) વિશાલ નથુભાઇ પટીલ રહે,મ.નં.૭૦, ડાહીબાનગર, જી.આઇ.ડી.સી. કોલોની, અલવાનાકા રોડ, માંજલપુર, વડોદરા (૩)સાર્થક પુવાર રહે,અલવાનાકા, વડોદરા શહેર નં.(૪) અજાણ્યો ઇસમનાઓએ તા.૧૬/૦૧/૨૦૨૬ ના રાત્રીના કલાક ૦૪/૨૬ વાગે મોજે:-મ.નં.સી/૧૨/૨૦૩ની આગળ, જી.આઇ.ડી.સી. કોલોની, જય હોસ્પીટલની સામે, જી.આઇ.ડી.સી. અલવાનાકા રોડ, માંજલપુર, વડોદરા શહેર આ કામના આરોપી નં.(૧) નાઓએ ગઈ તા.૨૨/૧૦/૨૦૨૫ કલાક.૧૨/૩૦ વાગે ફરીયાદીના બે ટેમ્પાને નુકશાન પહોચાડેલ જે બાબતે ફરીયાદીએ તેમના ટેમ્પાને થયેલ નુકશાની નો ખર્ચ આરોપી પાસે માગેલ જેની અદાવત રાખી આ કામના આરોપી નં.(૧) નાઓના કહેવાથી આરોપી નં.(૨)(૩)(૪) નાઓને આજરોજ તા.૧૬/૦૧/૨૦૨૬ ના રાત્રીના કલાક.૦૪/૨૬ વાગે ફરીયાદીના ઘરે જઈ ફરીયાદીના ઘર આગળ પાર્ક કરેલ ઓલા કંપનીની ઇલેક્ટ્રીક એક્ટીવા જેનો નં.GJ-06-OL-5271 ને પથ્થર વડે તોડ-ફોડ કરી આશરે રૂ,૪૦,૦૦૦/- નુ નુકશાન કરી અને આરોપી નં.(૧) નાએ ફરીયાદીને આજઓજ બપોરના કલાક.૧૩/૧૯ વાગે ફોન ઉપર ફરીયાદ કરીશ તો તને જાનથી મારી નાખીશ તેમ કહી ધમકી આપી ચારેય આરોપીઓએ એક બીજાની મદદગારી કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૧૬/૦૧/૨૦૨૬ ના ક.૨૧/૦૫ ગુનો નોધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ રોહિતભાઇ રામાભાઇ નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ  છે.

૬. લુંટના કેસો

૧.         વારસીયા પો.સ્ટે

વારસીયા પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુ.ર.નંબર-૧૧૧૯૬૦૩૮૨૬૦૦૧૭/૨૦૨૬  ભારતીય ન્યાસ સહીતા-૨૦૨૩  ની કલમ-૩૦૯(૬),૧૧૫(૨),૫૪ મુજબ આ કામના ફરીયાદી  લીલારામ લાડકમલ રેવાણી રહેવાસી-બી/૪૩ ચતુરભાઇ પાર્ક સોસાયટી,સોની એપાર્ટમેન્ટની બાજુમા વારસીયા રીંગ રોડ વડોદરા શહેરનાઓની ફરીયાદ મુજબ આરોપી ચાર છોકરાઓએ મો.જે. મં બી/૪૩ ચતુરભાઇ પાર્ક સોસાયટી,સોની એપાર્ટમેન્ટની બાજુમા વારસીયા રીંગ રોડ વડોદરા શહેર આ કામના ફરીયાદી ગઈ તા.૧૬/૦૧/૨૦૨૬ ના રાત્રીના આશરે સાડા આઠ વાગ્યાની આસપાસ પોતાની હોન્ડા કંપનીની બ્રીવો ફોર વ્હિલર નં.GJ-06-JE-3589 ની લઈ  કારેલીબાગ જીવન ભારતી સ્કુલ પાસે આવેલ ફરીયાદીની સાઇ નાથ ગીફટ શોપ નામની દુકાને થી ઘરે આવેલ અને ઘરેની બાજુમા ગાડી ઉભી રાખી નીચે ઉતરવા જતા એક એકટીવા અને એક બાઇક ઉપર આશરે ૨૫ થી ૩૦ વર્ષની ઉંમરના ચાર છોકરાઓ મોઢા ઉપર કાળા કપડા બાંધી આવેલા અને એક છોકરાએ ફરીયાદીની ફેટ પકડી છાતી પર ફેટ મારી તેમજ એક છોકરાએ ફરીયાદીને આંખમા મરચાની ભુકી નાખી બીજા છોકરાઓ ફરીયાદીની ગાડીમા પાછ્ળની સીટ પર મુકેલ ગ્રીન અને ગ્રે કલરની રેકઝીનની હેન્ડબેગ અને નાસ્તાની થેલીઓ મુકેલ હતી તે હેન્ડબેગ અને નાસ્તાની થેલીઓ લઈ તમામ છોકરાઓ એકટીવા અને બાઇક પર જતા જતા નાસ્તાની થેલીઓ ફેકી દિધેલ અને ફરીયાદીની હેન્ડબેગમા રોકડા રૂ.૧૦ લાખ ફરીયાદીના દુકાનના વકરાના હતા જે હેન્ડબેગ લઈ ફરીયાદીના ઘરથી નાયરા પેટ્રોલ પંપ તરફ ભાગી જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૧૭/૦૧/૨૦૨૬ ના કલાક ૦૦/૩૦ વાગે ગુનો નોધાયેલ છે. સદર ગુનાની તપાસ સે.પોલીસ ઇન્સપેક્ટર શ્રી ટી.એ.દેસાઇ વારસીયા પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ  છે.