-: પ્રેસનોટ :-
(તા.૧૭/૦૩/૨૦૨૬)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબીશનના કેસો
તા.૧૬/૦૩/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૨૦ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારુ લી-૩૫ કિ.રૂ.૭૦૦૦/-તેમજ ઇંગ્લીશ દારૂના ક્વાટરીયા નંગ-૭૨, મોપેડ-૧, મોબાઇલ ફોન-૧ મળી કુલ કિ.રૂ. ૬૭,૦૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે. તથા પીધેલા-૧૪ સહીત કુલ-૧૮ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. વાહન અકસ્માત
૧. સમા પો.સ્ટે. પાર્ટ- એગુ.ર.નં.૧૧૧૯૬૦૧૩૨૬૦૦૮૮/૨૦૨૬ બી.એન.એસ કલમ ૧૨૫ (એ),૧૨૫(બી),૨૮૧ તથા એમ.વી.એકટ કલમ ૧૭૭, ૧૮૪ મુજબના ગુનાના કામના ફરિયાદી જગદીશપ્રસાદ ગોપાલરામપ્રસાદ રહે, પટેલ ફળીયુ જલારામ મંદીરની પાછળ સમા ગામ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ એક વેગેનાર ફોર વ્હિલર જેનો રજી નં.GJ-06-PJ-0528 ના ચાલક અમરારામ સુથાર નાઓએ તા.૧૫/૦૩/૨૦૨૬ ના ક.૧૦/૩૦ વાગે મોજે:- સમા સાવલી રોડ નાયરા પેટ્રોલપંપની સામે સમા ફરીયાદીશ્રી નોકરી ઉપર સાયકલ લઇને જતો હતો ત્યારે પાછળથી સુજુકી કંપનીની વેગેનાર ફોર વ્હિલર જેનો રજી નં GJ-06-PJ-0528ના ચાલક અમરારામ સુથારનાએ તેની ફોર વ્હિલર પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી ફરીયાદીની સાયકલને પાછળના ભાગે અથાડી મને પીઠના મણકામા ફેકચર કરી તેમજ શરીરે મુઢ ઇજાઓ કરેલ હોય જે ગુનો કર્યા વિ.બાબતે તા.૧૭/૦૩/૨૦૨૬ ના ક.૧૭/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો રાજેશભાઇ પ્રતાપભાઇ સમા પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. ચોરીના કેસો.
૧. જે.પી.રોડ પો.સ્ટે “એ” પાર્ટ ગુ.ર.નં.૨૦/૨૦૨૬ યુનીક નં 11196008260065 ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૫(એ) 331(3)મુજબના ગુનાના કામના ફરિયાદી પ્રતિકભાઇ રામમનોહર તિવારી રહે,મ.નં.જી-૦૧ ક્રિષ્ણા શાંતી સોસાયટી વિભાગ-૦૨ પી એફ ઓફીસની સામે અકોટા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૧૩/૦૩/૨૦૦૬ ના ક.૧૫/૦૦ વાગ્યાથી ક-૧૮/૦૦ વાગ્યા દરમ્યાન મ.નં.જી-૦૧ ક્રિષ્ણા શાંતી સોસાયટી વિભાગ-૦૨ પી એફ ઓફીસની સામે અકોટા ફરીયાદીના મકાનમા રાખેલ મંદિરમાથી બે ચાંદીની મુર્તીઓ જેની કિ.રૂ.૧,૩૦,૦૦૦/- તે કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ જઇ ગુનો કર્યા વિ. બાબતે તા.૧૬/૦૩/૨૦૨૬ ના ક.૧૫/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી કે.એ.૫ટેલ જે.પી.રોડ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. મારામારીના કેસો.
૧. સીટી પો.સ્ટે.પાર્ટ-એ ૧૧૧૯૬૦૦૬૨૬૦૦૬૦/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૧૧૭(૨), ૧૧૫ (૨),૫૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી મોઇનુદ્દીન સૈયદઅલી પીરઝાદા રહે.ગોસીયા મંઝીલ, સોદાગર બિલ્ડીંગ પાછળ, તમંચાવાલા બાપુની ગલી, યાકુતપુરા, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) સાહીદ હૈદર અરબ (૨) જોહરાબાનુ સાહિદ અરબ(૩) તાજીમ સાહિદ, તમામ રહે. તાજ એપાર્ટમેંટ, પહેલા માળે, તમંચાવાલા બાપુની ગલી, યાકુતપુરા, વડોદરા શહેર નાઓએ તા-૧૬/૦૩/૨૦૨૬ ના ક.૧૨/૩૦ થી ૧૩/૦૦ દરમ્યાન મોજે- સોદાગર બિલ્ડીંગ પાછળ, તમંચાવાલા બાપુની ગલી, યાકુતપુરા ફરીયાદી પોતાના ઘરે હાજર હતા તે દરમિયાન આરોપીઓના ઘરે અજાણ્યા ઇસમ આવવા-જવા બાબતે વાતચીત કરવા માટે આવેલ તે દરમિયાન આ જોહરાબાનુ નાઓને ફરીશ્રીએ કહેલ કે આમ અજાણ્યા ઇસમોને ઘરે ના બોલાવો, આ બાબત સારી ન કહેવાય જેથી આ જોહરાબાનુ નાઓ ઉશ્કેરાઇ જઈ અમોને ખોટી રીતે બદનામ કરે છે જે બાબતની ઉશ્કેરણી સાહીદભાઈ નાઓને કરેલ જેથી સાહીદભાઈ ઉશ્કેરાઇને લોખંડની પાઈપ તેમના ઘરેથી લાવી ફરીશ્રીને નાક ઉપર મારેલ અને ઇજા કરેલ અને આ તાજીમભાઇ પણ ફરીશ્રીને મુક્કા મારવા લાગેલ અને ફરીશ્રીને મારીને તેઓ બધા ત્યાંથી ભાગી જઈ ગુનો કર્યો વિગેરે બાબતે તા.૧૬/૦૩/૨૦૨૬ ના ક.૧૫/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી ડી.કે.સોજીત્રા સીટી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૫. વિશ્વાસઘાત/છેતરપીંડીના કેસો.
૧. કપુરાઇ પો.સ્ટે. એ-પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૬૦૪૩૨૬૦૧૨૮/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ની કલમ-૩૦૮(૨)(૩)(૪)(૫),૩૧૮(૪),૬૧(૨),૩૫૧(૨),૧૧૫(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી કેતન હેમેન્દ્રભાઇ વોરા રહે-એ/૫૮ સનરાઇઝ પાર્ક સોસાયટી વાસના રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ.(૧)કૃપાલી પટેલ ઉ.વ.૨૭(આશરે) રહે-અમદાવાદ (૨)મહાદેવભાઇ મો.નં.૭૦૯૬૩૩૭૬૦૫ ૩) પ્રકાશ પટેલ રહે-અમદાવાદ(૪)બે અજાણ્યા ઇસમો (૫)ફોરવ્હીલ ગાડી નં.GJ-04-CR-0678 ની લઈને આવેલા ત્રણ અજાણ્યા ઇસમો નાઓએ તા.૦૩/૦૨/૨૦૨૬ ના આશરે ક.૧૮/૦૦ વાગ્યે તથા તા.૦૪/૦૨/ ૨૦૨૬ ના ક-૧૦/૧૫ થિ ક-૧૫/૦૦ વાગ્યા સુધી તથા તા.૦૯/૦૩/૨૦૨૬ ના ક-૧૧/૧૫ વાગ્યાની આસપાસ મોજે- સયાજીપુરા ગામના નાકે રોડ પર તથા કેનાલ ઉપર તથા ફરીયાદીના ઘરે તથા યુનિટી બેંક અલકાપુરી વડોદરા ખાતે ફરીયાદીશ્રીને આરોપી નં.(૧) કૃપાલી પટેલ નાઓએ વોટ્સએપથી કોન્ટેક્ટ કરી મળવા માટે સયાજીપુરા ગામ રોડ ઉપર બોલાવી ફરી.ની ગાડીમાં બેસી હાઇવે ઉપર કેનાલ પાસે નાસ્તો કરવો છે તેમ કહી લઈ જઈ તે દરમ્યાન તમામ આરોપીઓ આવી ફરી.ને પકડી લીધેલ અને પોલીસ તરીકેની ઓળખ આપી જણાવેલ કે આ કૃપાલી ડ્રગ્સનુ ડીલીંગ કરે છે તેને પકડવાની છે અને તમે પણ સાથે છો તમોને પણ પકડી લેવામાં આવશે તેમ જણાવી ફરીને છુટા હાથનો માર મારી ફરીનો મોબાઇલ પોતાની પાસે રાખી ફરીને તેઓની ગાડીમાં બેસાડી લઈ જઈ જો આ કેસનો નિકાલ કરવો હોય તો પાંચ લાખ રૂપિયા અમારા અધિકારીને તથા ત્રીસ હજાર અમોને આપશો તો તમારો આ કેસ નિકાલ કરી આપીશું તેમ કહેતા ફરી. રૂપિયા આપવા તૈયાર થતાં ફરીની ગાડી તથા મોબાઇલ ફરીને પરત આપી યુનિટી બેંક અલકાપુરી ખાતે જતાં મેનેજર ચેક વગર પૈસા આપવાની ના પાડતાં ફરીના ઘરે જઈ ચેક મેળવી બેંકમાં આવી રૂ.૬,૦૦,૦૦૦/- ચેકમાં ભરી કેસ ઉપાડી મેળવી લિધેલ ત્યારબાદ યુ.પી.આઇ. થી બીજા દસ હજાર રૂપિયા તેઓના મોબાઇલના સ્કેનર ઉપર નખાવી ફરીને આજવા ચોકડી ખાતે આવી ઉતારી ગયેલ ત્યારબાદ તા.૦૯/૦૩/૨૦૨૬ ના રોજ ફોરવ્હીલ ગાડી નં.GJ-04-CR-0678 લઈને આવી ફરીના ઘરે જઈ જણાવેલ કે આરોપી નં.(૧) નાએ સુસાઇડ કરી દિધેલ છે તેમ કહી ડરાવી ધમકાવી એક કાગળમાં સહી કરવાનુ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી તમામ આરોપીઓ ભેગા મળી ગુનાહીત કાવતરુ રચી ફરીયાદી પાસેથી રોકડા રૂ.૬,૧૦,૦૦૦/- બળજબરીથી મેળવી લઈ ગુનો કર્યા વિ.બાબતે તા ૧૬/૦૩/૨૦૨૬ ના ક. ૧૫/૫૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી એમ.કે.કટારીયા કપુરાઇ પો.સ્ટે નાઓએ સંભાળ કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. બાપોદ પો.સ્ટે પાર્ટ‘’એ’’ ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૨૨૬૦૧૬૩/૨૦૨૬ ભારતીય ન્યાય સહિતા-૨૦૨૩ ની કલમ- ૩૧૬(૪), ૩૩૬(૩), ૩૪૦(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી શ્રી કલ્પેશભાઇ અશોકભાઇ પટેલ રહે- મકાન નંબર-૦૨, શ્રી મોતી બંગ્લો, શામળ સેફાયર ફ્લેટની બાજુમાં, વાસણા ગોત્રી રોડ, વાસણા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી રાકેશભાઇ પ્રભાતસિહ પરમાર રહે- I-503, માધવ રેસીકોમ પ્લાઝા, માય સાનેન સ્કુલની સામે, ખોડીયાર નગર, આજવા રોડ, વડોદરા શહેર નાઓએ ગઈ તા.૦૧/૧૨/૨૦૨૨ ના ક. ૧૦/૦૦ વાગ્યા થી તા.૨૫/૦૨/૨૦૨૬ ના ક.૧૮/૦૦ વાગ્યા સુધીના સમયગાળા દરમ્યાનમા આરોપી ફરીયાદીની ફ્રેકટરીમા એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા હોય ફરીયાદીની ફ્રેકટરીમા ખોટી પાર્ટીઓના નામે ખરીદી બતાવી ખોટા રેકર્ડ ઉભા કરી અલગ-અલગ તારીખે પાર્ટીઓના નામે તે ખરીદીના રૂપીયા ૧૪,૦૯,૪૮,૨૩૦/- પોતાના એચ.ડી.એફ.સી બેંક ખાતા નં.૦૪૨૯૧૦૫૦૦૪૯૮૧૪ માં તથા બેંક ઓફ બરોડાના બેંક ખાતા નં.૫૨૭૦૧૦૦૦૧૦૩૭૯ માં લઈ નાણાની ઉચાપત કરી ફરીયાદી સાથે વિશ્વાસધાત છેતરપીંડી કરી ગુનો કર્યા વિગેરે તા- ૧૬/૦૩/૨૦૨૬ ના ક.૨૧/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.ઈશ્રી એમ.કે.ગુર્જર બાપોદ પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.