Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૧૭/૦૪/૨૦૨૬)

પોલીસ સમાચાર

૧.     પ્રોહીબિશનના કેસો

તા.૧૬/૦૪/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ- ૩૪ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારુ લી-૬૪ કિં.રૂ.૧૨,૮૦૦/- તેમજ ઇંગ્લીશ દારૂના કવાટરીયા નંગ-૪૨, તથા બાઇક-૦૩ મળી કુલ કિં.રૂ.૧,૭૦,૮૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે. તથા પીધેલા-૧૫ સહીત કુલ-૨૭ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

 

૨.         વાહન ચોરીના કેસો:-

૧.         પાણીગેટ પો.સ્ટે. પાર્ટ- એ ગુ.ર.ન.૧૧૧૯૬૦૧૭૨૬૦૨૧૩/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી સલમાનભાઇ સલીમભાઇ સારંખાવાલા ઉ.વ.૨૭ ધંધો-નોકરી રહે-મ.નં.ઇ-૧/૧૯ રોડેનો ખાંચો અકબરી મસ્જીદની પાસે રાજમહેલ રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી કોઇ અજાણ્યો ચોર ઇસમ તા-૧૪/૦૪/૨૦૨૬ ના કલાક ૧૯/૦૦ થી તા.૧૫/૦૪/૨૦૨૬ કલાક-૦૯/૦૦ વાગ્યા વચ્ચેના કોઈ પણ સમયે મોજે-એવીએન ટી.વી.એસ. શો રૂમની બહાર આજવા રોડ શહેર આ કામના કોઇ અજાણ્યો ચોર ઇસમે ડુપ્લીકેટ ચાવી વડે ફરી.ની હીરો હોન્ડા કંપનીની સ્પલેન્ડર-પ્રો મો.સા જેનો રજી.નં.GJ-06-EN-2063 જેની આશરે કી.રૂ.૧૦,૦૦૦/- ની કોઇ અજાણ્યો ચોર ઇસમ ડુપ્લીકેટ ચાવી વડે લોક તોડી અથવા ખોલી ચોરી કરી લઇ જઈ  ગુનો કર્યા વિ.બાબતે તા.૧૬/૦૪/૨૦૨૬ ના કલાક- ૨૦/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સબ.ઈન્સ. શ્રી આર.એસ.ભરવાડ સા પાણીગેટ પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૨.     જે પી રોડ પોલીસ સ્ટેશન“એ” પાર્ટ  ગુરનં   ૩૨/૨૦૨૬  યુનીક નં  11196008260106/2026 ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી હરપાલ પ્રતાપભાઈ વણઝારા ઉ વ 24 ધંધો વેપાર રહે મ નં 14 શ્રીધર વિલા બંગલો નીલાંબર ઓરીએન્ટસની પાસે સનફાર્મા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી કોઈ અજાણ્યો ચોર ઈસમ   તા.૧૪/૦૪/૨૦૨૬ના કલાક ૧૮/૩૦ વાગ્યા થી તા.૧૫/૦૪/૨૦૨૬ના સવારના ૦૭/૩૦ વાગ્યા દરમ્યાન મોજે શ્રીધર વિલા બંગલોની બાજુમાં આવેલ પ્લોટ ખાતે નીલાંબર ઓરીએન્ટસની પાસે સનફાર્મા રોડ ખાતે વડોદરા શહેર આ કામના ફરીયાદિના સાળા નામે ચીરાગભાઈ ડાહ્યાભાઈ વણઝારા રહે મ નં ૧૩૩૯ પંચવિજય સોસાયટી બાજવા વડોદરા શહેરનાઓનુ મહીન્દ્રા કંપનીનુ ડી આઈ ૨૬૫ મોડેલનુ લાલ કલરનુ એક ટ્રેક્ટર જેનો આર ટી ઓ રજી નં.GJ06RE8053નો છે તથા એ.નં. RSF2BHN0481 તથા ચેચીસ નં. MBNAAACALSJF 02832નો છે તે ટ્રેકટર જેની આશરે કિંમત ૩,૫૦,૦૦૦/- છે તે તથા તેની સાથેની જુની એક ટ્રોલી જેની આસરે કીંમત રૂ.૫૦,૦૦૦/- તથા ટ્રેકટરમાં આશરે ૮ લિટર જેટલુ ડીઝલ હતુ તે ટ્રેકટર ટ્રોલી સહીતનુ કોઇ ચોર ઇસમ ડુપ્લીકેટ ચાવી વડે અગરતો લોક તોડી ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૧૬/૦૪/૨૦૨૬ના કલાક -૧૫/૨૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ શ્રી એસ.વી.સાખરા સા જે.પી. રોડ પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૩.         વાહન અકસ્માતના કેસો:-

૧.     અટલાદરા પોસ્ટે પાર્ટ એ-૧૧૧૯૬૦૪૪૨૬૦ ૧૯૧/૨૦૨૬ ભારતીય ન્યાય સહીતા સને-૨૦૨૩ ની કલમ ૨૮૧, ૧૨૫(૧),૧૨૫(૨) તથા એમ.વી.એક્ટ.૧૭૭, ૧૮૪ મુજબના ગુનાના કામના ફરિયાદી સંજયભાઇ સોગાલાલ ઓડ ઉ.વ.૩૦ ઘંઘો-વેપાર રહે,બ્લોક નં.૨૨ રૂમ નં.૦૫ જય સંતોષીનગર વુડાના મકાનમાં ખીસકોલી સર્કલ પાસે વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી હિતેન્દ્રસિંહ હિમતસિંહ રાઉલજી રહે, ઝાડેશ્વર મંદીર પાસે અક્ષરચોક વડોદરા શહેર તા.૧૫/૦૪/૨૦૨૬ના રાત્રીના પોણા એક વાગ્યાની આસપાસ મોજે- ખીસકોલી સર્કલ પાસે જય સંતોષીનગર વુડાના મકાનના ગેટની સામે રોડના કટ પાસે  રોડ ક્રોસ કરતી વખતે વડોદરા શહેર આ કામના ફરીયાદીશ્રી પોતાની જયુપીટર મોપેડ જેનો નં.GJ-06-MS-7980 ઉપર પોતાની પત્ની અંજલી તથા તેના બન્ને નાના છોકારો સાથે બેસીને મોપેડ ચલાવીને રોડ ક્રોસ કરીને વુડાના ગેટ તરફ જતા હતા તે વખતે દરબાર ચોકડી તરફથી આ કામનો આરોપી પોતાની કબ્જાની એક મેસ્ટ્રો મોપેડ જેનો નં.GJ-06-JN-8968ની  પૂરઝડપે અને ગફલતભરી રીતે અને બેદરકારી રીતે ચલાવી લાવીને ફરીયાદીશ્રીની જયુપીટર મોપેડના ડાબી બાજુની સાઇડના પાછળના ભાગે ટકકર મારતા ફરીયાદીશ્રી તથા તેની પાછળ બેસેલ ફરીયાદીના બન્ને નાના છોકરા તથા તેની પત્ની અંજલીનાઓને મોપેડ સાથે નીચે પડી જતા ફરીયાદીશ્રીના પત્ની અંજલીને માથાના ભાગે ગંભીર ઇજા તથા ફરીયાદીને જમણા પગના અંગુઠાના ભાગે તથા ફરીયાદીના છોકરા પુનીત ઉ.વ.૧૦ને ગાલના ભાગે સામાન્ય ઇજા પહોચાડેલ તેમજ આરોપી તથા તેમની મોપેડની પાછળ બેસેલ તેની પત્નીને શરીરે નાની મોટી ઇજા પહોંચાડી ગુનો કર્યા વિ.બાબતે તા.૧૬/૦૪/૨૦૨૬ના ક.૧૯/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો પ્રતાપભાઇ પુનાભાઇ અટલાદરા પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૪.        મારામારીના કેસો:-

૧.     ગોત્રી પોલીસ સ્ટેશન પાર્ટ “એ” ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૪૨૬૦૧૩૭/૨૦૨૬ બી.એન.એસ.કલમ ૧૧૫(૨) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી સંતોષભાઇ મથુરભાઇ પ્રજાપતિ ઉ.વ.૪૬ ધંધો-નોકરી રહે-મ.નં.સી/૨૦૧ આવકાર એવલોન ભાયલી ટીપી-૪ ભાયલી વડોદરા નાઓની ફરિયાદ મુજબ આરોપી સંદિપ ઘનશ્યામ પાલ મોપેડ ગાડીનો ચાલક  તા-૩૧/૦૩/૨૦૨૬ ના રાત્રીના કલાક ૨૧/૦૦ થી ૨૧/૧૫ વાગ્યા દરમ્યાન  મોજે– જેન દેરાસરની આગળ આવેલ અર્થઆશરી ઇન્સપેરીયા પાસે ગોત્રી વડોદરા આ કામના ફરીયાદી તેના મિત્ર સાથે ચાલવા માટે નિકળેલ ત્યારે એક મોપેડ નં.GJ-06-MG-0914 જેના ઉપર ત્રણ ઇસમો બેસી આવી મોપેડ ચલાવનાર ઇસમે ફરીયાદીને જમણા હાથ ઉપર સ્ટીલની પાઇપ મારી દઇ ફરીયાદીને ઇજા પહોચાડી  ગુનો કર્યા વિ.બાબતે તા.૧૬/૦૪/૨૦૨૬ ના ક.૧૯/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ શ્રી બી.વી.જાડેજા ગોત્રી પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૫.        વિશ્વાસઘાત/છેતરપીંડીના કેસો:-

૧.     છાણી પો.સ્ટે  પાર્ટ “એ” ગુ.ર.નં-૨૭/૨૦૨૬ -૧૧૧૯૬૦૦૫૨૬૦૧૭૨/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૧૬(૨), ૩૧૬ (૪) મુજબના ગુનાના કામના ફરિયાદી કલ્પેશભાઈ જયંતીલાલ મિસ્ત્રી ઉ.વ.૪૭, ધંધો નોકરી રહે. મ.નં.ડી/૮૦૩, ઘરતી સાકેત હેવન-૦૨, બુટભવાની મંદિરની પાસે, ચેનપુર રોડ, ન્યુ રાણીપ, અમદાવાદ શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી કરણ સુખદેવભાઈ બારીયા ઉ.વ.૨૩ રહે.મ.નં.એચ/૨૦૪, પુષ્પમ હાઈટ્સ, નીયર બંસલ મોલ, દંતેશ્વર, વડોદરા શહેર તા-૧૩/૦૧/૨૦૨૬ થી તા-૧૩/૦૪/૨૦૨૬ દરમ્યાન અલગ અલગ સમયે, “ઈન્ફીનીયમ મોટર્સ પ્રાઈવેટ લીમીટેડ” કંપનીના દશરથ ખાતે આવેલ ટોયોટા શો-રૂમ, દશરથ, વડોદરા શહેર આ કામના આરોપી નાઓ “ઈન્ફીનીયમ મોટર્સ પ્રાઈવેટ લીમીટેડ” કંપની ખાતે એકાઉન્ટ વિભાગમાં કેશીયર તરીકે નોકરી કરતા હોવા છતા કંપનીના નાણા કે કંપની મિલ્કત છે તે નાણા કંપનીના એકાઉન્ટમાં જમા કરાવવા બંધાયેલા હોવા છતા કંપનીમાં  નવિ વેંચાયેલ ફોરવ્હિલર ગાડી તેમજ સર્વીસ માટે આવેલ વાહનોનુ પેમેન્ટ (સર્વિસ ચાર્જ) પેટે કુલ રૂ.૩૯,૦૪,૨૫૯/- રુપીયા ગ્રાહકો પાસેથી લીધેલ જે પૈકી રુ.૧૨,૯૭,૭૯૦/- કંપનીના બેન્ક એકાઉન્ટમાં જમા કરાવેલ અને બાકી રૂ.૨૬,૦૬,૪૬૯/-નાણા કંપનીના ખાતામાં જમા નહી કરાવી પોતાના ઉપયોગમાં લઈ “ઈન્ફીનીયમ મોટર્સ પ્રાઈવેટ લીમીટેડ” કંપની સાથે ગુનાહીત વિશ્વાસધાત કરી ગુનો કર્યા વિ.બાબતે તા-૧૬/૦૪/૨૦૨૬ ના કલાક ૨૧/૩૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પોલીસ સબ ઈન્સ્પેકટર શ્રી એમ.એફ.ચૌહાણ છાણી પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.