Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૧૭/૦૮/૨૦૨૬)

 

૧.     પ્રોહીબિશનના કેસો

તા.૧૬/૦૮/૨૦૨૬ નારોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૩ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૦૨ કિં.રૂ.૪૦૦/- તેમજ ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૦૫  મળી કુલ કિ.રૂ.૪૨૯૦/-નો મુદામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૧૧ સહિત કુલ-૧૩ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨.     મારામારીના કેસો

૧.         વારસીયા પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.ન-૧૧૧૯૬૦૩૮૨૬૦૨૨૦/૨૦૨૬ બી.એન.એસ. કલમ ૧૧૫(૨), ૧૧૮(૧), ૨૯૬, ૫૪ તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી સર્ફુદ્દીન મુસ્તાકશા દિવાન રહે, ચમન ટેકરા તુલસીવાડી રોડ, હાથીખાના પાછળ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) રેહાન ઉર્ફે બાબા પઠાણ (૨) મીરાજ ઉર્ફે પીરૂ શેખ (૩) શોઇહીલ ઉર્ફે બોટમ શેખ (૪) એક અજાણ્યો તે  તમામ રહે. રહેમતનગર ભાંડવાડા વડોદરા શહેર નાઓએ તા-.૧૬/૦૮/૨૦૨૬ ના આશરે બપોરના અઢી વાગ્યાની આસપાસ સિંગમા ઓટો કન્સલટ નામની દુકાન નીચે વુન્દાવન ટાઉનશીપ વારસીયા ખાતે જુની અદાવત રાખી ફરિયાદી સાથે ગાળા ગાળી કરી ઝઘડો કરી નં.(૧) નાઓએ ફરીયાદીને ડાબા હાથના પંજાની આંગળી પર ચપ્પુ મારેલ અને બીજા ઈસમો સાથે મળીને ફરીયાદી સાથે છુટા હાથનો માર મારી અને મોઢાના ભાગે ઈજા પહોચાડી એકબીજાની મદદગારી કરી ફરીયાદીને ઇજા પહોચાડી એકબીજાની મદદગારી કરી ફરીયાદીને ઇજા કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૧૬/૦૮/૨૦૨૬ ના ક.૨૧/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી વી.આર.ચૌધરી વારસીયા પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૩.     વાહન અકસ્માતના કેસો

૧.         કપુરાઈ પો.સ્ટે “એ” પાર્ટ ગુ.ર.નં ૧૧૧૯૬૦૪૩૨૬૦૪૨૨/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ ૨૮૧,૧૨૫(બી) તથા એમ.વી.એક્ટની કલમ ૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબના ગુનાના કામના ફરિયાદી સંગીતાબેન તે પ્રવીણભાઈ જેસીંગભાઇ બારીયાની વિધવા પત્ની રહે-બી ૧૯ શક્તિનગર જુના જકાતનાકા ની સામે ડભોઇ રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ એક મો.સા જેનો રજી નંબર GJ  06  MA  8926 ના ચાલકે તા.૦૪/૦૮/૨૦૨૬ ના ક.૧૭/૪૫ વાગ્યાની આસપાસ મોજે-સોમાતળાવ થી કપુરાઈ ચોકડી વચ્ચે આવેલ ભારત પેટ્રોલ પંપની સામે ચાલીને રોડ ક્રોસ કરતા હતા ત્યારે આરોપીએ પોતાની મો.સા પૂરઝડપે, બેદરકારીથી અને ગફલતભરી રીતે ચલાવી લાવી ફરી. સાથે એકસીડન્ટ કરીને જમણા પગમાં ગંભીર ઈજા પહોંચાડી ત્યાંથી નાસી જઈ ગુનો કર્યો વિ.બાબતે તા.૧૬/૦૮/૨૦૨૬ ના ક. ૨૦/૨૫  વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ ચિરાગભાઇ મહેશભાઇ કપુરાઇ પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૪.     મોબાઇલ સ્નેચીંગના ગુનાઓ

૧.         સયાજીગંજ પો.સ્ટે ગુ.ર.નં. અને કલમ ૧૧૧૯૬૦૩૦૨૬૦૪૭૨/૨૦૨૬ ભારતિય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૩૦૪(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી મનોજભાઈ ચંદુભાઈ ગોહીલ રહે.કુંભારવાડા નિઝામપુરા વડોદરા નાઓની ફરિયાદ મુજબ તા.૧૪/૦૮/૨૦૨૬ ના ક.૦૧/૩૦ વાગ્યા સેફ્રોન ટાવર ચા ની લારી પાસે રીક્ષામા બેઠા હતા તે વખતે એક અજાણ્યો ઈસમ આશરે પચ્ચીસથી ત્રીસ વર્ષની ઉંમરનો શ્યામ વર્ણનો તે અચાનક એક્ટીવા ઉપર આવી ફરિયાદીના શર્ટના ખીસ્સામાથી વીવો કંપનીનો મોબાઈલ ફોન કિં.રૂ.૮૫૦૦/- નો અચાનક આચકી જુટવી લઈ એક્ટીવા લઈ ભાગી જઈ ગુનો કર્યા વિ.બાબતે તા-૧૬/૦૮/૨૦૨૬ ના ક.૨૧/૧૫ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઈ નિતીન રમેશચંદ્ર સયાજીગંજ પો. સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૫.     વિશ્વાસઘાત/ છેતરપીંડીના ગુનાઓ

૧.         કારેલીબાગ પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૨૭૨૬૦૩૪૧/૨૬ આઇ.પી.સી કલમ – ૪૦૬,૪૧૮, ૪૨૦ તથા ગુજરાત પ્રોટેકશન ઇન્ટરેસ્ટ ઓફ ડીપોઝીટર્સ એકટની કલમ–૩ મુજબના ગુનાના કામના ફરિયાદી મિતેષકુમાર વજમોહન શાહ રહે.એ-૩૨ વૃદાવન સોસાયટી, બ્રાઇટ સ્કુલની પાછળ,વી.આઇ.પી.રોડ, કારેલીબાગ, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ ૧) આ યુનિક મર્કેન્ટાઇલ ઇન્ડીયા લીમીટેડ કંપનીના ડાયરેકટર રાજકુમાર કૈલાશરાય જેનો મો.નં ૯૮૨૪૦૨૬૮૨૧ તથા (૨) રાહુલ રાજકુમાર રાય (૩) ઉત્કર્ષ રાજકુમાર રાય,(૪) ઉષા રાજકુમાર રાય તમામ રહે મકાન નં ૯ પાર્ક એવન્યુ,ગુલાબ ટાવર થલતેજ અમદાવાદ(૫)અનુભવ મહેન્દ્ર તિવારી તથા(૬) યુનિક સંવય મલ્ટી પર્પઝ કો.ઓ. સોસાયટી તથા વિકટ્રી સ્કાય ઇન્ટરપ્રાઇઝ એન્ડ ઓપરેટર એલ.એલ.પી.કંપનીના જવાબદાર વ્યકિતઓએ તા ૧૫/૦૨/૨૦૧૭ થી તા ૨૦/૦૪/૨૦૨૧ દરમ્યાન મોજે- ઓફીસ હીરાવતી ચેમ્બર્સ દુકાન નં ૧ થી ૬ કારેલીબાગ ખાતે ફરીયાદીના રૂ.૮૪,૬૬,૦૩૩/-તથા તેમની સાથેના સુરેશચંન્દ્ર સીતારામ ચૌહાણનાઓના રૂ.૧૨,૪૫,૭૮૭/- નાઓના કુલ મળી રૂ.૯૭,૧૧,૮૨૦/- યુનિક મર્કેન્ટાઇલ  ઇન્ડીયા લીમીટેડ તથા યુનિક સંવય મલ્ટી પર્પઝ કો.ઓ.સોસાયટી કંપની તથા વિકટ્રી સ્કાય ઇન્ટરપ્રાઇઝ એન્ડ ઓપરેટર એલ.એલ.પી. કંપનીમાં રોકાણ કરેલ તે રોકાણ કરેલ રૂપીયા વ્યાજ સહીત પાકતી મુદતે પરત આપવાની વાત કરેલ હતી. જેથી ફરીયાદીએ પોતાની ઓરીજનલ પાવતી (એફ.ડી) કંપની ઓફીસ હીરાવતી ચેમ્બર્સ દુકાન નં ૧ થી ૬ કારેલીબાગ ખાતે જમા કરાવેલ હતી અને તેની પહોચ આપેલ હતી બાદમાં ફરીયાદીને અલગ અલગ રોકાણ કરેલ કંપનીમાં રોકાણના રૂપીયા તથા વ્યાજના રૂપીયા પરત આપેલ નથી કે ફરીયાદીના ખાતામાં જમા થયેલ નથી.જેથી ફરીયાદી તેઓની હીરાવતી ચેમ્બર્સ કારેલીબાગ ખાતે તેમજ ૭ વિશાલ કોર્મશીયલ સેન્ટર દિનેશ હોલની બાજુમાં આશ્રમ રોડ, અમદાવાદ તથા ત્રીજો માળ યુનિક હાઉસ યુનિયન બેન્કની સામે,આઇ.સી.આઇ.સી.આઇ બેન્કની બાજુંમાં આશ્રમરોડ, અમદાવાદ અવારનવાર તેઓની ઓફીસ ખાતે રૂપીયા પરત મેળવવા સારૂ ગયેલ પરંતુ સદર કંપનીની ઓફીસ બંઘ હાલતમાં જણાઇ આવેલ હોય તેમજ આ કામના આરોપીઓએ ફરીયાદીના નાણા કંપનીમાં રોકાણ કરાવી ફરીયાદીનો વિશ્વાસ મેળવી લઇ ફરીયાદીના નાણા પાકતી મુદતે પરત નહી આપી કે તેનુ વ્યાજ નહી ચુકવી ફરીયાદી સાથે વિશ્વાસઘાત કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૧૬/૦૮/૨૦૨૬ ના ક-૧૯/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ I/C પો.ઇશ્રી કે.એ.ચૌધરી કારેલીબાગ પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૬.      ચેઇન સ્નેચીંગના ગુનાઓ

૧.      રાવપુરા પો.સ્ટે.પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૨૬૨૬૦૨૨૧/૨૦૨૬ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૩૦૪(૨) મુજબના ગુનાના કામના ફરીયાદી દરિયાબેન સુરેશભાઇ સોલંકી ઉં.વ.૫૫ ધંધો:-સફાઇસેવક રહે:-રૂમ નં.૪૬ ભદ્રકચેરી પાસે મુકુલભારતી શાળા પાછળ જુનીગડી હરીજનવાસ વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી અજાણ્યો ચોર ઇસમ આ કામના ફરીયાદીશ્રી ગઇતા.૧૬/૦૭/૨૦૨૬ ના રોજ રથયાત્રા જોવા માટે ગયેલ તે દરમ્યાન કલાક ૧૭/૩૦ વાગ્યા આસપાસજ્યુબેલીબાગ સર્કલ પાસે જગદીશ ફરસાણની સામે રાવપુરા રોડ ઉપર પંહોચેલ તે દરમ્યાન કોઇ અજાણ્યા ચોર ઇસમે ફરિયાદીશ્રીના ગળામા પહેરેલ એક સોનાની ચેઇન જે આશરે ૫ થી ૭ ગ્રામ વજનની જેનીઆશરે કિ.રૂ.૪૦૦૦૦/- ગણી શકાય તે તોડી ઝુંટવી લઇ જઇ ગુનો કર્યા વિ.બાબતે તા.૧૭/૦૮/૨૦૨૬ કલાક ૧૨/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ શ્રી આર.પી.ડાભી રાવપુરા પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.      રાવપુરા પો.સ્ટે.પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૨૬૨૬૦૨૨૨/૨૦૨૬ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૩૦૪(૨) મુજબના ગુનાના કામના ફરીયાદી શીલાબેન શશીકાંત પટેલ ઉ.વ.૫૦ ધંધો.ઘરકામ રહે.૫૦૬, સી-ટાવર, દંતવ્યુ પ્રધાનમંત્રી આવાસ યોજના, ખોડીયારનગર આજવા રોડ, વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી અજાણ્યો ચોર ઇસમ આ કામના ફરીયાદીશ્રી ગઇતા.૧૬/૦૭/૨૦૨૬ ના રોજ રથયાત્રા જોવા માટે ગયેલ તે દરમ્યાન કલાક ૧૭/૪૫ વાગ્યા આસપાસપદ્માવતી શોપીંગ સેન્ટર પાસે પ્રતાપ ટોકીઝ સામે રોડ ઉપર પહોચેલ તે દરમ્યાન કોઇ અજાણ્યા ચોર ઇસમે ફરિયાદીશ્રીના ગળામા પહેરેલ એક સોનાની ચેઇન જેનુ વજન આશરે એક તોલા જેની કિ.રૂ.૭૦૦૦૦/- ગણી શકાય તે તોડી ઝુંટવી લઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૧૭/૦૮/૨૦૨૬ કલાક ૧૨/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ શ્રી આર.પી.ડાભી રાવપુરા પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૩.      રાવપુરા પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૨૬૨૬૦૨૨૩/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૩૦૪(૨) મુજબના ગુનાના કામના ફરીયાદી શિલ્પાબેન મિનેશભાઇ ઠક્કર ઉ.વ.૫૫ ધંધો.ઘરકામ રહે.મ.ન.૨૪૦, માધવનગર, આવાસ યોજનાના મકાનો, આજવા રોડ વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી અજાણ્યો ચોર ઇસમ નાએ ફરીયાદીશ્રી ગઇ તા.૧૬/૦૭/૨૦૨૬ ના રોજ રથયાત્રા જોવા માટે ગયેલ તે દરમ્યાન કલાક ૧૭/૪૫ વાગ્યા આસપાસ પદ્માવતી શોપીંગ સેન્ટર પાસે પ્રતાપ ટોકીઝ સામે રોડ ઉપર પહોચેલ તે દરમ્યાન કોઇ અજાણ્યા ચોર ઇસમે ફરિયાદીશ્રીના ગળામા પહેરેલ એક સોનાની ચેઇન જેનુ વજન આશરેએક તોલુ આશરે કિ.રૂ.૭૦૦૦૦/- ગણી શકાય તે તોડી ઝુંટવી લઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૧૭/૦૮/૨૦૨૬ કલાક ૧૩/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ શ્રી આર.પી.ડાભી રાવપુરા પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.