-: પ્રેસનોટ :-
(તા.૧૭/૦૯/૨૦૨૫)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૧૬/૦૯/૨૦૨૫ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૦૭ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં પીધેલા-૦૭ સહિત-૦૭ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. ચોરીના કેસો
૧. વારસીયા પો.સ્ટે.
વારસીયા પોલીસ સ્ટેશન પાર્ટ “એ” ગુ.ર.નં ૧૧૧૯૬૦૩૮૨૫૦૧૭૯/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ કલમ-૩૦૩(૨) મુજબ ગુનાના કામના ફરિયાદી દિનેશ નંદકિશોર શર્મા ઉ.વ.૩૩ ધંધો-લારી-ગલ્લો રહે. મ.નં.બી-૧૨૨ મોતીભાઇ પાર્ક સોસાયટી ન્યૂ વી.આઇ.પી. રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી કાળા તથા સફેદ કલરના પટ્ટાવાળી ટી-શર્ટ તથા કાળા કલરની ટ્રેક પેંટ પહરેલ એક અજાણ્યો ઇસમ ગઇ તા.૧૫/૦૯/૨૦૨૫ ના રોજ આશરે ૨૧/૦૦ થી ૨૧/૩૦ વાગ્યા આસપાસ વારશીયા રીંગ રોડ શ્રીજી પાર્ક શોપિંગ સેંટરમા આવેલ દુકાન નં.જીએફ-૧૭ માંથી રેડમી કંપનીના REDMI 9A મોડલનો જેનો ગ્રીન કલરનો જેનો IMEI NO. 867498052684501 મોબાઇલ ફોન જેમા એરટેલ કંપનીનુ સિમ કાર્ડ જેની આશરે કિં.રૂ.૫,૦૦૦/- ગણી શકાય તે કોઇ અજાણ્યો ઇસમ ચોરી કરી લઇ ગયેલ હોય વિ. બાબતે તા.૧૬/૦૯/૨૦૨૫ ના કલાક. ૧૬/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈ. શ્રી પી.ડી.ચૌહાણ વારસીયા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસરની તપાસ હાથ ધરેલ છે.
૨. કપુરાઇ પો.સ્ટે.
કપુરાઇ પો.સ્ટે. પાર્ટ –એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૪૩૨૫૦૫૫૨/૨૦૨૫ ભારતિય ન્યાય સંહિતા કલમ ૩૦૩(૨) મુજબ ગુનાના કામના ફરિયાદી અજયકુમાર નરસિંહભાઈ પરમાર ઉ.વ.૨૪ ધંધો- નોકરી રહે. હાલ. એ-૨૯૦, સોમનાથ નગર, તરસાલી, વડોદરા શહેર મુળ રહે.ગામ-ગંધારા, વણકરવાસ તા.કરજણ જી. વડોદરા નાઓની ફરિયાદ મુજબ આરોપી કોઇ અજાણ્યો ઇસમ જેના નામ ઠામ ની ખબર નથી ગઈ તા.૦૫/૦૯/૨૦૨૫ના રાત્રીના ૨૧/૩૦ વાગ્યે મોજે. એસ.એસ.વી.સ્કુલ,સોમાતળાવ પાસે આ કામના ફરીયાદી પોતાના પેન્ટના ખિસ્સામા મુકેલ OPPO કંપનીનો F19 PRO+ મોડલનો સિલ્વર કલરનો મોબાઇલ જેનો આઇ.એમ.ઇ.આઇ નં.1–866899056903493 તથા આઇ.એમ.ઇ.આઇ નં.2–866899056 903 485 નો જેની કિં.રૂ.૧૦,૦૦૦/- નો એસ.એસ.વી. સ્કુલ, સોમાતળાવ પાસે ગણપતિ આરતી વખતે કોઇ અજાણ્યા ચોર ઈસમે મોબાઈલ ફોન ચોરી કરી બંધ કરી દઈ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૧૬/૦૯/૨૦૨૫ ના કલાક ૧૯/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો.રમેશભાઇ જેમલભાઇ કપુરાઇ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસરની તપાસ હાથ ધરેલ છે.
૩. ફતેગંજ પો.સ્ટે.
ફતેગંજ પોલીસ સ્ટેશન “એ”પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૨૨૫૦૪૩૧/૨૦૨૫ બી.એન.એસ કલમ ૩૦૩(૨) મુજબ ગુનાના કામના ફરિયાદી ડાહ્યાભાઇ જેઠાભાઇ તેરકર ઉ.વ.૪૫ ધંધો-વેપાર રહે.ડી-૪૨, સંતોષીનગર, ડો.હેડગેવાર ગાર્ડન સામે, નાનુભાઇ ટાવર પાસે, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૧૪/૦૯/૨૦૨૫ના કલાક.૧૦/૦૦ થી ક.૧૫/૩૦ વાગ્યા દરમ્યાન મોજે- ડો.હેડગેવાર ગાર્ડન સામે રોડ પર ઇલેકટ્રીક થાંભલા પાસે વડોદરા શહેર આ કામના ફરી.ના રસામ્રુત રસની સ્ટીલની બેરીંગ વ્હીલ વાળી લારી જેની આશરે કિમત રૂ.૨૦,૦૦૦/-ની ગણી શકાય જે કોઇ ચોર ઇસમ ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૧૬/૦૯/૨૦૨૫ના કલાક ૨૧/૨૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો.મેહુલદાન ગંભીરદાન ફતેહગંજ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસરની તપાસ હાથ ધરેલ છે.
૪. બાપોદ પો.સ્ટે.
બાપોદ પો.સ્ટે. પાર્ટ–“એ” ૧૧૧૯૬૦૦૨૨૫૦૫૩૦/૨૦૨૫ ભારતીય ન્યાય સહીતા ૨૦૨૩ ની કલમ ૩૦૫(એ) મુજબ ગુનાના કામના ફરિયાદી મીનાબેન વા/ઓફ વિવેકભાઇ રમેશભાઇ માછી ઉ.વ-૩૬ ધંધો-નોકરી રહે,મ.નં.સી/૨૯ ભગવાનનગર સોસાયટી બાપોદ પ્રાથમીક સ્કુલની સામે બાપોદ ગામ વાઘોડીયા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ ગઇ તા.૨૭/૦૮/૨૦૨૫ ના કલાક ૧૪/૦૦ વાગ્યા થી કલાક ૧૮/૦૦ વાગ્યા દરમ્યાન મોજે- મ.નં.સી/૨૯ ભગવાનનગર સોસાયટી બાપોદ પ્રાથમીક સ્કુલની સામે બાપોદ ગામ વાઘોડીયા રોડ વડોદરા શહેર આ કામના ફરીયાદીનો એક સેમસંગ કંપનીનો ગલેક્ક્ષી એ/૧૩ મોડલનો કાળા કલરનો મોબાઇલ ફોન જેનો નં.(૧) IMEI NO-૩૫૧૨૦૪૮૫૧૮૭૬૩૩૭ તથા નં.(૨) IMEI NO ૩૫૩૦૮૬૧૮૧૮૭૬૩૩૭ નો છે જેની આશરે કિમત રૂ.૧૫,૦૦૦/- ગણી શકાય જે કોઇ ચોર ઇસમ ફરીયાદીના ઘરમાંથી ચોરી કરી લઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૧૬/૦૯/૨૦૨૫ ના ક.૧૫/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈ. શ્રી જે.એલ.જોધ્ધા બાપોદ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસરની તપાસ હાથ ધરેલ છે.
૫. સયાજીગંજ પો.સ્ટે.
સયાજીગંજ ગુ.ર.નં. અને કલમ- ૧૧૧૯૬૦૩૦૨૫૦૫૪૯/૨૦૨૫ બી.એન.એસ.કલમ ૩૦૩(૨),૫૪,મુજબગુનાના કામના ફરિયાદી હર્ષીત s/o નિતીનભાઇ મકવાણા ઉ.વ.૨૧ ધંધો-અભ્યાસ રહે.મ.નં.એ/૬, રામનગર સોસાયટી, મહેસાણાનગર ગરબા ગ્રાઉન્ડ પાસે, નિઝામપુરા, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી અજાણ્યા ચારચોર ઇસમો તા-૧૨/૦૯/૨૦૨૫ ના આશરે રાત્રીના સવા સાતેક થી સાડા સાતેક વાગ્યાન અરસામા દરમ્યાન મોજે-એસ.કે. મોબાઇલની પાછળના ભાગે આવેલ બીલ્ડીંગના પાર્કીંગમાથી આ કામના ફરિયાદીએસ.કે. મોબાઇલની પાછળના ભાગે આવેલ બિલ્ડીંગના બહારના પોતાનુ એકટીવા પાર્ક કરી તેના ઉપર મુકેલ લેપટોપ બેગ જેમા એક લેપટોપ જેની કિમત રૂ.૨૦,૦૦૦/- તથા પર્સ જેમા મારૂ આધારકાર્ડ તથા એ.ટી.એમ કાર્ડ તથા રોકડા રૂ.૪૫૦૦/-હતુ એમ કુલ રૂ.૨૪,૫૦૦/- નો મુદ્દામાલ કોઇ ચાર અજાણ્યા ચોર ઇસમો નજર ચુકવીચોરી કરી લઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબતની. તા.૧૭/૦૯/૨૦૨૫ ના ક.૧૪/૪૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી આર.કે.વસાવા સયાજીગંજ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસરની તપાસ હાથ ધરેલ છે.
૩. નોકર ચોરીના કેસો
૧. કપુરાઇ પો.સ્ટે.
કપુરાઇ પો.સ્ટે. એ-પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૬૦૪૩૨૫૦૫૫૪/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૩૦૬ મુજબ ગુનાના કામના ફરિયાદી શિવેન્દ્રકુમાર સુરેન્દ્રરામ તિવારી ઉ.વ.૩૫ ધંધો.નોકરી હાલ રહે.સી/૧૦ શ્રીસિધ્ધનાથ પ્રાઇમ L&T કંપનીની પાસે વાઘોડીયા રોડ વડોદરા શહેર મૂળ રહે-એ-૬/૬ સુરજકુંડ આવસ વિકાસ કોલોની ગોરખપુર ઉત્તરપ્રદેશ નાઓની ફરિયાદ મુજબ આરોપી ગીતાબેન વા/ઓ અશ્વીનભાઇ વણઝારા જેના સરનામાની ખબર નથી તે તા.૧૨/૦૯/૨૦૨૫ ના સવારના સાડા નવ વાગ્યાથી સાંજના છ વાગ્યાની વચ્ચે મોજે-સી/૧૦ શ્રીસિધ્ધનાથ પ્રાઇમ L&T કંપનીની પાસે વાઘોડીયા રોડ વડોદરા શહેર આ કામના આરોપી ફરી.ના ઘરે કચરા-પોતુ નુ કામ કરવા જઇ ફરી. નોકરી પર ગયેલ છે તેનો તાસ મેળવી ફરી.ના પત્ની હોલમાં સૂઇ ગયેલ હોય જે તકનો લાભ ઉઠાવી ફરી.ના ઘરના બેડરૂમના કબાટમાં બોક્ષમાંથી સોનાની રોઝ ગોલ્ડ કલરની પેંડલવાળી ચેઇન જેનુ વજન આશરે ૧૦ ગ્રામ જેની કિં.રૂ.૪૦,૦૦૦/- તથા એક સોનાની વીંટી જેનુ વજન આશરે ૦૫ ગ્રામ જેની કિં.રૂ.૨૫,૦૦૦/- તથા એક કાનની બુટ્ટી જેનુ વજન આશરે ૦૫ ગ્રામ જેની કિં.રૂ.૨૫,૦૦૦/- મળી કુલ કિંમત રૂ.૯૦,૦૦૦/- ની મત્તાના સોનાના દાગીનાની ચોરી કર્યાનો શક-વહેમ હોય ગુનો કર્યા વિગેરે બાબતે તા.૧૬/૦૯/૨૦૨૫ ના કલાક-૨૦/૧૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો.રવિન્દ્રસિંહ મહેન્દ્રસિંહ કપુરાઇ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસરની તપાસ હાથ ધરેલ છે.
૪. વાહન અકસ્માતના કેસો
૧. કપુરાઇ પો.સ્ટે.
કપુરાઇ પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૪૩૨૫૦૫૫૫/૨૦૨૫ બી.એન.એસ.કલમ-૨૮૧,૩૨૪(૪) તથા એમ.વી. એક્ટ-૧૭૭,૧૮૪, મુજબ ગુનાના કામના ફરિયાદી રાહુલભાઇ ભીમસીંગભાઇ રાઠોડ ઉ.વ-૨૫ ધંધો-ડ્રાઈવીંગ રહે-મહાદેવ મંદીરની બાજુમાં દોડકા ગામ તા.જી.વડોદરા નાઓની ફરિયાદ મુજબ આરોપી એક આઇસર જેનો રજી નં.MH01EE 5146 ના ચાલકે તા.૧૬/૦૯/૨૦૨૫ ના આશરે સાંજના સવા છ વાગ્યાના સુમારે ને.હા નં.૪૮ પર તરસાલી બ્રીજ ઉતરતા શીવ કાઠીયાવાડી ઢાબા ની સામે મારી આઇસર જેનો રજી નં.GJ06XX 9171 ની લઈને જતો હતો તે વખતે એક આઇસર જેનો રજી નં.MH01EE 5146 ના ચાલકે તેની આઈસર તરસાલી બ્રીજ પરથી પૂરઝડપે, ગફલતભરી રીતે તથા બેદરકારીથી હંકારી લાવી મારી આઈસરના પાછળના ભાગે અથાડી એક્સીડન્ટ કરેલ જેમાં કોઇ જાનહાની કે ઇજા થયેલ નથી આઇસર જેનો રજી નં.GJ06XX 9171 ને પાછળના ભાગે બોડી,ફાલકુ પાછળની લાઇટને નુકશાન પહોચાડી ગુનો કર્યા વિ. બાબતે તા.૧૬/૦૯/૨૦૨૫ ના કલાક ૨૩/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો લંગેશભાઇ રજુભાઇ કપુરાઇ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસરની તપાસ હાથ ધરેલ છે.
૫. વિશ્વાસઘાતના કેસો
૧. ફતેગંજ પો.સ્ટે.
ફતેહગંજ પો.સ્ટે. ”એ” પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૬૦૧૨૨૫૦૪૩૦/૨૦૨૫ ઇ.પી.કો. કલમ- ૪૦૬, ૪૨૦ મુજબ ગુનાના કામના ફરિયાદી જસવંત કાંતિલાલ ગાંધી ઉ.વ.૬૯ ધંધો-નિવૃત્ત (સેશન્સ જજ), રહે: ૧૦ સૂર્યનારાયણ બંગલોસ, સાયન્સ સિટી રોડ, સોલા, અમદાવાદ નાઓની ફરિયાદ મુજબ આરોપી સુનિલ રાજેશ પંડિત રહે: ફ્લેટ નં: ૧૦૧, સાકાર રેસીડન્સી ૧, ન્યુ એરા સ્કુલ પાસે, નિઝામપુરા, વડોદરા તથા અનવી ઇન્ફ્રા નામ ની ભાગીદારી પેઢી તા.૦૧/૧૦/૨૦૧૭ થી તા.૨૩/૧૦/૨૦૨૪ મોજે– સાકાર-૬, ફતેહગંજ, વડોદરા શહેર આ કામાના આરોપીએ ફરીયાદી શ્રી નાઓને તેમની બનતી સાકાર - ૬ નામથી ફ્લેટની સ્કીમમાં વ્યાજબી કિંમતે ફ્લેટ આપી સારૂ વળતર મેળવવાની લાલશ આપી ફરી.શ્રીને વિશ્વાસમાં લઈ ફરીને સાકાર-૦૬, ફતેહગંજમાં બે ફ્લેટ અધુરા બાંધકામ વાળાના વેચાણ દસ્તાવેજ કરી આપી ફરી પાસેથી રોકડા તેમજ આર.ટી.જી.એસ થી કુલ રૂ.૬૦,૦૦,૦૦૦/- મેળવી લઈ ફ્લેટનુ બાંધકામ પુરૂ નહી કરી આપી અધુરૂ છોડી ફ્લેટના કબ્જા નહી આપી અને પરત પૈસા પણ નહી આપી ફરીયાદી સાથે છેતરપીંડી અને વિશ્વાસધાત કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૧૬/૦૯/૨૦૨૫ ના કલાક.૨૧/૦૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ શ્રી આર.કે.બારીઆ પોલીસ સબ ઇન્સ્પેકટર ફતેહગંજ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસરની તપાસ હાથ ધરેલ છે.