-: પ્રેસનોટ :-
(તા.૧૮/૦૧/૨૦૨૬)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૧૭/૦૧/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૨૧ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારુ લી- ૨૫ કિ.રૂ.૫૨૦૦/- તથા નાની મોટી કાચની બોટલ નંગ-૩૩૩૦૮ મળી કુલ કિં.રૂ.૭૧,૮૯,૮૬૬/- નો મુદામાલ કબ્જે કરેલ છે પીધેલા-૧૫ સહીત કુલ-૧૭ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. વાહન અકસ્માતના કેસો
૧. સયાજીગંજ પો.સ્ટે.
સયાજીગંજ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૧૯૬૦૩૦૨૬૦૦૪૫/૨૦૨૬ બી.એન.એસ.ની કલમ ૨૮૧, ૧૨૫ (એ), તથા એમ.વી. એકટ કલમ ૧૭૭, ૧૮૪ મુજબના ગુનાના કામના ફરીયાદી શૈલેષભાઇ મુળજીભાઇ બામણીયા હાલ રહે-એલ.કે.નગર પ્રિયલક્ષ્મી મીલ પાસે રિચાર્ડ પરમારના મકાનમાં વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી વિટકોસ બસ નં. GJ-06-AZ-0608 ના ચાલક ધર્મેન્દ્રસિંહ જીલુભાઇ ઝાલા નાઅઓે તા-૧૭/૦૧/૨૦૨૬ ના આશરે ક.૧૮/૦૦ વાગ્યાની આસપાસ મોજે.- એમ.એસ.યુનિવર્સીટી ડેરીડેન સર્કલ સામે રોડ ઉપર પોતાની બસ ગફલતભરી રીતે અને પોતાની તથા અન્યની જીંદગી જોખમાય તે રીતે ચલાવી ગુનો કર્યા બાબતે તા.૧૭/૦૧/૨૦૨૬ ના ક.૧૯/૨૦ વાગ્યે ગુનો નોધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી ડી.વી.પાટીલ સયાજીગંજ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. મારામારી ના કેસો
૧. પાણીગેટ પો.સ્ટે.
પાણીગેટ પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.ન.૧૧૧૯૬૦૧૭૨૫૦૦૩૯/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ ૧૧૮(૨), ૧૧૫(૧), ૨૯૬(બી), ૩૫૧(૩), ૫૪, તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબના ગુનાના કામના ફરીયાદી પ્રીતેષ રાજુભાઇ કહાર રહે-મ.નં-૦૮ મધુનગર તપોવન ડુપ્લેક્ષની સામે કલાદર્શન ચારરસ્તા પાસે વાઘોડીયા રોડ વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી (૧) દિલીપભાઇ ભગવાનભાઇ ગોડીયા (૨) દિપક ભગવાનભાઇ ગોડીયા બન્ને રહે- મધુનગર તપોવન ડુપ્લેક્ષની સામે કલાદર્શન ચાર રસ્તા, વડોદરા શહેર (૩) સુઝલ કહાર (૪) પ્રેમ કહાર નાઓએ તા.૧૬/૦૧/૨૦૨૬ ના રાત્રી સાડા બારેક વાગ્યાની આસપાસ મોજે- મધુનગર તપોવન ડુપ્લેક્ષની સામે કલાદર્શન ચાર રસ્તા ખાતે આરોપી નાઓએ ફરિશ્રીને પકડી રાખેલ અને સુઝલ કહાર નાઓ ફરિશ્રીના માથાના પાછળના ભાગે લોખંડના સળીયાથી ફટકો મારતા ફુટ થઈ લોહી નિકળેલ તથા ડાબા ખભાના ભાગે તથા જમણા પગના ઘુટણ પર લોખંડના સળીયાથી ફટકા મારી દિધેલ અને પ્રેમ કહાર નાઓએ ફરિશ્રીને હાથથી ફેટો મારેલ અને ચારેય સાથે મળીને ગડદાપાટુનો માર મારી, ગંદી બિભત્સ ગાળો આપી અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી એકબીજાની મદદગારી કરી મે.પો.કમિ.સા.શ્રીના જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૧૭/૦૧/૨૦૨૬ ના ક.૨૨/૩૦ વાગે ગુનો નોધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈશ્રી ડી.આર.પટેલ પાણીગેટ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. ગોરવા પો.સ્ટે.
ગોરવા પોલીસ સ્ટેશન એ-પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૭૨૬૦૦૩૧/૨૦૨૬, ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૧૫,(૧), ૩૨૯, ૨૯૬ (બી) તથા જી.પી. એક્ટ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરીયાદી આયુષભાઇ વિનોદભાઇ રાજપુત રહે.મ.નં. બી/૩૦ જયનારાયણ સોસાયટી કરોડીયા રોડ વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી (૧)સન્ની ચિતે, (૨) ગણેશ જગદલે (૩) નિલેશ છાસટીયા તમામ રહે. ચિત્રકુટ સોસાયટી ગોરવા વડોદરા શહેર (૪) નિકુલ ઉર્ફે શંભુ ચૌહાણ રહે.શુભમ પાર્ક ગોરવા વડોદરા શહેર નાઓએ ફરિયાદી તેના મિત્ર સંજયભાઇ નાઓના ઘરે ગઈ તા.૧૪/૦૧/૨૦૨૬ રોજ બપોરના ક.૦૨/૦૦ વાગ્યાના સુમારે હાજર હતા તે વખતે આરોપી નં.(૨)નાએ ફરીશ્રી નાઓને કહેલ કે તે મને જેલમાં કેમ પુરાવ્યો હતો તેમ કહી એક્દમ ઉશ્કેરાઇ જઈ ઝપાઝપી કરી ગડદાપાટુનો માર મારી આરોપી નં(૧) સન્ની ચિતે નાએ ફરીને બેઝબોલના ધોકાથી માર મારી એક્બીજાની મદદગારી માન. પો.કમિ.સા.શ્રી.નાઓના હથિયારબંધી જાહેરનામા હુકમનો ભંગ કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૧૭/૦૧/૨૦૨૬ ના ક. ૨૩/૩0 વાગે ગુનો નોધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી એચ.આર.મુજાવર ગોરવા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. ગોરવા પો.સ્ટે.
ગોરવા પો.સ્ટે એ-પાર્ટ ગુ.ર.નં.- ૧૧૧૯૬૦૦૭૨૬૦૦૩૨ /૨૦૨૬, ભારતીય ન્યાયસંહિતાની કલમ ૧૧૫,(૧),૨૯૬ (બી),૧૮૯(૨),૩૫૧(૨) મુજબના ગુનાના કામના ફરીયાદી નિલેશસિંહ મહેન્દ્રસિંહ છાસટીયા રહે.મ.ન.૨૧૬ જયશક્તિ એપાર્ટમેંટ ચિત્રકુટ સોસાયટી, ગોરવા વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી (૧) આયુષ (૨) મહેંદ્ર બારીયા (૩) સંજય ચૌધરી (૪) રાકેશ ચૌધરી રહે મ.નં.૨૦૯ ,જયશક્તિ એપાર્ટમેન્ટ ચિત્રકુટ સોસાયટી ગોરવા વડોદરા (૫) પ્રતિક ભટ્ટ (૬) સમીર રાઠોડ (૭) સુશીલ રાજપુત ઉર્ફે ચીકો (૮) સુમિત ઉર્ફે ભોલો રાજપુત (૯) મોહિત રાજપુત (૧૦) દીપાલી સંજયભાઇ રાજપુત (૧૧) તન્વી ભટ્ટ નાઅઓે તા.૧૪/૦૧/૨૦૨૬ ના ક.૧૪/૩૦ વાગ્યે મોજે –ચિત્રકુટ સોસાયટી, ગોરવા ફરિયાદી ઘરેથી બહાર જવા નીકળેલ તે વખતે એક ઇસમને બહાર પેશાબ કરતો જોઇ તેમ નહી કરવા જણાવતા તુ અહીયા ઉભો રહે હુ તને બતાવુ છુ તેમ કહી તે ઇસમ બીજા તમામ આરોપીઓને બોલાવતા ભેગા મળી ગંદીગાળો બોલી ફરી તથા તેના મિત્રોને ધમકી આપી ગેરકાયદેસર મંડળી રચી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૧૭/૦૧/૨૦૨૬ ના ક. ૨૩/૪૦ વાગે ગુનો નોધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી એચ.આર.મુજાવર ગોરવા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. ચોરીના કેસો
૧. પાણીગેટ પો.સ્ટે.
પાણીગેટ પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૭૨૬૦૦૩૮/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરીયાદી મહમદ હનીફ ઉર્ફે સલમાન રફીકભાઇ શેખ રહે.ઘ.નં.જે/૧૯ કલ્યાણનગર નરહરી હોસ્પિટલની પાછળ કારેલીબાગ વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ તા.૧૪/૦૧/૨૦૨૬ ના રોજ ક.૧૫/૦૦ થી ક.૧૮/૦૦ વાગ્યા દરમ્યાન ફાતેમા કોમ્પલેક્ષ સામે બાવમનપુરા ખાતે ફરી.ની એવીએટર મોપેડ જેનો રજી.ન. GJ-06-FG-7786 મોપેડની ડીકી કોઇ ડુપ્લીકેટ ચાવી વડે ખોલી કોઇ અજાણ્યા ચોર ઇસમે ડીકીમાં મુકેલ રોકડા રૂ.૩૭,૦૦૦/- ની ચોરી કરી લઈ ગુનો કર્યા વિ. બાબતે તા.૧૭/૦૧/૨૦૨૬ ના ક.૨૦/૪૫ વાગે ગુનો નોધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈશ્રી ડી.આર.પટેલ પાણીગેટ પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૫. વિશ્વાસઘાતના કેસો
૧. માંજલપુર પો.સ્ટે.
માંજલપુર પો.સ્ટે. પાર્ટ-એ,૧૧૧૯૬૦૦૩૨૬૦૦૨૫/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૩૧૬(૨),૩૧૮(૪) મુજબના ગુનાના કામના ફરીયાદી અમિતકુમાર સન/ઓફ સુરેશભાઇ વરધભાઇ પટેલ રહે-એ-૩૦૩ બાલકિશોર શ્રી કુંજ બંગ્લોઝ નજીક, માંજલપુર વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી મીલીનભાઇ ઇન્દ્રવદનભાઇ પટેલ રહે- જી/૩૬, સોનલ પાર્ક, નર્મદાનગર, માંજલપુર વડોદરા શહેર નાઓએ તા.૦૭/૦૭/૨૦૨૫ થી આજદિન સુધી મોજે.“PM OVERSEAS” નામની ઓફીસ એડ્રેસ: ૨૦૧, લીલેરીયા પેરામાઉન્ટ, મણીનગર સોસાયટી, જી.આઇ.ડી.સી. ઇન્ડસ્ટ્રીયલ એરીયા, માંજલપુર વડોદરા ખાતે ફરીયાદીશ્રીના દિકરા હેત અમિતકુમાર પટેલ તથા ભાણેજ હેત લોમેશ પટેલના ફ્રાન્સ પેરીસ સ્ટુડન્ડ વિઝા કઢાવી આપવાના બહાને રૂ.૨૫,૦૦૦/- રોકડા લઈ બાદમાં આરોપીએ ફરીયાદીના છોકરાઓના માર્કસ થોડા ઓછા છે, એટલે તેઓના ફ્રાન્સ પેરીસ સ્ટુડન્ડ વિઝા થઈ શકે નહી અને પોલેન્ડ વર્ક પરમીટ વીઝા કઢાવી આપવા જણાવી રૂ.૭,૫૦,૦૦૦/- લઈ ફરીયાદી પાસેથી વિઝા અપાવવાના બહાને કુલ રૂ.૭,૭૫,૦૦૦/- મેળવી ફરીયાદીના દિકરા હેત અમિતકુમાર પટેલ તથા ભાણેજ હેત લોમેશ પટેલના “ પોલેન્ડ વર્ક પરમીટ વીઝા ” નહી કરાવી આપી આપેલ રૂપિયા પરત નહી કરી ફરીયાદીશ્રી સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૧૭/૦૧/૨૦૨૬ ના ક.૨૦/૧૦ વાગે ગુનો નોધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી એસ.જી.ડામોર માંજલપુર પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.