Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૧૮/૦૩/૨૦૨૬)

પોલીસ સમાચાર

૧.       પ્રોહીબીશનના કેસો

તા.૧૭/૦૩/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૨૦ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારુ લી-૧૧ કિ.રૂ.૨૨૦૦/- તેમજ ઇંગ્લીશ દારૂના ક્વાટરીયા નંગ-૦૧ કિ.રૂ. ૧૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે. તથા પીધેલા-૧૭ સહીત કુલ-૧૯ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨.       વિશ્વાસઘાતના કેસો:-

૧.         જે.પી.રોડ પોલીસ સ્ટેશન“એ” પાર્ટ  ગુરનં  ૨૧/૨૦૨૬ Date ૧૭/૦૩/૨૦૨૬ યુનીક નં. 11196008260066 ભારતીય ન્યાય સહિંતા ૨૦૨૩ ની કલમ-૩૧૬(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી શ્રી નુરૂલહક્ક જાહેદભાઈ ચૌહાણ ઉ.વ.૨૨ ધંધો-વેપાર રહે-મ.ન.૧/૫૯૪ બી.સી.મિસ્ત્રી ક્મ્પાઉન્ડ સદર બજાર ફતેગંજ વડોદરા નાઓની ફરિયાદ મુજબ આરોપી આતાઉર રહેમાન સાકીરભાઈ મેમણ રહે-મ.ન.એ/૧૩ શાંતિવન સોસાયટી મહાબલીપુરમની પાછળ તાંદલજા વડોદરા શહેર તા. ૦૫/૦૨/૨૦૨૬ ના આશરે કલાક-૧૮/૩૦ વાગ્યાની આસપાસ થી આજદીન સુધી મો.જે.-ઝમઝમ ટાવર પાસે તાંદલજા વડોદરા શહેર આ કામના આરોપી નાઓએ ફરીયાદીની હયુન્ડાઈ કંપનીની ક્રેટા ફોર વ્હીલર ગાડી રજી. નં.-GJ-06-RB-3791 ની જેના  ચેસીસ નં.-MALPA813LRM116921 તથા એન્જીન નં.-D4FARM312166 છે જેની કીંમત રુપીયા ૧૨,૦૦,૦૦૦/- છે તે ફોર વ્હીલર ગાડી ફરીયાદી પાસેથી ભાડેથી ચલાવવા માટે લઈ જઈ ફરીયાદીને આજદીન સુધી પરત નહી આપી ફરીયાદી સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૧૭/૦૩/૨૦૨૬ ના કલાક-૨૧/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈ. શ્રી એસ.વી.સાખરા જે.પી.રોડ પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.      મકરપુરા પોલીસ સ્ટેશન પાર્ટ (એ) ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૬૨૬૦૧૯૧/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૩૧૬(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી શ્રી સંદીપ સોમાભાઇ પટેલ ઉ.વ.૫૦ હાલ રહેવાસી-બી/૨૦૪, શિવમ ફ્લેટ, તુલસીધામ ચાર રસ્તાથી જી.આઇ.ડી.સી બાજુ, માંજલપુર, વડોદરા શહેર. મુળ રહેવાસી-વરખડ ગામ, તા.નાંનોદ, જી.નર્મદા નાઓની ફરિયાદ મુજબ આરોપી જતનીભાઇ શાંતિલાલ પંચોલી રહેવાસી- રૂમ નં.૦૧, સેવાર્થી, દાદા ભગવાન ત્રિ-મંદિર, વરણામા, તા.જી.વડોદરા તથા એ-૧-૪૦૪, મેઘધનુષ એપાર્ટમેન્ટ, ચંદનપાર્ક, સીટીલાઇટ, અગ્રસેન નજીક, સુરત ગઇ તા.૦૫/૦૮/૨૦૨૧ થી આજદીન સુધી મોજે-તરસાલી વિસ્તારમાં સીટી સર્વે નં.૨૦૬ વાળી જમીન ખાતે, તરસાલી, વડોદરા શહેર આ કામના આરોપી સમર્પણ ડેવલોપર્સ ના પ્રોપરાઇટર જતનીભાઇ શાંતિલાલ પંચોલી રહે-રૂમ નં.૦૧, સેવાર્થી, દાદા ભગવાન ત્રિ-મંદિર, વરણામા, તા.જી.વડોદરા તથા એ-૧- ૪૦૪, મેઘધનુષ એપાર્ટમેન્ટ, ચંદનપાર્ક, સીટીલાઇટ, અગ્રસેન નજીક, સુરત નાઓએ વડોદરા તરસાલી વિસ્તારમાં સીટી સર્વે નં.૨૦૬ વાળી જમીન જેનું ક્ષેત્રફળ ૯૮૮.૦૦ ચો.મી.વાળી જમીનમાં ‘સમર્પણ’ નામની ફલેટની સ્કીમનું આયોજન કરેલ જેમાં અરજદારશ્રીએ આરોપી પાસેથી સને-૨૦૨૧ માં આરોપીની સમર્પણ નામની ફલેટની સ્કીમમાં ફલેટ નં.બી/૧૦૪ નો ફલેટ રૂ.૮,૫૦,૦૦૦/-માં વેચાણ આપવાનું નક્કી કરી, આરોપીએ અરજદાર પાસેથી બાના પેટે રૂા.૫,૦૦,૦૦૦/- મેળવી, તેને એક રજીસ્ટર બાનાખત કરી આપેલ અને ફરીયાદીશ્રીના ભાઇની પત્ની સાહેદ- ભાવીષાબેન વા/ઓફ પંકજભાઇ સોમાભાઇ પટેલ નાઓ સાથે પણ આરોપીએ ફલેટ નં.બી/૩૦૪ નો ફલેટ રૂા.૧૦,૦૦,૦૦૦/- માં વેચાણ આપવાનું નક્કી કરી, બાનાખત પેટે રૂા.૪૫,૦૦૦/- મેળવી રજીસ્ટર બાનાખત કરી આપેલ તથા આરોપીએ ફરીયાદીશ્રીના ભાઇ-ભાભી પાસેથી ટુકડે-ટુકડે રૂ.૧૪,૪૫,૦૦૦/-એમ કુલ્લ મળી રૂ.૧૪,૯૦,૦૦૦/- ની રકમ મેળવેલ. ત્યારબાદ આરોપીએ ફરીયાદી તથા ફરીયાદીના ભાભી ભાવીષાબેન નાઓને કરી આપેલ બાનાખત તેઓ બંન્નેની ગેરહાજરીમાં એક તર્ફી રીતે રદ્દ કરી લઇ આ બંન્ને ફલેટ વધુ કિંમતે અન્ય લોકોને વેચાણ દસ્તાવેજ કરી વેચાણથી આપી દઇ, આરોપીએ ફરીયાદી પાસેથી બાનાખત પેટે લીધેલ રૂપીયા પૈકી રૂ.૩૦,૦૦૦/- તથા ફરીયાદીની ભાભી ભાવીષા વા/ઓફ પંકજભાઇ સોમાભાઇ પટેલ નાઓએ મકાન ખરીદવા માટે આરોપીને આપેલ રૂા.૧૪,૯૦,૦૦૦/- ની રકમ મળી કુલ રૂ.૧૫,૨૦,૦૦૦/- ની રકમ મેળવી લઇ આરોપીએ પરત નહીં આપી વિશ્વાસઘાત છેતરપીંડી કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૧૭/૦૩/૨૦૨૬ ના કલાક-૨૦/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી આર.પી ડાભી મકરપુરા પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૩.      ગોરવા પો.સ્ટે. “એ”પાર્ટ ગુ.ર.ન. ૧૧૧૯૬૦૦૭૨૬૦૧૩૦ /૨૦૨૬ ભારતીય ન્યાય સહિતા એક્ટ ૨૦૨૩ ની કલમ ૩૧૬(૨), ૩૩૬(૨), ૩૩૬(૩), ૩૩૮, ૩૪૦(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી શ્રીવર્ષાબેન યોગેશભાઇ પાઠક ઉ.વ-૫૬ ધંધો-ઘરકામ રહે-એલ/૨૮/૩૩૫ વૈકુંઠ ફ્લેટ બાલાજીનગર પાસે સમતા રોડ વડોદરા શહેર  નાઓની ફરિયાદ મુજબ આરોપી હરીશ જશુભાઇ ચૌહાણ રહે-સુથાર ફળીયુ અકોટા ગામ વડોદરા શહેર નાઓ ચૌહાણ એન્ડ સન્સ ના નામથી ઓફીસ નં-૧૦૭ પહેલો માળ અમીત કોમ્પ્લેક્ષ પંચ રત્ન બિલ્ડીંગ સામે સુભાનપુરા વડૉદરા મોજે- ઓફીસ નં-૧૦૭ પહેલો માળ અમીત કોમ્પ્લેક્ષ પંચ રત્ન બિલ્ડીંગ સામે સુભાનપુરા વડૉદરા શહેર આરોપીનાઓએ મે-૨૦૨૪ થી આજ દિન સુધી ફરીયાદી તથા સાહેદોને પ્રધાનમંત્રીના આવાસ યોજનાના મકાન અપાવવાના બહાના હેઠળ ફરીયાદી તથા સાહેદોનો વિશ્વાસ અને ભરોસો કેળવી પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનની પ્રોસેસ તથા ફાળવણી હુકમ માટેના ટૂકડે-ટુકડે ફરીયાદી તથા સાહેદો પાસેથી આશરે રૂ.૪૦,૧૭,૦૨૦/- જેટલી માતબર રકમ આરોપીએ તેના એચ.ડી.એફ.સી બેંકના એકાઉન્ટ નં-૫૦૨૦૦૦૮૮૦૮૨૪૬૫ ના ખાતામાં મેળવી લઈ પ્રધાન મંત્રી આવાસ યોજનામાં મકાન ફાળવણી અંગેના ખોટા અને બનાવટી હુકમો(દસ્તાવેજ) બનાવી તથા વડોદરા મ્યુનીસીપલ કોર્પોરેશનની એપ્લીકેશન ફી અને ડિપોઝીટ ચલણ તથા એમ.જી.વી.સી.એલ શાખાનુ વીજ મીટર જોડાણ અંગેના કનેક્શનની નાણા મળ્યા અંગેના ખોટી સ્લીપો(દસ્તાવેજો)બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરીને ફરીયાદીશ્રીને તથા સાહેદોને તેઓના મકાનનો કબ્જો તથા ફરીયાદી તથા સાહેદો પાસેથી લીધેલ રકમ પરત ન આપી તેઓની સાથે ગુનાહીત વિશ્વાસધાત કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૧૭/૦૩/૨૦૨૬ ના ક ૧૫/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી એમ.આર.ગાંગાણી ગોરવા  પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૩.       વાહન અકસ્માત/ ફેટલના કેસો:-

૧.      નંદેસરી પોલીસ સ્ટેશન પાર્ટ એ. ગુ.ર.નં. ૧૧૧૯૬૦૩૯૨૬૦૧૪૩/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૨૮૧,૧૨૫(એ) તથા એમ.વી.એક્ટ કમલ- ૧૭૭, ૧૮૪  મુજબના ગુનાના કામના ફરિયાદી શ્રી ધ્રુવકુમાર કનૈયાભાઇ વાઘેલા ઉ.વ.૧૯ ધંધો-અભ્યાસ રહે, ૪૧,મીરાનગર સોસાયટી ન્યુ કોસાડ રોડ અમરોલી સુરત નાઓની ફરિયાદ મુજબ આરોપી નીલેશભાઇ મહેંદ્રભાઇ વાઘેલા ઉ.વ.૩૦ ધંધો- રીક્ષા ડ્રાઇવીંગ રહે ક્રુષ્ણનગર સોસાયટી મ.નં ૮૪૬ ગણેશપુરા પ્રાથમીક શાલા પાસે તા.આમરોલી જી.સુરત તા.૧૭/૦૩/૨૦૨૬ ના કલાક ૧૫/૪૫ વાગ્યાના અરસામા મોજે ને.હા.નં-૪૮ વાસદ થી વડોદરા જવાના હાઇવે રોડ નંદેસરી બ્રીજ ચડતા તા.જી.વડોદરા આ કામના આરોપી નાઓએ  પોતાની બજાજ ઓટો રીક્ષા (સી.એન.જી.) રજી.નં-GJ-05-CZ-4944 ની  પુરઝડપે અને ગફલતભરી રીતે અને બેદરકારીથી ચલાવી લાવી પોતાની રીક્ષા પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લઇ આવી અચાનક રીક્ષાને વાળાંક લેતા રીક્ષા પલ્ટી ખાઇ જતા સી.એન.જી.ગેસ અચાનક લીક થતા આગ લાગી ફરી શ્રીને કમ્મરના ભાગે દાઝી ગયેલ અને પોતાને ડાબા હાથે કોણીના ભાગે ઇજા પહોંચાડી રીક્ષામા મુકેલ ફરી શ્રીનો આઇ ફોન ૧૭ મોબાઇલ તથા  અસલ આધારકાર્ડ તથા કોલેજનુ આઇકાર્ડ તથા આરોપીનો  ઓપો કંપની એ ૭૮ મોબાઇલ તથા રીક્ષાની અસલ આર.સી.બૂક તથા રીક્ષાના કાગળો સહીત રીક્ષા સળગી ગયેલ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૧૭/૦૩/૨૦૨૬ ના કલાક ૧૭/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ શૌલેષકુમાર અભેસિંહ નંદેસરી પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.      હરણી પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૩૬૨૬૦૧૦૫/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૨૮૧, ૧૨૫(એ), ૧૨૫(બી), ૧૦૬(૧) તથા એમ.વી. એક્ટ ૧૭૭,૧૮૪ મુજબના ગુનાના કામના ફરિયાદી શ્રી સુરેશચંદ્ર શનાભાઇ વાધેલા રહે.દુમાડ ગામ, મોટુ ફળિયુ તા-જી-વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી દેવેંદ્રભાઇ સુરેશચંદ્ર વાઘેલા રહે.દુમાડ ગામ, મોટુ ફળિયુ તા-જી-વડોદરા ગઈ તા.૧૨/૦૩/૨૦૨૬ ના કલાક.૨૦/૦૦ વાગ્યા ના સુમારે ને.હા.નં-૪૮ સુરત થી અમદાવાદ તરફ જતા રોડપર દરજીપુરા બ્રિજ ઉપર વડોદરા શહેર આ કામના આરોપીએ પોતે પોતાની મો સા જીજે 06 ક્યુએલ 5807 ની પુરઝડપે અને ગફલત ભરી રીતે બેદરકારી થી ચલાવી સ્લિપ ખવડાવી પોતાને શરીરે ગંભીર ઇજા પહોચાડી સારવાર દરમ્યાન મરણ ગયેલ હોય જે ગુન્હો કર્યા વિગેરે બાબતે તા.૧૭/૦૩/ર૦ર૬ ના કલાક ૨૨/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી આર.કે.કાચા હરણી પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૪.       મારામારીના કેસો:-

૧.      હરણી પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૩૬૨૬૦૧૦૬/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૧૧૫(૨), ૨૯૬(૨), ૫૪ તથા જી.પી એક્ટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદીશ્રી રાહુલભાઇ રાજુભાઇ મારવાડી ઉ.વ.24 ધંધો.કારીગર  રહે.બ્રમ્હાનગર 2 વ્હાઈટ વ્રુડાના મકાનની સામે ન્યુ વી.આઇ.પી રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) કરણભાઇ મોહનભાઇ રાઠોડ તથા (૨) સુનીલ ઉર્ફે છીનુ મોહનભાઇ રાઠોડ બન્ને રહે. વ્હાઈટ વ્રુડાના મકાનમા બ્લોક નં 20 રૂમ નં 29 ન્યુ વી આઇ પી રોડ વડોદરા શહેર ગઈ તા.૧૭/૦૩/૨૦૨૬ ના કલાક.૨૩/૦૦ વાગ્યા ના સુમારે મોજે . બ્રહ્માનગર ૦૨ પાસે ન્યુ વી.આઇ.પી રોડ વડોદરા શહેર  આ કામના  આરોપીઓએ અગાઉ થયેલ ઝઘડાની અદાવત રાખી ફરીયાદીશ્રીને તેના ભાઇના ઘરે લઇ જવાનુ કહી કોલર પકડી રોડ ઉપર ખેંચી જઇ ગમે તેમ ગાળો બોલતા ફરીયાદીશ્રીએ ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાઇ જઇ નજીકમાથી પાવડાનો હાથો તથા કપડા ધોવાનો પાયો લઇ આવી ફરીયાદીશ્રીને બન્ને પગના ઘુંટણ ઉપર જમણા હાથની કોણી ઉપર ખભાના ભાગે તથા ડાબા હાથના બાવડા ઉપર તેમજ ગરદન ઉપર માર મારી ઇજા કરી ગુન્હો કર્યા વિગેરે બાબતે તા.૧૮/૦૩/ર૦ર૬ ના કલાક ૦૩/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી એસ.કે.મકવાણા હરણી પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.