-: પ્રેસનોટ :-
(તા.૧૮/૦૪/૨૦૨૬)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૧૭/૦૪/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ- ૪૧ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારુ લી-૮૩ કિં.રૂ.૧૬,૬૦૦/- તેમજ ઇંગ્લીશ દારૂના કવાટરીયા નંગ-૧૨૪, બોટલ-૧૯, બિયર-૪૮, એકટીવા-૦૧ મળી કુલ કિં.રૂ.૧,૪૪,૫૪૭/- નો મુદામાલ કબ્જે કરેલ છે. તથા પીધેલા-૧૮ સહીત કુલ-૩૫ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. મારામારીના કેસો:-
૧. સીટી પો.સ્ટે.પાર્ટ-બી-ગુ.ર.નં-૧૧૧૯૬૦૦૬૨૬૦૦૧૦૪/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૧૫(૨),૨૯૬(ખ),મુજબના ગુનાના કામના ફરીયાદી તમન્ના સમદમીયા શેખ રહે-હુજરાત ટેકરા, એસ.આર.પી.પોઈન્ટની પાછળ,વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી સમદમીયા નસીરમીયા શેખ રહે-હુજરાત ટેકરા,એસ.આર.પી. પોઈન્ટની પાછળ,વડોદરા શહેર નાઓએ તા.૧૭/૦૪/૨૦૨૬ ના ક.૨૨/૩૦ વાગ્યાની આસપાસ હુજરાત ટેકરા,એસ.આર.પી. પોઈન્ટની પાછળ ફરીશ્રી પોતાના ઘરે હાજર હતા તે દરમિયાન ફરીશ્રીને તેઓના પતિ વાંરવાર બોલાચાલી ઝઘડો તેમજ હેરાન પરેશાન કરતા હોય જેથી ફરીશ્રી નાઓએ પિતા ઝહીરઅબ્બાસ ગફુરમીયા શેખ નાઓને ફોન કરી આ વાતની જાણ કરેલ જેથી ફરીશ્રીના પિતા તથા નાનો ભાઇ અરબાઝ અબ્બાસમીયા શેખ તથા કાકા રહીમમીયા ગફુરમીયા શેખ નાઓ ફરી.શ્રીના ઘરે આવેલ અને ફરીશ્રીના પતિને સમજાવતા હોય તે દરમિયાન ફરીશ્રી નાઓનો પતિ એકદમ ઉશ્કેરાઈ જઈને ગાળાગાળી કરી હાથમા પથ્થર લઈને છુટા હાથે ફેકવા લાગેલ જેથી ફરીશ્રીના પિતાને ડાબી આંખ ઉપર અને ગાલ ઉપર ઈજા થયેલ તેમજ ફરીશ્રીના નાના ભાઇ નાઓને પણ ડાબી આંખ ઇજા કરી ભાગી જઇ ગુનો કર્યા વિ.બાબતે તા.૧૮/૦૪/૨૦૨૬ ના ક. ૦૦/૨૦ વાગે ગુનો નોંધાયેલ છે. જે ગુનાની તપાસ એ.એસ.આઇ વિજયભાઇ લક્ષ્મણભાઇ સીટી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
૨. સીટી પો.સ્ટે.પાર્ટ-એ-ગુ.ર.નં-૧૧૧૯૬૦૦૬૨૬૦૧૦૫/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૧૫ (૨),૧૧૮(૧),૨૯૬(ખ),૫૪ જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરીયાદી સમદમીયા નસીરમીયા શેખ રહે-હુજરાત ટેકરા,એસ.આર.પી.પોઈન્ટની પાછળ, વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી (૧)હુસેન ઝહીરઅબ્બાસ શેખ (૨)ઝહીરઅબ્બાસ ગફુરમીયા શેખ(૩) રહીમ ગફુરમીયા શેખ તમામ રહે. હુજરતપાગા, લીમડી ફળીયા, કાલુપુરા મેઈનરોડ,વડોદરા શહેર નાઓએ તા.૧૭/૦૪/૨૦૨૬ ના ક.૨૨/૩૦ વાગ્યાની આસપાસ મોજે. હુજરાત ટેકરા,એસ.આર.પી.પોઈન્ટની પાછળ, ફરીશ્રી પોતાના ઘરે હાજર હતા તે દરમિયાન ફરીશ્રીને પોતાની પત્નિ તમન્ના શેખ નાઓ સાથે બોલાચાલી ઝઘડો થયેલ જેથી આ બાબતની જાણ ફરીશ્રીની પત્નિએ ફરીશ્રીના સસરા નાઓને જણાવતા આરોપીઓ ફરીશ્રીના ઘરે આવીને ફરીશ્રી સાથે ઝઘડો કરી ગાળાગાળી કરી આરોપી નાઓએ ફરીશ્રીને માથાના ભાગે કંઈક મારી ઝપાઝપી કરી ગડદાપાટુનો મારમારી આ તમામ ત્યાંથી ભાગી જઇ ગુનો કર્યા વિ.બાબતે તા.૧૮/૦૪/૨૦૨૬ ના ક.૦૧/૫૦ વાગે ગુનો નોંધાયેલ છે. જે ગુનાની તપાસ એ.એસ.આઇ વિજયભાઇ લક્ષ્મણભાઇ સીટી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
૩. ગોત્રી પો.સ્ટે પાર્ટ ‘એ ગુ.૨.નં.-૧૧૧૯૬૦૦૪૨૬૦૧૪૨/૨૦૨૬ બી.એન.એસ.કલમ ૧૧૫(૨), ૨૯૬(બી), તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરીયાદી મુક્તેશ્વરકુમાર કુંટુબરાય પી રહે-બી-૧૩-૩૦૩ અક્ષર પેવેલીયન નિલામ્બર પાછળ ગોત્રી વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી એક મોપેડ જેનો રજી નં.GJ-06-MG-0914 નો ચાલક સંદિપ પાલ તા-૩૧/૦૩/૨૦૨૬ ના રાત્રીના ક.૨૧/૪૫ વાગ્યા દરમ્યાન મોજે-રાધેશ્યામ સોસાયટી શેટ્ટી કિચન પાસે ગોત્રી ફરીયાદી તેના મિત્ર સાથે ચાલીને ઘર તરફ જતા હતા તે દરમ્યાન સામેથી એક મોપેડ નં.GJ-E 06-MG-0914 જેના ઉપર ત્રણ ઇસમો બેસી આવી મોપેડ ચલાવનાર સંદીપ પાલએ ફરીયાદીને છાતીના ભાગે સ્ટીલની પાઇપ મારી ફરીને ગાળો આપી ઝઘડો કરી મે.પો.કમી.સા.શ્રી વડોદરા શહેર નાઓના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૧૭/૦૪/૨૦૨૬ ના ક.૨૧/૦૫ વાગે ગુનો નોંધાયેલ છે. જે ગુનાની તપાસ પો.સ.ઇશ્રી બી.વી.જોડેજા ગોત્રી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
૩. વાહન અકસ્માતના કેસો:-
૧. હરણી પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૩૬૨૬૦૧૪૯/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૨૮૧,૩૨૪(૪) તથા એમ વી એક્ટ ૧૭૭,૧૮૪ મુજબના ગુનાના કામના ફરીયાદી કમલભાઇ વિજયભાઇ વાસવાણી રહે મ નં બી 205 ઇશાંતી હાઇટસ સયાજીપુરા પાણીની ટાંકી સામે બાપોદ વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી એક પીકઅપ ટેમ્પો જેનો રજી નંબર જીજે 17 એક્ષએક્ષ 5499 ના ચાલક અલ્પેશભાઇ અર્જુનસિંહ પરમાર રહે.ગામ ધાનેન્દ્રા તા.ગોધરા જી.પંચમહાલ નાઓએ તા.૧૭/૦૪/૨૦૨૬ ના ક.૧૦/૦૫ વાગ્યે મોજે- વી આઇ પી રોડ એલ એન્ડ ટી સર્કલ ટ્રાફિક સિગ્નલ ઉપર આરોપી તેનુ પીકઅપ વાહન ગફલતભરી રીતે બેદરકારીથી ચલાવી ફરીયાદીશ્રીની ફોર વ્હિલર ગાડી રજી નં જીજે 06 આરઇ 5595 ના ડ્રાઇવરના ડાબી બાજુ ઘસડાતા ડાબી બાજુનો કાચ તથા આગળ ડાબી બાજુના બમ્પરના ભાગે નુકશાન કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૧૭/૦૪/૨૦૨૬ ના ક.૧૬/૦૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. જે ગુનાની તપાસ હે.કો અલ્પેશભાઇ છનાભાઇ હરણી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
૪. વિશ્વાસઘાતના કેસો:-
૧. કપુરાઇ પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૪3૨૫૦૨૦૮/૨૦૨૬ બી.એન.એસ કલમ ૩૧૬(૨), ૫૪ મુજબના ગુનાના કામના ફરીયાદી વસીમખાન, શબ્બીરખાન પઠાણ રહે, જુમ્મા મસ્જીદ પાછળ સંખેડા તા સંખેડા જી છોટાઉદેપુર નાઓની ફરીયાદ મુજબ આરોપી (૧) રેશુલશા નાઝરક્ષા દિવાન રહે, ગુરુકુલ સ્કુલની સામે. નવીનગરી તરસાલી, વડોદરા શહેર(૨) હિમાષુ ઉર્ફે સન્ની અગ્રવાલ રહેવામી અગ્રવાલ કાર એસેસરીઝ નામની દુકાન, અલીપુરા ચાર રસ્તા. છોટાઉદેપુર રોડ, બોડેલી જી છોટાઉદેપુર નાઓએ નવેમ્બર ૨૦૨૪ થી આજ દિન સુધી મોજે. ગુરુકુલ સ્કુલની સામે, નવીનગરી, તરસાલી, આરોપી નં.(૧) નાઓએ ફરીયાદીની માલીકીની લોન લઈ ખરીદ કરેલ મારૂતી સુઝુકી કંપનીની અર્ટીગા ગાડી રજી.નં GJ-34-N-1182 ભાડેથી ફેરવવા સારૂ લઈ નક્કી કર્યા મુજબના ભાડાના રૂપીયા નહી આપી તેમજ અર્ટીગા ગાડી રજી નં GJ-34-N-1182 ની ફરીયાદી માલિકીની હોવા છતાં ફરીયાદીને લેખીત કે મૌખીક જાણ બહાર અર્ટીગા ગાડી આરોપી નં.(૨) નાઓને રૂ.૭,૫૦,૦૦૦/-માં વેચાણ આપી દઈ ફરીયાદી સાથે વિશ્વાસઘાત કરી એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા વિ. બાબતે તા.૧૭/૦૪/૨૦૨૬ ના ક.૨૧/૦૫ વાગ્યે ગુનો નોંધાયેલ છે. જે ગુનાની તપાસ પો.સ.ઇ શ્રી કે.ડી.પરમાર કપુરાઇ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.