-: પ્રેસનોટ :-
(તા.૧૮/૦૭/૨૦૨૬)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૧૭/૦૭/૨૦૨૬ નારોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૬ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૨૦ કિં.રૂ.૪૦૦૦/- નો મુદામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૧૧ સહિત કુલ-૧૩ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. ખૂનની કોશિષના કેસો
૧. સયાજીગંજ પો.સ્ટે-એ-ગુ.ર.ન ૧૧૧૯૬૦૩૦૨૬૦૪૦૮/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૧૦૯(૧),૧૯૧(૩),૧૯૦,૩૫૧(૩),૫૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી આમીર અનીશખાન રહે. મ.નં. એ/૪ સમીમપાર્ક, અટલાદરા રોડ, તાંદલજા, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) શાહબાઝ સ/ઓ નુરમહમદ ઉર્ફે મૈકુ (૨) ખુરશીદ ફકરે ઉર્ફે કે.પી.મોબાઇલ (૩) રિઝવાન સ/ઓ નુરમહમદ ઉર્ફે મૈકુ ૪) ફૈઝલ સ/ઓ ઇમરાન (૫) સુઝાન સ/ઓ આરીફ ઉર્ફે ટીન્કુ તમામ રહે. ગોરવા વડોદરા (૬) અઝીમ વસીમ રહે. ફતેગંજ વડોદરા તથા તેમની સાથેના બીજા અજાણ્યા ઇસમોએ તા.૧૭/૦૭/૨૦૨૬ ના ક.૧૪/૧૫ વાગ્યાના સુમારે મોજે-ફતેગંજ રોડ પર આવેલ હોટલ મિડ ટાઉન સામે સયાજીગંજ ફરીયાદી તથા સાહેદ આકીબ જમીરઅહેમદ પઠાણ તથા આકીબ મુશીરખાન નાઓ ચાની લારી ઉપર ચા પીવા ગયેલ હોય તે દરમ્યાન આરોપીઓએ મારક હથિયારો સાથે એક સાથે તેઓનો ઇરાદો પાર પાડવાના હેતુથી આવી જઇ કાંઇ પણ બોલ્યા વગર જુના ઝઘડાની અદાવત રાખી કાંઇ પણ બોલ્યા વગર આરોપીઓએ લોખંડની પાઇપ તથા લાકડીના દંડા વડે ફરિયાદી તથા સાહેદને માથાના ભાગે ફટકાઓ મારી તથા ફરિયાદીને આરોપી સુઝાન આરીફ નાએ ડાબી આંખ પાસે તથા જમણા હાથની કોણી તથા ડાબા હાથના કાંડા પાસે પાઇપના ફટકા મારી ઇજાઓ પહોંચાડી આમ તમામ આરોપીઓએ ફરિ તથા સાહેદોને આજે તો તમને મારી જ નાખવાના છે તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી મે.પો.કમિ.સા.શ્રીના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વિ. બાબતે તા.૧૭/૦૭/૨૦૨૬ ના ક. ૧૯ /૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.ઇશ્રી એસ.જે.પંડ્યા સયાજીગંજ પો.સ્ટે નાઓએ સંભાળીક ાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. મોબાઇલ ચોરીના કેસો
૧. ફતેગંજ પો.સ્ટે. “એ” પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૬૦૧૨૨૬૦૨૮૬/૨૦૨૬ ભારતીય ન્યાય સહીતા કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી કલ્પેશભાઇ ઇશ્વરભાઇ મેકવાન રહે. મ.ન ૧૩૪ પાવનપાર્ક સોસાયટી જુના છાણી રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૨૧/૦૬/૨૦૨૬ ના ક.૨૧/૦૦ થી ૨૧/૩૦ વાગ્યાની આસપાસ મોજે- બંસલ મોલ દિપ ટોકીઝ પાસે ફતેગંજ ફરીયાદીનો સેમસંગ કંપનીનો A.33 5G મોડલનો મોબાઇલ ફોન જેનો IMEI NO.૩૫૩૭૨૨૫૮૧૩૮૨૧૫૯ તથા ૩૫૬૭૮૭૧૮૧૩૮૨૧૫૩નો જેની કિં.રૂ.૧૫૦૦૦/- ફરીયાદીની એક્ટીવાની ડેકીમાંથી મોબાઇલ ફોન કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ જઇ ગુનો કર્યા વિે.બાબતે તા.૧૭/૦૭/૨૦૨૬ ના ક.૨૧/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ. જગદિશદાન જીતસંગભાઇ ફતેગંજ પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. વાહન અકસ્માતના કેસો
૧. કપુરાઇ પો.સ્ટે. પાર્ટ એ-પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૬૦૪૩૨૬૦૩૬૮/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૮૧,૧૨૫(એ),૧૨૫(બી) તથા એમ.વી.એક્ટ કલમ-૧૭૭,૧૮૪,૧૩૪ મુજબના ગુનાના કામના ફરિયાદી ગૌરીબેન શૈલેષભાઈ નાયક રહે.મારૂતીનગર ઝુપડપ્ટી,વિશ્વકમાં મંદીર પાસે, ખોડીયારનગર,આજવા રોડ,વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૧૪/૦૭/૨૦૨૬ ના ક.૨૧/૩૦ વાગ્યે મોજે.એ.પી.એમ.સી. માર્કેટની સામેના રોડ પર ફરીયાદીના દિકરા સુનિલ ઉ.વ.૧૮ તથા તેનો મિત્ર ભાવેશ ભરતભાઇ દેવીપુજક ઉ.વ.૧૮ બંને ચાલતા હાઈવે રોડ ક્રોસ કરતા હતા તે વખતે સુરત તરફથી આવતા એક અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પુરઝડપે ગફલતભરી તેમજ બેદરકારી રીતે ચલાવી લાવી ફરી.ના દિકરા સુનિલને અથાડી એક્સીડન્ટ કરી ફરીના દિકરાને માથામાં,ડાબા હાથે,ડાબા પગે ગંભીર ઈજાઓ તથા શરીરે અન્ય નાની મોટી ઈજાઓ પહોંચાડી સ્થળ પરથી ભાગી જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૧૭/૦૭/૨૦૨૬ ના ક. ૨૧/૩૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ. મયુરસિંહ પ્રવિણસિંહ કપુરાઇ પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાાસ હાથ ધરેલ છે.
૫. વિશ્વાસઘાત/છેતરપીંડીના કેસો
૧. બાપોદ પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં ૧૧૧૯૬૦૦૨૨૬૦૩૫૯/૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૧૬(૨), ૩૧૮(૪) મુજબના ગુનાના કામના ફરિયાદી આર્યા વા/ઓફ વિરલભાઇ રોહિતકુમાર ઠાકોર રહે. ૯, જલનાથ સોસાયટી, પી.ટી.કોલેજ રોડ, કોમલ એન્કલેવની બાજુમા, પાલડી, અમદાવાદ શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી રેશ્માબેન વા/ઓફ કલ્પેશભાઇ મનહરભાઇ પટેલ રહે. ૬, અનંતા આસ્થા, સ્ટેંઝા હોસ્ટલની સામે, ગાયત્રી મંદિર પાસે, વાઘોડીયા રોડ, ખટંબા ગામ, વડોદરા શહેર નાઓએ તા.૧૩/૦૬/૨૦૨૫ ના સવાર ક.૧૦/૦૦ વાગ્યાથી આજદિન સુઘી મોજે.પ્રમુખ કન્સલટન્સી ફોનિક્સ રેસીડેન્સી ચોથો માળ, વૈકુંઠ ચાર રસ્તા, વાઘોડીયા રોડ, વડોદરા શહેર ખાતે આરોપીબેન નાએ ફરીયાદી સાથે યુરોપીયન દેશ બેલારૂસમા જવા માટે કામના વિઝાના ફરીયાદી પાસેથી રોકડા રૂા.૬,૦૦,૦૦૦/- લઇ લીઘા બાદ ફરીયાદીનુ વિઝાનુ કામ નહીં કરી તેમજ રૂપિયા પરત નહીં આપી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી ગુનો કર્યા વિ.બાબતે તા. ૧૭/૦૭/૨૦૨૬ ના ક.૧૫/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈશ્રી જે.એલ.જોધ્ધા બાપોદ પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાાસ હાથ ધરેલ છે.
૨. ગોત્રી પો.સ્ટે પાર્ટ-“એ” ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૪૨૬૦૨૫૭/૨૦૨૬ આઇ.પી.સી. કલમ-૪૦૬,૪૨૦ મુજબના ગુનાના કામના ફરિયાદી હરેશભાઇ અમરાભાઇ પબાભાઇ રથવી (નાડોદા) રહે- મોટીચંદુર પ્લોટવાસ તા.- શંખેશ્વર જી.પાટણ નાઓની ફરિયાદ મુજબ આરોપી કુલદીપભાઇ મહેંદ્રભાઈ પંડયા રહે.૫૦૭, વેલ્થ સ્કેવર કેનરા બેંક સામે, થસ કોમ્પલેક્ષ પાસે,ગોત્રીરોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૨૮/૦૧/૨૦૨૪ થી આજદીન સુધી મોજે- વેલ્થ સ્કેવર કેનરા બેંક સામે, થસ કોમ્પલેક્ષ પાસે,ગોત્રી રોડ ફરીયાદી પ્રવાસોનુ આયોજન કરતા હોઇ અને તેઓને બહારના રાજ્યોના પ્રવાસનો અનુભવ ન હોવાથી મોબાઇલમાં ફેસબુકમાં ખોડરાજ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ વડોદરાની જાહેરાત વાંચી જેમા આપેલ મોબાઇલ નંબર ઉપર સંપર્ક કરતા ફરીયાદીને તહોદારે પોતાની ઓફિસે બોલાવી દિન ૨૩ ચારધામ ની યાત્રાનુ નક્કી કરી સદર પ્રવાસના ખર્ચના રુપિયા અલગ અલગ જગ્યાએ રોકડ તથા ઓનલાઇન પેમેન્ટ દ્રારા રુ ૧૫,૬૨,૦૦૦/ લઇ સદર પ્રવાસ દરમ્યાન તહોદારે અધવચ્ચે ભાગી જઇ બાકી રહેલ પ્રવાસ ફરીયાદીએ કહેલ જે ખર્ચ રુ.૬,૦૦,૦૦૦ (છ લાખ) થયેલ જે ફરિયાદી સાથે છેતરપીડી કરી ગુન્હો કર્યા વિગેરે બાબતે તા-૧૭/૦૭/૨૦૨૬ ના ક.૦૦/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી એ.બી.હળપતિ ગોત્રી પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાાસ હાથ ધરેલ છે.
૬. મારામારીના કેસો
૧. બાપોદ પો.સ્ટે પાર્ટ ‘’એ’’ ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૨૨૬૦૩૬૦/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૧૮(૧), ૧૧૫(૨), ૧૨૫(એ), ૨૯૬(બી), ૩૨૪(૪), ૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી રોહન ઓમપ્રકાશ ખટીક રહે, બી/૪૩ પંચમ ડુપ્લેક્ષ ન્યુ વીઆઇપી રોડ ખોડીયાર નગર વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી રુદ્ર સોલંકી તથા તેના બે મિત્રો તા.૧૬/૦૭/૨૦૨૬ ના ક.૨૩/૩૦ વાગે મોજે- આજવા રોડ લીલાબાનગર સોસાયટીના નાક ખાતે ફરિયાદી નાઓ તેના મિત્ર અશ્વિન વિનુભાઈ ધરજીયા નાઓ સાથે ફોર વ્હીલ ગાડી નં GJ 06 RA 7584 ની લઈને આજવા ચોકડી પાસે આવેલ રાત્રિ બજારમા નાસ્તો કરી પરત પોતાના ઘરે જતા હતા તે વખતે આરોપી નં ૦૧ નાઓ ઉભો હોય જેથી ફરી નાઓએ તેની સાથે અગાઉના ઝઘડા બાબતે વાતચીત કરવા જતા એકદમ ઉશ્કેરાઈ જઈ ફરીને ગમે તેમ બિભત્સ ગાળો આપી ગડદાપાટુનો માર મારેલ જેથી ફરીનો મિત્ર તેને છોડાવવા વચ્ચે પડતા બીજા આરોપીઓ ફરિના મિત્રને ગડદાપાટુનો માર મારેલ જેથી ફરીયાદી તથા સાહેદ નાઓ ગાડીમા બેસી ભાગવા જતા આરોપીઓ ભેગા મળી ફરીની ગાડી ઉપર પથ્થર મારી ફરીના માથામા જમણી બાજુ ઈજા કરી ફરીની ગાડીને નુકશાન કરી એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૧૭/૦૭/૨૦૨૬ ના ક.૨૦/૧૦ વાગે ગુનો નોંધાયેલ છે .સદર ગુનાની તપાસ પો.સ.ઈશ્રી આર.બી.પટેલ બાપોદ પો.સ્ટે વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૭. છેડતીના કેસો
૧. સમા પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૩૨૬૦૨૫૮/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા સને ૨૦૨૩ની કલમ ૭૮(૨) અને જાતીય ગુનાઓ સામે બાળકોને રક્ષણ આપતો કાયદો સને ૨૦૧૨ની કલમ ૧૧(૪),૧૨ મુજબના ગુનાના કામના ફરીયાદી નાઓની ફરિયાદ મુજબ આરોપી નમન રાઠોડ રહે. દિલ્હી ડીવીઝન નાઓએ તા.૦૧/૦૨/૨૦૨૬ ના ક.૧૧/૦૦ થી ૧૭/૦૭/૨૦૨૬ ના ક.૧૪/૦૦ ફરીયાદીશ્રીની સગીર વયની દિકરી ઉ.વ.૧૭ વર્ષ ૧૧ મહીના ૭ દિવસ નાનીને તેના ઇન્સ્ટાગ્રામ અને વોટસએપમાં અવાર નવાર સતત મેસેજો કરી સતત સંપર્કમાં રહી વિજાણુ માધ્યમના સંપર્કથી ફરીયાદીની દિકરીનુ ધ્યાન રાખી પીછો કરી ગુનો કર્યા બાબતે તા.૧૭/૦૭/૨૦૨૬ ના ક.૧૫/૨૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.ઇશ્રી યુ.એચ.વસાવા સમા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.