-: પ્રેસનોટ :-
(તા.૧૮/૦૮/૨૦૨૫)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૧૭/૦૮/૨૦૨૫ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૧ દારૂના કેસો કરવામાં આવેલ છે. દેશી દારૂ લી-૫૦ કિ.રૂ.૧૦૦૦૦/- તથા ઇંગ્લીશ દારૂના કવાટરીયા નંગ-૦૫ કિ.રૂ.૪૫૦/- નો મુદામાલ કબજે કરેલ છે તેમજ પીધેલા-૦૮ સહિત-૧૦ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. મારામારીના ગુનાઓ:
૧. બાપોદ પોલીસ સ્ટેશન
બાપોદ પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં -૧૧૧૯૬૦૦૨૨૫૦૪૮૦ /૨૫ બી.એન.એસ. કલમ-૧૧૫(૨), ૨૯૬(બી), ૩૫૧(૧), તથા જી.પી એક્ટ ની કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી વિનોદભાઇ રમેશચંદ શર્મા ઉ.વ.૪૦ ધંધો-રીક્ષા ડ્રાઇવીંગ રહે, સી/૪૫ રાજીવનગર સંતોષીનગર પાસે ન્યુ.વી.આઇ.પી રોડ ખોડીયારનગર વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીરાહુલ હનુભાઈ ભરવાડ રહે-અયોધ્યાનગર, દર્શનપાર્ક પાસે, ખોડીયારનગર, વડોદરા શહેર તા.૧૪/૦૮/૨૦૨૫ ના રોજ સાંજના ૧૮/૩૦ વાગ્યા ના સુમારે મોજે- ન્યુ વી.આઇ.પી રોડ પર આવેલ ક્રોમાના શો-રુમ ની સામે આવેલ ખંડેર બિલ્ડિંગ પાસે ફરીયાદી ને રાહુલ હનુભાઈ ભરવાડ નાઓએ જુગાર ની બાતમી આપવાની શંકા રાખી એકદમ ઉસ્કેરાઈ જઈ ગંદી બિભત્સ ગાળો આપી તેના હાથ માં પહેરેલ કડુ કપાળ મા ડાબી આંખના નયણા ઉપર તથા જમણા હાથની ટચલી આંગળી પર ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ હોય વિગેરે બાબતે તા-૧૭/૦૮/૨૫ ના કલાક ૨૨/૩૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઈ જવનીકકુમાર શીવાભાઈ બાપોદ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. હરણી પોલીસ સ્ટેશન
હરણી પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૩૬૨૫૦૩૧૬/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૧૧૫(૨), ૨૯૬(૨)૨, ૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી કિશન પુનમ રાય ઉ.વ. 41 ધંધો. રીક્ષા ડ્રાઈવીંગ રહે. 355 જય સંતોષીનગર ખોડીયાર નગર ચાર રસ્તા પાસે ન્યુ વીઆઇપી રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧)સતીષભાઇ મકવાણા રહે. ખોડીયાર નગર 02 વડોદરા શહેર (૨) બીજા ત્રણેક ઇસમો જેઓના નામ સરનામાની ખબર નથી તા.૧૭/૦૮/૨૦૨૫ ના કલાક ૨૧/૩૦ વાગે મોજે.ડીમાર્ટ થી ખોડિયાનગર તરફ જતા રોડ ઉપર કોર્પોરેશન બગીચાની સામે વડોદરા શહેર આ કામના એક્સીડંટ બાબતે છોકરીના પિતા સતીષભાઇ મકવાણા રહે ખોડીયાર નગર 02 વડોદરા શહેર નાઓ તથા બીજા ત્રણેક ઇસમો જેઓના નામ સરનામાની ખબર નથી તેઓએ ફરીયાદીશ્રીના છોકરા રોહન ઉમર 16 નાઓને ગમે તેમ ખરાબ ખરાબ ગાળો બોલી ગડદા પાટુનો માર મારી ગુનો કર્યા વિ.બાબતે તા.૧૮/૦૮/૨૦૨૫ ના ક.૦૨/૩૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો લક્ષ્મણભાઇ અંબાલાલ હરણી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. વાહન અકસ્માતના ગુનાઓ:
૧. હરણી પોલીસ સ્ટેશન
હરણી પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૩૬૨૫૦૩૧૫/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૨૮૧,૧૨૫(એ) એમ.વી.એક્ટ ૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબના ગુનાના કામના ફરિયાદી સતિષભાઈ મગનભાઈ મકવાણા ઉ.વ 44 ધંધો નોકરી રહે બી45 ખોડીયાર નગર વિતાગ 02 રામદેવપીરના મંદિર સામે ન્યુ વીઆઇપી રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી એક એકટીવા નંબર જીજે06ક્યુડી8649ના ચાલક તા.૧૭/૦૮/૨૦૨૫ ના કલાક ૨૧/૩૦ વાગે મોજે:-ડીમાર્ટ થી ખોડિયાનગર તરફ જતા રોડ ઉપર કોર્પોરેશન બગીચાની સામે વડોદરા શહેર આ કામના એકટીવા નંબર જીજે06ક્યુડી8649 ના ચાલકે તેની એકટીવા એકદમ પૂરઝડપે અને ગફલતભરી રીતે બેદરકારીથી ચલાવી લાવી ફરીયાદીશ્રીની દીકરીને અડર્ફેટમાં લઈ એકસીડન્ટ કરી જમણી આંખની ભ્રમર ઉપર તથા કપાળના ભાગે તથા બંને પગના ઘૂંટણ ઉપર ઈજા પહોંચાડી નાસી જઇ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૧૮/૦૮/૨૦૨૫ ના ક.૦૧/૦૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો લક્ષ્મણભાઇ અંબાલાલ હરણી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. હરણી પોલીસ સ્ટેશન
હરણી પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૩૬૨૫૦૩૧૮/૨૦૨૫ BNS ૨૮૧,૧૨૫(એ) તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭,૧૮૪ મુજબ મુજબના ગુનાના કામના ફરિયાદી સોનુ વા ઓ કરણભાઇ ટેલર ઉ.વ.૩૯ ધધો-ઘરકામ રહે.મ.નં.એફ-૧૦૨, પંચમમ્રુત રેસીડંસી, અંબે સ્કુલની નજીક હરણી-સમા લિંક રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી એક ઇક્કો ગાડી જેનો રજી જીજે 06 કેપી 8530 ના ચાલક અનિલભાઇ રમેશભાઇ રાવળ રહે.ડી-૭૦૪, મોટનાથ રેસીડન્સી પાણીની ટાંકી સામે હરણી સમા લિંક રોડ વડોદરા શહેર મોજે:- હરણી સમા લિંક રોડ ઉપર આવેલ ઇન્ડિયન પેટ્રોલ પંપ ઉપર વડોદરા શહેર આ કામના આરોપી પોતાની ઇક્કો ગાડી રજી નં.જીજે 06 કેપી 8530 ની રોંગ સાઇડમાં એકદમ પુરઝડપે અને ગફલતભરી રીતે બેદરકારીથી ચલાવી લાવી ફરીયાદીશ્રીના પતિની મોટર સાયકલ જેનો રજી નં જીજે 16 સીસી 8510 ને એક્સિડંટ કરી ઇજા પહોચાડી ગુનો કર્યા વિગેરે બાબત તે તા.૧૮/૦૮/૨૦૨૫ ના ક.૧૪/૩૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો ડાયાભાઇ ચીકાભાઇ હરણી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.