-: પ્રેસનોટ :-
(તા.૧૮/૦૮/૨૦૨૬)
૧. પ્રોહીબિશનના કેસો
તા.૧૭/૦૮/૨૦૨૬ નારોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૧ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૧૯ કિં.રૂ.૩૮૦૦/- તેમજ ઇંગ્લીશ દારૂના કવા નંગ-૨૧૧૨ તથા બિયર નંગ-૦૪ મળી કુલ કિ.રૂ.૪,૬૧,૨૪૨/-નો મુદામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૦૬ સહિત કુલ-૦૮ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. ઘરફોડ ચોરીના કેસો
૧. કપુરાઈ પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૪૩૨૬૦૪૨૩/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ-૩૦૫,૩૩૧(૩),૩૩૧(૪) મુજબના ગુનાના કામના ફરિયાદી મીનાબેન વા/ઓ સંજયભાઇ આહીર ઉ.વ.૪૦ ધંધો-ઘરકામ રહે-મ.નં.૨૧ જલારામનગર ભરવાડ વાસની સામે વૈકંઠ-૦૧ ની બાજુમાં વાઘોડીયા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ ગઈ તા-૧૨/૦૭/૨૦૨૬ ના રાત્રીના ક.૦૦/૦૦ વાગ્યાથી કલાક-૦૬/૦૦ વાગ્યા દરમ્યાન કોઇ પણ સમયે મોજે. મ.નં.૨૧ જલારામનગર ભરવાડ વાસની સામે વૈકંઠ-૦૧ ની બાજુમાં વાઘોડીયા રોડ વડોદરા શહેર આરોપીએ ફરી.ના મકાનના મુખ્ય દરવાજાનો નકુચો કોઇ સાધન વડે તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરના બેઠકરૂમમાં રહેલ લોખંડની તિજોરી તથા લાકડાના પેટી પલંગમાંથી સોના-ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા મળી આશરે કુલ્લે કિંમત રૂપિયા ૧,૬૭,૫૦૦/- ની માલમતાની ચોરી કરી લઇ જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૧૭/૦૮/૨૦૨૬ ના કલાક ૧૯/૪૫ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી કે.ડી.પરમાર કપુરાઇ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. બાપોદ પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં ૧૧૧૯૬૦૦૨૨૬૦૪૦૬/૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૫(એ),૩૩૧(૩), ૩૩૧(૪), મુજબના ગુનાના કામના ફરિયાદી બાનુબીબી વા/ઓફ બાલમભાઈ હુસેનભાઈ મન્સુરી ઉ.ક ૬૫ ધંધો-ઘરકામ રહે- મ.નં એ ૬૫, કબ્રસ્તાન પાસે એકતાનગર આજવા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ ગઈ તા.૧૪/૦૮/૨૦૨૬ ના બપોરના બાર વાગ્યાથી તા.૧૬/૦૮/૨૦૨૬ ના રોજ સવારે સવા દસેક વાગ્યા દરમિયાન કોઇ અજાણ્યો ચોર ઇસમે ફરીયાદીના ઘરના પાછળના રસોડાનો લોખંડના દરવાજો કોઇ પણ સાધન વડે તોડી ઘરમા પ્રવેશી ઘરના બેડરૂમની તીજોરીમા મુકેલ સોનાની કાનની એરીંગની જોડ જેનો આશરે વજન ૨.૯ ગ્રામ જેની આશરે કિમત ૩૦,૦૦૦/- તેમજ રોકડા રુપીયા ૫૦૦૦/- જે કુલ કિંમત:૩૫,૦૦૦/-ની મતાની કોઈ અજાણ્યા ચોર ઇસમ ચોરી કરી લઈ ગયેલ હોય વિ.બાબતે તા.૧૭/૦૮/૨૦૨૬ ના રોજ કલાક ૨૩/૦૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈ શ્રી આર.એન.પ્રસાદ બાપોદ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. વિશ્વાસઘાતના કેસો
૧. ગોરવા પો.સ્ટે. “એ”પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૦૭૨૬૦૩૮૧/૨૦૨૬ બી.એન.એસ ની કલમ ૩૧૬(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી પુજા વા/ઓફ રુસલ દિલીપભાઇ દેસાઇ ઉ.વ-૩૦ ધંધો-નોકરી રહે:-૧૭ નારાયણ નગર પેટલાદ રોડ નડીયાદ જી.ખેડા નાઓની ફરિયાદ મુજબ આરોપી હેમલ ઉર્ફે રૂદ્ર ઉર્ફે ભયલુ નરેંદ્રભાઇ પટેલ ઓફીસ એડ્રેસ-૪૦૬ પ્રીવીલેજ એવન્યુ સારાભાઇ કેમ્પસ એચ.ડી.એફ.સી બેંક પાસે ગેંડા સર્કલ વડોદરા શહેર ડિસેમ્બર-૨૦૨૫ થી આજ દિન સુધી મોજે- ૪૦૬ પ્રીવીલેજ એવન્યુ સારાભાઇ કેમ્પસ એચ.ડી.એફ.સી બેંક પાસે ગેંડા સર્કલ વડોદરા શહેર નાઓએ ફરીયાદી બહેનનો વિશ્વાસ અને ભરોસો કેળવી ફરીયાદી બહેનને યુ.એસ.એ ખાતેના વર્ક પરમીટ કરી આપવાના બહાને ફરીયાદી પાસેથી ટુકડે ટુકડે કુલ રૂ.૫,૭૭,૦૦૦/- જેટલી રકમ મેળવી લઈ ફરીયાદીના યુ.એસ.એ ના વર્ક પરમીટ ન કરી આપી ફરીયાદીએ આપેલ નાણા પરત માંગણી કરતા રૂ.૧,૦૦,૦૦૦/- પરત આપી બાકીની રકમ રૂ.૪,૭૭,૦૦૦/- પરત ન આપી તેના અંગત ઉપયોગમાં લઈ ફરીયાદીને આર્થિક નુકસાન પહોચાડી ફરીયાદી સાથે વિશ્વાસધાત કરી ગુનો વિગેરે બાબતે તા.૧૭/૦૮/૨૦૨૬ ના કલાક ૨૦/૩૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી બી.બી.ચૌધરી ગોરવા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. વાહન અકસ્માતના કેસો
૧. મકરપુરા પોલીસ સ્ટેશન પાર્ટ “એ” ગુ.ર.ન.૧૧૧૯૬૦૧૬૨૬૦૪૭૮/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૨૮૧, ૧૨૫(એ) તથા એમ.વી એક્ટ કલમ ૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબના ગુનાના કામના ફરિયાદી જીગરભાઇ રમણભાઇ પ્રજાપતિ ઉ.વ.૪૩ ધંધો- નોકરી રહેવાસી- મ.નં-૧૪ શરદનગર સોસાયટી તરસાલી આઇ.ટી.આઇ નજીક તરસાલી વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી એક સફેદ કલરની સ્વીફટ ડીઝાયર ગાડીનો ચાલક જેનો રજી.નં ખબર નથી તે તા.૧૭/૦૮/૨૦૨૬ ના રોજ બપોરના ૦૨/૫૦ વાગ્યાના સુમારે મોજે- તરસાલી થી બરોડા ડેરી તરફ જવાના રસ્તે ઓ.એન.જી.સી ગેટ સામે રોડ ઉપર તરસાલી વડોદરા શહેર ફરી.શ્રી પોતાની મોપેડ એક્સેક જેનો રજી નં GJ-06-NK-0854 નાની લઇ પસાર થતા હતા તે વખતે એક સફેદ કલરની સ્વીફ્ટ ડીઝાયર ગાડી જેનો રજી.નં ખબર નથી તેના ચાલકે તેની ગાડી પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ફરી.ની મોપેડને પાછળથી ટક્કર મારી ફરી.શ્રીની પત્નીને તથા ફરી.શ્રી.નાઓને શરીરે ઇજાઓ પહોચાડી ફરી.શ્રી નાઓની પત્નીને સારવાર અર્થે ૧૦૮ દ્વારા સ્પંદન હોસ્પિટલ માંજલપુર ખાતે લઈ ગયેલ અને હાલમા સારવાર ચાલુ છે અને ફોર વ્હીલ ચાલક નાસી જઈ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૧૭/૦૮/૨૦૨૬ ના કલાક ૨૦/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ. કિરણભાઇ બલીયાભાઇ મકરપુરા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૫. ચેઇન સ્નેચીંગના કેસો
૧. ફતેગંજ પો.સ્ટે. “એ” પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૬૦૧૨૨૬૦૩૨૧/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ની કલમ- ૩૦૪(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી શૈલેશભાઇ ભુપેંદ્રભાઇ જારીયા ઉ.વ.૨૮ ધંધો.રીક્ષા ડ્રાઇવર રહે.મ.નં.૬૦૧ સયાજી ફ્લેટ ખોડીયારનગર આજવા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી એક અજાણ્યો ઈસમ જેના પુરા નામ સરનામાની ખબર નથી તે આ કામના ફરિયાદી ગઈ તા ૧૫/૦૮/૨૦૨૬ ના રોજ રાત્રીના આશરે આઠેક વાગ્યાની આસપાસ ફતેહગંજ બ્રીજ નીચે હનુમાનજીના મંદિર પાસે રીક્ષાના પેસેંજર ભરવા માટે ઉભા હતા તે સમયે એક અજાણ્યો ઈસમ આશરે પચ્ચીસથી ત્રીસ વર્ષની ઉંમરનો શ્યામ વર્ણનો તે અચાનક નંબર પ્લેટ વગરની એક્ટીવા ઉપર આવી ફરિયાદીના હાથમાંથી સેમસંગ કંપનીનો મોબાઈલ ફોન કિંમત રૂ.૫૭૦૦૦/- નો અચાનક આચકી જુટવી લઈ એક્ટીવા લઈ ભાગી જઈ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૧૭/૦૮/૨૦૨૬ના કલાક ૨૧/૧૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી આર.કે.બારીયા ફતેહગંજ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૬. દુષ્પ્રેરણના કેસો
૧. કુંભારવાડા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં-૧૧૧૯૬૦૪૨૨૬૦૧૬૨/૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૦૮, ૩૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી હંસાબેન વા/ઓ હીરાભાઈ પીઠાભાઈ ખુમાણ ઉ.વ.૫૫ ધંધો:-ઘરકામ રહે-તુલસીવાડી કારેલીબાગ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી ગીરીશભાઇ ઉર્ફે બાપુ સ/ઓફ ચંદુભાઇ ધનજીભાઇ પરમાર (વણકર) ઉ.વ-૪૧ રહે. ૨૩૧ એકતા નગર છાણી જકાતનાકા પાસે વડોદરા શહેર તા.૨૭/૧૨/૨૦૨૫ ના આશરે કલાક ૨૦/૩૦ વાગે મોજે-પાણીની ટાંકી એસ.બી.આઈ. બંક કારેલીબાગ વડોદરા શહેર આ કામે હકીકત એવી છે કે, આ કામના આરોપીએ આજથી આશરે બારેક મહીના પહેલા ફરીયાદીની દિકરી તૃપ્તી ઉ.વ.૨૮ના માથાના વાળ કાપી આ વાળ તથા માળા તથા નાની અત્તરની શીશી તથા મધની નાની બોટલ તથા સીક્કો તાંત્રીક વિદ્યા બાબતે આપી તારી છાતી ઉપર ચુડેલ બેસી જાય છે તેવુ કહી અવાર નવાર ડરાવી આવી રીતે અવાર નવાર ત્રાસ આપતો હોય આ ત્રાસ સહન ન થતા ત્રાસથી કંટાળીને ફરીયાદીની દીકરી તૃપ્તીએ પાણીની ટાંકી એસ.બી.આઈ. બેંક, કારેલીબાગ, વડોદરા શહેર મુકામે ઉંદર મારવાની ઝેરી દવા પી જઈ એસ.એસ.જી હોસ્પિટલ વડોદરા શહેર મુકામે સારવાર દરમ્યાનમા તા.૦૬/૦૧/૨૦૨૬ના રોજ વહેલી સવારના આશરે ૦૫/૪૫ વાગ્યે મરણ ગયેલ છે. આમ આ કામના આરોપી એ ફરીયાદી ની દિકરી તૃપ્તી ને આપઘાત કરવા દુષ્પ્રેરણ કરી ગુના કર્યા વિ. બાબતે તા.૧૭/૦૮/૨૦૨૬ ના કલાક ૧૯/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ PSI શ્રી એસ.બી.કુંપાવત સા. કુંભારવાડા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૭. મારામારીના કેસો
૧. પાણીગેટ પો.સ્ટે. પાર્ટ એ.ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૭૨૬૦૪૬૧/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ કલમ ૧૧૫(૨), ૧૧૭(૨), ૧૧૮(૨), ૨૯૬(ખ), ૩૫૧(૩), ૫૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી ઇશ્વરસિંગ બલવિરસિંગ સીકલીગર ઉ.વ.૩૫ ધંધો.છુટક મજુરી રહે.ઇન્દ્રનગર ઝુપડપટ્ટી ઘાઘરેટીયા સોમાતળાવ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી નં.(૧) મનુસિંગ જોહરસિંગ સીકલીગર રહે.પંપીંગ સ્ટેશનની પાછળ મહાનગર પ્રતાપનગર રોડ વડોદરા શહેર તથા નં.(૨) અજાણ્યો ઇસમ ગઈ તા.૧૬/૦૮/૨૦૨૬ ના કલાક.૧૫/૧૫ વાગ્યા દરમ્યાન મોજે-પ્રતાપનગર થી સોમાતળાવ ચાર રસ્તા તરફ જવાના રોડ વલ્લભ સ્ટીલની દુકાન પાસે વડોદરા શહેર ખાતે આ કામના ફરી.શ્રી પોતાની મો.સા લઈ જતા હોય તે વખતે મનુસિંગનાઓ પોતાની મો.સા લઈ આવી મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે તેઓના પિતા વિરુધ્ધ અગાઉ ફરી.શ્રીએ અરજી આપેલ જેની અદાવત રાખી ફરી.શ્રીને ગંદી બિભત્સ ગાળો આપી મનુસિગ તથા એક અજાણ્યો ઇસમ બંન્ને ભેગા મળી ફરી.શ્રીને ગડદાપાટુનો માર મારી અને આ મનુસિગનાઓ લોખંડનો ચેન ચક્કર સાથેનો પાઇપ લઈ આવી ફરી.શ્રીને જમણા પગના અગુંઠા પર તથા પીંડીના ભાગે તથા ડાબા પગની છેલ્લી આગંળી પર તથા ઘુંટણના ભાગે તથા જમણા હાથની મોટી આંગળી પર તથા હથેળીના ભાગે જે તમામ જગ્યાએ ફ્રેકચર કરી ગંભીર ઇજા પહોંચાડી અને ફરી.શ્રીની પત્નિ તથા દિકરી છોડાવવા આવતા તેઓ સાથે ઝપાઝપી કરી મનુસિંગે ફરી.શ્રીને જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદાગારી કરી મ.પો.કમિ.સા.શ્રીના જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૧૮/૦૮/૨૦૨૬ ના કલાક.૦૨/૫૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી ડિ.આર.પટેલ પાણીગેટ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.