Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૧૮/૦૯/૨૦૨૫)

પોલીસ સમાચાર

૧. પ્રોહીબિશનના કેસો

તા.૧૬/૦૯/૨૦૨૫ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૦૭ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં પીધેલા-૦૭ સહિત-૦૭ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

 

૨.    વાહન અક્સમાતના કેસો

૧.     લક્ષ્મીપુરા પો.સ્ટે.

લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન વડોદરા શહેર પાર્ટ એ–11196037250366/2025 બી.એન.એસ. કલમ ૨૮૧, તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭,૧૮૪ મુજબના ગુનાના કામના ફરિયાદી રિતુ નિરજ સિંગ રહે.બી/૧૩૦૪, ફોર્ચ્યુન એર સોસાયટી, કૃણાલ ચાર રસ્તા પાસે, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ એક સ્વીફ્ટ ડિઝાયર ફોર વ્હિલરનો રજી નં. GJ 06 GA 3944 નો ચાલક તા: ૧૭/૦૯/૨૦૨૫ ના ક.૦૯/૪૫ વાગે મોજે – નંદિશ કોપ્લેક્ષ, ન્યુ અલકાપુરી પોલીસ પોલીસ ચોકીની પાસે આવેલ એસ.બી.આઇ બ્રાન્ચ પાસે પોતાની સ્વિફ્ટ ડિઝાયર ફોર વ્હિલર પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી, મારી હોન્ડા સીટી  ફોર વ્હીલર સાથે પાછળથી અથાડી એક્સીડન્ટ કરેલ હોય વગેરે બાબતે તા.૧૭/૦૯/૨૦૨૫ ના ક.૧૫/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો. રમેશભાઇ હરજીભાઇ લક્ષ્મીપુરા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસરની તપાસ હાથ ધરેલ છે.

૨.     કારેલીબાગ પો.સ્ટે.

કારેલીબાગ પોલીસ સ્‍ટેશન પાર્ટ “એ” ગુ.ર.નં.૧૧૧૯૬૦૨૭૨૫૦૨૯૮/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા કલમ ૨૮૧,૧૨૫(એ),૧૨૫(બી) તથા એમ.વી. એક્ટ કલમ-૧૭૭,૧૮૪ મુજબના ગુનાના કામના ફરિયાદી અબ્દુલકરીમ અલ્તાફહુસેન નૈયર રહે-૫૧ ઝેડ ડુપ્લેક્ષ રહેમાની પાર્કની બાજુમા નીયર આર્યુવેદિક કોલેજ આર્યુવેદિક ત્રણ રસ્તા  પાણીગેટ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી વિજય રામજીભાઈ વાજા નાઓએ તા.૧૦/૦૯/૨૦૨૫ ના ક-૦૮/૩૦ વાગે મોજે કાસમઆલા મસ્જીદની સામે રોડ ઉપર કારેલીબાગ આરોપી પોતાની હિરો પ્લેઝર જેનો રજી નં.GJ-06-EL-0887 ની પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી લાવી, ફરીયાદીના પિતા રોડ ક્રોસ કરતા હતા તે વખતે અથાડી ફરીયાદીના પિતાને ડાબા પગના થાપાના ભાગે તથા ડાબા હાથ તથા ખબાના ભાગે વાગી ગંભીર ઈજા પહોંચાડી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૧૭/૦૯/૨૦૨૫ ના ક.૨૨/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો. મહેશભાઇ કેવજીભાઇ કારેલીબાગ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસરની તપાસ હાથ ધરેલ છે.

૩.     હરણી પો.સ્ટે.

હરણી પો.સ્ટે પાર્ટ-એ  ગુ.ર.નં. ૧૧૧૯૬૦૩૬૨૫૦૩૫૯/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૨૮૧,૧૨૫(એ)(બી) એમ.વી.એક્ટ કલમ.૧૭૭ ,૧૮૪,૧૩૪ મુજબ ગુનાના કામના ફરિયાદી શૈલાબેન ડો/ઓફ બળવંતભાઈ મોરે રહે મકાન નં.402 પી ટાવર પ્રધાનમંત્રી આવાસ યોજના અગોરા સીટી સેન્ટર મંગલ પાંડે રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ એક છોટાહાથી ટેમ્પો રજી.નં.GJ06BT9470 ના ચાલક તા.૧૭/૦૯/૨૦૨૫ ના ક.૧૭/૧૫ વાગે મોજે:-  ક્રોમા સેન્ટરથી આગળ જલારામ નગરના નાકા પાસે પોતાનો છોટા હાથી ટેમ્પો રજી.નં. gj 06 bt 9470 ની ગાડી એકદમ પૂરઝડપથી ગફલતભરી બેદરકારીથી ચલાવી લાવી ફરીયાદીશ્રીની એક્ટીવા જેનો રજીસ્ટર નં.gj 06 ME 1757ને એકસીડન્ટ કરી ડાબા પગના ઘૂંટણના નીચેના ભાગે ફેક્ચર કરી તથા ફરીયાદીશ્રીના બહેનની દીકરી જીનીશાને નાની મોટી ઈજા પહોચાડી નાસી જઇ ગુનો કર્યો વિગેરે બાબતે તા.૧૭/૦૯/૨૦૨૫ ના ક.૨૩/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો. અમિતકુમાર વાઅસિંગભાઇ હરણી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસરની તપાસ હાથ ધરેલ છે.

૩.    મારામારીના કેસો

૧.     કુંભારવાડા પો.સ્ટે.

કુંભારવાડા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં-૧૧૧૯૬૦૪૨૨૫૦૧૭૭/૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૧૫(૨), ૨૯૬(બી), ૩૫૧(બી)૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી શમીમબાનુ વા/ઓ સિદ્દિકભાઇ શબ્બીરભાઇ શેખ રહે. વી.એમ.કોમ્પ્લેક્ષ હાથીખાના ફતેપુરા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧)શબનમબાનુ વા/ઓ શહેબાઝ અલી કાદરી (૩)ઇલમાબાનુ ડો/ઓ સિદ્દિકભાઇ શબ્બીરભાઇ શેખ ત્રણેય રહે –મીઠા ફળીયા ફતેપુરા વડોદરા શહેર નાઓએ તા.૧૭/૦૯/૨૦૨૫ ના ક. ૧૨/૩૦ વાગ્યાના અરસામાં મોજે- મીઠા ફળીયા ફતેપુરા વડોદરા શહેર આરોપી નાઓએ ફરીયાદીની સાથે બોલાચાલી કરી ગંદી બિભત્સ ગાળો બોલી ફરીયાદીના છાતીના ભાગે તથા પીઠના ભાગે ગડદાપાટુનો માર મારી ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી છાતીના ભાગે તેમજ પીઠના ભાગે ઇજા પહોચાડી એકબીજાની મદદગારી કરી ગુન્હો કર્યા વિગેરે બાબતે તા.૧૭/૦૯/૨૦૨૫ ના ક.૧૭/૨૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો. મહેન્દ્રસિંહ રાયસિંહ કુંભારવાડા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસરની તપાસ હાથ ધરેલ છે.

૨.     કુંભારવાડા પો.સ્ટે.

કુંભારવાડા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં-૧૧૧૯૬૦૪૨૨૫૦૧૭૮/૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૧૫(૨), ૨૯૬(બી), ૩૫૧(બી),૫૪  મુજબના ગુનાના કામના ફરિયાદી ઇલમાબાનુ ડો/ઓ સિદ્દિકભાઇ શબ્બીરભાઇ શેખ રહે –મીઠા ફળીયા ફતેપુરા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) શમીમબાનુ વા/ઓ સિદ્દિકભાઇ શબ્બીરભાઇ શેખ(૨) સિદ્દિકભાઇ શબ્બીરભાઇ શેખ(૩)આયેશા ડો/ઓ સિદ્દિકભાઇ શબ્બીરભાઇ શેખ ત્રણેય રહે.વી.એમ.કોમ્પ્લેક્ષ હાથીખાના ફતેપુરા વડોદરા શહેર(૪)રીયાઝ દિવાન રહે ચમનટેકરા તુલસીવાડી વડોદરા શહેર નાઓએ તા.૧૭/૦૯/૨૦૨૫ ના ક. ૧૨/૩૦ વાગ્યાના અરસામાં મોજે- મીઠા ફળીયા શાક માર્કેટ પાસે ફતેપુરા વડોદરા શહેર ખાતે ફરીયાદીની સાથે બોલાચાલી કરી ગંદી વિભત્સ ગાળો બોલી ફરીયાદીના છાતીના ભાગે ગડદા પાટુનો  માર મારી ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદી તથા ફરીયાદીના માતા અને બહેન ને મારમારી ઇજા પહોચાડી એકબીજાની મદદગારી કરી ગુન્હો કર્યા વિગેરે બાબતે તા.૧૭/૦૯/૨૦૨૫ ના ક.  ૨૧/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ  અ.હે.કો. મહેન્દ્રસિંહ રાયસિંહ કુંભારવાડા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળીક ાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૪.    સ્ત્રી -અત્યાચારના કેસો

૧.     બાપોદ પો.સ્ટે.

બાપોદ પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં -૧૧૧૯૬૦૦૨૨૫૦૫૩૪ /૨૫ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૮૫ ૩૫૧(૨),૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી જીગનાબેન વા/ઓ અવિનાશભાઇ પરમાર રહે. મ.નં. ૧૨૪ જલારામ ચોક જુની પોલીસ ચોકી પાસે આજવા રોડ, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) સંગીતાબેન વા/ઓફ ભુપેન્દ્રભાઇ પરમાર અને દિયર હર્ષ ભુપેન્દ્રભાઇ પરમાર બંને રહે. જલારામ ચોક જુની પોલીસ ચોકી પાસે આજવા રોડ, વડોદરા શહેર નાઓએ ગઈ તા.૧૮/૦૭/૨૦૨૫ ના સાંજના છ વાગ્યાના સુમારે મોજે. મ.નં.૧૨૪ જલારામ ચોક જુની પોલીસ ચોકી પાસે આજવા રોડ, વડોદરા શહેર ફરીયાદીનાઓના પતિએ પોતાની મહેનતથી વસાવેલ સાઉન્‍ડ સિસ્ટમથી તેઓના કુટુંબનુ ભરણપોષણ કરતા હતા અને વર્ષ ૨૦૨૩ માં ફરિના પતિનુ અવસાન થતા તે સાઉન્‍ડ સિસ્ટમ ચલાવી તેમા થતી આવકના ૫૦% ફરિ.ના તથા ૫૦% આ કામના આરોપીઓ(૧,૨) ના થશે તેવુ નક્કી કરેલ હોવા છતા એન કેન પ્રકારે ફરિ.ને તેઓ રૂપીયા ના આપવાની દાનત રાખી ફરિને અવારનવાર રૂપીયા આપવાની બાબતમા બોલાચાલી ઝઘડો કરી હેરાન પરેશાન કરતા. પરંતુ ફરિયાદીનાઓ પોતાના બાળકોના ભવિષ્યને ધ્યાનમા રાખી સહન કરતા ફરિયાદી નાઓને પોતાની દિકરી માહીની સ્કુલ તથા ટ્યુશન ફી તેમજ ઘર ખર્ચ માટે મારે રૂપીયાની જરૂર હોવાથી આરોપી (૧)અને (૨) પાસે રૂપીયા માંગવા જતા ફરિને તેઓએ રૂપીયા આપેલ નહી અને કહેલ કે, તને કોઈ રૂપીયા મળશે નહી, આ ઘર મારૂ છે તુ અહીયા મારે ના જોઈએ તેમજ તારા છોકરાની સંભાળ રાખવાની જવાબદારી અમારી નથી અને આ સાઉન્‍ડ સિસ્ટમ મારા રૂપીયા દ્વારા લિધેલ છે તારા પતિએ કઈ મને દિધેલ નથી, અને આ ધંધામાંથી જે રૂપીયા મળશે તેમા સંપુર્ણ હક્ક તમારો નથી, તેમ કહી ફરીયાદી સાથે બોલાચાલી ઝઘડો કરી ઘરમાંથી કાઢી મુકવાની ધમકી આપી રૂપીયાની જરૂર હોય તો તુ તારા મા-બાપ પાસેથી માંગી લેવા અને અમારી પાસે રૂપીયાની માંગણી કરીશ તો માર મારવાની તેમજ ઘરમાથી કાઢી નાખવાની ધમકી આપી માનસીક ,આર્થીક દુઃખ ત્રાસ આપતા હોય તેમજ તેઓ બન્ને એકબીજાને મદદગારી કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા-૧૭/૦૯/૨૦૨૫ ના ક.૨૧/૧૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ  એ.એસ.આઇ મહેશભાઇ ભુદરભાઇ બાપોદ પોલીસ સ્ટેશન નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૫.    અન્ય કેસો

૧.     કપુરાઇ પો.સ્ટે.

કપુરાઇ પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૪૩૨૫૦૫૫૭/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ-૨૯૬(બી),૩૫૧,૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી પ્રિતી ડો/ઓ જીતેન્દ્રભાઈ ચૌહાણ રહે.મ.નં.૬૫૦ સોમનાથનગર આશીર્વાદ જનરલ સ્ટોર પાછળ સોમાતળાવ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) અક્ષય વિજયભાઈ જાદવ રહે, સોમનાથ નગર સોમા તલાવ વડોદરા તથા નં.(૨) કોકીલાબેન પટેલ નાઓએ તા.૧૭/૦૯/૨૦૨૫ ના ક.૧૫/૧૫ વાગ્યાની આસપાસ મોજે.મ.નં.૬૫૦ સોમનાથનગર આશીર્વાદ જનરલ સ્ટોર પાછળ સોમાતળાવ વડોદરા શહેર આરોપીનાઓ ફરીયાદી ના ઘરે આવેલ અને ઘરની નીચેની લોખડની જાડીના દરવાજાને જોર જોરથી ખખડાવતો હતો તથા તેમની સાથે કોકીલાબેન પટેલ નાઓ વિડીયો ઉતારતા હતા અને અક્ષય અવાર નવાર ફરીયાદીને તથા ફરીયાદીના ઘરના સભ્યોને ફોન કરી હેરાન પરેશાન કરે છે ફોન પર ગંદી ગાળો બોલે છે અને આજરોજ ઈન્સ્ટાગ્રામ પર ફરીયાદીનો તથા તેનો જુનો ફોટો મુકી ફોટા પર લખેલ છે કે, “તને હુ લઈ જઈશ” તથા આ અગાઉ પણ ફરીયાદીને ફોન કરીને જણાવેલ કે તુ મારી સાથે રહેવા આવી જા નહિ આવે તો હુ તને તારા ઘરના મહોલ્લામાં આવીને બદનામ કરીશ અને ઘરેથી લઈ જઈ જાનથી મારી નાખીશ તેવી ધાક ધમકી આપી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૧૭/૦૯/૨૦૨૫ ના ક.૨૦/૪૫ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો.રવિન્દ્રસિંહ મહેંદ્રસિંહ  કપુરાઇ પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૬.    અ૫હરણના કેસો

૧.     મકરપુરા પો.સ્ટે.

મકરપુરા પોલીસ સ્ટેશન પાર્ટ-(A) ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૬૨૫૦૫૩૯/૨૦૨૫ બી.એન.એસ.-૨૦૨૩ ની કલમ-૧૩૭(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી નાઓની ફરિયાદ મુજબ ગઇ તા.૧૪/૦૯/૨૦૨૫ ના રોજ રાત્રીના આશરે ક.૨૦/૩૦ વાગ્યાથી ક.૨૧/૦૦ વાગ્યા દરમ્યાન ફરીયાદી બેનની સગીવયરની દિકરી ઉંમર-૧૭-વર્ષ, ૭-માસ, ૨૮-દિવસની છે (જન્મ તા.૨૦/૦૧/૨૦૦૮) ની કોઇને કહયા વગર ઘરેથી કયાંક જતી રહેલ હોય અથવા તો તેણીનું કોઇ અજાણ્યો ઇસમ ફરીયાદી બેનના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ જઈ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૧૭/૦૯/૨૦૨૫ ના રોજ ક.૨૩/૧૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ સે.પો.ઇશ્રી જી.ડી રાજપુત મકરપુરા વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.