-: પ્રેસનોટ :-
(તા.૧૮/૧૧/૨૦૨૫)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૧૭/૧૧/૨૦૨૫ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૫ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લી-૩૮ કિ.રૂ.૯૬૦૦/- તથા ઇંગ્લીશ દારૂના ક્વાટરીયા નંગ-૦૭ મળી કુલ કિ.રૂ. ૧૦,૩૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે તથા પીધેલા-૦૮ સહીત કુલ-૧૨ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. વાહન અકસ્માતના કેસો
૧. હરણી પો.સ્ટે.
હરણી પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૩૬૨૫૦૪૩૪/૨૫ ભારતીય ન્યાય સંહિતા કલમ ૨૮૧,૧૨૫(એ) તથા એમ.વી.એક્ટ ૧૭૭,૧૮૪ મુજબ ગુનાના કામના ફરિયાદી રશ્મીકાંત મંગળદાસ પટેલ ઉ.વ.૬૧ ધંધો. નિવૃત રહે.મ.નં.બી-319 સિધ્ધાર્થ બંગ્લોઝ રિધમ હોસ્પીટલની બાજુમા સમા સાવલી રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ એક મો.સા. નં. GJ06QR0611 ના ચાલક તા.૧૭/૧૧/૨૦૨૫ ના ક.૧૨/૪૫ વાગ્યે મોજે:- અમિતનગર થી એલ & ટી તરફ જતા રોડ ઉપર આરોપીએ તેની મો.સા. એકદમ પુરઝડપે અને ગફલતભરી રીતે બેદરકારીથી ચલાવી તેની આગળ ચાલતી મો.સા. નં.જીજે 06 એસ બી 2800 ને ટક્કર મારતા તેનો ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી ફરિયાદીને ટક્કર મારતા ફરિયાદી રોડ ઉપર પડી જતા માથામાં જમણી બાજુ તથા ડાબા પગના નળા ઉપર તથા ડાબા હાથે તથા છાતીના ભાગે તથા કમરના ભાગે વાગી ઇજા કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૧૭/૧૧/૨૦૨૫ ના ક.૧૬/૦૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ અશ્વિનભાઇ મોતીભાઇ હરણી પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. વિશ્વાસઘાતના કેસો
૧. કપુરાઇ પો.સ્ટે.
કપુરાઇ પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૪૩૨૫૦૬૬૭/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૩૧૮(૨), ૩૩૬(૩), ૩૩૮, ૩૪૦(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી અલ્પેશ હરીલાલ રાણા રહે,૧૦/બી શિતલકુંજ સોસાયટી જૈન દેરાશર પાછળ માંજલપુર વડોદરા શહેર મુળ રહે,નાની ચોવીસી ગ્રીડ નવસારી નાઓની ફરિયાદ મુજબ મેસર્સ ભવાની એનર્જી સોલ્યુસન એંડ ટેકનોલોજી રાજકોટના માલીક ગીરીશભાઇ નાનજીભાઇ સોલંકી રહે,વિસેંઝા હાઇડેક ગાર્ડીયન ટાવર કલાલી રોડ વડોદરા મુળ રહે,રાજકોટ નાઓએ તા.૦૪/૦૫/૨૦૨૫ થી આજદીન સુધી મોજે- જી.ઈ.બી જેટકો જાંબુઆ વડોદરા શહેર આરોપીએ જી.ઇ.બી જેટકો કંપનીમા લેબર કોન્ટ્રાક્ટ મેળવેલ હોઇ જે કોન્ટ્રાકટમા કામ કરતા માણસો તથા સામાનનો વીમો લેવાનો હોઇ જે વીમા પોલીસી લેવા સારુ ઇફકો ટોકીયો જનરલ ઇંશ્યોરન્સ કંપનીમાં ખોટી વીમા પોલીસી બનાવી તે ખોટી બનાવટી હોવાનુ જાણવા છતા પોતાના આર્થીક ફાયદા સારૂ તથા પ્રિમિયમ બચાવવા માટે તેને સાચા તરીકે રજુ કરી આર્થીક ફાયદો મેળવી ઠગાઇ કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૧૭/૧૧/૨૦૨૫ ના ક.૨૩/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એલ.એન.સાંસલા કપુરાઇ પો.સ્ટે. નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.