-: પ્રેસનોટ :-
(તા.૧૯/૦૧/૨૦૨૬)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૧૮/૦૧/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૩ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારુ લી-૧૧ કિ.રૂ.૨૨૦૦/- તથા ઇંગ્લીસ ઇ.કવા-૨૧૦, ઇ.બોટલ-૬૨, બિયર-30 મળી કુલ કિં.રૂ.૧૫૭૧૬૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે પીધેલા-૦૭ સહીત કુલ-૧૩ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. વાહન અકસ્માતના કેસો
૧. મકરપુરા પો.સ્ટે.
મકરપુરા પોલીસ સ્ટેશન પાર્ટ-(A) ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૬૨૬૦૦૬૦/૨૦૨૬ બી.એન.એસ કલમ- ૨૮૧, ૧૨૫(એ),૧૨૫(બી) તથા એમ.વી એક્ટ કલમ ૧૭૭,૧૮૪ મુજબ મુજબના ગુનાના કામના ફરીયાદી ક્રુણાલભાઇ જયેશભાઇ ચૌહાણ ઉ.વ.૨૬ ધંધો-નોકરી રહે-ગામ-ઝવેરીપુરા,નવુ ફળીયુ,તા-પાદરા જિ-વડોદરા નાઓની ફરીયાદ મુજબ આરોપી એક ફોર વ્હીલર ટેમ્પો ચાલક જેનો ગાડી નં-GJ-20-X-0666 નો ચાલક જેના નામા સરનામાની ખબર નથી આ કામના ફરીશ્રી ગઈ તા-૦૯/૦૧/૨૦૨૬ ના રોજ હુ બપોરના પોણા બારેક વાગ્યા ના સમયે પોતાની ટુ-વ્હિલર જ્યુપીટર ગાડી નં-GJ-06-NK-6277 ની લઇ જીજી માતા મંદીર વાળા રોડે થી માણેજા ક્રોસીંગ તરફ જતો હતા તે વખતે માણેજા ક્રોસીંગ થી આગળ એક ફોર વ્હીલર ટેમ્પો ચાલક જેનો ગાડી નં-GJ-20-X-0666 નો ચાલક પોતાની ફોર વ્હીલર ટેમ્પો પુરઝડપે અને બેફીકરાઇથી હંકારી લાવી આત્મીય લેન્ડમાર્ક ના ગેટ તરફ એકદમથી ટર્ન મારી ફરીશ્રીની ટુ-વ્હીલર ગાડી ને અથડાવી એકસીડન્ટ કરી ફરીશ્રીના જમણા પગ ની ઘુંટીએ ફ્રેકચર કરી બન્ને હાથે છોલાઇ જઇ કરી ગુનો કર્યા વી.બાબતે તા:૧૮/૦૧/૨૦૨૬ ના કલાક-૧૯/૫૫ વાગે ગુનો નોધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હેડ.કોન્સ. ભાવેશભાઈ ભીખાભાઈનાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. અટલાદરા પો.સ્ટે.
અટલાદરા પોસ્ટે પાર્ટ એ-૧૧૧૯૬૦૪૪૨૬૦૦૩૭/૨૦૨૬ ભારતીય ન્યાય સહીતા સને. ૨૦૨૩ ની કલમ ૨૮૧, ૧૨૫(એ) તથા એમ.વી.એક્ટ. ૧૭૭,૧૮૪, મુજબના ગુનાના કામના ફરીયાદી સમીર ઠાકોરભાઇ સોલંકી ઉ.વ.૨૩ ધંધો-નોકરી રહે, ઝાંપા ફળિયું, વેરાઇ માતાના મંદિરની બાજુમાં અટલાદરા ગામ વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી એક સફેદ કલરની ટાટા કંપનીની છોટા હાથી ટેમ્પો જેનો રજી.નં.GJ-06-BY-3412 ના ચાલક જેનુ નામ જિતેન્દ્ર રયજીભાઇ ચૌહાણ તા.૧૮/૦૧/૨૦૨૬ના બપોરના આશરે સવા બે વાગ્યાની આસપાસ મોજે- ઝાંપા ફળીયા અટલાદરા ગામ ખાતે, વડોદરા શહેરઆ કામના ફરીયાદીશ્રીના ભાઈ તા.૧૮/૦૧/૨૦૨૬ના રોજ બપોરના આશરે સવા બે વાગ્યાની આસપાસ મારો ભાઇ ઘરની બહાર રમતો હોય તે વખતે અટલાદરા-પાદરા રોડ થી અટલાદરા ગામ તરફ આવતી એક સફેદ કલરની ટાટા કંપનીની છોટા હાથી ટેમ્પો જેનો રજી.નં.GJ-06-BY-3412 ના ચાલકે પોતાનું ટેમ્પો પુરઝડપે અને ગફલત ભરી રીતે બેદરકારીથી ચલાવી લાવી મારો નાનો ભાઇ ધવલને ટક્કર મારી તેને જમણી બાજુ મોઢા પર, જમણી બાજુ ખભામાં, પીઠ પર, તેમજ ગળાના ભાગે, તથા જમણા કાન ના ભાગે ગંભીર ઇજા પહોચાડી ગુનો કર્યા વિગેરે બાબત તા-૧૮/૦૧/૨૦૨૬ ના ક.૧૯/૩૫ વાગે ગુનો નોધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ અખિલેશભાઈ અવધેશભાઇ નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. ગોત્રી પો.સ્ટે.
ગોત્રી પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૪૨૬૦૦૨૭/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિત(B.N.S)-૨૦૨૩ ની કલમ-૨૮૧,૧૨૫(એ), ૧૨૫(બી),૧૦૬(૧) તથા એમ.વી.એકટ કલમ ૧૭૭,૧૮૪.૧૩૪ મુજબ આ કામના ફરીયાદી રામનયન જગેશ્વર પ્રજાપતિ ધંધો-નોકરી રહે-બી/૭૦૬ ભૂમિરેસીડન્સી ગાયત્રીનગર સામે ગોત્રી વડોદરા શહેરનાઓની ફરીયાદ મુજબ આરોપી અજાણ્યો ઇસમે તા.૧૮/૦૧/૨૦૨૬ના કલાક ૨૦/૪૫ વાગે મોજે ગોત્રી તળાવ પાણીની ટાંકી પાસે રોડ ઉપર આ કામના મરણ જનાર અમરીતા બેન રામનયન જગેશ્વર પ્રજાપતિ નાઓ ચાલતા જતા હતા તે વખતે ગોત્રી તળાવ પાણી ટાંકી પાસે જાહેર રોડ પર સાંજના ૨૦/૪૫ વાગ્યાના અરસામા એક અજાણ્યો વાહન ચાલક જેના નામઠામ ની ખબર નથી તે પુરઝડપે અને ગફલત ભરી રીતે તેનું વાહન હંકારી લાવી મરણ જનાર બેન ને ગંભીર પ્રકાર ની ઈજાઓ પોહચાડી મોત નિપજાવી નાસી જઈ ગુનો કર્યા વિગેરે બાબત. તારીખ-૧૯/૦૧/૨૦૨૬ ના કલાક ૦૩/૩૦ વાગે ગુનો નોધાયેલ છે. સદર ગુનાની તપાસ શ્રી એન.કે.બારોટ પોલીસ સબ ઈન્સ્પેક્ટર ગોત્રી પોલીસ સ્ટેશનનાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. ચોરીના કેસો
૧. વાડી પો.સ્ટે.
વાડી પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૩૫૨૬૦૦૩૮/૨૦૨૬ BNS કલમ.૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરીયાદી પંકીલ કંચનલાલ શાહ ઉ.વ.૪૨ ધંધો.નોકરી રહે.એ-૧૦૨, સુખદ્વાર રેસીડેન્સી, આયુર્વેદીક ત્રણ રસ્તા, પાણીગેટ, વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી કોઇ અજાણ્યો ઇસમ તા.૧૩/૦૧/૨૦૨૬ સાંજના આશરે ક.૦૫/૩૦ વાગ્યાથી ક.૦૫/૪૫ વાગ્યા દરમ્યાન મોજે. જુમ્મા મસ્જીદ ખાતે, માંડવી ગેંડીગેટ રોડ, વડોદરા શહેર આ કામના ફરીયાદી પતંગ ખરીદવા માટે આવેલ હોય ત્યારે જુમ્મા મસ્જીદ ખાતે પહોંચેલ ત્યારે તેમના શર્ટના ઉપરના ખીસામાં રાખેલ APPLE કંપનીનો મોડલ IPHONE 16 BLACK TITANIUM કલરનો જેનો IMEI નં.352958411402673 નો છે. જેની અંદર VI કંપનીનું સિમકાર્ડ નં 9824893149 નું હતુ.જેની કિંમત આશરે રૂપિયા 25000 ની ગણી શકાય જે કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિગેરે બાબતની ફરીયાદ અમારા રૂબરૂની લખાઈ આવતા બી.એન.એસ.એસ.૧૭૬ નો રીપોર્ટ કરી તા.૧૮/૦૧/૨૦૨૬ ના ક.૨૧/૦૦ વાગે ગુનો નોધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ અબ્દુલકાદીર સાબીરઅલી નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. ફતેગંજ પો.સ્ટે
` ફતેગંજ પોલીસ સ્ટેશન “એ”પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૨૨૬૦૦૨૯/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ની કલમ ૩૦૩(૨) મુજબ આ કામના ફરીયાદી રામાભાઇ જવરભાઇ ભોઇ રહે.એફ/૩૦૬,મોટનાથ રેસીડેન્સી,પાણીની ટાંકી પાસે,હરીણી,જી.વડોદરા શહેરનાઓની ફરીયાદ મુજબ આરોપી અજાણ્યો ઇસમે તા.૦૮/૦૧/૨૦૨૬ના કલાક ૧૦/૦૦ થી ક.૧૧/૩૦ વાગ્યા દરમ્યાન મોજે- ઇ.એમ.ઇ.કેન્ટીનના પાર્કીંગમા, ઇ.એમ.ઇ સર્કલની બાજુમા ફતેહગંજ વડોદરા શહેર ખાતે આ કામના ફરી.ની હીરો કંપનીની સ્પ્લેન્ડર પ્લસ ગ્રે કલરની મો.સા.જેનો રજી.નં. GJ-07-ER-5432 ની જેનો એન્જીન નં. HA11E7RHJ02622 તથા ચેસીસ નં. MBLHAW222RHJ00827 જેની કિમત રૂ. ૩૦,૦૦૦/-ની ગણી શકાય જેમા જે-તે સમયે આશરે ૦૨ લિટર જેટલુ પેટ્રોલ હતુ.મો.સા. કોઇ ચોર ઇસમ ડુપ્લીકેટ ચાવી વડે તાળુ ખોલી અગર કોઇ સાધન વડે લોક તોડી ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિ.બાબત. તા.૧૯/૦૧/૨૦૨૬ના કલાક ૧૧/૦૫ વાગે ગુનો નોધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ નીલેશભાઇ રમણભાઇ ફતેગંજ પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૫. વિશ્વાસઘાતના કેસો
૧. માંજલપુર પો.સ્ટે.
માંજલપુર પો.સ્ટે પાર્ટ-એ ૧૧૧૯૬૦૦૩૨૬૦૦૨૭/૨૦૨૬ બી.એન.એસ. કલમ.૩૧૬ (૨),૩૧૮(૨), મુજબના ગુનાના કામના ફરીયાદી કમલેશ પ્રભુદાસ પટેલ ઉ.વ.૪૭ રહે, ઈ/૨૦૧, ઓરો હાઈટ્સ વડસર રોડ વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી મુસ્તાકભાઇ જુમ્માભાઇ શેખ રહે,બી/૩૯ બૈતુલ અહેદ સોસાયટી નુર બંગલો પાસે ગોરવા તથા મુળ રહે, મોલાબક્ષ ડેલા સામે યાકુતપુરા વડોદરા શહેર તા.૦૨/૦૫/૨૦૨૫ ના રોજ ઈ/૨૦૧, ઓરો હાઈટ્સ વડસર રોડ, વડોદરા શહેર આ કામના આરોપી મુસ્તાકભાઇ જુમ્માભાઇ શેખ રહે,બી/૩૯ બૈતુલ અહેદ સોસાયટી નુર બંગલો પાસે ગોરવા તથા મુળ રહેવ, મોલાબક્ષ ડેલા સામે યાકુતપુરા વડોદરા શહેર નાઓએ ફરીયાદીની ટાટા મોટર્સ લીમિટેડ કંપનીની ટાટા યોધ્ધા ૧૭૦૦ જેનો રજી. GJ-06-BT-7843 એંજીન નં.VARICOR 12NYXJ17647 ચેસીસ નં. MAT464662 MSN16564 ની તા.૦૨/૦૫/૨૦૨૫ ના રોજ ઈ/૨૦૧, ઓરો હાઈટ્સ વડસર રોડ વડોદરા શહેર ખાતેથી સામે ભાડેથી લઇ જઇ ફકત બે મહીનાનુ ભાડુ ચુકવી ત્યારબાદ ભાડુ આપવાનું બંધ કરી દઈ તેમજ ટાટા યોધ્ધા પરત નહી આપી ફોન ઉપાડવાનુ બંધ કરી દઈ ફરીયાદી સાથે વિશ્વાસધાત કરી છેતરપીંડી કરી ગુનો કરવા બાબત તા-૧૮/૦૧/૨૦૨૬ ના કલાક.૨૨/૧૦ વાગ્યે ગુનો નોધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સબ.ઇન્સ.એન.જી.રોહિત સાહેબ નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૬. ચૈન-સ્નેચીંગના કેસો
૧. કપુરાઇ પો.સ્ટે.
કપુરાઇ પો.સ્ટે ફર્સ્ટ ગુ.ર.નં.૧૧૧૯૬૦૪૩૨૬૦૦૫૩ /૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ની કલમ ૩૦૪(૨) મુજબના ગુનાના કામના ફરીયાદી વિનોદભાઇ હીરાભાઇ ચૌહાણ ઉ.વ. ૬૪ ધંધો-નિવૃત રહે, મ.નં સી/૮૦ ઉમાનગર વિભાગ-૨ ,સોમાતળાવ, વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી અજાણ્યો ઇસમ તા.૧૮/૦૧/૨૦૨૬ ના સવારના સાડા દશ વાગ્યાના સુમારે ફરીયાદી તેના ઘરે થી ચાલતો ચાલતો શાકભાજીની ખરીદી કરવા સોમાતળાવ ચાર રસ્તા ખાતે ગયેલ અને શાકભાજીની ખરીદી કરી સવારના અગિયાર વાગ્યા સુમારે ફરીયાદી પરત ચાલતા ચાલતા તેની સોસાયટીમાં આવતો હતો તે વખતે એક અજાણ્યો ઇસમ ઉ.વ ૨૦ થી ૨૫ ના આશરાનો જેને મોઢે રૂમાલ તેમજ માથે ટોપી પહેરેલ હતી તેમજ શરીરે ગ્રે કલરનુ શર્ટ તેમજ કમરે કાળા કલરનુ પેન્ટ પહેરેલ હતો તે અજાણ્યો ઇસમે ફરીયાદીના ગળામાં પહેરેલ આશરે બે તોલાની સોનાની ચેઇન જેની આશરે કિ રૂ,૨,૦૦,૦૦૦/- ગણી શકાય જે સોનાની ચેઇન ખેચી તોડી ભાગી જઇ ગુનો કર્યા વિગેરે બાબત તા.૧૮/૦૧/૨૦૨૬ ના કલાક ૧૯:૩૦ વાગ્યે ગુનો નોધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ શ્રી એલ.એન.સાંસલા નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.