-: પ્રેસનોટ :-
(તા.૧૯/૦૩/૨૦૨૬)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબીશનના કેસો
તા.૧૮/૦૩/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૨૦ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારુ લી-૨૨ કિ.રૂ.૪૪૦૦/- તેમજ ઇંગ્લીશ દારૂના ક્વાટરીયા નંગ-૨૨૦, ઇ.બોટલ-૦૩ મળી કુલ કિ.રૂ. ૪૯,૦૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે. તથા પીધેલા-૧૧ સહીત કુલ-૧૬ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. નાણા ધીરધારના કેસો:-
૧. સયાજીગંજ પો.સ્ટે. ગુ.ર.નં અને કલમ-૧૧૧૯૬૦૩૦૨૬૦૧૭૩/૨૦૨૬ IPC.કલમ.૩૮૭ ૨૯૪(ખ), ૫૦૬(૨), ૧૧૪ તથા ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ ૨૦૧૧ ની કલમ.૪૦,૪૨(ક) મુજબના ગુનાના કામના ફરિયાદી ઈમ્તીયાઝઅલી અલજીભાઈ મરેડીયા રહે.બી/૩૦૧ મહેરાજ રેસીડન્સી ફતેગંજ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧)દિનેશભાઇ નાજાભાઇ પરમાર રહે-એ-૧૫ સત્યમ ટેનામેન્ટ કરોડીયા રોડ વડોદરા શહેર (૨) દિપકભાઈ નાઓએ તા.૨૫/૧૧/૨૦૨૧ થી આજ દિન સુધી મોજે. બી/૩૦૧ મહેરાજ રેસીડન્સી ફતેગંજ તથા ઓરા સ્કેર કોમ્પલેક્ષ પહેલા માળે પંચવટી સર્કલ ગોરવા ખાતે ફરિયાદી નાઓને આરોપી નં.(૧) નાઓએ ટુકડે ટુકડે રોકડમા રૂ.૧,૦૦,૦૦,૦૦૦/-(એક કરોડ) પુરા ૨% માસીક વ્યાજ પેટે આપેલ. જેની ઉપર વ્યાજની રકમ માસીક ૨% લેખે ટુકડે ટુકડે તા.૨૫/૦૭/૨૦૨૪ સુધી રૂ.૪૫,૨૦,૦૦૦/-પુરા વ્યાજ પેટે રોકડા આરોપી નાઓને ચુકવી આપેલ અને ૨૦૨૪મા જુન જુલાઈ મહિનામા આરોપી નં.(૧) નાઓએ ફરિયાદી ઉપર દબાણ કરતા પી.એમ. આંગળીયા મારફતે સીધ્ધપુર ખાતેથી ધ્રોલ ખાતે આરોપી નં.(૨) દિપકભાઈ નાઓને બે વખત રૂ.૩૦,૦૦,૦૦૦/- કરી કુલ રૂ.૬૦,૦૦,૦૦૦/-(સાઈઠ લાખ) આંગળીયા મારફતે મોકલી આપેલ હોય તેમ છતા આરોપી (૧)નાઓ અવાર નવાર ફોન કરી વ્યાજની ઉઘરાણી કરતા ફરિયાદી વતી ફરિયાદીના સાળા નઝરમહમદ શેલીયા નાઓ વર્ષ ૨૦૨૫ એપ્રિલ માસમા રૂ.૧૦,૦૦,૦૦૦/-(દસ લાખ) તથા મે માસમા રૂ.૧૫,૦૦,૦૦૦/-(પંદર લાખ) રોકડા આરોપી (૧) નાઓને ચુકવી આપેલ હોવા છતા વધુ ઉધરાણી કરતા ફરિયાદી નાઓએ આશરે રૂ.૧૧,૦૦,૦૦૦/-ટુકડે ટુકડે ઓનલાઈન આમ કુલ મળી રૂ.૯૬,૦૦, ૦૦૦/-મુડી તથા રૂ.૪૫,૨૦,૦૦૦/- વ્યાજ કુલ રૂ.૧,૪૧,૨૦,૦૦૦/- ચુકવણી કરી આપેલ હોય તેમ છતા આરોપી નં.(૧) નાઓ વધુ વ્યાજની અવાર નવાર ઉઘરાણી કરી ફરિયાદીના સહિ કરેલા ચેકો દબાણ કરી લઈ ગયેલ જે ચેકોના ખોટા કેસ કરી ફસાઈ દેવાની તેમજ જો નાણા નહિ આપે તો ફરિયાદીના સબંધીઓ ઉપર પણ ખોટા કેસો કરી ફસાવી દેવાની અને ઉચકીને લઈ જઈશ અને નાણા નહી મળે ત્યા સુધી છોડીશ નહી તેવી ધમકીઓ આપી ફરિયાદીએ આરોપી નં.(૧) નાઓની ભાડે રાખેલ દુકાન જેમા સલુનને લગતો સામાન સાથે રૂ.૬૦,૦૦,૦૦૦/-નો ખર્ચ ફરિયાદીએ કરેલ હતો તે દુકાનનો કબજો પણ દબાણ કરી ઓક્ટોબર ૨૦૨૪ મા લઈ લિધેલ હોય અને અવારનવાર વ્યાજની ઉઘરાણી કરી ગંદીગાળો બોલી ગુનો કર્યા વિ. બાબતે તા.૧૮/૦૩/૨૦૨૬ ના ક.૧૫/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી ડી.વી. પાટીલ સયાજીગંજ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. વિશ્વાસઘાતના કેસો:-
૧. અકોટા પો.સ્ટે પાર્ટ “એ” ગુ.ર.ન-૧૧૧૯૬૦૪૧૨૬૦૧૦૮/૨૦૨૬ ઇ.પી.કો કલમ ૪૦૬,૪૬૫,૪૬૭,૪૬૮,૧૨૦ (બી) મુજબના ગુનાના કામના ફરિયાદી સલમાન અબ્દુલ રઝાક પટેલ રહે.આયશા વીલા ઇસ્મા કોમ્પ્લેક્ષની પાછળ તાંદલજા બસ સ્ટેન્ડની સામે તાંદલજા વડોદરા નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) ઇલ્યાસ અલ્લી બાપુ રહે.ભરુચ(૨)જુબેર મુસા બાબર રહે.તાદલજા વડોદરા(૩)હશન ઉર્ફે કડુ અલ્લીભાઇ પટેલ રહે. બારીયા વાડ અકોટા વડોદરા (૪) ગુલામમોહંમદ નુરમીયા શેખ રહે. સમા વડોદરા નાઓએ તા-૧૮/૦૩/૨૦૧૭ થી તા-૧૨/૦૩/૨૦૨૧ દરમ્યાન કોઇપણ સમયે મોજે.અકોટા ટાઉનશીપ ફરીયાદી અને તેઓની યુનીક ડેવલપર્સ ના ભાગીદારોએ મુળ જમીન માલિકો કુલ ૪૧ નાઓ સાથે પરસ્પર સમજુતીનો કરાર કરાવી જમીન માલીકોની અકોટા રેવન્યુ સર્વે નં-૮,૯,૧૩,૧૪ વાળી જમીન વેચાણ અવેજી પેટે કુલ્લે રૂ.૨,૭૨,૫૬,૨૭૦/- (અંકે રૂપિયા બે કરોડ બોત્તેર લાખ છપ્પન હજાર બસો સિત્તેર) માં વેચાણ લીધેલ જેમાં ફરીયાદી તથા તેઓની યુનીક ડેવલપર્સને મુળ જમીન માલીકોને રૂ.૧૫,૫૯,૪૨૦/- ચુકવવાના બાકી હોય અને બાકીના રૂપીયા ચુકવી આપેલ તેમ છતા ફરીયાદીની યુનીક ડેવલપર્સ ભાગીદારી પેઢી વતી હશન કડુ નાઓને કુલમુખત્યારનામુ લખી આપેલ જેનો લાભ મેળવી મુળ જમીન માલીકો સાથે મળી આરોપી નં(૧) (૨) નાઓ સાથે મળી ખોટા પેઢીનામા બનાવી તે બનાવટી પેઢીનામા સીટી સર્વે તથા બુલેટ ટ્રેન પ્રોજેકટમાં (NHSRCL) રજુ કરી તેના આધારે મુળ જમીન માલીક પૈકી આરોપી (ર) ના ખાતામાં રૂ.૧,૬૬,૬૧,૨૨૧/- મેળવી જેમાંથી આરોપી નં(૩) નાએ રૂ.૪૭,૯૩,૦૦૦/-પોતાના એકાઉંટમાં મેળવી લીધેલ અને બાકીના રૂપિયા મુળ જમીન માલીક આરોપી નં(૪) નાએ રૂ.૩૪,૧૫,૫૭૭/-પોતાના એકાઉંટમાં મેળવી લઇ તમામ ભેગા મળી ગુનાહીત કાવતરુ રચી કુલ રૂપીયા ૨,૦૦,૭૬,૭૯૮/- ની માતબર રકમ મેળવી લઇ ફરીયાદીની યુનીક ડેવલપર્સ ભાગીદારો સાથે વિશ્વાસઘાત કર્યા વિ.બાબતે તા.૧૮/૦૩/૨૦૨૬ ના ક.૧૫/૪૫ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી વાય વી.પટેલ અકોટા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨ માંજલપુર પો.સ્ટે. પાર્ટ-એ,૧૧૧૯૬૦૦૩૨૬૦૧૩૭/૨૦૨૬ ઇ.પી.કો કલમ ૪૦૬,૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૩૪ મુજબના ગુનાના કામના ફરિયાદી રમેશભાઇ મણીલાલ પટેલ રહે-૧૪ અલકેશ સોસાયટી, અંબાલાલપાર્ક કારેલીબાગ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) હસમુખભાઇ શંકરભાઇ પટેલ રહે-એ/૫,-૧૨, મ્યુનીસપલ સ્ટાફ કવાર્ટર્સ, સી.જી.રોડ, એલીસબ્રીજ અમદાવાદ (૨) નરેંદ્રભાઇ ઇશ્વરભાઇ પરમાર રહે-પરમાર ફળીયુ, મુ.કાવી,તા-જંબુચર જી-ભરૂચ તથા તેઓના મળતીયાઓ તથા તપાસમા નીકળી આવે તે તા.૧૪/૦૭/૨૦૨૦ થી આજદિન સુધી મોજે-ગામ વડસર તા-જી-વડોદરા ની સીમમા આવેલ જુની શરતની ખેતીની જમીન જેનો ખાતા નં.૯૬ તથા બ્લોક સર્વે નં.૭૫,૭૭ જેનુ ક્ષેત્રફળ ૦-૩૨-૩૭ તથા ૦-૪૯-૫૭ હે.આર.એ.ચો.મી. વાળી જમીન આરોપીઓએ પોતાનો સમાન ઇરાદો પાર પાડવા સારૂ ફરીયાદી તથા તેના મિત્ર હર્ષદભાઇમા જમીન ખરીદ કરેલ જે જમીનનો દસ્તાવેજ નં. ૩૨૪૮ થી ફરીયાદી તથા સાહેદોના નામે હોવા છતા આરોપીઓએ જમીન વેચનાર તરીકે ફરીયાદી તથા તેના બન્ને ભાગીદારોના નામ લખી તથા ફરીયાદી તથા તેના બન્ને ભાગીદારના ખોટા આધારકાર્ડ બનાવી ફરીયાદી તથા તેના ભાગીદાર હર્ષદભાઇ ગોરડીયાની જગ્યાએ દસ્તાવેજના છેલ્લા પેજમા અન્ય ઇસમોના ફોટાઓ ચોટાડી સબ રજીસ્ટ્રાર કચેરીમા ફરીયાદી તથા સાહેદોની જગ્યાએ તેઓના મળતીયાઓને ઉભા રાખી ફરીયાદી તથા સાહેદોની ખોટી સહીઓ કરી આ જમીન તેઓના નામે વેચાણ દસ્તાવેજ નં.૫૮૨/૨૦૨૦ તા.૧૪/૦૭/૨૦૨૦ ના રોજ વેચાણ દસ્તાવેજ માં રૂ.૧,૨૨,૯૧,૦૦/- નો વેચાણ દસ્તાવેજ કરી લીધેલ તેમજ ફરીયાદીના ભાગીદાર સહ માલીક પ્રમોદભાઇ બાબુભાઇ ગોરડીયા જીવીત હોવા છતા તેઓનો નકલી પાવર ઓફ એટર્ની અન્ય સહ માલીક હર્ષદભાઇ ગોરડીયા કે જેઓ મૈયત થયેલ હોય તેમ છતા તેના નામનો રજીસ્ટ્રાર પાવર ઓફ એર્ટની ખોટો રજુ કરી જેમા બીજી કોઇ વ્યક્તિનો ફોટો લગાડી જેમા હર્ષદભાઇ ગોરડીયા (મૈયત)ની ખોટી સહિ કરી પોતાનો સમાન ઇરાદો પાર પાડવા એકબીજાની મદદગારી કરી ફરીયાદી તથા સાહેદોના ખોટા આધારકાર્ડ બનાવી દસ્તાવેજમા છેલ્લા પેજમા ફરીયાદી તથા સાહેદોની જગ્યાએ અન્ય ઇસમોના ફોટા ચોટાડી ફરીયાદી તથા સાહેદોની ખોટી સહીઓ કરી આ જમીનનો વેચાણ દસ્તાવેજ કરી છેતરપીંડી અને વિશ્વાસઘાત કરી એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૧૮/૦૩/૨૦૨૬ ના ક.૨૦/૧૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.ઇશ્રી એલ.ડી.ગમારા માંજલપુર પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. વાહન અકસ્માત/ ફેટલના કેસો:-
૧. છાણી પો.સ્ટે. પાર્ટ-એ-૧૧૧૯૬૦૦૫૨૬૦૧૧૪/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૮૧,૧૨૫(એ),૧૨૫ (બી) તથા મોટર વ્હીકલ એકટ- ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબના ગુનાના કામના ફરિયાદી જાઉદીન અકબરખા મલેક, રહે.બી.૬ આશિયાના પાર્ક, મધુનગર, ગોરવા, વડોદરા શહેર, મુળ રહે.મલેક ફળીયુ પાન તલાવડી, તા.જી. નર્મદા નાઓની ફરિયાદ મુજબ એક મો.સા. જેના રજી.નં.GJ-06-DS-7209 નો ચાલક ગઇ તા.૨૪/૦૨/૨૦૨૬ ના રોજ ફરીયાદીની મો.સા.જેનો.રજી નં.GJ-22-S-0092 ને સવારના ક.૦૯/૩૦ વાગ્યાની આજુબાજુ આરોપીએ તેની મો.સા ફર્ટીલાઇઝરનગર, છાણી પાસે ને.હા ૪૮ ના સર્વિસ રોડ પર વડોદરા થી વાસદ તરફ જતા પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી ફરિની મો.સાને પાછળથી ટક્કર મારેલ અને ડાબા હાથે તથા જમણા પગે ઇજા પહોચાડી અકસ્માત કરી ભાગી ગયેલ જે તે ટાઇમે ફરીયાદ આપેલ નહી અને સમાધાન નહિ થતા આરોપી વિરૂધ્ધ અકસ્માત કરી ગુનો કર્યા વિ.બાબતે તા-૧૮/૦૩/૨૦૨૬ ના ક.૨૨/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી આર.બી.ચારેલ છાણી પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. માંજલપુર પો.સ્ટે પાર્ટ-એ-૧૧૧૯૬૦૦૩૨૬૦૧૩૬/૨૦૨૬ ભારતીય ન્યાયસંહિતા કલમ.૨૮૧, ૧૨૫(એ), ૧૨૫ (બી), ૧૦૬(૧), ૩૨૪(૧) તથા એમ.વી.એકટ ૧૭૭,૧૮૪ મુજબના ગુનાના કામના ફરિયાદી કેયુર રજનીકાંત કાલીદાસભાઇ જસાણી રહે.એફ/૦૩,કબીર કોમ્પલેક્ષ મકરપુરા રોડ,માંજલપુર, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ હોંડા પેશન પ્લસ મો.સા.GJ-06-BJ-3545 ના ચાલક તા.૧૮/૦૩/૨૦૨૬ બપોરના ક.૧૫/૧૮ વાગે મોજે.માંજલપુર ખાતે આવેલ બરોડા સીટી મોલ તથા લીલેરિયા પેરામાઉન્ટ વચ્ચેના રસ્તા સામેના રોડ પર માંજલપુર એક હીરો હોંડા પેશન પ્લસ મો.સા.GJ-06-BJ-3545 ના ચાલકે પોતાની મો.સા. પર ત્રણ સવારીમાં પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી મારી વેગેનાર ગાડીને પાછળથી અથાડી નુકસાન કરેલ હોય અને આ મો.સા.ના ચાલકને ગળાના ભાગે ઈજાઓ થતા ૧૦૮ એમ્બ્યુલન્સમા સારવાર અર્થે લઇ જતા સારવાર દરમ્યાન મરણ ગયેલ હોય અને મો.સા. પાછળ બેઠેલ બે ઈસમો ત્યાથી ભાગી ગયેલ વિ.બાબતે તા.૧૮/૦૩/૨૦૨૬ ના ક.૧૭/૪૫ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ શ્રી એસ.જી.ડામોર માંજલપુર પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. માંજલપુર પો.સ્ટે. પાર્ટ-એ-૧૧૧૯૬૦૦૩૨૬૦૧૪૧/૨૦૨૬ B.NS.કલમ-૨૮૧, ૧૨૫(એ), ૧૨૫(બી) તથા MV ACT-કલમ-૧૭૭,૧૮૪,૧૧૯ મુજબના ગુનાના કામના ફરિયાદી પ્રીતીબેન W/O કેવલભાઈ જગદિશભાઈ નારોલકર રહે.મ.નં.૫૨,ઈશ્વર પાર્ક સોસાયટી,તરસાલી,મકરપુરા,વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ એક મો.સા.નં.GJ-06-KJ-8596 ના અજાણ્યા ચાલકે તા.૦૬/૦૨/૨૦૨૬ ના સવાર ક.૦૬/૦૦ વાગ્યા સુમારે મોજે. કબીર કોમ્પ્લેક્ષ ત્રણ રસ્તાથી તુલસીધામ ચાર રસ્તા તરફ જવાના રોડ પર દેવપુષ્પ હોસ્પિટલની સામે, તુલસીધામ ચાર રસ્તા પાસે,માંજલપુર આરોપીએ પોતાની મો.સા.નં.GJ-06-KJ-8596 ની પુરઝડપે તથા ગફલત ભરી રીતે રોંગ સાઈડમાં હંકારી લાવી ફરીયાદીની સાઈકલને ટક્કર મારી અકસ્માત કરી ફરીયાદીને રોડ પર પાડી દઈ ડાબા હાથના કાંડાના ભાગે ફ્રેક્ચર કરી ફરીયાદીની સાઈકલના આગળના વ્હિલને નુકશાન કરી ગુનો કર્યા બાબતે તા.૧૯/૦૩/૨૦૨૬ ના ક-૦૦/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઈ.રમેશભાઈ કિશનભાઈ માંજલપુર પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૫. મારામારીના કેસો:-
૧. કુંભારવાડા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં-૧૧૧૯૬૦૪૨૨૬૦૦૬૭/૨૬ બી.એન.એસ. કલમ ૧૧૫(૨), ૨૯૬(બી), ૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી મહેજબીનબાનુ વા/ઓ ઇરફાનભાઇ શેખ રહે,ગરનાળા ચોકીની પાછળ મસાવાલા દવાખાનાની બાજુમાં હાથીખાના મુળ રહે,જી.એફ મહેરઅલી એપાર્ટમેન્ટ મચ્છીપીઠ વેસ્ટર્ન ઇન્ડીયાની પાસે રાવપુરા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) અરફાત આરીફખાન પઠાણ (૨) અશરફ ગફારખાન પઠાણ (૩) આરીફ ગફારખાન પઠાણ (૪) સારાબેન આરીફખાન પઠાણ રહે તમામ ગરનાળા ચોકી પાછળ હાથીખાના વડોદરા શહેર નાઓએ તા.૧૮/૦૩/૨૦૨૬ ના ક.૧૪/૩૦ વાગ્યાના અરસામાં મોજે.ગરનાળા ચોકીની પાછળ મસાવાલા દવાખાનાની બાજુમાં હાથીખાના કચરો ફેકવા બાબતે આરોપી (૧) નાએ ફરીયાદીના દિકરા જેદ ઇરફાન શેખ તથા ફરીયાદીના ભાણેજ નાવેદ ફારુખ શેખ સાથે ગંદી ગાળો બોલી છુટા હાથની મારામારી કરી ઇજા પહોચાડી તથા આરોપી (૨) (૩) નાઓએ ફરીયાદીના ભાઇ વસીમ અઝીમખાન પઠાણનાને ગમેતેમ ગંદી ગાળો આપી છુટા હાથનો માર મારી ઇજા પહોચાડી તથા નં (૪) ફરીયાદી તથા ફરીયાદી છોકરાને ગંદી ગાળો બોલી એકબીજાની મદદગારી કરી ગુન્હો કર્યા વિ.બાબતે તા.૧૮/૦૩/૨૦૨૬ ના ક.૧૯/૩૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ હરદત્તસિંહ પ્રવિણસિંહ કુંભારવાડા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. કુંભારવાડા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં-૧૧૧૯૬૦૪૨૨૬૦૦૬૮/૨૬ બી.એન.એસ. કલમ ૧૧૫(૨),૨૯૬(બી),૫૪ મુજબ જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી આરીફ ગફારખાન પઠાણ રહે, ગરનાળા ચોકી પાછળ હાથીખાના વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) મહેજબીનબાનુ વા/ઓ ઇરફાનભાઇ શેખ રહે,ગરનાળા ચોકી પાછળ વડોદરા શહેર(૨)વસીમ અઝીમખાન પઠાણ રહે.અંબર એપાર્ટમેન્ટ હાથીખાના ખત્રીવાડ (૩) નાવેદ ફારુખ શેખ રહે પાંજરીગર મહોલ્લો ફતેપુરા વડોદરા શહેર (૪) રૂબીના વસીમ પઠાણ રહે.અંબર એપાર્ટમેન્ટ હાથીખાના ખત્રીવાડ વડોદરા શહેર નાઓએ તા.૧૮/૦૩/૨૦૨૬ ના ક.૧૪/૩૦ વાગ્યાના અરસામાં મોજે-ગરનાળા ચોકીની પાછળ મસાવાલા દવાખાનાની બાજુમાં હાથીખાના દળ(ધુળ) ઉડાડવા બાબતે આરોપી (૧) નાએ ફરીયાદી સાથે બોલાચાલી કરી ગાળા ગાળી કરતા આરોપી (૨)નાએ તેની પાસેનું ચપ્પુ મારવાની કોશીશ કરતા ફરીયાદીએ તેના હાથમાંથી છીનવી લીધેલ તથા આરોપી (૨) (૩)બંન્નેએ ગંદી ગાળો બોલી ગદડાપાટુનો મુંઢમાર મારેલ નં (૧)(૪)નાઓએ ફરીયાદીની પત્નીના વાળ ખેંચી ગમેતેમ ગંદી ગાળો આપી છુટા હાથની મારામારી કરી ફરીયાદીના દિકરા અરાફાત પઠાણ તથા તેઓના ભાઇ અશરફખાન પઠાણને છુટા હાથની મારામારી કરી ફરીયાદીના દિકરાને માથાના ભાગે તથા જમણા પગના ભાગે ઇજા પહોચાડી એકબીજાની મદદગારી કરી મે.પો.કમિ. સાશ્રી વડોદરા શહેરના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કર્યા વિ. બાબતે તા.૧૮/૦૩/૨૦૨૬ ના ક.૨૦/૨૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી સી.પી.ઝાલા કુંભારવાડા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. કુંભારવાડા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં-૧૧૧૯૬૦૪૨૨૬૦૦૬૯/૨૬ બી.એન.એસ. કલમ ૧૧૫(૨),૧૧૮(૧),૨૯૬(બી), ૩૫૧(૨),૫૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી અરૂણભાઇ વાલજીભાઇ બથવાર રહે.મ.નં.૭૯ રામેશ્વર સોસાયટી નાગેશ્વર મંદિર પાસે વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ (૧) સાગર અશોકભાઇ ચૌહાણ(૨)પ્રકાશ ઉર્ફે હકો મહેશભાઇ ચૌહાણ(૩) ચીરાગ લાલાભાઇ ચૌહાણ (૪)ધવલભાઇ રમેશભાઇ પરમાર રહે.તમામ તુલસીવાડી સંજયનગર વડોદરા શહેર નાઓએ તા.૧૯/૦૩/૨૦૨૬ ના ક.૦૦/૪૦ વાગ્યાના અરસામાં મોજે- ગણેશનગર પાસે સચ્ચિદાનંદ દુકાનની સામે રોડ ઉપર કલ્પેશભાઇ પરમાર નાઓને પેશાબ કરવાની ના પાડેલ હોય જે બાબતે આરોપી નં (૧)(૨) નાઓએ ફરીયાદીને ગમેતેમ ગંદી ગાળો બોલી નં(૧) નાએ તેના હાથમાની તલવાર મારવાની કોશીશ કરેલ નં(૨) નાએ તેના હાથમા રહેલી ગુપ્તી દાઢીના ભાગે મારી ઇજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકીઓ આપેલ તથા નં(૩)(૪) નાઓએ ફરીયાદીને ગમેતેમ ગંદી ગાળો બોલી ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી મે.પોલીસ કમિશ્નર સા. વડોદરા શહેરના હથીયાર બંધી જાહેરનામા નો ભંગ કરી ગુન્હો કર્યા વિ. બાબતે તા.૧૯/૦૩/૨૦૨૬ ના ક.૦૫/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી સી.પી.ઝાલા કુંભારવાડા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. કુંભારવાડા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં-૧૧૧૯૬૦૪૨૨૬૦૦૭૦/૨૬ બી.એન.એસ. કલમ ૧૧૫(૨),૨૯૬(બી),તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી સાગર અશોકભાઇ ચૌહાણ રહે,તુલસીવાડી સંજયનગર ૦૧ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી અરૂણભાઇ વાલજીભાઇ બથવાર રહે મ.નં.૭૯ રામેશ્વર સોસાયટી નાગેશ્વર મંદિર પાસે વડોદરા શહેર નાઓએ તા.૧૯/૦૩/૨૦૨૬ ના ક. ૦૦/૪૦ વાગ્યાના અરસામાં મોજે- ગણેશનગર પાસે સચ્ચિદાનંદ દુકાનની સામે રોડ ઉપર આરોપીએ ફરીયાદીને ફોન કરી બોલાવી તારા કાકા કલ્પેશભાઇ મારી દુકાન પાસે પેશાબ કરતા હતા ત્યારે તુ કેમ વચ્ચે પડેલ તેમ કહીં એકદમ ઉશ્કેરાઇ જઇ ફરીયાદીને ગમેતેમ ગંદી ગાળો આપી મારી ફેટ પકડી છુટા હાથની મારામારી કરવા લાગેલ અને તેમના હાથમાની એકટીવાની ચાવીમાં સાથે રાખેલ નાનુ ચપ્પુ ફરીયાદીના છાતીના ડાબા ભાગે મારી ઇજા પહોચાડી તથા માથાના ભાગે ફેટો મારી મુંઢમાર મારી મે.પોલીસ કમિશ્નર સા. વડોદરા શહેર ના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કર્યા વિ. બાબતે તા.૧૯/૦૩/૨૦૨૬ ના ક.૦૬/૧૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો ઘનશ્યામભાઇ ગોરાભાઇ કુંભારવાડા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૬. અન્ય કેસો:-
૧. માંજલપુર પો.સ્ટે પાર્ટ-એ-૧૧૧૯૬૦૦૩૨૬૦૧૩૯/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા કલમ ૭૯, ૧૧૫(૨), ૨૯૬(બી), ૩૫૧(૨),૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી જયદેવી જનકભાઇ ઠાકર રહે.મ.નં.એ-૧૧ સાનિધ્ય ડુપ્લેક્ષ સાઇ ચોકડીની પાસે માંજલપુર વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી નં.(૧)શૈલેષભાઇ ધનજીભાઇ પટેલ (૨) મનીષાબેન વા/ઓ શૈલેષભાઇ ધનજીભાઇ પટેલ બન્ને રહે.એ/૧૨ સાનિધ્ય ડુપ્લેક્ષ સાઇ ચોકડીની પાસે માંજલપુર વડોદરા શહેર (૩) જગદીશભાઇ ધનજીભાઇ પટેલ રહે.સાનિધ્ય ડુપ્લેક્ષ સાઇ ચોકડીની પાસે માંજલપુર વડોદરા શહેર નાઓએ તા.૧૭/૦૩/૨૦૨૬ ના ક.૨૦/૦૦ વાગ્યે મોજે. મ.નં.એ-૧૧ સાનિધ્ય ડુપ્લેક્ષ સાઇ ચોકડીની પાસે માંજલપુર આરોપી નાઓએ બોલાચાલી ઝઘડો કરી એકબીજાની મદદગારી કરી સ્ત્રીનું અપમાન થાય તેવા શબ્દો ઉચ્ચારી ગંદી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૧૮/૦૩/૨૦૨૬ ના ક.૨૧/૦૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એમ.કે.પરમાર માંજલપુર પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૨. માંજલપુર પો.સ્ટે પાર્ટ-એ-૧૧૧૯૬૦૦૩૨૬૧૪૦/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા કલમ ૭૯, ૧૧૫(૨), ૨૯૬(બી), ૩૫૧(૨), ૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી મનીષાબેન વા/ઓ શૈલેષકુમાર ધનાભાઇ પટેલ રહે.મ.નં.એ-૧૨ સાનિધ્ય ડુપ્લેક્ષ સાઇ ચોકડીની પાસે માંજલપુર વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) જયદેવીબેન જનકભાઇ ઠાકર (૨) નીલ જનકભાઇ ઠાકર બન્ને રહે.એ/૧૧ સાનિધ્ય ડુપ્લેક્ષ સાઇ ચોકડીની પાસે માંજલપુર વડોદરા શહેર નાઓએ તા.૧૭/૦૩/૨૦૨૬ ના ક.૨૦/૦૦ વાગ્યે મોજે;- મ.નં.એ-૧૧ સાનિધ્ય ડુપ્લેક્ષ સાઇ ચોકડીની પાસે માંજલપુર આરોપી નાઓએ બોલાચાલી ઝગડો કરી મા બેન સમાની ગંદી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૧૮/૦૩/૨૦૨૬ ના ક.૨૧/૧૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી એમ.કે.પરમાર માંજલપુર પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.