Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૧૯/૦૪/૨૦૨૬)

પોલીસ સમાચાર

૧.     પ્રોહીબિશનના કેસો

તા.૧૮/૦૪/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ- ૫૭ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારુ લી-૨૨૦ કિં.રૂ.૪૪,૦૦૦/- તેમજ ઇંગ્લીશ દારૂ ની બોટલ-24 મળી કુલ કિં.રૂ.૧,૦૧,૫૨૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે. તથા પીધેલા-૩૦ સહીત કુલ-૪૫ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

 

૨.      અ૫હરણના કેસો:-

૧.         ગોરવા પો.સ્ટે.પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૭૨૬૦૨૧૩/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા સને-૨૦૨૩ (બી.એન.એસ.)ની કલમ-૧૩૭(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી નાઓની ફરિયાદ મુજબ તા.૧૭/૦૪/૨૦૨૬ ના સવારના ક:-૦૭/૦૦ થી ક-૧૧/૦૦ વાગ્યાના સુમારે મોજે-વડોદરા  ફરીયાદીશ્રીની સગીરવયની દિકરી ઉ.વ.૧૭ વર્ષ ૬ મહીના ૧૫ દિવસ (જન્મ તારીખ:-૦૩/૧૦/૨૦૦૮) ની ફરીયાદીશ્રીની નાની દિકરીને સ્કુલમાં મુકવા માટે ગયેલ ત્યારબાદ પરત નહી આવી કોઇની જાણ બહાર ક્યાંક નીકળી જતી રહેલ અને પરત નહિ આવેલ.જેથી કોઇ અજાણ્યો ઇસમ તેણીનું ફરીયાદીશ્રીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ ગયેલ હોય જેથી તે અજાણ્યા ઇસમ વિરૂધ્ધ તપાસ થવા ફરીયાદ તા:૧૮/૦૪/૨૦૨૬ ના ક:૧૬/૦૦ વાગે નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.ઇશ્રી કે.એન.લાઠીયા ગોરવા પોલીસ સ્ટેશન, વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૩.      વાહન અકસ્માતના કેસો:-

૧.     હરણી પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૩૬૨૬૦૧૫૨/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૨૮૧,૧૨૫(બી), તથા એમ વી એક્ટ ૧૭૭,૧૮૪ મુજબના ગુનાના કામના ફરિયાદી સાયબા ભાઈ દેવાભાઈ બારીયા રહે.બારીયા ગામ વચલું ફળિયું તાલુકો દેવગઢ બારીયા જિલ્લો પંચમહાલ નાઓની ફરિયાદ મુજબ એક સરકારી એસટી બસ નં.જીજે 18  ઝેડ ટી  3078 ના ચાલકે તા.૧૮/૦૪/૨૦૨૬ ના ક.૧૫/૦૦ વાગ્યે મોજે- ગોલ્ડન ચોકડી થી થોડે આગળ આરોપી તેની એસટી બસ એકદમ પુરઝડપે અને ગફલત ભરી રીતે બેદરકારીથી ચલાવી રોડ વચ્ચેનો બમ્પ કુદાવતાં  ફરીયાદીશ્રી સીટ ઉપરથી ઊંછળી સીટ ઉપર પડતા ફરિયાદીશ્રીને  કમરના ભાગે વાગી ઇજા થતાં સારવાર માટે એસ એસ જી  હોસ્પિટલમાં આવતા ડો.શ્રીએ કમરમાં ફેક્ચર હોવાનું જણાવેલ હોય જે  એસટી બસના ચાલકે  ગુનો કર્યા વિ.બાબતે તા.૧૮/૦૪/૨૦૨૬ ના ક.૨૦/૩૦ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો વિજભાઈ મોતીભાઈ હરણી પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.