Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૧૯/૦૬/૨૦૨૬)

પોલીસ સમાચાર

૧.     પ્રોહીબિશનના કેસો

તા.૧૮/૦૬/૨૦૨૬ નારોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૧ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૨૦ કિ.રૂ.૪૦૦૦/-તથા ઇંગ્લીશ દારૂના કવાટરીયા-૧૧, બીયર-૦૨, બોટલ-૦૧ મળી કુલ કિ.રૂ.૫૬૯૦/-નો મુદામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૦૩ સહિત કુલ-૦૮ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨.     મારામારીના કેસો

૧.      કુંભારવાડા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં-૧૧૧૯૬૦૪૨૨૬૦૧૨૧/૨૦૨૬ બી.એન.એસ. કલમ ૧૧૫(૧), ૨૯૬(બી), ૩૫૧(૨), તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી સાબીર ગુલામનબી દિવાન ઉ.વ.૨૯ ધંધો પ્લમ્બર રહે મ.નં. ૧૦૨ ફાતેમાઉમર કોમ્પ્લેક્ષ ભાંડવાડાનાકા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી વાજીદ ઉર્ફે કાળીયો સરફુદીન શેખ રહે ભાંડવાડા અંબેમાતાના મંદીરની પાછળ વડોદરા શહેર ગઈ તા.૧૭/૦૬/૨૦૨૬ ના કલાક ૦૦/૩૦ રોજ મોજે ફાતેમાઉમર કોમ્પ્લેક્ષ ભાંડવાડાનાકા કોમ્પ્લેક્ષના પાર્કીંગમાં આ કામના ફરીયાદી ફાતેમાઉમર કોમ્પ્લેક્ષ ભાંડવાડાનાકા કોમ્પ્લેક્ષના પાર્કીંગમાં પોતાની સ્કુટર પાર્ક પાર્ક કરતો હતો ત્યારે આ કામનો આરોપી પોતાના હાથમાં લાકડાનો ડંડો લઈને આવેલ અને કહેલ કે તે મારો મોબાઇલ કેમ લીધેલ છે તેમ કહી એકદમ ઉશ્કેરાઇ જઈ તેના હાથમાનો લાકડાનો ડંડો ફરીયાદીના જમણા હાથના પંજા ઉપર મારી ઇજા પહોચાડી ફરીયાદીને ગમે તેમ ગંદી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી મે. પોલીસ કમીશ્નરશ્રી વડોદરા શહેરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૧૮/૦૬/૨૦૨૬ ના કલાક ૧૭/૩૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઇ. હરદત્તસિંહ પ્રવિણસિંહ કુંભારવાડા પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.      સયાજીગંજ પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૩૦૨૬૦૩૬૦ ૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૧૧૫(૨), ૧૧૮(૧), ૨૯૬(બી), ૫૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી સલીમ અલ્લારખાં દિવાન ઉ.વ.૪૯ ધંધો.વેપાર રહે.ડ્રગ્સ લેબોરેટરીની પાછળ કુંભારવાડા નિઝામપુરા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) શક્તિ દરબાર તથા નં.(૨) સુનિલ પલાસ બંને રહે. શંકરનગર ઝુપડપટ્ટી વડોદરા તા.૧૮/૦૬/૨૦૨૬ ના કલાક. ૧૬/૩૦ વાગ્યાના સમયગાળા દરમ્યાન મોજે: ગણેશનગર ઝુપડપટ્ટીના નાકા પાસે આ કામના ફરીયાદી પોતાની ચા નાસ્તાની લારીના એંઠા વાસણો ધોવા માટે શંકરનગર ઝુપડપટ્ટી ખાતે રહેતા અંજુબેનને ધોવા માટે આપવા જતા હતા તે વખતે આરોપીઓ ગણેશનગર ઝુપડપટ્ટીના નાકા પાસે બેઠા હતા તે વખતે ફરિ.ને જણાવેલ કે અમારા મોહલ્લામાં વાસણો ધોવા માટે આપવા નહી તેમ કહી અગાઉ તેઓને ફરિ. સાથે રીક્ષા પાર્કિંગ બાબતે બોલાચાલી થયેલ તેની અદાવત રાખી ફરિ. સાથે બોલાચાલી કરી ઝઘડો કરી ગમે તેમ ગાળો બોલેલ દરમ્યાન આરોપી શક્તિ દરબાતે નજીકમાં પડેલ લાકડાનું ફાચરુ ફરિ.ને માથાના ભાગે મારી ઇજા કરેલ તેમજ સુનિલ પલાસે પણ છુટા હાથથી ડાબા કાન પાસે ફેંટો મારી એકબીજાની મદદગારી કરી મે.પો.કમિ.સા.શ્રીના હથિયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૧૮/૦૬/૨૦૨૬ ના કલાક  ૨૧ /૩૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી આર.કે.વસાવા સયાજીગંજ પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૩.      સયાજીગંજ પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૩૦૨૬૦૩૬૧/૨૬ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૧૧૫(૨),૧૧૮(૨),૨૯૬(બી), ૫૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી શક્તિ જશવંતસિંહ દરબાર ઉ.વ.૩૧ ધંધો. મજુરી રહે. ગણેશનગર ઝુપડપટી, પુજા હોટલ સામે, પ્રતાપગંજ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી નં.(૧) સલીમ દિવાન તથા નં.(૨) નબી મોહંમદ તથા નં.(૩) અલ્તાફ તથા નં.(૪) માહિર તા.૧૮/૦૬/૨૦૨૬ ના કલાક. ૧૬/૩૦ વાગ્યાના સમયગાળા દરમ્યાન મોજે: ગણેશનગર ઝુપડપટ્ટીના નાકા પાસે આ કામના ફરીયાદી તથા સાહેદ તેનો મિત્ર સુનિલ પલાસનાઓ ગણેશનગર ઝુપડપટ્ટીના નાકા પાસે હાજર હતા તે વખતે આરોપી સલીમ દિવાન નાઓ પોતાની ચા નાસ્તાની લારીના એંઠા વાસણો ધોવા માટે ફરિ ના મોહલ્લામાં રહેતા અંજુબેનને આપવા આવેલ તે વખતે ફરિ.એ જણાવેલ કે વાસણો ધોવાથી પાણીના લીધે અમારા મોહલ્લામાં ગંદકી થાય છે તેમ જણાવતા આરોપી સલીમ દિવાન નાઓ તેની સાથે અગાઉ ફરિ.ને રીક્ષા પાર્કિંગ બાબતે બોલાચાલી થયેલ તેની અદાવત રાખી ફરિ. સાથે બોલાચાલી ઝઘડો કરવા લાગેલ તેવામાં આ સલીમ દિવાનનો બનેવી નબી મોહંમદ તથા અલ્તાફ તથા માહિરનાઓ પણ દોડી આવી ફરી.ને ગમે તેમ બોલી ઝઘડો કરી ગાળો આપી આરોપી સલીમ દિવાન એકદમ ઉશ્કેરાઇ જઇ ત્રિકમનો લાકડાનો હાથા વડે ફરિ.ને માથાના ભાગે ફટકા મારી ગંભીર ઇજા પહોંચાડેલ તેમજ અલ્તાફ તથા માહિરે ફરિ.ને પકડી ગડદા પાટુનો માર મારેલ અને તેવામાં ફરિ.ના મિત્ર સાહેદ સુનિલ પલાસ નાઓ છોડાવવા વચ્ચે પડતા આરોપી નબી મોહંમદ નાએ તેને લાકડીનો  ફટકો કપાળના ભાગે મારી એક બીજાની મદદગારી કરી મે.પો.કમિ.સા.શ્રીના હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યા વિ. બાબતે  તા.૧૮/૦૬/૨૦૨૬ ના કલાક ૨૧/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી આર.કે.વસાવા સયાજીગંજ પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૩.     ચોરીના કેસો

૧.      બાપોદ પો.સ્ટે. પાર્ટ “એ” ગુ.ર.નં. ૧૧૧૯૬૦૦૨૨૬૦૩૨૦/૨૬ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી કલાબેન વા/ઓફ શૈલેષકુમાર મોહનલાલ દેસાઇ ઉ.વ.૬૭ ધંધો-ઘરકામ રહે, બી/૨૦ મહાલક્ષ્મી પાર્ક સોસાયટી બાપોદ જકાતનાકા પાસે વાઘોડીયા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ ગઈ તા.૧૬/૦૬/૨૦૨૬ ના સવારના કલાક ૧૦/૪૫ વાગ્યા થી ૧૧/૦૦ વાગ્યાના અરશામા મોજે-વાઘોડીયા રોડ ગીરીરાજ સોસાયટી વડોદરા શહેર નાએ આ કામના ફરીયાદી રીક્ષામા પાછળની સિટમા ત્રણ પેસેન્જર બેસેલ હોય જેમા ફરિ. વચ્ચે બેસી ફરી. પોતાની બહેનના ઘરે જતી વખતે ફરી.ના કાળા કલરના પર્સમા મુકેલ (૧) બે સોનાની બંગડી જેનો કુલ વજન ૪૦.૦૦ ગ્રામ ની છે જેની કીમત રૂપિયા ૨૫,૬૦૦/- (૨) એક સોનાની ચેઈન જેનો કુલ વજન ૧૮.૦૦ ગ્રામ ની છે જેની કીમત રૂપિયા ૭૭,૪૦૦/- (૩) એક સોનાની ચેઈન જેનો કુલ વજન ૧૧.૦૦ ગ્રામ ની છે જેની કીમત રૂપિયા ૯૫,૧૫૦/- (૪) એક સોનાની પુરુષ લક્કી જેનો કુલ વજન ૨૪ ગ્રામ ની છે જેની કીમત રૂપિયા ૫૭,૬૦૦/- (૫) રોકડ રુપિયા ૩,૦૦૦/- ની મળી કુલ્લે કિ.રૂ.૦૨,૫૮,૭૫૦/- ના મતાની કોઈ ચોર ઇસમ ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૧૮/૦૬/૨૦૨૬ ના કલાક ૧૯/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો મુકેશભાઈ હીરાભાઈ બાપોદ પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૪.     વાહન ચોરીના કેસો

૧.      ગોરવા પો.સ્ટે ફર્સ્ટ ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૭૨૬૦૨૯૩/૨૦૨૬ બી.એન.એસ.કલમ-૩૦૫ બી મુજબના ગુનાના કામના ફરિયાદી કનૈયા ત્રિભુવન હરીજન ઉ.વ.૨૪ ધંધો-નોકરી રહે-એ/૪૦૩ ઝાંસી રેસિડેંસી સુભાનપુરા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ ગઈ તા-૧૧/૦૬/૨૦૨૬ ૧૧/૦૦ વાગ્યાથી ૨૦/૦૦ વાગ્યા દરમ્યાન કોનસેંટ્રીક્ષ કંપનીના ગેટની બહાર પાર્ક કરી લોક મારી મુકેલ હતી.જે હિરો કંપનીની બ્લુ કલરની પેશન પ્રો રજી.નં.GJ-06-FA-3575 તથા જેનો ચેસીસ ન-.MBLHA10EWCHA06814 નો છે.તથા એંજીન ન- HA10EDCHA07217 નો છે.જેની આશરે કી.રૂ.20,000/-ગણી શકાય ની કોઇ ચોર ઇસમ ડુપ્લીકેટ ચાવી વડે લોક ખોલી કે તોડી ચોરી કરી લઇ ગયેલ હોય વિગેરે ગુનો કર્યા બાબતે તા.૧૮/૦૬/૨૦૨૬ કલાક-૨૦/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એમ.કે.વાળા ગોરવા પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.      રાવપુરા પો.સ્ટે. પાર્ટ એ ૧૧૧૯૬૦૨૬૨૬૦૧૬૧/૨૦૨૫ બી.એન.એસ. કલમ-૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી નીલેશભાઈ ગણપતભાઈ સોલંકી ઉ.વ.૪૫ ધંધો.કેબલ સર્વિસ રહે.ક-ચુમાલીસ  પીચતાલીસ પુજાંભાઈ પાર્ક સોસાયટી ઓપોસીટ આસ્થા ડુપ્લેક્સ માંજલપુર વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ હીરો કંપનીનુ સ્પેલન્ડર મોટરા સાયકલ જેનો આર ટી ઓ રજી નં  જી જે ૦૬ એચ જે ૩૭૭૦  સને મે ૨૦૧૪ ના મોડલની ચે ન એમ બી એલ એચ એ ૧૦ એ એમ ડી એચ એમ ૨૬૮૮૦ એ ન. એચએ૧૦ઇજેડીએચએમ૧૨૮૦૦ આશરે કિં.રૂ ૨૦ ૦૦૦ ની ગઇ તા.૧૬ ૦૬ ૨૦૨૬ ના ક.૧૭/૦૦ થી ક.૧૭/૪૫ દરમ્યાન લકડીપુલ શંકરટેકરી દાંડીયા બજાર ખાતેથી કોઈ ચોર ઈસમ ડુપ્લીકેટ ચાવી વડે લોક ખોલી અગર તોડી ચોરી કરી લઈ જઇ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૧૮/૦૬/૨૦૨૬ ના ક.૧૮/૧૫ વાગે  ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી આર.સી.તડવી રાવપુરા પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૩.      કપુરાઇ પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૪૩૨૬૦૩૨૦/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી  વસંતકુમાર કાંતિલાલ પંચાલ ઉ.વ.૩૬ ધંધો.નોકરી રહે.બી/૮૮ જે.પી ગ્રીન સોસાયટી, શ્રી પોર્ટ ટીંબી, વાઘોડીયા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ અજાણ્યો ઇસમ જેના નામ સરનામાની ખબર નથી તે ગઈ તા.૧૮/૦૬/૨૦૨૬ ના ક.૦૮/૩૦ વાગ્યા થી ક.૧૭/૩૦ વાગ્યા દરમ્યાન   મોજે. જગદીશ ફરસાણ નામની દુકાનની સામે, ને.હા.૪૮, વાઘોડિયા ચોકડી, વડોદરા શહેર ખાતે સને.૨૦૧૨ માં હિરો હોન્‍ડા મોટર્સ લી. કંપનીની બ્લેક કલરની પેશન પ્રો મો.સા જેનો રજીસ્ટ્રેશન નં.GJ-17-AL-0482 ની જેનો ચેચીસ નં.MBLHA10AWCHJ54932 તથા એન્‍જીન નં.HA10ENCHJ54948 જેની આશરે કિં.રૂ.૩૦,૦૦૦/- ગણી શકાય. તે કોઇક અજાણ્યો ચોર ઇસમ લોક તોડી અથવા ડુબ્લીકેટ ચાવી વડે મો.સા ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૧૮/૦૬/૨૦૨૬ ના કલાક ૧૯/૫૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ હે.કો સુમિતભાઈ શામજીભાઈ કપુરાઇ પો.સ્ટે.વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.