Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૧૯/૦૭/૨૦૨૬)

પોલીસ સમાચાર

૧.     પ્રોહીબિશનના કેસો

તા.૧૮/૦૭/૨૦૨૬ નારોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૦ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લીટર-૧૭ કિં.રૂ.૩૪૦૦/- ઇ.કવા-૧૫ કિંરૂ.૨૨૫૦/- નો મુદામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૦૩ સહિત કુલ-૦૭ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨.     ઘરફોડ ચોરીના કેસો

૧.     કપુરાઈ પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૪૩૨૬૦૩૬૯/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ની કલમ ૩૦૫, ૩૩૧(૩), ૩૩૧(૪) મુજબના ગુનાના કામના ફરિયાદી શ્રીમતી મિનાક્ષીબેન વા/ઓ ગોપાલભાઈ ભુરાભાઈ ઓડીચ ઉ.વ-૩૭ ધંધો- ઘરકામ રહે-મ.નં.બી/૨૨ કૃષ્ણકુંજ સોસાયટી વિભાગ-૧ રૂક્ષ્મણી પાર્ટી પ્લોટ પાસે પરીવાર ચાર રસ્તા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીએ ગઈ તા.૨૫/૦૬/૨૦૨૬ ના સવારના ક.૧૦/૦૦ વાગ્યાથી તા-૩૦/૦૬/૨૦૨૬ના  ક.૦૮/૦૦ વાગ્યા દરમ્યાન ફરી.ના મકાનના મેઇન ગેટના જાળીનુ નકુચો તથા ઘરના પાછળના મેઇન દરવાજા ના અને અંદરની જાળીનો એમ ત્રણ લોકનો નકુચો કોઇ સાધન વડે તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરના બેડરૂમમાં મુકેલ કબાટની તિજોરી માંથી સોનાના ચાંદીના દાગીના તથા વોચ મળી આશરે કિમંત કુલ રૂપિયા ૮૨,૦૦૦/- ની માલમતાની ચોરી કરી લઇ જઈ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૧૮/૦૭/૨૦૨૬ ના ક. ૧૫/૩૦ વાગે  ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી એલ.એન સાંસલા કપુરાઇ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળીકાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૨.     બાપોદ પો.સ્ટે. પાર્ટ–એ ૧૧૧૯૬૦૦૨૨૬૦૩૬૨/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ ની કલમ ૩૦૫(એ), ૩૩૧(૪) મુજબના ગુનાના કામના ફરિયાદી શ્રી ધર્મેન્દ્ર મુરલીધર તિલોકાની ઉ.વ.-૫૦ ધંધો-વેપાર રહે- ડી/૩૦૨, શિવમ એન્કલેવ, માં હોસ્પીટલની પાછળ, આજવા રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી અજાણ્યા ચોર ઇસમો તા.૧૭/૦૭/૨૦૨૬ ના કલાક ૨૨/૩૦ વાગ્યાથી તા. ૧૮/૦૭/૨૦૨૬ ના કલાક ૦૭/૩૦ વાગ્યાના અરશામાં કોઇ અજાણ્યા ચોર ઇસમોએ ફરીયાદી શ્રીની મોબાઇલની દુકાનનુ શટર તોડી દુકાનમા પ્રવેશી દુકાનમા વેચાણ અર્થે રાખેલ અલગ-અલગ કંપનીના અલગ-અલગ મોડલના મોબાઇલ ફોન તથા એપલ કંપનીની સ્માર્ટ વોચો મળી કુલ્લે- ૭૭ આઇટમો કિમંત રૂપીયા ૪૧,૨૭,૫૯૮/- તથા રોકડા રૂપીયા ૧૦,૦૦૦/- મળી કુલ્લે કિમંત રૂપીયા ૪૧,૩૭,૫૯૮/- મતાની ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૧૮/૦૭/૨૦૨૬ ના કલાક ૧૭/૨૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.ઇન્સ. શ્રી ડી.ડી લાડુમોર બાપોદ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળીકાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૩.     અન્ય કેસો

૧.         કારેલીબાગ પોલીસ સ્‍ટેશન પાર્ટ “બી” ગુ.ર.નં.-૧૧૧૯૬૦૨૨૬૦૨૯૪/૨૦૨૬ બી.એન.એસની કલમ ૩૩૧(૧) તથા ૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી બ્રિજેનભાઇ હર્ષદભાઇ પટેલ ઉં.વ.-૩૭ ધંધો.-વેપાર રહે.-૨/૨૮ સેવાશ્રમ સોસાયટી, આત્મજયોતિ મંદીર પાસે, ઇલોરાપાર્ક વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી શ્રી ગુર્જર સુથાર પ્રગતિ મંડળ કારેલીબાગ વડોદરાના હાલના પ્રમુખ, ઉપપ્રમુખ તથા ખજાનચી તા.-૧૬/૦૧/૨૦૨૫ ના કોઈપણ સમયે શ્રી ગુર્જર સુથાર પ્રગતિ મંડળ પાસેની ગ્રાઉંડ ફ્લોર પર આવેલ દુકાન નં.-૦૧ વાળી મિલકત મેન્ટલ હોસ્પીટલની સામે કારેલીબાગ વડોદરા શહેર આ કામના ફરીયાદીના ઓળખીતા જીનીબેનના પિતા અરવિંદભાઇ ઠકરાર નાઓએ શ્રી ગુર્જર સુથાર પ્રગતિ મંડળ પાસેથી ગ્રાઉંડ ફ્લોર પર આવેલ દુકાન નં -૦૧ વાળી મિલકત ભાડા ચિઠ્ઠી તા.૦૧/૧૨/૧૯૯૨ થી ભાડેથી માસિક ભાડુ રૂ.૨૦૦/- નક્કી કરી દુકાનનો કબ્જો મેળવી  ધંધો શરૂ કરેલ હોય. સદર દુકાન બંધ હાલતમાં હોય અને દુકાનનુ ભાડુ તેમજ લાઇટબીલ સમયસર ભરતા આવેલ હોય છતા તેમની  જાણ બહાર કોઈ નોટીસ આપ્યા વગર અરવિંદભાઇ મનજીભાઇ ઠકરારના કબ્જા ભોગવટાવાળી દુકાન નં-૦૧ વાળી મિલકત ગુર્જર સુથાર પ્રગતિ મંડળના પ્રમુખ અને તેમના મળતિયાઓ મળીને ગેરકાયદેસર રીતે બંધ દુકાનનો તા.૧૬/૦૧/૨૦૨૬ ના રોજ લોક તોડી દુકાનમાં રહેલ સરસામાન બહાર ફેકી દિધેલ હોય જેમા અરવિંદભાઇ ઠકરારના વારસદાર જીનીબેનને આર્થિક નુકશાન પહોચાડી ગુનો કર્યા વિ.બાબતે  તા.૧૭/૦૭/૨૦૨૬ ના કલાક ૧૯/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી ડી.બી.પટેલ કારેલીબાગ પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળીક ાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૨.     રાવપુરા પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૨૬૨૬૦૧૮૬ /૨૦૨૬ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ- ૩૧૮(૪),૩૩૬(૨),૩૩૮,૩૩૯,૩૪૦,૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી શ્રી લાલજીભાઇ સોમાભાઇ પઢીયાર ઉ.વ.૪૭ ધંધો-છુટક મજુરીકામ રહે, ગામ-રણુ , મોટુ ફળીયુ ,તા.પાદરા જી.વડોદરા નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) નાથુભાઇ ખુશાલભાઇ પરમાર રહે, નર્મદાકેનાલ રોડ પર ગામ શેરખી તા.જી.વડોદરા તથા (૨) સામંતસિંહ અદેસિંહ પરમાર રહે, કાતોડીયા સીમ વિસ્તાર ગામ શેરખી તા.જી વડોદરા તથા(૩) તખતસિંહ જેના પુરા નામ સરનામાની ખબર નથી તે તથા (૪) પરમાર રાજેન્દ્ર આર. જેના પુરા નામ સરનામાની ખબર નથી તે તથા (૫) નોટરી કરનાર ઇલા સી પારેખ જેના પુરા નામ સરનામાની ખબર નથી તે તથા તપાસમા નીકળી આવે તે વિગેરે તા.૧૯/૦૭/૨૦૨૪ ના કલાક ૧૧/૦૦ થી કલાક ૧૮/૦૦ વાગ્યા દરમિયાન કોઇ પણ સમયે - ખાસ જમીન સંપાદન અધિકારીની કચેરી એકમ-૧, કોઠી બિલ્ડીંગ, રાવપુરા, વડોદરા શહેર ખાતે આ કામના આરોપીઓએ મોજે ગામ શેરખી, તા.જિ.વડોદરાના સર્વે નંબર :૩૭૭/૮, ક્ષેત્રફળ :૦-૭૨-૮૪ હે.આરે.ચો.મી., જમીન પૈકી ક્ષેત્રફળ : ૦-૪૫-૮૦ હે.આરે.ચો.મી. જમીન વડોદરા મુંબઇ એક્સપ્રેસ વે માં સંપાદન થતા જમીન વળતરની ફેક્ટર – ૨ ની કુલ્લે રકમ રૂ. ૨,૬૨,૬૩,૬૦૮/- મેળવવા સારૂ આરોપી નાથુભાઇ ખુશાલભાઇ પરમાર રહે, નર્મદાકેનાલ રોડ પર ગામ-શેરખી, તા.જી.વડોદરા નાઓએ ફરી.ની માતા સુરજબેન વા/ઓ સોમાભાઇ પઢીયાર કે જે ખુશાલભાઇ ભલાભાઇ પરમાર ની દિકરી નાઓનુ તા.૧૦/૦૧/૨૦૨૩ ના રોજ અવસાન થયેલ હોય તેમ છતાં એક ખોટો સંમતિ કરાર કે જે રૂ. ૩૦૦/- ના સ્ટેમ્પ પેપર ઉપર નોટરી ઇલા સી.પારેખ નાઓ રૂબરૂનુ રજી.નં. ૪૬૫૯/૨૦૨૪ તા.૧૯/૦૭/૨૦૨૪ ના રોજનો બનાવી અને તેને ખાસ જમીન સંપાદન અધિકારીની કચેરી એકમ-૧ કોઠી બિલ્ડીંગ રાવપુરા વડોદરા શહેર ખાતે રજુ કરી ફેક્ટર – ૨ ની કુલ્લે રકમ રૂ. ૨,૬૨,૬૩,૬૦૮/- તેઓના કોટક મહિન્દ્રા બેંક રાવપુરા શાખા ખાતા નં.૧૪૯૬૮૨૫૯૪ માં મેળવી લઇ તથા આરોપી સામંતસિંહ અદેસિંહ પરમાર રહે, કાતોડીયા સીમ વિસ્તાર, ગામ-શેરખી, તા.જી. વડોદરા નાઓએ આ સમંતિપત્રમાં ફરીયાદીના માતાના અંગુઠાના નિશાન હોવા બાબતની પોતાની સહી કરી તેમજ આ સંમતિ કરારમાં તખતસિંહ તથા પરમાર રાજેન્દ્ર આર નાઓએ સાક્ષી તરીકે સહીઓ કરી તથા નોટરી ઇલા સી.પારેખ નાઓએ ફરીયાદીના માતા હાજર અને હયાત ન હોય તેમ છતાં બી ફોર મી તરીકે નોટરાઇઝ્ડ કરી તમામે એકબીજાની મદદગારીથી પોતાનો આર્થિક ફાયદો મેળવવા સારૂ ખોટુ અને બોગસ સમંતિપત્ર બનાવી અને આ સંમતિપત્ર ખોટુ હોવાનુ જાણતા હોવા છતાં તેને ખાસ જમીન સંપાદન અધિકારીની કચેરી એકમ-૧ કોઠી બિલ્ડીંગ રાવપુરા ખાતે રજુ કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૧૮/૦૭/૨૦૨૬ ના કલાક-૧૬/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.ઇ. શ્રી ડી.જે.પટેલ રાવપુરા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળીક ાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૪.     વિશ્વાસઘાતના કેસો

૧.     અકોટા પો.સ્ટે. પાર્ટ “એ” ગુ.ર.નં.૧૧૧૯૬૦૪૧૨૬૦૨૮૭/૨૦૨૬ બી.એન.એસ. કલમ ૩૧૬(૨),૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી વિશ્વજીતસિંહ ઘનશ્યામસિંહ અસવાર  ઉ.વ ૨૯ ધંધો- વેપાર  રહે. મકાન નં એ-૦૧/૦૧ કાશીવિશ્વેસ્વર ટાઉનશીપ જેતલપુર રોડ અલકાપુરી વડૉદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી એ&ટી એન્ટરપ્રાઈઝ ના માલીક ચેતનાબેન તથા ભાવેશભાઇ પટેલ બન્ને પતિ-પત્નિ અને તેઓનુ કંપનીનુ સરનામુ ૪૨ આદર્શ કોમ્પ્લેક્ષ ગામ ખત્રાજ મહેમદાબાદ રોડ જી. ખેડા મો.નં. ૯૫૫૮૮૪૨૫૨૨  ગુ.બ.તા.ટા અને જગ્યા-  તા.૨૫/૦૧/૨૦૨૬ થી આજદિન સુધી મોજે. અલકાપુરી ખાતે કે.એમ.એસ રેન્ટલ્સ એન્ડ મેઇન પાવર સર્વીસીસ નામથી મશીનરી રેન્ટલની ઓફીસ ખાતે આ કામના ફરીયાદીશ્રી મશીનરી બનાવવાનુ તેમજ વેચાણે આપવાનુ કામ કરતા હોય આરોપી ભાવેશ પટેલ તથા તેની પત્નિ ચેતનાબેન નાઓએ ગઈ તા.૨૫/૦૧/૨૦૨૬ ના રોજ ઓર્ડર નંબર-AT222 થી સ્વીપીંગ મશીન બનાવવા આપેલ જે મશીન બનાવવા બાબતે બન્ને પક્ષો વચ્ચે રૂ. ૨૭,૧૪,૦૦૦/- મા બનાવી આપવા નક્કિ થયેલ જે મુદત મુજબ ફરીયાદીશ્રીએ આરોપીએ મોકલેલ ટાટા કંપનીનો ટ્રક જેનો રજી નંGJ-18-BW-8995 મા સ્વીપીંગ મશીન માઉન્ટીંગ કરી કામ પુર્ણ કરી આપેલ અને કામ કર્યા બાદ પંદર દિવસમા પૈસા આપવાનુ જણાવી આરોપી ભાવેશ પટેલ નાઓ પોતાનો ટ્રક લઈ ગયેલ અને મુદત પુરી થયા બાદ ફરીયાદીશ્રીએ પૈસાની માંગણી કરતા આરોપીઓ ફોન ન ઉપાડી તેમજ ઇમેઇલમા પણ કોઇ જવાબ ન આપી સદર ટ્રક બારોબાર વેચાણે આપી દઈ ફરીયાદીશ્રી સાથે વિશ્વાસઘાત છેતરપીંડી કરી ગુનો કર્યા વિગેરે બાબતે તા.૧૮/૦૭/૨૦૨૬ ના કલાક ૨૦/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઈ. હાર્દીકભાઈ પરસોત્તમભાઈ અકોટા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળીક ાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૫.     મારામારીના કેસો

૧.     ગોરવા પો.સ્ટે ફર્સ્ટ ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૭૨૬૦૩૩૨/૨૦૨૬ બી.એન.એસ કલમ-૧૧૫(૨), ૧૧૭(૨), ૧૧૮(૧),૨૯૬(૨), ૩૫૧(૩),૫૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામના ફરિયાદી સોહીલ સ/ઓ હિમ્મતભાઈ રાજ ઉ.વ.૨૯ ધંધો.કલરકામ રહે.નુરાનીપાર્ક સોસાયટી જનકપુરી સોસાયટીની બાજુમાં ગોરવા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી નં.(૧) મિન્હાજ તથા નં.(૨) આફતાબ બન્ને રહે.બોરીયા-૦૨ ગોરવા વડોદરા શહેર આ કામના ફરીયાદી ગઈ તા-૧૮/૦૭/૨૦૨૬ના રોજ રાત્રીના સાડા આઠેક વાગ્યાના અરસામાં તેઓના મિત્ર ફયાજ દિવાનને તેના ઘરે મુકવા બોરીયા-૦૨માં ગયેલ હતા મુકીને પરત જતી વખતે મો.જે.બોરીયા-૦૨ના જવાના ગલી પાસે બોરિયા-૦૨માં રહેતો મિન્હાજ નાઓ જુની અદાવત રાખીને પાછળથી આવીને લાકડાના ફટકા વડે મારેલ અને તેનો ભાઈ આફતાબનાઓ પણ ત્યાં આવીને ફરિયાદીશ્રીનો હાથ પકડી રાખેલ અને મિન્હાજ ફરિયાદીશ્રીને માર મારવા લાગેલ અને આફતાબનાઓ તેઓ પાસે રહેલ ધારવાળુ હથીયાર વડે ફરિયાદીશ્રીને મારવા જતા ફરિયાદીશ્રીએ હાથ વડે પકડી પાડેલ ત્યારે આ બન્ને ફરીયાદીશ્રીને માં સમી ગંદી ગાળો બોલીને ગદડાપાટુનો માર મારેલ અને માં સમી ગંદી ગાળો બોલવા લાગેલ ત્યારે આજુબાજુના માણસો આવી જતા તેઓ ત્યાંથી ભાગવા લાગેલ જતા જતા ફરિયાદીશ્રીને જાનથી મારી નાંખવાની ધમકી આપેલ જેથી ફરિયાદીશ્રીને ઈજા થયેલ હોય જેથી ૧૦૮ મારફતે સારવાર અર્થે ગોત્રી જનરલ હોસ્પિટૅલમાં ગયેલ હોય જેથી આ કામના ફરિયાદીશ્રીને આ મારા મારીમાં શરીરના પાછળના ભાગે સામાન્ય ઈજા થયેલ હોય તથા જમણા હાથના કાંડાના ભાગે ગંભીર પ્રકારે ઈજા થયેલ છે તથા બંન્ને હાથના અંગુઠાના ભાગે ઈજા થયેલ હોય અને મે.પોલીસ કમિશ્નર સાહેબશ્રી વડોદરા શહેરના હથીયાર બંધી અંગેનુ જાહેરનામાનુ ભંગ કરી ગુનો કર્યો વિ.બાબતે તા.૧૯/૦૭/૨૦૨૬ ના કલાક- ૦૧/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ ASI શૈલેશભાઇ કાનજીભાઈ ગોરવા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળીક ાયદેસર તપાસ હાથ ધરેલ છે.