Loading...
Welcome to Police Department
Search
-: પ્રેસનોટ :-

(તા.૧૯/૦૮/૨૦૨૫)

પોલીસ સમાચાર

૧. પ્રોહીબિશનના કેસો

તા.૧૮/૦૮/૨૦૨૫ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૦ દારૂના કેસો કરવામાં આવેલ છે. દેશી દારૂ લી-૧૦ કિ.રૂ.૨૦૦૦/- નો મુદામાલ કબજે કરેલ છે તેમજ પીધેલા-૦૮ સહિત-૧૦ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

૨.    વાહન અક્સમાતના ગુનાઓ:

૧.      અટલાદરા પોલીસ સ્ટેશન

અટલાદરા પો.સ્ટે. પાર્ટ એ-૧૧૧૯૬૦૪૪૨૪૦૩૮૪/૨૦૨૫ ભારતીય ન્યાય સહીતા સને.૨૦૨૩ ની કલમ ૨૮૧, ૧૨૫(એ), ૧૨૫(બી) તથા એમ.વી.એક્ટ.૧૭૭,૧૮૪, ૧૩૪ મુજબ  ના ગુનાના કામના ફરિયાદી સતિષભાઇ લક્ષ્મીકાંત શુકલા રહે.મ.નં.૧૬ દર્શન એપાર્ટમેન્ટ શ્રી રામ ટમટમ વાળા પાસે કંસારા પોળ ચોખંડી વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૧૮/૦૮/૨૦૨૫ ના ક.૦૬/૩૦ વાગ્યા આસપાસ અટલાદરા ચેક પોસ્ટ પાસે ફરિયાદીના ના પિતા લક્ષ્મીકાંત શોભનાથ શુકલા ઉ.વ.૭૦ નાઓ ચાલતા ચાલતા જતા હતા તે વખતે એક અજાણ્યા વાહન ચાલકે પોતાનુ વાહન પુરઝડપે ગફલતભરી રીતે બેદરકારીથી ચલાવી લાવી ફરિના પિતા સાથે એક્સીડન્ટ કરી રોડ ઉપર નીચે પાડી દઇ માથાના ભાગે તથા ડાબા પગે ફેક્ચર કરી ગંભીર ઇજા પહોચાડી ભાગી જઈ ગુન્હો કર્યા વિગેરે બાબતે તા-૧૮/૦૮/૨૫ ના ક ૧૭/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો હર્ષિતકુમાર ગગજીભાઇ અટલાદરા પો.સ્ટે. વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

 

૩.    વાહન ચોરીના ગુનાઓ:

૧.      અટલાદરા પોલીસ સ્ટેશન

અટલાદરા પો.સ્ટે.પાર્ટ એ-ગુ.ર.નં.૧૧૧૯૬૦૪૪૨૫૦૩૮૫/૨૫ બી.એન.એસ.કલમ ૩૦૩(૨)મુજબ ના ગુનાના કામના ફરિયાદી રમેશભાઇ શનાભાઇ બારીયા રહે-નાની ભાગોળ સરકારી ચોરા પાસે પાદરા જી.વડોદરા નાઓની ફરિયાદ મુજબ તા-૧૪/૦૮/૨૦૨૫ ના ક.૨૧/૦૦ થી તા.૧૫/૦૮/૨૦૨૫ ના ક.૧૪/૩૦ વાગ્યા પહેલા કોઇ પણ સમયે અટલાદરા પાદરા રોડ આનંદ પાર્ટી પ્લોટની સામે રોડની સાઇડ પરથી ફરીયાદીની આઇશર કંપનીની સફેદ કલરની ૩૩ સીટર મીની બસ જેનો આર.ટી.ઓ રજી.નં GJ-06-AZ-1933 નો છે.જેનો એ.નં-E414CDJA184976 તથા ચે.નં- MC2A5HRT0JA389909 નો છે.જે સને ૨૦૧૮ ના મોડેલની છે જેની  કિં.રૂ.૭,૦૦,૦૦૦/-જે મીની બસની ડ્રાઇવર સીટ ગોદડીની નિચે ફરીયાદીએ ચાવી મુકેલ અને બસને લોક માર્યા વગર જતા રહેલ જે બસની કોઈ અજાણ્યો ચોર ઈસમે લોક ખોલી ચોરી કરી લઈ ગુનો કર્યા  વિગેરે બાબતે તા-૧૯/૦૮/૨૦૨૫ ના ક.૦૮/૩૦ વાગે ગુનો નોંધાયેલ છે સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી એમ.કે.સુરુ અટલાદરા પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.