-: પ્રેસનોટ :-
(તા.૧૯/૦૯/૨૦૨૫)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો
તા.૧૮/૦૯/૨૦૨૫ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૦૯ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લી- ૦૯ કિ.રૂ.૧૮૦૦/- તથા બિયરના ટીન નંગ-૨૪ મળી કુલ કિ.રૂ. ૪૫૬૦/- રૂપિયાનો મુદામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા-૦૬ સહિત-૦૮ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. વાહન અક્સમાતના કેસો
૧. અકોટા પો.સ્ટે.
અકોટા પો.સ્ટે પાર્ટ “એ” ગુ.ર.નં.૧૧૧૯૬૦૪૧૨૫૦૩૭૪/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૨૮૧, ૧૨૫(એ), ૧૨૫(બી) એમ.વી.એકટ કલમ ૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબના ગુનાના કામના ફરિયાદી નયનાબેન વા/ઓ વીજયકુમાર શનાભાઈ ઠક્કર રહે.એ/૫ શ્રી વીજયનગર સોસાયટી હરણી વારસીયા રીંગ રોડ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ એક ફોર વ્હીલર ગાડી જેનો રજી.નં. GJ-19-AM-4194 ના અજાણ્યા ચાલકે તા.૦૮/૦૯/૨૦૨૫ ના ક.૧૨/૪૫ વાગ્યા આસપાસ મોજે.- નટુભાઈ સર્કલથી ગોત્રી તરફ જતા હતા તે વખતે હરીનગર બ્રીજ ચડતા ફરીયાદી તેમના પતિ વીજયકુમાર ઉ.વ.૫૯ નાઓની ટુ વ્હીલર એકટીવા ગાડી રજી.નં. GJ-06-MQ-0259 ની પાછળ બેસી નટુભાઈ સર્કલથી ગોત્રી તરફ જતા હતા તે વખતે હરીનગર બ્રીજ ચડતા હતા તે દરમ્યાન આરોપીએ તેની ફોર વ્હીલર ગાડી ફુલ સ્પિડમા અને ગફલતભરી રીતે ચલાવી લાવી ફરીયાદીની ટુ વ્હીલર ગાડીને પાછળના ભાગેથી અથાડી રોડ ઉપર પાડી દઇ ફરીયાદીને જમણા હાથે તથા પગના ભાગે સામાન્ય ઈજા થયેલ હતી તથા ફરીયાદીના પતિને બન્ને હાથના ભાગે તથા માથાના ભાગે ગંભીર ઈજા પહોચાડી નાસી જઈ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૧૮/૦૯/૨૦૨૫ ના ક-૨૨/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઈ હાર્દિકભાઈ પરષોત્તમભાઈ અકોટા પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. લુંટની કોશિષના કેસો
૧. કારેલીબાગ પો.સ્ટે.
કારેલીબાગ પોલીસ સ્ટેશન પાર્ટ “એ” ગુ.ર.નં.- ૧૧૧૯૬૦૨૭૨૫૦૨૯૯/૨૦૨૫ બી.એન.એસ.કલમ ૧૨૩,૩૦૯(૬),૩૩૨(બી),૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી વિમલકુમાર સરદારસીગ રાવ રહે. દાજીભાઇ બહમભટ્ટ શાસ્ત્રલય,જીવન સ્કુલની સામે, જીવન ભારતી ચાર પાસે,કારેલીબાગ, વડોદરા શહેર મુળ રહે જે- ૨૦૭ સિધ્ધાર્થ કોમ્પલેક્ષ, બાપોદ જકાતનાકા પાસે, કારેલીબાગ, વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ ત્રણ અજાણ્યા ઇસમો તે તા.૧૮/૦૯/૨૦૨૫ ના આશરે ક-૧૫/૩૦ વાગ્યાની આસપાસ મોજે- આમ્રપાલી સોસાયટી મકાન નં.27,આમ્રપાલી કોમ્પલેક્ષની પાછળ મુકતાનંદ સર્કલ પાસે,કારેલીબાગ ફરીયાદીના શેઠના મકાનમાં આવી ગુનો કરવાના હેતુથી ગુહ અપપ્રવેશ કરી ફરીયાદીના શેઠાણી કમલાબેન વા/ઓફ શાંતિલાલ જીવાવત નાઓને તથા તેમના દિકરાની દિકરી રૂજુ ડી/ઓફ વિકાસ જીવાવત તથા છોકરો રૈવત સન/ઓફ વિકાશ જીવાવત નાઓ ઘરે હતા તે દરમ્યાન મકાનમાં ગુહ અપપ્રવેશ કરી ફરીયાદીના શેઠાણી તથા તેમના પૌત્ર તથા પૌત્રી ને રૂમાલ વડે ઝેરી પદાર્થ સુઘાડી બેહોશ કરી લુંટની કોશીશ કરવા જતા દરમ્યાન ફરીયાદી આવી જતા આ ત્રણેય ઇસમોમાંથી એક ઇસમે ફરિને રૂમાલ વડે કોઇ ઝેરી પદાર્થ સુઘાડવાનો પ્રયત્ન કરીને અને શર્ટના ખીસ્સામાં રહેલ મોબાઇલની લુંટ કરવાનો પ્રયત્ન કરેલ અને બીજા ઇસમે પાછળથી આવીને ફરિને માથાના ઉપરના ભાગે કોઇ બોથડ પદાર્થ મારી ઇજા કરી આ ત્રણેય ઇસમો એકબીજાની મદદગારી કરી ભાગી જઇ ગુનો કર્યા વિ.બાબતે તા.૧૮/૦૯/૨૦૨૫ ના ક.૨૧/૨૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી એમ.ડી.લોખીલ કારેલીબાગ પોલીસ સ્ટેશન નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. સ્ત્રી-અત્યાચારના કેસો
૧. પાણીગેટ પો.સ્ટે.
પાણીગેટ પો.સ્ટે.પાર્ટ-એ-ગુ.ર.નં.૧૧૧૯૬૦૧૭૨૫૦૪૩૭/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૮૫,૨૯૬(ખ),૫૪ તથા દહેજ ધારા કલમ-૩,૭ મુજબના ગુનાના કામના ફરિયાદી ધાર્વીબેન ડો/ઓ વિપુલભાઈ નટવરલાલ શાહ રહે.ડી/૫૯,સ્વામીનારાયણનગર, રામવાટીકા પાસે, પુનમ કોમ્પલેક્ષ પાસે, વડોદરા શહેર હાલ રહે.૫૯, ગૌરવ સોસાયટી, જી.ઇ.બી.ની પાસે, પાણીગેટ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી (૧) પતિ- મંથન યોગેશભાઈ દેસાઈ (ર)સાસુ-કલ્પનાબેન વા/ઓ યોગેશભાઈ દેસાઈ તે ડો/ઓ જયંતીલાલ શાહ બંને રહે-૫૯ સ્વામીનારાયણ નગર રામવાટીકા પાસે પુનમ કોમ્પલેક્ષ રોડ કલાદર્શન પાસે વાઘોડીયા રોડ વડોદરા શહેર હાલ રહે-યુનિટ -૩૬,૪૬ હમીશ સ્ટ્રીટ એરીયા ક્વીન્સલેન્ડ ઓસ્ટ્રેલીયા ૪૧૧૬ મામા (૩) સસરા- ભુપેન્દ્રભાઈ જયંતીલાલ શાહ રહે-૮ રીલીફ સોસાયટી આયુર્વેદીક કોલેજ પાસે પાણીગેટ વડોદરા શહેર(૪) માસા સસરા-પ્રકાશભાઈ શાહ રહે-૩ ઠક્કરબાપા સોસાયટી આયુર્વેદીક કોલેજની સામે પાણીગેટ વડોદરા શહેર નાઓએ તા.૩૦/૦૩/૨૦૨૫ ના રોજ ક-૧૮/૦૦ થી તા.૨૯/૦૮/૨૦૨૫ ના ક.૧૧/૦૦ વાગ્યાના સમય દરમ્યાન મોજે- ૫૯,સ્વામીનારાયણ નગર રામવાટીકા પાસે પુનમ કોમ્પલેક્ષ રોડ કલાદર્શન પાસે વાઘોડીયા રોડ વડોદરા શહેર આરોપીઓએ ફરીશ્રીને ઓસ્ટ્રેલીયા ખાતે પરમેનેંટ રેસીડેન્ડ પર લઇ જવાનુ વચન આપી તેઓની સાથે મંથને લગ્ન કરી લઇ ફરી.ને ભારતમા છોડી તે ઓસ્ટ્રેલીયા જતો રહી ફોન ઉપર દહેજ પેટે દસ તોલા સોનુ તથા રૂપિયા દસ લાખની માગણી કરી ગંદી ગાળો બોલી ફરીયાદીશ્રીની સાથે વાતચીત કરવાનું બંધ કરી દઈ ફોન ઉપર છુટાછેડા આપવાનું જણાવી માનસિક ત્રાસ આપી ફરી.શ્રીના સાસુ તથા માસા સસરા ઓસ્ટ્રેલીયા ખાતે યુનિટ-૩૬,૪૬ હમીશ સ્ટ્રીટ એરીયા ક્વીન્સલેન્ડ-૪૧૧૬ ખાતે જતા રહી ગુનો કર્યા હોય વિ બાબતે તા-૧૮/૦૯/૨૦૨૫ ના ક.૨૩/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઈશ્રી વી.એસ.દેસાઈ પાણીગેટ પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૫. વાહન ચોરીના કેસો
૧. ગોરવા પો.સ્ટે.
ગોરવા પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૦૭૨૫૦૪૯૭/૨૦૨૫ બી.એન.એસ. એક્ટ કલમ ૩૦૩(૨) મુજબના ગુનાના કામના ફરિયાદી કિરણકુમાર દિનેશભાઈ સોલંકી રહે.મ.નં.૧૪/૩૧૪ ઓમ ફ્લેટ દશામા ચોકડી પાસે સર્વેશ્વર ફ્લેટની બાજુમા ગોરવા વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ તા.૧૨/૦૮/૨૦૨૫ ના રોજ રાત્રીના ક.૦૮/૦૦ વાગ્યા થી તા.૨૨/૦૮/૨૦૨૫ ના રોજ સવારે ક.૦૯/૦૦ વાગ્યાના સમય દરમ્યાન મોજે- ઓમ ફ્લેટ દશામા ચોકડી પાસે સર્વેશ્વર ફ્લેટની બાજુમા ગોરવા ગોરવા ફરિયાદીની હિરોહોન્ડા સુપરસ્પેન્ડર મો.સા. નં. GJ-06-EB-0102 ની જેનો રજી. નં. GJ-06-EB-0102 તથા ચે.નં.MBLJA05EGA9K01574 નો તથા એ.નં.JA05EBA9K01718 ની લાલ કલરની જેની આશરે કિં. રૂ.૫૦૦૦/- ની લોક કરી પાર્ક કરેલ જગ્યાએથી કોઈ ચોર ઈસમ લોક ખોલી ચોરી કરી લઈ જઈ ગુનો કર્યા વિગેરે બાબતે તા.૧૮/૦૯/૨૦૨૫ ના ક.૧૫/૪૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ એ.એસ.આઈ.મિનેષકુમાર અનોપસિહ ગોરવા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૬. અન્ય કેસો
૧. હરણી પો.સ્ટે.
હરણી પો.સ્ટે પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૩૬૨૫૦૩૬૨/૨૦૨૫ ભારતીય ન્યાય સહિતાની કલમ ૩૨૯(૩) મુજબના ગુનાના કામના ફરિયાદી શ્રી એસ.કે.શર્મા ડબલ્યુ જી સ્ટેશન સેકન્ડ ઓફીસર રહે 36 ડબલ્યુ જી એરફોર્સ સ્ટેશન સી ઓ 56 એપીઓ હરણી વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપી રામફલ રાજબીર ધાણક ઉ.વ ૨૬ રહે 145 સિરસા રોડ તેજા માર્કેટ બીર હિસાર હરયાણા નાઓએ મોજે:- એરફોર્સ સ્ટેશન ગોલ્ડન ચેક પોસ્ટની બાજુમાં હરણી તા.૧૮/૦૯/૨૦૨૫ ના ક.૨૦/૧૫ વાગે આરોપીએ પ્રતિબંધીત વિસ્તારમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી પકડાઈ જઇ ગુનો કર્યો વિગેરે બાબતે તા.૧૯/૦૯/૨૦૨૫ ના ક.૦૨/૦૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇશ્રી એન.એમ.પ્રિયદર્શી હરણી પો.સ્ટે નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.