પ્રેસનોટ :-
(તા.૧૯/૧૧/ર૦૨૫)
પોલીસ સમાચાર
૧. પ્રોહીબિશનના કેસો:-
તા.૧૮/૧૧/૨૦૨૫ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ-૧૯ દારૂના કેસ કરવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ લી-૧૧૩ તથા વોશ લી-૪૦૦ કિં.રૂ.૨૨૮૦/- તથા ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૯૩, મો.ફોન –ર,ફોર વ્હીલ કાર-૧ મળી કુલ કિ.રૂ. ૨,૪૭,૨૬૦/- નો મુદ્દામાલ કબજે કરેલ છે. તેમજ પીધેલા ઇસમો-૦૮ સહિત-૧૩ ઇસમોને અટક કરવામાં આવેલ છે.
૨. ચેઇન સ્નેચીંગના કેસો:-
૧. કુંભારવાડા પો.સ્ટે.
કુંભારવાડા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં-૧૧૧૯૬૦૪૨૨૫૦૨૧૩/૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૪(૨), ૫૪ મુજબના ગુનાના કામના ફરીયાદી ક્રુષ્ણકાંત ઘનશ્યામભાઇ શાહ ઉ.વ-૬૩ ધંધો- વેપાર રહે, ૩ નાગેશ્વર સોસાયટી નાગેશ્વર મંદીર પાસે, હરણી રોડ વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી બે અજાણ્યા ઇસમો તા.૧૮/૧૧/૨૦૨૫ ના રાત્રીના આશરે કલાક ૨૧/૩૦ વાગ્યાની આસપાસ નાગેશ્વર સોસાયટી, હરણી રોડ, વડોદરા શહેર ખાતે ફરીયાદી તથા ફરીયાદીના પત્નિ રોજના રૂટીન મુજબ નાગેશ્વર સોસાયટીના અંદરના રોડ ઉપર ચાલતા હતા તેવામા એક મોટરસાઇકલમા બે અજાણ્યા ઇસમો બેસીને આવ્યા જેમાથી પાછળ બેસેલા ઇસમે ફરીયાદીના ગળામાથી સોનાની ચેઇન (તુલસીના મણકાવાળી) આશરે એક તોલાની જેની આશરે કિમત રૂ.૪૦,૦૦૦/- ગણી શકાય તે ખેંચી મોટર સાઇકલમા બેસી ભાગી ગયેલ હોઇ, ગુન્હો કર્યા વિગેરે બાબતે તા.૧૯/૧૧/૨૦૨૫ ના કલાક ૦૨/૧૫ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ. શ્રી એસ.બી.કુંપાવત કુંભારવાડા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૩. વિશ્વાસઘાતના કેસો:-
૧. સાયબર ક્રાઇમ પો.સ્ટે.
સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૪૦૨૫૦૦૪૯/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતાની કલમ 318(4), 54, 61(2) તથા આઇ.ટી એક્ટ 66(D), મુજબના ગુનાના કામના ફરીયાદી મીતેશકુમાર કનૈયાલાલ શાહ રહે 19/એ ઓમ નગર ગોવીંદરાવ પાર્ક્ની પાછળ આજવા રોડ વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી (1) ફરીયાદમા જણાવેલ મોબાઇલ નંબરના ધારક તેમજ વપરાશ કર્તા (2)ફરીયાદમા જણાવેલ ટ્રાંજેક્શનના નાણા મેળવનાર બેક ખાતા ધારકો તથા વપરાશકર્તા (3) ગુનાહીત કાવતરા સાથે સંકળાયેલ તમામ ઇસમો 08/05/2025 થી આજદીન સુધી મો.જે.- વડોદરા શહેર આ કામના આરોપીઓએ પુર્વ આયોજીત ગુનાહીત કાવતરુ રચી તા.08/05/2025 થી તા.24/05/2025 સુધી ઓનલાઇન ક્રેડીટ્કાર્ડ આપઆપવાના બહાને મોબાઇલ નં.પ્લ્સ91 8745880365 અને પ્લ્સ 91 1600313368 ઉપરથી ફરીયાદી શ્રીનાઓ સાથે વોટ્સઅપ તથા આ કામના આરોપીઓએ એકબિજાની મદદગારી કરી ઓનલાઈન ઈલેક્ટ્રોનીક માધ્યમનો ઉપયોગ કરી ગુનાહિત કાવતરુ રચી છેતરપીંડી વિશ્વાસઘાત કરેલ હોય જેથી ઉપરોક્ત વોટ્સઅપ નંબરના ઉપયોગકર્તા તથા અરજદારના નાણા જે ખાતાઓમાં ગયેલ હોય તેઓના વિરૂધ્ધ ભારતીય ન્યાય સંહિતા 318(4), 54, 61(2) અને આઇ.ટી.એક્ટ ની કલમ 66(ડી) મુજબ ગુનો કરવા બાબતે તા. 18/11/2025 કલાક 21/45 વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.ઈન્સ. શ્રી જે.ડી.પરમાર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૪. અન્ય કેસો:-
૧. માંજલપુર પો.સ્ટે.
માંજલપુર પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુ.ર.નં. ૧૧૧૯૬૦૦૩૨૫૦૬૫૮/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૨૦૪, ૧૪૦(૩),૧૪૨,૩૦૮(૨),૩૦૮(૩),૩૫૨,૬૧(૨) મુજબના ગુનાના કામના ફરીયાદી અફાન ઉસ્માનભાઇ કાની ઉ.વ. ૩૦ ધંધ- વેપાર રહે.મ.નં. સી-૮૮/૦૩, મદીના પાર્ક, શેરપુરા રોડ, ભરૂચ નાઓની ફરીયાદ મુજબ આરોપી (૧) યાજ્ઞિક સાહેબ નામની ઓળખ આપનાર ઇસમ (૨) આફતાબ પઠાણ રહે. તાંદલજા, વડોદરા શહેર (૩) ચેક્સ ડિઝાઇન વાળો શર્ટ પહેરેલ ઇસમ જે તમામના પુરા નામ કે સરનામાની ખબર નથી તે તા.૧૨/૧૧/૨૦૨૫ ના કલાક.૧૪/૩૦ વાગે મોજે- સુશેન સર્કલ તરફ જતા આર્મી કેમ્પ આગળ રોડ ઉપર, મકરપુરા રોડ, વડોદરા શહેર આ કામના ફરીયાદી તથા તેમના સ્ત્રી મિત્ર મિસ્બાહ મુન્શી તથા સાહેદ ડ્રાઇવર નબીલ શેખ પોતાની ઇનોવા કાર નં.GJ- 06-FK-9100 માં બેસી વડોદરા એમ.એસ.યુનિવર્સીટીથી ભરૂચ જતા હતા ત્યારે ઉપરોક્ત તા.ટા અને જગ્યાએ એક સફેદ કલરની સ્કોર્પીઓ કાર જેનો રજી. નં.GJ 18 પાસીંગની જેનો પુરો નંબર ખબર નથી તેઓ એસ.ઓ.જી. અમદાવાદના પોલીસના માણસો છીએ તેમ જણાવી પોલીસ તરીકેની ઓળખ આપી આ આરોપીઓ પૈકી એક સફેદ ટી-શર્ટ તથા પેન્ટ પહેરેલ ઇસમે યાજ્ઞિક સાહેબ નામની ઓળખ આપી તથા પાતળા લાંબા ઇસમે પોતે આફતાબ પઠાણ હોવાનું જણાવી તથા ચેક્સ ડિઝાઇન વાળો શર્ટ પહેરેલ ઇસમે પોતાની એસ.ઓ.જી. અમદાવાદના પોલીસની ઓળખ આપી ત્રણેય વ્યક્તિઓ ઇનોવા કાર નં.GJ-06-FK-9100 માં બેસી જઈ ફરીયાદીના સ્ત્રી મિત્ર મીસ્બાહ મુન્શીને સફેદ શર્ટ પહેરેલ આરોપી ઇનોવામાંથી ઉતરી સ્કોર્પીઓ ગાડીમાં બેસાડી અપહરણ કરી લઇ જઇ તથા બીજા બે આરોપીઓએ આ કામના ફરીયાદી તથા ડ્રાઇવર નબીલ શેખનું અપહરણ કરી અમદાવાદ સી.ટી.એમ. રોડ લઇ જઇ આરોપીઓએ ફરીયાદીને એક કાગળ બતાવી “અમારા પાસે તારા ડોક્યુમેન્ટ છે તેમ જણાવી તુ શું કામ કરે છે અને કેવા કામ કરે છે તે અમને બધી ખબર છે” તેમ કહી અમારા પી.આઇ. તને ઉંધો લટકાવી મારશે તેવી ધમકી આપતા ફરીયાદીએ આરોપીઓને જણાવેલ કે તમારે જે જોઈએ તે લઈ લો પણ મને છોડી દો ત્યારે આરોપીઓએ જણાવેલ કે ‘ચલ પચાસ લાખ થશે’ તેમ કહી ડરાવી ધમકાવી ફરીયાદી ઉપર ખોટો કેસ કરી ફસાવી દેવાની ધમકી આપી માનસીક ત્રાસ આપી ફરીયાદી પાસેથી સાડા ચાર લાખ રૂપીયા બળજબરીથી ફરી.ના ભાઇ પાસે ભરૂચથી મંગાવી લઇ જઇ ગુનો કર્યા વિગેરે બાબતે તા-૧૮/૧૧/૨૦૨૫ ના કલાક..૧૫/૪૫ વાગ્યે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ સે.પો.ઇન્સ.શ્રી કે.પી.ખરાડી માંજલપુર પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.
૫. વાહન અકસ્માત/ ફેટલના કેસો:-
૧. સમા પો.સ્ટે.
સમા પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.ન.૧૧૧૯૬૦૧૩૨૫૦૨૬૫/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૨૮૧,૧૦૬(૧) તથા એમ.વી.એકટ કલમ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબના ગુનાના કામના ફરીયાદી નરેન્દ્રસિંહ હઠિસિંહ ચૌહાણ ઉ.વ.૪૨ ધંધો:ચા-નાસ્તા ની લારી, રહે, વાળંદીયા વાવ, ઓમ પાર્ટી પ્લોટની બાજુમાં, સમા સાવલી રોડ, દુમાડ ચોકડી, સમા, વડોદરા શહેર નાઓની ફરીયાદ મુજબ આરોપી એક અજાણ્યા ફોર વ્હિલરના ચાલકે આ કામે મરણ જનાર અજાણ્યો પુરુષ ઉ.વ. આશરે ૬૦ વર્ષ જેના પુરા નામ સરનામાની ખબર નથી તે નાનો ગઇ કાલ તા.૧૮/૧૧/૨૦૨૫ ના સવારના આશરે ૦૮/૦૦ વાગ્યા પહેલા કોઇપણ સમયે દુમાડ ચોકડી આગળ તુલીપ હોટલની સામે દુમાડથી દેણા ચોકડી તરફ જતા નેશનલ હાઇવે-૪૮ તુલીપ હોટલની સામે રોડ ક્રોસ કરતી વખતે ડીવાઇડર પાસે રોડ ઉપર એક અજાણ્યા ફોર વ્હિલરના ચાલકે પોતાની ફોર વ્હિલર દુમાડ બ્રીજ તરફથી પુરઝડપે અને ગફલતભરી રીતે ચાલાવી માણસની જીંદગી જોખમાય તે રીતે હંકારી લાવી અડફેટમાં લઇ એકસીડન્ટ કરી માથા તથા નાકના ભાગે ગંભીર ઇજાઓ પહોચાડી મોત નીપજાવી નાસી જઈ ગુનો કર્યા વિ.બાબતે તા.૧૮/૧૧/૨૦૨૫ ના કલાક ૨૦/૧૦ વાગે ગુનો નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ PSI શ્રી બી.કે.ચૌધરી સમા પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે