Loading...
Welcome to Police Department
Search

-: પ્રેસનોટ :-

(તા.૨૦/૦૪/૨૦૨૬)

પોલીસ સમાચાર

૧.     પ્રોહીબિશનના કેસો

તા.૧૯/૦૪/૨૦૨૬ ના રોજ વડોદરા શહેર પોલીસે જુદી જુદી જગ્યાએ કુલ- ૩૬ દારૂના કેસો કરવામાં આવેલ છે. જેમાં દેશી દારુ લી-૧૧૮ કિં.રૂ.૨૩,૬૦૦/- તેમજ ઇંગ્લીશ દારૂ ની બોટલ નંગ-૦૪ તથા કવાટરીયા નંગ-૫૧ મળી કુલ કિં.રૂ.૩૩,૯૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે. તથા પીધેલા-૧૬ સહીત કુલ-૩૫ ઇસમોને અટક કરવામાં આવેલ છે.

 

૨.      મારામારીના કેસો:-

૧.         કુંભારવાડા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં-૧૧૧૯૬૦૪૨૨૬૦૦૮૬/૨૬ બી.એન.એસ. કલમ ૧૧૫(૨), ૨૯૬(બી), ૩૫૧ (૨),૫૪ મુજબના ગુનાના કામના ફરિયાદી નાવેદઅલી મહોરમઅલી અંસારી ઉ.વ. ૩૪ ધંધો મજુરી તથા ડ્રાઇવિંગ રહે હાથીખાના તુલસીમાતાના મંદીર પાસે તુલસી વાડી કારેલીબાગ વડોદરા શહેર નાઓની ફરિયાદ મુજબ આરોપીઓ નં(૧)હુસેન કાદરમીયા સુન્નિ રહે કાસમઆલા કબ્રસ્તાન શ્રીનાથ પેટ્રોલપંપની બાજુમાં વડોદરા શહેર તથા નં(૨)મોહંમદ હલીમ ઉર્ફે હલીમા સલીમખાન પઠાણ રહે,મન્સુરી કબ્રસ્તાન મોતીનગર વડૉદરા શહેર ગઈ તા.૦૨/૦૪/૨૦૨૬ના કલાક ૦૮/૦૦ રોજ  મોજે હાથીખાના પાણીના પરબ રીક્ષા સ્ટેન્ડ પાસે આ કામના ફરીયાદી  પોતાની ભાડાની ઓટો રીક્ષા રજી નં.GJ 06 AY 2284 ની લઈને સવારે આઠ વાગ્યે ઉભો હતો તે વખતે નં(૧) તથા નં(૨) નાઓ સ્વિફ્ટ ગાડી નંબર GJ 03 LR 8761 ની લઈને આવેલા અને નં(૧) નાએ કહેલ કે તું મારા ભાઇ અકબર સુન્નીના છોકરાઓને રીક્ષામાં સ્કૂલે મુકવા જાય છે તેઓને મુકવા જવા નહી અને તેની પત્ની સાઇસ્તાબાનુ નો રીક્ષા માટેનો ફોન આવે તો તારે જવાનું નહી તેમ કહી ફરીયાદીના ગાલ પર થપ્પડ મારી તથા નં(૨) નાએ કહેલ કે અમારા વિરુધ્ધ પોલીસ માં ફરીયાદ કરતો નહી નહિતર તને સુર સાગરમાં નાખી દઇશ તેમ કહી બંન્નેએ ફરીયાદીને ગંદી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી ગુનો કર્યા વિ.બાબતે તા.૧૯/૦૪/૨૦૨૬ ના કલાક ૨૨/૨૫ વાગે નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ પો.સ.ઇ શ્રી એસ.બી.કુંપાવત કુંભારવાડા પોલીસ સ્ટેશન, વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.

૩.      વાહન અકસ્માતના કેસો:-

૧.     અટલાદરા પોસ્ટે પાર્ટ એ-૧૧૧૯૬૦૪૪૨૬૦૨૦૦/૨૦૨૬ ભારતીય ન્યાય સહીતા સને-૨૦૨૩ની કલમ ૨૮૧, ૧૨૫(૧), તથા એમ.વી.એક્ટ.૧૭૭, ૧૮૪,૧૩૪ મુજબના ગુનાના કામના ફરિયાદી અનિલકુમાર ઉમાકાંન્ત ભટ્ટ ઉ.વ.૫૪ ઘંઘો-નોકરી રહે, બી/૦૧/૪૦૨ શ્રીગણેશ એપાર્ટમેન્ટ નુતન રો હાઉસની સામે વિઘાકુંજ પાછળ પાલ રોડ સુરત નાઓની ફરિયાદ મુજબ આરોપી એક ગ્રે કલરની ફોર વ્હીલર ગાડી જેનો નંબર GJ-20-CA-2062ના ચાલક તા.૧૮/૦૪/૨૦૨૬ ના કલાક ૧૯/૩૦ વાગ્યાની આસપાસ મોજે- પાદરા અટલાદરા રોડ જગદીશ ફરસાણની દુકાનની સામેના રોડ ઉપર વડોદરા શહેર આ કામના ફરીયાદીશ્રી પોતાની કબ્જાની એક KIA કંપની ફોર વ્હીલર જેનો નંબર GJ-05-RQ-3407માં તેમની પત્ની ચેતનાબેન તથા તેમના સાળીની છોકરી નામે શ્રેયા ભટ્ટનાઓને બેસાડીને રોડ ઉપર પસાર થતો હતો તે વખતે પાછળથી એક ગ્રે કલરની ફોર વ્હીલર ગાડી જેનો નં.GJ-20-CA-2062ના ચાલક પોતાની કબ્જાની પૂરઝડપે અને ગફલતભરી રીતે અને બેદરકારી રીતે ચલાવી લાવીને ફરીયાદીની ફોર વ્હીલર ગાડીના પાછળના ડેકીના ભાગે અથાડીને ફરીયાદીની ફોર વ્હીલર ગાડીના પાછળના ડેકીના ભાગે તથા આગળના કાચમાં તીરાડ પાડીને નુકસાન કરેલ તથા સદર ફોર વ્હીલર ગાડીમાં બેસેલ ફરીયાદીના પત્ની ચેતનાબેનના ડાબા પગના ભાગે સામાન્ય ઇજા પહોચાડીને નાસી જઇને ગુનો કર્યો વિ.બાબતે તા. ૧૯/૦૪/૨૦૨૬ના  ક.૧૬/૩૦ વાગે નોંધાયેલ છે. સદર ગુનાની તપાસ અ.હે.કો પ્રતાપભાઇ પુનાભાઇ અટલાદરા પોલીસ સ્ટેશન, વડોદરા શહેર નાઓએ સંભાળી કાયદેસર તપાસ હાથ ધરેલ છે.